SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ * જેને મન સંસારના સુખની કિંમત ન હોય અને જે પોતાના કર્મે આવેલાં દુ:ખોને વધાવી લેતાં શીખે તે ધર્મ સારી રીતે કરી શકે અને આ રીતે ધર્મ કરનારો જીવ ક્રમે કરીને એવા સ્થાને પહોંચે છે કે જ્યાં દુ:ખનું નામ ન હોય અને સુખનો પાર ન હોય. * સારા માણસો તેને કહેવાય કે જેમનું હૈયું પણ એવું હોય અને વર્તન પણ એવું હોય કે જેને લઈને એમનું ભવિષ્ય ભૂંડું સર્જાવા ન પામે, પણ સારું જ સર્જાવા પામે. સંયોગો સારા હોય કે નરસા હોય, આપણે સારા બન્યા રહેવું-એ આપણા હાથની વાત છે. આપણે સારા બની જઈએ તો ખરાબ સંયોગો પણ આપણા માટે સારા બની જાય અને આપણે ખરાબ હોઈએ તો સારા સંયોગોને પણ આપણા માટે ખરાબ બનાવી દઈએ-એવું બને. * આજે સંસારનાં દરેક ક્ષેત્રોમાં થાક્યા વગર પુરુષાર્થ કરનારા મોક્ષની સાધના કરતાં વાતવાતમાં થાકી જતા હોય તો તેનું કારણ શું ? સંસારનો થાક નથી લાગ્યો-એ ! જે સંસારના પરિભ્રમણથી થાક્યા હોય તેમને ધર્મની-મોક્ષની સાધનામાં થાક ન લાગે, ઊલટું જેમ જેમ કષ્ટ પડતું જાય તેમ તેમ તેમનો ઉલ્લાસ વધ્યા કરે. સંસારનાં સુખો પણ પુણ્યથી મળે અને સંસારથી તારનારા દેવગુરુધર્મનો યોગ પણ પુણ્યથી મળે : તમને કયું પુણ્ય ૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001164
Book TitleAnsh Vachnana
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Ethics
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy