SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ અત્યંત રાગ દેવગુર્નાદિ પ્રત્યેના બહુમાનને ધોઈ નાખે છે. જેઓ માબાપની નિંદા સાંભળવા ટેવાયેલા હોય તેને દેવગુરુની નિંદા સાંભળતાં આંચકો ક્યાંથી લાગે ? * બીજા પાસેથી અનુકૂળતા લેવાનો પરિણામ એ કૃપણતા અને બીજાને અનુકૂળતા આપવાનો પરિણામ તેનું નામ ઉદારતા. * આપણી હાજરીમાં આપણા વડીલજનો કામ કરતા હોય અને આપણે મજેથી બેઠા રહીએ તે આપણી ધર્મ માટેની અયોગ્યતાને સૂચવનાર છે. * ધર્મ કરતી વખતે આપણે આપણા આત્માને ત્રણ પ્રશ્નો પૂછવાની જરૂર છે. ધર્મ હું શા માટે કરું છું?', 'મારા આ ધર્મથી મને મોક્ષ કે મોક્ષના ઉપાયરૂપ સાધુપણું જોઈએ છે ?’ અને ‘જો મને મોક્ષ કે દીક્ષા જોઈએ છે તો તેના માટે હું પુરુષાર્થ કેમ કરતો નથી ?’ આ રીતે તમારે તમારી જાતને ત્રણ પ્રશ્નો પૂછવાના અને અમારે અમારી જાતને ત્રણ પ્રશ્નો પૂછવાના કે-“મેં સાધુપણું શા માટે લીધું છે?’, ‘મને કેવળજ્ઞાન જોઈએ છે ?” અને “જે કેવળજ્ઞાન મને જોઈતું હોય તો તેના માટે હું પુરુષાર્થ કેમ કરતો નથી ?' આ રીતે પ્રશ્નો પૂછીને આપણા આત્માને ચેતનવંતો બનાવવો છે. ભૂતકાળમાં આડા હાથે કંઈક સારું કરીને આવ્યા છીએ તો ભગવાનનું શાસન અને શાસનને પામેલા મહાપુરુષોનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001164
Book TitleAnsh Vachnana
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Ethics
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy