SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ એવું હૈયું મળે. સુખ મેળવવું એ પુરુષાર્થ નથી, મળેલું સુખ છોડી દેવા જેવું હૈયું મેળવવું-એ જ ખરો પુરુષાર્થ છે. * સગપણ કરતાં ફરજ જેમ વ્યવહારમાં મહાન ગણાય છે તેમ ભગવાનના શાસનમાં ઈચ્છા કરતાં આજ્ઞા મહાન છે. * ભરત મહારાજા આરીસાભુવનમાં માત્ર માનસિક પુરુષાર્થથી કેવળજ્ઞાન પામી જાય અને આપણે ઘર છોડીને ધર્મસ્થાનમાં આવીને મનવચનકાયાથી પુરુષાર્થ કરવા છતાં કેવળજ્ઞાન પામી ન શકીએ તો માનવું પડે ને કે આપણી ક્યાંક ભૂલ થાય છે ? ભરતમહારાજાને સંસારની ક્રિયા ન નડે ને આપણને ધર્મની ક્રિયા કામ ન લાગે તો તેનું કારણ તપાસવું પડે ને ? આનું કારણ એક જ છે કે ભારતમહારાજા સંસારમાં રહેલા હોવા છતાં સંસાર તેમને વળગ્યો ન હતો. આપણને ધર્મસ્થાનમાં ય સંસાર વળગેલો હોય તો કયાંથી વિસ્તાર થાય ? ભરત મહારાજાને રાજસિંહાસન પર બેઠા પછી પણ પોતાની જય બોલાવનારા, પોતાના ગુણ ગાનારા ગમતા ન હતા; પોતાના દોષોને યાદ કરાવનારા સાધર્મિકો ગમતા હતા. આપણને ઉપાશ્રયમાં આવ્યા પછી પણ આપણા દોષો બતાવનારા ગુરુ ગમે ખરા ? તમને ગુરુ કેવા ગમે ? તમારું નામ ગાજતું કરી આપે એવા ? કે તમારા દોષો બતાવી તમને સંસારમાંથી નીકળવાનો ઉપાય બતાવે એવા ? ભરત મહારાજા રાજ્ય કરતા હોવા છતાં પોતાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001164
Book TitleAnsh Vachnana
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Ethics
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy