SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ માટે તેને ઉન્માર્ગે જતાં અટકાવવા ગુસ્સો કરવો પડે તે હિતમૂલક ગુસ્સો અને આપણું માનતા ન હોવાના કારણે ગુસ્સો આવે તે સ્વાર્થમૂલક ગુસ્સો. * આપણા ગરમ સ્વભાવના કારણે સૌથી મોટું નુકસાન એ થાય છે કે કોઈ આપણને આપણી ભૂલ બતાવી શકતું નથી. આ રીતે ક્રોધના કારણે પ્રજ્ઞાપનીયતા(કોઈ આપણને ભૂલ બતાવી શકે એવી યોગ્યતા) નાશ પામે છે અને એના કારણે આપણા સ્વભાવને સુધારવાની તક રહેતી નથી. * જે સંસારને આત્માનો શત્રુ માને તે જ ધર્મને આત્માનો મિત્ર માની શકે. ધર્મ કલ્યાણનું કારણ છે-એવું તે જ માની શકે કે જે આત્માના અકલ્યાણનું કારણ સંસાર છે એવું માને. * બધા ધર્મનો સાર એક જ છે કે આપણને બીજાનું જે વર્તન ન ગમે તેવું વર્તન આપણે બીજા સાથે કરવું નહિ. કોઈ આપણને દુઃખ આપે તો ગમે ? નહિ ને ? તો આપણે કોઈને દુઃખ નથી આપવું. કોઈ આપણા સુખમાં આડા આવે તો ગમે ? નહિ ને ? તો આપણે કોઈના સુખમાં આડા આવવું નહિ. કોઈ આપણી આગળ ખોટું બોલે તો ગમે ? નહિ ને ? તો આપણે જૂઠું ન બોલવું. કોઈ આપણા પર ગુસ્સો કરે, આપણું અપમાન કરે, આપણો તિરસ્કાર કરે તો ગમે ? નહિ ને ? તો આપણે પણ એવું નથી કરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001164
Book TitleAnsh Vachnana
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Ethics
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy