SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ આપણો વિશ્વાસઘાત કરે, આપણી સાથે કાવાદાવા કરે, છળપ્રપંચ કરે તો ગમે ? નહિ ને ? કોઈ આપણી નિંદા કરે, આપણી ચાડી ખાય તો ગમે ? નહિ ને ? તો આપણે પણ ન કરવી. શાસ્ત્રનો વિશેષ અભ્યાસ કર્યા વિના પણ ધર્મ કરવાનો માર્ગ સુઝાડે એવો આ ઉપાય છે કે-આપણને જે ન ગમે તે બીજા પ્રત્યે ન આચરવું. * આપણે ધર્મ કેટલો કરીએ છીએ-એ નથી જોવું, કેટલું પાપ જીવનમાંથી ગયું-એ જોવું છે. પાપ જીવનમાંથી નાબૂદ ન થાય ત્યાં સુધી ધર્મ લેખે નહિ લાગે અને સંસારના સુખની લાલચ પડી હશે ત્યાં સુધી પાપ જીવનમાંથી નાબૂદ નહિ થાય. આજે અધર્મ રાખીને ધર્મ કરવા મળે છે માટે જ ધર્મ કરવામાં મજા આવે છે ને ? અધર્મ બિલકુલ કરવાનો ન હોય અને એકલો ધર્મ કરવાનો હોય તો તે મજેથી કરવા તૈયાર થાઓ ખરા ? કે સંસારનું સુખ છૂટી જશે, એનો ભય સતાવ્યા કરે છે “ધર્મથી સુખ મળે એમ બોલનારને પણ ધર્મમાં આનંદ આવે કે અધર્મમાં આનંદ આવે ? ધર્મ કરતી વખતે ખરેખર ધર્મ કર્યાનો આનંદ આવે કે પાછા સંસારમાં જવા મળવાનું છે-એનો આનંદ હોય? સામાયિક કરતી વખતે આનંદ વધારે હોય કે સામાયિક પારતી વખતે આનંદ વધારે હોય ? પૂજા કરતી વખતે આનંદ વધારે કે પૂરી થાય ત્યારે આનંદ વધારે આવે ? કરતી વખતે આનંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001164
Book TitleAnsh Vachnana
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Ethics
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy