SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માના સ્વરૂપને બતાવનાર છે, એમાં બીજાનું સ્વરૂપ જોવા નથી બેસવું. જે પોતાની જાત સામે જુએ તેને બીજાની પંચાત કરવાનો સમય ન મળે. * શાસ્ત્રકારો કહે છે કે સંસાર છોડવો-એ કપરું નથી, સંસારને ઓળખવો-એ કપરું કામ છે. એક વાર સંસાર એના સ્વરૂપે ઓળખાઈ જાય તો સંસારને છોડવો, એ તો સાવ સહેલું કામ છે. અગ્નિ બાળે છે, વિષ મારે છે, પાણી ડુબાડે છે, કાંટો પીડા કરે છે. આ શ્રદ્ધા જેટલી મજબૂત છે, તેની સમજણ જેવી છે તેવી સમજણ અને શ્રદ્ધા સંસારનું સુખ બાળે છે’ એમાં ન હોય તો સમજવું કે સંસાર હજુ ઓળખાયો નથી. * જેઓએ ઘરથી ધર્મની શરૂઆત કરી હોય, માતાપિતાદિના વિનયથી ધર્મની શરૂઆત કરી હોય તેને દેરાસર-ઉપાશ્રયનો ધર્મ ફળે. આજે આપણો ધર્મ લેખે નથી લાગતો તેનું કારણ જ એ છે કે આપણે ધર્મની શરૂઆત ખોટી કરી છે. જેની શરૂઆત ખોટી હોય તેનું પરિણામ સારું ક્યાંથી આવે ? * માબાપને છોડવાની રજા તેને જ છે કે જેને દીક્ષા લેવી હોય, એ સિવાય માબાપને છોડવાં નહિ. જે ભગવાનની આજ્ઞા માનવા નીકળ્યા હોય તેઓ માબાપની આજ્ઞા ન માને તો ચાલે, બાકી માબાપની આજ્ઞા ઉલ્લંઘાય નહિ. માબાપ કેવાં છે એ નથી જોવું, માબાપ માબાપ' છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001164
Book TitleAnsh Vachnana
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Ethics
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy