SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ગભરાયે, ભાગ્યે નહિ ચાલે; દુઃખ ભોગવ્યે જ છૂટકો થવાનો; ક્યાં ભોગવવું છે? સાધુપણામાં કે ગૃહસ્થપણામાંએ તમારે નક્કી કરવાનું ! જ્ઞાનીઓ કહે છે કે-જેઓ આ સંસારમાં સંયમનાં કષ્ટો વેઠી લે છે તેમને દુઃખ ભોગવવા માટે નરકાદિગતિમાં જવું પડતું નથી. જેઓ અહીં દુઃખને હડસેલો મારે તેમને એ દુઃખ ભોગવવાનો વારો નરકાદિ ગતિમાં આવવાનો. સ્વાધીનપણે (પોતાની ઈચ્છાથી) જે દુઃખ વેઠી લે, તેને પરાધીનપણે દુઃખ વેઠવાનો અવસર નથી આવતો. * જેને સંસારનું સુખ ગમે તેને પાપ ન ડંખે. સુખનો ગમો ઓછો થાય તો જ પાપનો ડંખ પેદા થાય અને સુખનો અણગમો પેદા થાય તો પાપ છૂટી જાય. આ સંસારનું સુખ પુણ્યના ઉદય વગર નથી મળતું-એ વાત સાચી. પરંતુ જે પુણ્ય, પાપ કર્યા વગર ફળતું નથી તે પુણ્ય ભોગવવા નથી રહેવું : આટલું નક્કી કરવું છે ? અનીતિ કરીને જે પૈસો મળે છે તે પાપાનુબંધી પુણ્યનો જ પ્રભાવ છે ને ? જે પુણ્ય, પાપ કરાવીને સુખ આપે છે તે સુખને હડસેલો મારી નીકળી જવું છે-આટલું નક્કી કરીએ તો પાપાનુબંધી પુષ્યનો અનુબંધ પણ તોડી શકાય છે. * જેઓ કીડી વગેરે જીવોની જયણા પાળે અને સાથે રહેનારા લોકોને દુ:ખ પહોંચાડે તેઓ ગમે તેટલો ઊંચામાં ઊંચો ધર્મ Jain Education International For Private & Personal Use Only Form www.jainelibrary.org
SR No.001164
Book TitleAnsh Vachnana
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Ethics
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy