Book Title: Agam Deep 41A Ohanijjutti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
Catalog link: https://jainqq.org/explore/005104/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मल देसणस्स આગમદીપ = 45 આગમ ગુજેર છાયાઃ ज्योतिषाचार्य राज श्री जयप्रभविजयजी 'श्रमण श्री मोहनखेडा तीर्थ પોસ્ટ : રાd*Iઢ (ધર) પિન : 454 116 (મ.પ્ર.) D આગમ:- 1 થી 4 આયારો - સૂયગડો - ઠાણું - સમવાઓ 1 -: ગુર્જર છાયા કર્તા :મુનિ દીપરત્ન-સાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ - બાલ લાલાચારી શ્રી નેમિનાથાય નમઃ - नमो नमो निम्मल दंसणस्स શ્રીં પાવતી કે નમઃ શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમઃ છે. આગમ-દીપ LABE વિભાગ પહેલો આગમ-૧ થી 4- ગુર્જરછાયા આયારો-સૂયગડો-ઠાણ-સમવાઓ - ગુર્જર છાયા કર્તામુનિ દીપરત્નસાગર f isit તા. 31/397 સોમવાર ૨૦પ૩ ફા. વ. 7 - - 45 આગમ - ગુર્જર છાયાનું મૂલ્ય રૂ. 2000/ આગમ દીપ પ્રકાશન ક Page #3 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीं अहं श्री पार्श्वनाथाय नमः __ॐ नमो अभिनव नाणस्स (મુદ્રક) નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ (કમ્પોઝ) શ્રી ગ્રાફિકસ 21, સુભાષનગર, ગિરધરનગર, શાહિબાગ, અમદાવાદ. - આ આગમદીપ-સંપુટના મુખ્ય દ્રવ્ય સહાયક - શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ-પરિવાર વડોદરા | * 45 આગમીપ-ગુર્જર છાયા - પ્રાપ્તિ સ્થાન | શ્રી ડી.કે. ઠક્કર શ્રી જગદીશભાઈ એમ. શાહ 16, અલકાનગર, પ્રિયલક્ષ્મી મિલ્સ પાસે 1, અલકનંદા સોસાયટી, આઝદ સ્વીટ એલેમ્બિક રોડ, વડોદરા. સામે, આશ્રમરોડ, વાડજ, અમદાવાદ. શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ | ડૉ. પિનાકીન એન. શાહ 20, ગૌતમનગર સોસાયટી, 21, સુભાષનગર, ગિરધરનગર, રેસકોર્સ સર્કલ પાસે, વડોદરા શાહીબાગ, અમદાવાદ, નોંધ:- 45 આગમ - “ગુર્જર છાયા” માટે માન રીત પ્રકાશન અમદાવાદનો. રૂ. ૨૦૦૦/-ની કિંમતનો ડ્રાફ્ટ આપીને જ સેટ મેળવી શકાશે. Page #4 -------------------------------------------------------------------------- ________________ (14 ઓહનિત્તિ - બીજું મૂળસૂન - ગુર્જરછાયા) વિષય અનુકમ | | પૃષ્ઠક મંગલ - પ્રસ્તાવના 1-20 { રપ-૨૬ પ્રતિલેખના દ્વાર 21-546 ૨૬-પર પિંડ દ્વારા પ૪૭-૧૦૦૬ ] પ૨-૬૮ ઉપધિપ્રમાણ દ્વાર 1007-1114 | 68-72 અનાયતન વર્જન દ્વારા ૧૧૧પ-૧૧૩૯ 72-73 પ્રતિ સેવના દ્વાર 1140-1142 73-74 આલોચના દ્વાર 1143-1146 ૭૪વિશુદ્ધિ દ્વાર 1143-1160 [ ૭૪-૭પ ઉપસંહાર 111-1165 | 75-76 Page #5 -------------------------------------------------------------------------- ________________ (આર્થિક અનુદાતા) 1 / આગમ-દીપ-સંપુટના મુખ્ય દ્રવ્યસહાયકો ભાગ - 1 સભ્ય શ્રુતાનુરાગ શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ પરિવાર, વડોદરા ભાગ - 2 રત્નત્રયારાધકો સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી પૂ. ગુરુમાતા રત્નત્રયાશ્રીજી મ.સા.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે શાંતાબેન મનસુખલાલ બાબરીયા, અમદાવાદ (2) શાંતાબેન શાંતિલાલ પી. દામાણી, મુંબઈ (3) મંજુલાબેન ગુણવંતલાલ વોરા. હનીતીનભાઈ, અમદાવાદ ભાગ-૩ સ્વનામધન્યા સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીના શિષ્યા! તપસ્વીરત્ના સાધ્વી શ્રી.સમજ્ઞાશ્રીજીના ભદ્રતપનિમિત્તે ? તથા સંવત ૨૦૫રના ચાતુર્માસની સ્મૃતિમાં શ્રીશંખેશ્વરપાર્શ્વનાથ જૈનસંઘ, તુલશીશયામ, નવાવાડજ અમદાવાદ.. - - - -------- - ----- -- ભાગ-૪ (1) શ્રી ખાનપુર જૈન ચે. મૂ, સંઘ, અમદાવાદ (2) શ્રી ગગન વિહાર એ. મૂ.જૈન દે. ટ્રસ્ટ, અમદાવાદ ભાગ-૫ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ છે.મૂર્તિ. સંઘ, પારૂલનગર શોલારોડ, અમદાવાદ સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ પરિવાર, વડોદરા ભાગ-૭ - - - - - - ભાગ 6 તથા ܬܬܪܬܝܟܕܚܬܫܪܬܚܐܘܠܫܬܕܚܚܫܘܟܬܚܟܠܣܥܢ Page #6 -------------------------------------------------------------------------- ________________ કિોઈ એક આગમના મુખ્ય દ્રવ્ય સહાયક I]]ID]bIIIIIIIIII IIIIIIIIIIIIIIItality (1) આયારો (2) સૂયગડો વ્યાખ્યાન વાચસ્પતિ પ.પૂ.આ. દેવશ્રી મહાયશ સાગરસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન જે.મૂર્તિ. સંઘ, ગોદાવરીનગર, વાસણા, અમદાવાદ (1) ઠાણે (2) સમવાઓ ક્રિયાનુરાગી સ્વ.શ્રી રત્નત્રયાશ્રીજી મ.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે તેમના શિષ્યરત્ના તપસ્વીની સા. શ્રી મોરના શ્રીજી ની પ્રેરણાથી શાહ ખીમચંદ છગનલાલ પરિવારખેરવાવાળા, હસ્ત મંજુલાબેન (1) જંબુદ્વિવપન્નતિ (2) સૂરપન્નતિ અ.સૌ. સુમિત્રાબેન હસમુખભાઈ સંઘવી, ઇન્દ્રોડાવાળા. ચંદુબેન કેશવલાલ હરગોવનદાસ વારૈયા પરિવાર(૨) મહાનિસીહ કોરડાવાળા. (1) નાયાધમ્મકહા - મૃદુભાષી સાધ્વી થી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી ડો. પ્રદીપકુમાર રસિકલાલ કામદાર હસ્તે પ્રશાબેન પ્રદીપકુમાર કામદાર, કલકતા (1) પહાવાગરસં:- સ્વ.પૂ.આગમોતારકશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ.સા. ના આજ્ઞાવર્તી સ્વ. પૂ. પાલતાશ્રીજી તથા સ્વ. પૂ. મયાશ્રી ની સ્મૃતિ નિમિત્તે શતાવધાની સા.શ્રી અમિતગુણાશ્રીજીની પ્રેરણાથી શેઠ શ્રી ઘેલાભાઈ કરમચંદ ટ્રસ્ટ, પાલ વેસ્ટ મુંબઈ (1) વિવારસુયં - કાર્યદક્ષા સા. પૂ. મલયાશ્રીજી મ.ના પ્રશિષ્યા, સા. ભવ્યાનંદશ્રીજીના શિ. મીલનસાર. સા.પૂણપ્રાશ્રીજી તથા કોકીલકઠી સાકરધ્ધાશ્રીજીની પ્રેરણાથી- મેહુલજેન ઉપાશ્રય. જ્ઞાનખાનું શેષ રકમ આગમ સુરાણિ ના સેટના બદલામાં મળી છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ 522222 [10] [11] [12] [13] - અ-મા-રા - પ્રકાશનો :अभिनव हेम लघुप्रक्रिया - 1 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 2 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 3 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 4 - सप्ताह विवरणम् कृदन्तमाला चैत्यवन्दन पर्वमाला चैत्यवन्दन सङ्ग्रह - तीर्यजिनविशेष चैत्यवन्दन चोविशी शत्रुञ्जय भक्ति आवृत्ति-दो अभिनव जैन पञ्चाङ्ग - 2046 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 1. શ્રાવક કર્તવ્ય - 1 થી 11 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 2. શ્રાવક કર્તવ્ય - 12 થી 15 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 3. શ્રાવક કર્તવ્ય - 16 થી 36 નવપદ - શ્રીપાલ (શાશ્વતી ઓળીના વ્યાખ્યાન રૂપે) સમાધિ મરણ [વિધિ - સૂત્ર - પદ્ય - આરાધના -મરણભેદ સંગ્રહ] ચૈત્યવંદન માળા [779 ચૈત્યવંદનોનો સંગ્રહ તત્ત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા [અધ્યાય-૧]. તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો સિદ્ધાચલનો સાથી [આવૃત્તિ * બે ચિત્ય પરિપાટી અમદાવાદ જિનમંદિર ઉપાશ્રય આદિ ડિરેક્ટરી શત્રુજ્ય ભક્તિ [આવૃત્તિ - બે] શ્રી નવકારમંત્ર નવલાખ જાપ નોંધપોથી શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી શ્રી બાસ્વત પુસ્તિકા તથા અન્ય નિયમો - [આવૃત્તિ - ચાર] અભિનવ જૈન પંચાંગ - 2042 [સર્વપ્રથમ 13 વિભાગોમાં] શ્રી જ્ઞાનપદ પૂજા અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મ વિધિ શ્રાવક અંતિમ આરાધના (આવૃત્તિ ત્રણ વીતરાગ સ્તુતિ સંચય [1151 ભાવવાહી સ્તુતિઓ]. (પૂજ્ય આગમોદ્ધારક શ્રી ના સમુદાયના) કાયમી સંપર્ક સ્થળો તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૨ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૩ [19] R રિપ [7] [7] [28] [29] [30] [31]. [32] [33] [34] Page #8 -------------------------------------------------------------------------- ________________ [4] તત્ત્વાથધગમ સૂત્ર અભિનવ ટકા - અધ્યાય-૪ તવાથિિધગમ સૂત્ર અભિનવ કા - અધ્યાય-૫ તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ચકા - અધ્યાયતવાથધિગમ સૂત્ર અભિનવ ચકા. - અધ્યાય-૭ તવાથધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૮ તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૯ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧૦ 0 -x - -x -0 आयारो [आगमसुत्ताणि-१ ] सूयगडो [आगमसुत्ताणि-२ ] ठाणं [आगमसुत्ताणि-३ समवाओ [आगमसुत्ताणि-४ विवाहपन्नति [आगमसुत्ताणि-५ नायाधम्मकहाओ [आगमसुत्ताणि-६ उवासगदसाओ [आगमसुत्ताणि-७ 1 अंतगडदसाओ [आगमसुत्ताणि-८ अनुत्तरोषवाइयदसाओ [आगमसुत्ताणि-९ . ] पण्हावागरणं [आगमसुत्ताणि-१० विवागसूर्य [आगमसुत्ताणि-११ उदवाइयं [आगमसुत्ताणि-१२ ] रायप्पसेणियं [आगमसुत्ताणि-१३ ] जीवाजीवाभिगमं [आगमसुत्ताणि-१४ ] पन्नवणासुतं [आगमसुत्ताणि-१५] सूरपन्नति [आगमसुत्ताणि-१६ चंदपन्नत्ति [आगमसुत्ताणि-१७ ] जंबूद्दीवपन्नति [आगमसुत्ताणि-१८] निरयावलियाणं [आगमसुत्ताणि-१९ कप्पवडिंसियाणं [आगमसुत्ताणि-२० पुफियाणं [आगमसुत्ताणि-२१ ] पुष्फचूलियाणं [आगमसुत्ताणि-२२. वण्हिदसाणं [आगमसुत्ताणि-२३ ] चउसरणं [आगमसुत्ताणि-२४ ] आउरपञ्चक्खाणं आगमसुत्ताणि-२५ महापच्चक्खाणं [आगमसुत्ताणि-२६ ] भत्तपरिण्णा [आगमसुत्ताणि-२७ / तंदुलवेयालियं [आगमसुत्ताणि-२८ ] पढमं अंगसुत्तं बीअं अंगसुत्तं तइयं अंगसुत्तं चउत्यं अंगसुत्तं पंचमं अंगसुतं छटुं अंगसुत्तं सत्तमं अंगसुतं अमं अंगसुत्तं नवमं अंगसुतं दसमं अंगसुत्तं एकारसमं अंगसुत्तं पढमं उयंगसुत्तं बीअं उवंगसुत्तं तइयं उवंगसुत्तं चउत्थं उवंगसुत्तं पंचमं उवंगसुत्तं छठें उवंगसुत्तं सातमं उवंगसुतं अमं उवंगसुत्तं नवमं उवंगसुत्तं दसमं उवंगसुत्तं एक्कारसमं उवंगसुत्तं बारसमं उवंगसुत्तं पढमं पईण्णगं बीअं पईण्णगं तीइयं पईण्णगं चउत्यं पईण्णगं पंचमं पईण्णगं [69] Page #9 -------------------------------------------------------------------------- ________________ " تاراتاتا" संथारगं [आगमसुत्ताणि-२९ ] छठं पईण्णगं गच्छायार आगमसुत्ताणि-३० / सत्तमं पईण्णगं-१ चंदावेज्झयं [आगमसुत्ताणि-३० ] सतमं पईण्णगं-२ गणिविजा [आगमसुत्ताणि-३१ अमं पईण्णगं देविंदत्थओ [आगमसुत्ताणि-३२ नवमं पईण्णगं मरणसमाहि [आगमसुत्ताणि-३३ ] दसमं पईण्णगं-१ वीरत्थव [आगमसुत्ताणि-३३ दसमं पईण्णगं-२ निसीह [आगमसुत्ताणि-३४ पढमं छेयसुत्तं बुहत्कप्पो [आगमसुत्ताणि-३५ ] बीअं छेयसुतं ववहार [आगमसुत्ताणि-३६ ) तइयं छेयसुतं दसासुयक्खंध [आगमसुत्ताणि-३७ ] चउत्थं छेयसुतं जीयकप्पो [आगमसुत्ताणि-३८ / पंचमं छेयसुत्तं-१ पंचकप्पभास [आगमसुत्ताणि-३८ ] पंचमं छेयसुत्तं-२ महानिसीहं [आगमसुत्ताणि-३९ / छठं छेयसुत्तं आवसस्सयं [आगमसुत्ताणि-४० पढमं मूलसुतं ओहनिअत्ति [आगमसुत्ताणि-४१ बीअं मूलसुत्तं-१ पिंडनिजत्ति [आगमसुत्ताणि-४१ बीअं मूलसुतं-२ दसवेयालियं [आगमसुत्ताणि-४२ तइयं मुलसुत्तं उतरज्झयणं [आगमसुत्ताणि-४३ चउत्थं मूलसुत्तं नंदीसूर्य [आगमसुत्ताणि-४४ पढमा चूलिया अणुओगदारं आगमसुत्ताणि-४५ ] बितिया चूलिया 0 -x - --x -0 [81] मायारी ગુર્જરછાયા [ આગમદીપ-૧ ] પહેલું અંગસૂત્ર [82] सूयगी - ગુર્જર છાયા [ આગમદીપ-૨ ] બીજું અંગસૂત્ર 61 ગુર્જર છાયા[ આગમદીપ-૩ ] ત્રીજું અંગસૂત્ર [84] समवायो - ગુર્જરછાયા [ આગમદીપ-૪ ] ચોથું અંગસૂત્ર [5] विपन्नति - ગુર્જરછાયા [આગમદીપ-૫ ] પાંચમું અંગસૂત્ર [es] नयाधम्मामी - २७ाया [भाममही५-६ ] संगसूत्र F87] GIRLसमो. - गुर्डरछाया [भागमही५-७ ] सातमु संगसूत्र [e8] संतगामी - गुरछाया [भागमही५-८ ] 18 मंगसूत्र [8] मनुत्तरोपतिसमो. - गु२७।या. [भागमही५-८ ] नव अंगसूत्र [10] પહાવાગરણ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૦ ] દશમું અંગસૂત્ર [10] विवानसूयं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૧ ] અગિયારમું અંગસૂત્ર [102] 64ऽयं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૨ ] પહેલું ઉપાંગસૂત્ર [107] रायपसेशियं - गुरछाया [भागमही५-१३ ] ( 6 सूत्र [104] જીવાજીવાભિગમ - ગુર્જરછાયા [આગમદીપ-૧૪ ] ત્રીજું ઉપાંગસૂત્ર [90] Page #10 -------------------------------------------------------------------------- ________________ [105] પન્નવણા સુd- [106] સૂરપન્નત્તિ - [17] ચંદપનતિ - [108] જંબુદ્િવપન્નતિ[૧૦] નિરયાવલિયાણું - [117] કMવડિસિયા - [111] પુફિયાશે - [112] પુષ્કચૂલિયાણું - [113] વહિદસાણ - [114] ચઉસરણ - [115] આઉરપચ્ચશ્માં - . [11] મહાપચ્ચક્ષ્મણ - [117] ભરપરિણા - [118] તંદુલવેયાલિય - [118] સંથારગે - [12] ગચ્છાચાર - [11] ચંદાવર્ઝાય - [12] ગણિવિજ્જા - [123] દેવિંદFઓ - [124] વીરત્થવ - [125] નિસીહં[૧૨] બહતકપ્યો - [127] વવહાર - [128] દસાસુયાબંધ - [12] જીયકષ્પો - [130] મહાનિસીહં - [131] અવસ્મય - [132] ઓહનિજજુત્તિ[૧૩] પિંડનિસ્તુતિ - [34] દસયાલિય - [135] ઉત્તરજગ્યણ - [13] નંદીસુત્ત - [137] અનુયોગદારાઈ - [1] ગુર્જરછાયા [ આગમદીપ-૧૫ ] ચોથું ઉપાંગસૂત્ર ગુજરછાયા [ ગમદીપ-૧૬ ] પાંચમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ ગમદીપ-૧૭ ] છઠ્ઠ ઉપાંગસૂત્ર ગુર્જરછાયા. [ આગમદીપ-૧૮ ] સાતમું ઉપાંગસૂત્ર ગુજરછાયા. [ આગમદીપ-૧૯ ] આઠમું ઉપાર્ગસૂત્ર ગુર્જરાયા [ આગમદીપ-૨૦ ] નવમું ઉપાગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૧ ] દશમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૨ ] અગિયારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૩ ] બારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૪ ] પહેલો પ્રયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૫ ] બીજે પયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૬ ] ત્રીજો પયનો ગુર્જરછાયા [ આગમદીપ-૨૭ ] ચોથો પયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૮ ] પાંચમો પયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૯ ] છઠ્ઠો પયત્નો ગુર્જરછાયા. [ આગમદીપ-૩૦ ] સાતમો પયનો-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયત્નો-૨ ગુર્જરછાયા [ આગમદીપ-૩૧ ] આઠમો પયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૩૨ ] નવમો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૩ ] દશમો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૪ ] પહેલું છેદસૂત્ર ગુર્જરછાયા. [ આગમદીપ-૩૫ ] બીજું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૬ ] ત્રીજું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૭ ] ચોથું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૮ ] પાંચમું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૯ છઠું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૦ ] પહેલું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૨ ગુર્જરછાયા [ આગમદીપ-૪ર ] ત્રીજું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૩ ] ચોથું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૪ ] પહેલી ચૂલિકા ગુર્જરછાયા [ આગમદીપ-૪૫ ] બીજી ચૂલિકા નોંધ:- પ્રકાશન 1 થી 31 અભિનવ શ્રત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 42 થી 90 આગમકૃત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 91 થી 137 આગમદીપ પ્રકાશને પ્રગટ કરે છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ [25] नमो नमो निम्मल सणस्स પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામિને નમઃ 41 ઓહનિજુત્તિ zzzzzzzzzzzzz બીજું મૂળસૂત્ર-ગુર્જર છાયા) અરહંતોને નમસ્કાર થાઓ, સિદ્ધોને નમસ્કાર થાઓ, આચાર્યોને નમસ્કાર થાઓ, ઉપાધ્યાયોને નમસ્કાર થાઓ. આ લોકમાં રહેલા સર્વ સાધુને નમસ્કાર થાઓ. આ પાંચને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશક છે. સર્વે મંગલોમાં ઉત્કૃષ્ટ મંગલ છે. [૧-૩ઉપક્રમ કાળ બે પ્રકારે છે. સામાચારી ઉપક્રમકાળ અને યથાક ઉપક્રમ કાળ (અહીં ઉપક્રમનો અર્થ વૃત્તિ માં કર્યો છે. "દૂર હોય તેને સમીપ લાવવું તે) સામાચારી ઉપક્રમ કાળ ત્રણ પ્રકારે છે. ૧-ઓઘ, -દશઘા, ૩-પદવિભાગ, તેમાં ઓઘ અને દશધા સામાચારી એ નવમાં પૂર્વમાં રહેલા ત્રીજી આચાર વસ્તુના વીસમાં ઓઘ પ્રાભૃતમાં રહેલા હતી. સાધુના અનુગ્રહને માટે તે ત્યાંથી અત્રે લાવવામાં આવી માટે તેને ઉપક્રમ કહેવાય. તે ઉપક્રમ કાળ પૂર્વે વીસવર્ષનો હતો જે હાલ દીક્ષાના પ્રથમ દીવસે જ આપી શકાય છે. હવે મંગલના આરંભને માટે નીચેની ગાથાઓ જણાવે છે. 4i-5] અરહંતોને વંદીને, ચૌદપૂર્વી તથા દશપૂર્વીને વંદને, અગીયાર અંગને સૂત્રઅર્થ સહિત ધારણ કરનાર સર્વે સાધુઓનો વંદીને ચરણ-કરણ અનુયોગમાંથી અલ્પઅક્ષર અને મહાનઅર્થવાળી ઓઘથી નિયુક્તિ સાધુઓના અનુગ્રહને માટે કહું છું. ] ઓઘનો જે સમૂહ તે સમાસથી, સંક્ષેપથી એકી ભાવથી મળેલો છે. અત્યંત અગમો થી યુક્ત કે બદ્ધ હોય તેને નિયુક્તિ કહેવાય. અર્થાતુ અહીં સમાસસંક્ષેપથી એકીભાવવાળા અનેક અર્થ અને ગમો જોડાયેલા છે. બદ્ધ થયા છે તે ઓપનિષુત્તિ' 7i (ચરણ સિત્તરીના સિત્તેર ભેદો) પાંચવત, દશ શ્રમણ ધર્મ, 17 પ્રકારે સંયમ, 10 પ્રકારે વેયાવચ્ચ, નવ પ્રકારે બ્રહ્મચર્ય, જ્ઞાનાદિ ત્રિક, 12 પ્રકારે તપ, ક્રોધાદિનિગ્રહ, [8] (કરણ સિતરીના સિત્તેર ભેદો) પિંડ વિશુદ્ધિ-૪ ભેદે, પ-સમિતિ, ૧૨-ભાવના, ૧૨-પ્રતિમા, પ-ઇન્દ્રિયનિગ્રહ, ૨૫-પડિલેહણા, ૩-ગુપ્તિ, ૪-અભિગ્રહ , [9-15] અહીં ષષ્ઠીને બદલે પાંચમી વિભક્તિ કેમ કહી ? એવા પ્રશ્નનો ભાષ્યમાં ખુલાસો કરે છે કે ચરણકરણાનુ યોગ સંબંધિ ઓઘનિર્યુક્તિ હું કહીશ ત્યાં પંચમી વિભક્તિનું પ્રયોજન એ છે કે ચરણકરણાનુયોગ સિવાયના પણ યોગ છે. તે આ પ્રમાણે - ચરણકરણાનુયોગ, ધર્મકથાનુયોગ, ગણિતાનુયોગ, દ્રવ્યાનુયોગ એ ચાર અનુયોગ છે. આ ચારે એક-એકથી ચઢીયાતા છે. ચારે અનુયોગ વિષયમાં તો Page #12 -------------------------------------------------------------------------- ________________ હનિજુત્તિ-(૧૫) બળવાન જ છે. તો પણ ચરણાનુયોગ બળવાન છે. ચારિત્રના રક્ષણ માટે જ બીજા ત્રણ અનુયોગ છે. ચારિત્રની પ્રતિપત્તિના હેતુથી ધર્મકથા રૂપ કળાસમૂહ પ્રવજ્યા આદિના દાન માટે, દ્રવ્યાનુયોગ દર્શનશુદ્ધિ માટે છે કેમકે દર્શનશુદ્ધીથી ચારિત્રશુદ્ધી છે. જેમ એક રાજાના પ્રદેશમાં ચાર ખાણ હતી. એક રત્નની, બીજી સોનાની, ત્રીજી ચાંદીની, ચોથી લોઢાની ચારે પુત્રોને એક એક ખાણ વહેંચી દીધી, લોઢાની ખાણવાળાને ચિંતા થઈ મને નકામી ખાણ મળી (ત્યારે મંત્રીએ સમજાવ્યું કે) બીજી ત્રણે ખાણો લોઢા ઉપર આધાર રાખે છે. તે બધાં તારી પાસે લોઢું માગવા આવે ત્યારે રત્ન સોનું અને ચાંદીના * બદલામાં તું લોઢું આપજે તું ધનવાન બનીશ). તે રીતે ચારિત્રમાં સમર્થ હોય તો. બાકીના અનુયોગ પ્રહણ કરવા સહેલા છે. માટે ચરણાનુયોગ સૌથી બળવાન છે. [16-17] (ચરણાનુયોગમાં અા અક્ષરો હોવા છતાં અર્થથી મહાન- વિસ્તૃત છે.) અહીં ચઉભંગી છે. અક્ષર ઓછાં મોટા અર્થ. અક્ષર વધુ થોડો અર્થ, બંને વધુ કે બંને થોડાં તેમાં ઓઘ સમાચારી એ પ્રથમ ભંગનું દ્રષ્ટાન્ત છે. જ્ઞાતાધર્મકથા એ બીજા ભંગનુ, દ્રષ્ટિવાદ ત્રીજા ભંગનું કેમકે ત્યાં અક્ષર અને અર્થ બંને વધારે છે. લૌકિક શાસ્ત્ર ચોથા ભંગનુ ડ્રષ્ટાન્ત છે. [18-19 બાળ જીવોની અનુકંપાથી જનપદને અન્ન-બીજ અપાય તે રીતે સ્થવિરો એ સાધુના અનુગ્રહને માટે ઓઘનિયુક્તિ વર્તમાનકાળ અપેક્ષાએ આ હવે પછી કહેવાશે તે) પદ વિભાગ રૂપે ઓશનિયુક્ત ઉપદિષ્ટ કરેલી છે. અહીં સ્થવિર એટલે ભદ્રબાહુ સ્વામિ સમજવા.) [20] ઓઘનિયુક્તિના સાત દ્વાર કહ્યા છે. પ્રતિલેખના, પિંડ, ઉપધિ પ્રમાણ, અનાયતન વર્જન, પ્રતિસેવના, આલોચના અને વિશુદ્ધિ. [21] આભોગ, માગણ, ગવેષણા, ઈહા, અપહ, પ્રતિલેખના પ્રેક્ષણા, નિરિક્ષણા, આલોકના અને પ્રલોકના (એકાર્થિક નામો છે.) રિ૨] જેમ ઘડો' શબ્દ કહેવાથી કુંભાર-ઘડો અને માટી આવી જાય તેમ અહીં પણ પ્રતિલેખન-પડિલેહણ કરનાર સાધુ, પ્રતિલેખના અને પ્રતિલેખિતવ્ય-પડિલેહણ. કરવાની વસ્તુ એ ત્રણની પ્રરૂપણા અહીં કરાશે. [23-27] પ્રતિલેખક - એક હોય કે અનેક હોય, કારણિક હોય કે નિષ્કારણિક, સાધર્મિક હોય કે વૈધર્મિક એમ સંક્ષેપથી બે પ્રકારે જાણવા તેમાં અશિવ આદિ કારણે એકલા જાય તે કારણિક, ધર્મચક્ર સ્તુપ, યાત્રાદિ કારણે એકલા જાય તે નિષ્કારણિક તેમાં એક - કારણિક અહીં કહેવાશે તે સિવાયના બધાં સ્થિત જાણવા. અશિવ, દુકાળ, રાજાનો ભય, ક્ષોભ, અનશન, માર્ગભૂલવો, બિમારી, અતિશય, દેવતાના કહેવાથી અને આચાર્યના કહેવાથી આટલા કારણે એકલા પડે તે કારણિક કહેવાય. બાર વર્ષ પૂર્વે ખ્યાલ આવે કે દુષ્કાળ થવાનો છે. તો વિહાર કરી સૂત્ર અને અર્થ પોરિસિ કરતા બીજા. સુકાળ પ્રદેશમાં જાય. આ દુષ્કાળની ખબર અવધિજ્ઞાનાદિ અતિશયથી, નિમિત્ત જ્ઞાનથી શિષ્યને વાચના થકી જણાવે કે જાણે અથવા જ્યારે અન્ય રીતે જાણે ત્યારે વિહાર કરે. કે ગ્લાનાદિ કારણે ન નીકળી શકે. 28-29] સાધુ ભદ્રિક હોય- ગૃહસ્થ ન હોય, ગૃહસ્થ ભદ્રિક હોય પણ સાધુ ન હોય બંને ભદ્રિક હોય, બેમાંથી કોઈપણ ભદ્રિક ન હોય. બીજી ચઉભંગી સાધુ ભદ્રિક Page #13 -------------------------------------------------------------------------- ________________ 27 ગાથા - 29 હોય પણ ગૃહસ્થ તુચ્છ-પ્રાંત હોય, ગૃહસ્થ ભદ્રિક હોય પણ સાધુ તુચ્છપ્રાંત હોય, બંને પ્રાંત હોય, બંને ભદ્રિક હોય. તેમાં બંને ભદ્રિક હોય ત્યારે વિહાર કરી ઉપસર્ગ ન હોય ત્યાં જાય. અશિવ પ્રાપ્ત (-ગ્લાન) સાધુને ત્રણ પરંપરાએ ભોજન આપવું. એક ગ્રહણ કરે. બીજો લાવે ત્રીજો અવજ્ઞાપૂર્વક આપે. ગ્લાનની સારવાર માટે રોકાયા હોય ત્યારે તેને વિગઈ - મીઠું - દશાવાળું વસ્ત્ર અને લોહસ્પર્શ એ ચાર વર્જવા. [30-32] ઉપદ્રવ પ્રાપ્ત સાધુને ઉદ્વર્તન કે નિર્લેપ (લેપ કાઢી નાખવો) કરનાર સાધુએ દિવસે કે રાત્રે સાથે ન રહેવું. જે બીકણ હોય તેને સેવા માટે ન રાખવો. પણ ત્યાં નિર્ભયને રાખવો. જ્યાં દેવતાનાં ઉપદ્રવ હોય ત્યાં ગોચરી ન જવું. જો તેવા ઘર ન મળે તો ગોચરી આપનાર સામે દ્રષ્ટિ મેળવવી નહીં. અશિવ ન હોય અથતુ નિરુપદ્રવ સ્થિતિમાં જે અભિગ્રહ-તપ ગ્રહણ કર્યા હોય તેમાં વૃદ્ધિ કરવી. જો સેવા કરનારને જવું પડે તો અન્ય સમાન સામાચારી વાળાને તે ઉપદ્રવ યુક્ત સાધુ પાસે મૂકીને જવું. સાધુ ન હોય તો બીજા પાસે પણ સોંપીને અન્યત્ર જવું. કદાચ તે ઉપદ્રવવાળા સાધુ આક્રોશ કરે તો સમર્થ સાધુ ત્યાં રહેવા ઇચ્છે તો તેને કહીને જલ્દી નીકળી જવું. જો ન ઇચ્છે તો તે દિવસે રહીને સમય મળતા છિદ્ર શોધીને બધાંએ - અડધાએ કે છેવટે એક-એક કરીને પણ નીકળી જવું. [33-34 વિહાર કરતી વેળા સંકેત કરીને બધાં નીકળે અને જ્યાં ભેગા થાય ત્યાં જે ગીતાર્થ હોય તેની પાસે આલોચના કરે. જો સૌમ્યમુખી દેવતા હોય તો તેજ ક્ષેત્રમાં ઉપદ્રવ કરે માટે બીજા ક્ષેત્રમાં જવું. કાલમુખી દેવતા હોય તો ચારે દિશાના. બીજા ક્ષેત્રમાં પણ ઉપદ્રવ કરે તો ત્રીજા ક્ષેત્રમાં જવું, રક્તાક્ષી દેવ ચારે દિશાના ત્રીજા ક્ષેત્રમાં પણ ઉપદ્રવ કરે તો ચોથા ક્ષેત્રમાં જવું. અહીં જે અશીવ અથ, દેવ ઉપદ્રવ માટે કહ્યું. (અશિવકારણ પુરુ થયુ) તે જ વિધિ દુર્મિક્ષ માટે પણ જાણવી. જેમ ગાયના સમૂહને થોડાં ઘાસમાં તૃપ્તિ ન થાય તો અલગ અલગ જાય તેમ દુકાળમાં એકલાએકલા સાધુએ જુદા જુદા નીકળી જવું. (દુભિક્ષ કારણ પૂરું થયું) [34-37 રાજ્ય તરફથી ચાર પ્રકારે ભય થાય, વસતિ ન આપે, આહાર પાણી ન આપે, વસ્ત્ર-પાત્ર છીનવી લે, મારી નાખે તેમાં છેલ્લા બે ભેદ વર્તતા હોય ત્યારે રાજ્યમાંથી નીકળી જાય. આ રાજ્ય ભયનું કારણ જણાવે છે કે કોઈ સાધુ વેશે પ્રવેશી કોઈને મારી નાંખેલ હોય, રાજા સાધુનું દર્શન અમંગલ માનતો હોય, કોઈ રાજાને ચડાવે કે સાધુ તમારુ અહિત કરવાના છે. રાજાના નિષેધ છતાં કોઈને દીક્ષા આપી હોય. રાજાના અંતઃપુરમાં પ્રવેશી અકત્ય સેવ્યું હોય, કોઈ વાદી સાધુએ રાજાનો પરાભવ કર્યો હોય. (આવા કારણે રાજ્યભય પામતો સાધુઓ વિહાર કરી જાય અને ચારિત્ર કે જીવિંત નાશનો ભય હોયતો એકાકી પણ થાય.). [38] ક્ષોભથી એકાકી થાય. - ભય કે ત્રાસ. જેમ કે ઉજ્જૈની નગરીમાં ચોરો આવી મનુષ્યાદિનું હરણ કરી જતા હતા. કોઈ વખત રેંટની માળા કુવામાં પડી, ત્યારે કોઈ બોલ્યું કે “માલા પતિતા” બીજા સમજ્યા “માલવાપતિતા” માળવાના યોરો આવ્યા. ગભરાટમાં ત્યાં બેઠેલાએ નાશ ભાગ કરી. એ રીતે સાધુ ભય કે ત્રાસથી એકલો થઈ જાય. [39] અનશનથી એકાકી થાય. અનશન ગૃહી સાધુને કોઈ નિયમણા Page #14 -------------------------------------------------------------------------- ________________ 28 હનિજુતિ (40) કરાવનાર ન મળે કે સંઘાટક ન મળે અને તેને સૂત્ર-અર્થ પૂછવા હોય તો એકલા જાય. [40] ફિટિત-રસ્તામાં બે માર્ગ આવે. ત્યાં ભૂલથી મંદગતિથી ચાલવાને લીધે કે ડુંગર આદિ ન ચઢી શકવાથી ફરીને આવવાના કારણે સાધુ એકાકી થાય. ગ્લાન :- બીમાર સાધુ નિમિત્તે ઔષધાદિ લાવવા કે અન્ય સ્થળે બિમાર સાધુની સેવા કરનાર કોઈ ન હોય અને જવું પડે ત્યારે એકાકી થાય. [41] કોઈ અતિશય સંપન્ન જાણે કે નવ દિક્ષિતને તેના કુટુમ્બી ઘેર લઈ જવા, આવે છે ત્યારે સંઘાટક અભાવે એકલો વિહાર કરાવે. દેવતાના કહેવાથી વિહાર કરે ત્યારે એકાકી થાય એ માટે કલિંગમાં દેવીનું રૂદનનો પ્રસંગ ટાંકે છે. [42-5] છેલ્લી પોરિસીએ આચાર્યે કહ્યું કે તમારે અમુક સ્થળે જવું. ઓઘ હેતુથી માત્રક લાવવા કહ્યું તે માટે પ્ર િઆપી કે તને ભય ન થાય. અહીં તેને પોતાના ગણની પરીક્ષા કરવી હતી એટલે બધાંને બોલાવ્યા. મારે અમુક ગમન કાર્ય છે. કોણ જશે? બધાં જવા તૈયાર થયા ત્યારે આચાર્યએ કહ્યું અમુક આ સમર્થ છે માટે તેણે જવું ત્યારે સાધુ કહે કે આપે મારા ઉપર અનુગ્રહ કર્યો. તે કાર્ય માટે સાધુને વહેલાં જવાનું હોય તો સ્વાધ્યાય કરીને કે કર્યા સિવાય સૂતી વખતે આચાર્યને કહે કે આપે કહેલ કામ માટે હું સવારે જઈશ, એમ ન કહેતો દોષ લાગે. પૂછે તો કદાચ આચાર્યને સ્મરણ થાયકે મારે તો બીજું કાર્ય કહેવાનું હતું. અથવા જે માટે મોકલવાના છે તે સાધુ આદિતો અન્યત્ર ગયા છે. અથવા સંઘાટક કહી જાય કે આ સાધુ તો. ગચ્છ છોડી જવાનો છે. ત્યારે આચાર્ય સમયોચિત્ત ભલામણ કરે. સવારમાં જનાર સાધુ ગુરુવંદનાર્થે પગને સ્પર્શે અને આચાર્ય જાગે કે ધ્યાનમાં હોય તો ધ્યાન પૂરૂ થાય ત્યારે કહે કે આપે દર્શાવેલ કાર્ય માટે હું જાઉં છું. [4-48] અનુજ્ઞા પ્રાપ્ત સાધુ વિહાર કરે ત્યારે નીકળતી વખતે અંધારું હોય તો અજવાળું થાય ત્યાં સુધી બીજો સાધુ સાથે જાય. મળ-મૂત્રની શંકા હોય તો ગામની નજીક શંકા ટાળે જો ઠંડી, ચોર, કુતરા-સિંહ આદિનો ભય હોય, નગરના દ્વાર બંધ હોય, અજાણ્યો માર્ગ હોય તો સવાર સુધી રાહ જુએ. જો જનાર સાધુને વાપરીને જવું હોયતો ગીતાર્થ સાધુ સંખડી કે સ્થાપના કુલમાંથી યોગ્ય દૂધ સિવાય ધી વગેરે આહાર લાવી આપે. તે વાપરી લે. જો વસતિમાં ન વાપરવું હોય તો સાથે લઈને વિહાર કરે અને બે કોશમાં તે વાપરી લે. [49] ગામની હદ પૂરી થતાં રહરણથી પગ પ્રમાએં. પગ પ્રમાર્જતી વખતે ત્યાં રહેલ કોઈ ગૃહસ્થ ચાલતો હોય, અન્ય કાર્યમાં ચિત્તવાળો હોય, સાધુ તરફ ધ્યાન ન હોય તો પગ પ્રમાર્કે, જો તે ગૃહસ્થ જોતો હોય તો પગ ન પ્રમાર્જ, નિષદ્યા- આસન વડે પ્રમાર્જે. પિ૦-પ૭] પુરુષ-સ્ત્રી-નપુસક એ ત્રણેના વૃદ્ધ મધ્યમ અને તરુણ એમ ત્રણ-ત્રણ ભેદ છે. તેમાં બે સાધર્મિક કે બે ગૃહસ્થને રસ્તો પૂછે. ત્રીજો પોતે નિર્ણય કરે. સાધર્મિક કે અન્યધ મધ્યમ વયનાને પ્રીતિપૂર્વક રસ્તો પૂછે. બીજાને પૂછવામાં અનેક દોષ સંભવે છે. જેમકે - વૃદ્ધ જાણતા નથી. બાળકો પ્રપંચથી ખોટો રસ્તો કહે, મધ્યમ વયસ્ક સ્ત્રી કે નપુંસકને પૂછતા શંકા થાય કે “સાધુ આમની સાથે શું વાત કરે છે? વૃદ્ધ-નપુંસક કે સ્ત્રી, બાળ-નપુંસક કે સ્ત્રી ચારે માર્ગથી અજાણ હોય તેવું બને નજીકમાં રહેલાની પાસે જઈને રસ્તો પૂછે. કેટલાંક પગલા તેની પાછળ જઈને પૂછે અને જો તે મુંગો રહેતો રસ્તો ન પૂછે. Page #15 -------------------------------------------------------------------------- ________________ ગાય - 57 માર્ગમાં નજીક રહેલ ગોપાલ આદિને પૂછે પણ દૂર હોય તેને ન પૂછે. કેમકે તેવી રીતે પૂછતા શંકા આદિ દોષ તથા વિરાધનાનો દોષ લાગે. જો મધ્યમ વયસ્ક પુરુષ ન હોયતો દ્રઢ સ્મૃતિવાળા વૃદ્ધને અને તે ન હોયતો ભદ્રિક તરુણને રસ્તો પૂછે? એ જ રીતે ક્રમશઃ પ્રાપ્ત સ્ત્રી વર્ગ કે નપુંસક વર્ગને સંજોગાનુસાર પૂછે. આવા સંજોગો અનેક ભેદે હોય. [58-62 રસ્તામાં છકાયની જયણા માટે કહે છે- પૃથ્વિકાય ત્રણ ભેદે છે. સચિત્ત, અચિત્ત અને મિશ્ર, આ ત્રણેના પણ કાળો-નીલો આદિ વર્ણ ભેદે પાંચ-પાંચ પેટા ભેદો, તેમાં અચિત્ત પૃથ્વિમાં વિચરવું. અચિત્ત પૃથ્વિમાંપણ ભીની અને સૂકી બંને હોય તો ભીનામાં જવાથી વિરાધના થાય છે. શ્રમ લાગવો અને કાદવ ચોંટવાનું બને છે. સૂકામાં પણ રેતાળ અને રેતી વિનાનો માર્ગ હોય છે. રેતીવાળા માર્ગે દોષ લાગે માટે રેતી વિનાના માર્ગે જવું. ભીનો માર્ગ પણ ત્રણ પ્રકારે છે. “મધુસિકથી - પગની પાની સુધીનો કાદવ, પિંડક પગે મોજાં પહેર્યા હોય તેટલો કાદવ અને ‘ચિખિલ્લ’ ગરકી જવાય તેટલો કાદવ, વળી સૂકા માર્ગમાં પણ “પ્રત્યપાય” નામક દોષ છે. હિંસક પશુ, કૂતરા, ચોર, કાંટા, મ્લેચ્છો એ પ્રત્યપાય દોષ છે. સુષ્ક માર્ગના બે ભેદ આક્રાંત અને અનાક્રાંત. આક્રાંત માર્ગના બે ભેદ. પ્રત્યપાય અને અપ્રત્યાધાય. પ્રત્યપાય દોષવાળા માર્ગે ન જતા અપ્રત્યપાય માર્ગે જવું તે માર્ગ ન મળે તો ધૂળવાળા. માર્ગે, તે ન મળે તો. ભીની પૃથ્વિવાળા માર્ગે, તે ન હોયતો મિશ્ર, તે ન હોયતો સચિત્ત એમ ગમન કરવું. [3-65 શીયાળા - ઉનાળામાં રજોહરણથી પગ પ્રમાજે. ચોમાસામાં પાદલેખનીકાથી પ્રમાર્જ. આ પાદ લેખનિકા ઉદુમ્બર વડ કે આંબલીના વૃક્ષની બનેલી બાર આંગળ લાંબી અને એક આંગળ જાડી હોય છે. બંને તરફ અણીવાળી કોમળ હોય છે. તેમજ દરેક સાધુની અલગ-અલગ હોય છે. એક તરફની અણીથી પગે લાગેલી સચિત્ત પૃથ્વિને દૂર કરે બીજી તરફથી અચિત્ત પૃથ્વીને દૂર કરે. કપ-૭૦] અકાય બે પ્રકાર છે. જમીનનું પાણી અને આકાશનું પાણી. આકાશ પાણીના બે ભેદ ધુમસનું અને વરસાદનું. આ બંને પાણી જોઈને બહાર ન નીકળે. નીકળ્યા પછી જાણે તો નિકટના ઘર કે વૃક્ષ નીચે ઉભો રહે. જો ત્યાં ઉભા રહેવામાં કોઈ ભય હોય તો “વષકલ્પ' વરસાદથી રક્ષણનું સાધન ઓઢીને જાય. અતિ વષ હોય તો સુકા ઝાડ ઉપર ચઢી જાય. જો માર્ગમાં નદી આવે તો બીજે માર્ગે જાય કે પુલ ઉપરથી જય. એ જ રીતે જમીન ઉપરનું પાણી હોય ત્યારે પ્રતિકૃચ્છા કરીને જવું. જો કે આ બધું એકાકી નથી. પરંપરા પ્રતિષ્ઠ છે. જો નદીનો પુલ કે અન્ય રસ્તો કાચો હોય, ધૂળો વગેરે ખરતી હોય, અન્ય કોઈ ભય હોય તો તે રસ્તે ન જવું. પ્રતિપક્ષી રસ્તે જવું. અથતિ નિર્ભય કે આલંબનવાળા રસ્તે અથવા તેવા પ્રકારના અન્ય રસ્તે જવું. ચલમાન, અનાક્રાંત, ભયવાળો રસ્તો છોડી અચલ, આક્રાંત અને નિર્ભય રસ્તે જવું ભીની માટીનો લેપ થયો હોય તો નીકટથી પગને પ્રમાર્જિવા. પાણી ત્રણ ભેદે કહ્યું. પત્થર ઉપરથી વહેતું, કાદવ ઉપરથી વહેતું અને રેતી ઉપરથી વહેતું. આ ત્રણેના બે ભેદ છે આક્રાંત અને અનાક્રાંત. આક્રાંતના બે ભેદ પ્રત્યપાય અને અપ્રત્યાધાય ક્રમશઃ પાષાણ ઉપરથી વહેતુ પાણી પછી કાદવ ઉપરથી.... એ રીતે માર્ગ પસંદ કરવો. [71-76] અર્ધજઘા જેટલા પાણીને સંઘટ્ટ કહે છે, નાભિ પ્રમાણ પાણીને લેપ કહે છે અને નાભિથી ઉપર પાણી હોય તો લેપોપરી કહેવાય છે. સંઘટ્ટ નદી ઉતરતા એક Page #16 -------------------------------------------------------------------------- ________________ 30 ઓહનિજુત્તિ-(૭૧) પગ પાણીમાં અને બીજો પગ ઊંચો રાખે. તેમાંથી પાણી નીતરી જાય એટલે તે પગ પાણીમાં મૂકે અને પહેલો પગ ઊંચો રાખે. એ રીતે સામા કિનારે પહોંચે. પછી (ઈરિયાવહી) કાયોત્સર્ગ કરે. જો નિર્ભય જલ હોય તો ગૃહસ્થ સ્ત્રી વગેરે ઉતરતાં હોય તો પાછળ-પાછળ જાય. લયવાળું પાણી હોય તો ચોલ પટ્ટને ઊંચો લઈ ગાંઠ બાંધી. માણસોની વચમાં ઉતરે કેમકે કદાચ પાણીમાં ખેંચાય તો લોકો બચાવી લે. કિનારે ગયા. પછી ચોલપટ્ટાનું પાણી નીતરી જાય ત્યાં સુધી ઉભો રહે. જો ભય હોય તો ભીનો ચોલપટ્ટો શરીરને ન અડે તે રીતે લટકતો રાખી આગળ જાય. નદી ઉતરતાં જો ત્યાં ગૃહસ્થ ન હોય તો શરીરથી ચાર આંગળ ઊંચી લાકડીથી પાણી માપે. જે ઘણું પાણી હોય તો. ઉપકરણો ભેગા કરી બાંધે અને મોટું પાત્ર ઊંધું કરી શરીર સાથે બાંધી તરીને સામે કાંઠે જાય. જો નાવમાં બેસીને ઉતરવું પડે તો સંવર અથતુ પચ્ચક્ખાણ કરે નાવમાં મધ્યમાં બેસે, નવકાર મંત્ર સ્મરણ કરે અને કાંઠે ઉતરી ઈરિયાવહી કરે. ઉતરતી વખતે પણ પહેલા કે પછી ન ઉતરે પણ મધ્યમાં ઉતરે અને પચીશ શ્વાસોશ્વાસ પ્રમાણ કાઉસ્સગ કરે. જે નાવ ન હોય તો લાકડા કે તુંબડાને આધારે નદી તરે. [77] રસ્તામાં જતા વનદવ લાગેલો હોય તો અગ્નિ આગળ હોય તો પાછળ જવું, સામો આવતો હોય તો તૃણ. રહિત ભૂમિમાં ઊભા રહેવું, તૃણ રહિત ભૂમિ ન હોય તો કામળી ભીની કરીને ઓઢી લે. જો ખૂબ જ અગ્નિ હોય તો ચામડું ઓઢી લે અથવા ઉપાનહ ધારણ કરીને જવું. [38] જો પવન ઘણો હોયતો ખીણમાં કે વૃક્ષની ઓથ લઈ ઊભા રહેવું. જો ત્યાં ઉભવામાં ભય હોયતો છિદ્રરહિત કામળી ઓઢી લે અને છેડા લટકે નહીં તેમ જવું. | [70] વનસ્પતિ ત્રણ પ્રકારે છે. સચિત્ત, અચિત્ત, મિશ્ર. એ પણ પ્રત્યેક અને સાધારણ બે ભેદે છે. તે દરેક સ્થિર અને અસ્થિર ભેદ હોય છે. તેના પણ ચાર-ચાર ભેદ છે. કચડાયેલી-ભયરહિત, કચડાયેલી ભયયુક્ત, નહીં કચડાયેલી ભય રહિત અને નહીં કચડાયેલી ભયયુક્ત તેમાં સચિત્ત, પ્રત્યેક, સ્થિર, આક્રાંત અને ભયવિનાની વનસ્પતિમાં જવું. જો તેમ ન હોય તો સંજોગ અનુસાર વર્તવું. [80] બેઈન્દ્રિય જીવો સચિત્ત-અચિત્ત-મિશ્ર ત્રણ ભેદ કહ્યા છે. તેના સ્થિર સંઘયણ બે ભેદ તે દરેકના આક્રાંત, અનાક્રાંત, પ્રત્યયાય (ભાયુક્ત અને અપ્રત્યયાય (ભયરહિત) એવા ચાર ભેદો છે. એ જ રીતે તેઈન્દ્રિય-ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય વિશે સમજવું. તેમાં અચિત્ત ત્રસવાળી. ભૂમિમાં જવું. [81-83] પૃથ્વીકાય અને અપૂકાય વાળા બે માર્ગમાં પૃથ્વીકાયમાં જવું, પૃથ્વી અને વનસ્પતિ યુક્ત માર્ગ હોયતો પૃથ્વીકાયમાં જવું, પૃથ્વી-ત્રસ-વનસ્પતિ હોય તો ત્રસરહિત પૃથ્વી માર્ગે જવું અકાય-વનસ્પતિકાય વાળો માર્ગ હોય તો વનના માર્ગે જવું તેઉવાઉ સિવાયના પણ અન્ય સંજોગો છે તે માટે સંક્ષેપમાં કહીએ તો ઓછામાં ઓછી વિરાધનાવાળા માર્ગે જવું ૮૪-૮૫]બધે સંયમ રક્ષા કરવી. સંયમથી પણ આત્માની રક્ષા કરવી. કેમકે જીવતો રહેશે તો પુનઃ તપદીથી વિશુદ્ધિ કરી લેશે. સંયમ નિમિત્તે દેહને ધારણ કરેલો છે. જો દેહ જ ન હોય તો સંયમ કેમ પાળશે? સંયમ વૃદ્ધિ માટે શરીરનું પાલન ઈષ્ટ છે. [૮૬-૯૮]લોકો પણ કાદવ, શિકારી પશુ, કૂતરા, રેતાળ કંટકવાળો અને ઘણું Page #17 -------------------------------------------------------------------------- ________________ ગાથા - 86 પાણી હોય તેવા રસ્તાનો ત્યાગ કરે છે. તો પછી સાધુમાં ગૃહસ્થમાં ફેર શું? ગૃહસ્થો જયણા કે અજયણાને જાણતા નથી. સચિતમિશ્ર પ્રત્યેક કે અનંતને જાણતા નથી જીવવધ ન કરવો તેવા પચ્ચકખાણ નથી જ્યારે સાધુને આ પ્રતિજ્ઞા અને જાણપણું બને છે તે વિશેષતા છે લોકો મરણનો ભય અને પરીશ્રમ ભાવથી તે પથ છોડે છે.જ્યારે સાધુ દયાના પરિણામથી મોક્ષના હેતુવાળા થઈ ઉપયોગ પૂર્વક પથને ગ્રહણ કરે છે કે છોડે છે. જો કે બાહ્ય વસ્તુને આશ્રીને સાધુને હિંસાજન્ય કર્મબંધ થતો નથી. તો પણ મુનિ પરિણામની વિશુદ્ધિ માટે પૃથ્વિકા આદિની જયણા કરે છે. જો આવી જયણા ન કરે તો પરિણામની શુદ્ધિ કે કઈ રીતે ? સિદ્ધાંતમાં તુલ્ય પ્રાણિવધના પરિણામમાં પણ મોટું. અંતર કહ્યું છે. તીવ્ર સંકિલષ્ટ પરિણામવાળાને સાતમી નરક પ્રાપ્ત થાય અને મંદ પરિણામ વાળો બીજે પણ જાય, એજ રીતે નિર્જરા પણ પરિણામ આધારીત છે. આ રીતે જે અને જેટલા હેતુ સંસાર માટે છે તે અને તેટલા હેતુ મોક્ષ માટે છે. અતીતભૂતકાળની સંખ્યા ગણવા જઈએ તો બંનેમાં લોકો સમાન આવે. રસ્તામાં જયણાપૂર્વક ચાલવામાં આવે તો તે ક્રિયા મોક્ષ માટેની થાય છે અને તેમ ચાલવામાં ન આવે તો તે ક્રિયા કર્મબંધ માટેની થાય છે. જિનેશ્વર પરમાત્માએ કોઈ વસ્તુનો એકાંત નિષેધ કરેલ નથી. તેમ એકાંત વિધિ કહી નથી. જેમ રોગમાં એક રોગમાં જેનો નિષેધ છે તે બીજામાં વિધિ પણ હોઈ શકે. જેમ ક્રોધાદિ સેવનથી અતિચાર થાય છે. તે જ ક્રોધાદિભાવ ચંડરૂદ્રાચાર્યની જેમ કાચિત શુદ્ધિ પણ કરાવી દે છે. સંક્ષેપમાં કહીએ તો બાહ્ય વસ્તુને આશ્રીને કર્મબંધ ન થતો હોવા છતાં સાધુ સદા જયણાના પરિણામ પૂર્વક જીવે અને પરિણામની વિશુદ્ધિ રાખે. પણ ક્લિષ્ટ ભાવ કે અવિધિ કરે નહિ. [૯૯-૧૦૦પહેલું અને બીજું ગ્લાન યાતના, ત્રીજું શ્રાવક, ચોથું સાધું, પાંચમી વસતિ, છઠ્ઠ સ્થાનસ્થિત (એ પ્રમાણે પ્રવેશ વિધિ સંબંધે જણાવે છે. ગામ પ્રવેશના પ્રયોજનને જણાવતા કહે છે કે તે વિધિનો લાભ શું ?) ઈહલૌક્કિ અને પરલૌકિક બે લાભ છે. પૃચ્છાના પણ બે ભેદ, તેના પણ એક એક આદિ ભેદો છે. સુચના “મોહનિતિમાં હવે પછીની ગુર્જર છાયાનો માવયિકતા અનુસાર ભાવાનુવાદ છે તેમાં ક્યાંક નિર્યુક્તિ ભાષ્ય કેપ્રક્ષેપનો અનુવાદ નથી પણ ક્યાં અને કચક દ્રોણાચાર્યજીની વૃત્તિને આધારે વિશેષ સ્પષ્ટીકરણો પણ છે. મુનિદીપરનગર [101] ઈહલૌકિક ગુણો - જે કામ માટે સાધુ નીકળેલો હોય તે કામની ગામમાં કંઈ ખબર મળે કે, તેઓ ત્યાંથી નીકળી ગયા છે. હાલ અમુક સ્થાને રહેલા છે. અથવા તો. માસકંલ્પાદિ કરીને કદાચ તેજ ગામમાં આવેલા હોય, તો તેથી, ત્યાંજ કામ પતી જાય. પારલૌકિક ગુણો - કદાચ ગામમાં કોઈ સાધુ સાધ્વી) બીમાર હોય તો તેની સેવાનો લાભ મળે. ગામમાં જિનમંદિર હોય તો તેનાં દર્શન વંદન થાય, ગામમાં કોઈ વાદી હોય કે પ્રત્યેનીક હોય અને પોતે વાદલબ્ધિસંપન્ન હોય તો તેને શાંત કરી શકે, [102] પૃચ્છા - ગામમાં પ્રવેશ કરતાં પૃચ્છા બે પ્રકારે થાય. અવિધિપૃચ્છા, વિધિપૃચ્છા. અવિધિપૃચ્છા - ‘ગામમાં સાધુઓ છે કે નહિ ? સાધ્વી હોયતો જવાબ મળે કે સાધુ નથી. “સાધ્વીઓ છે કે નહિ?” તો સાધુઓ હોય તો જવાબ આપનાર માણસ ના પાડે કે “સાધ્વીઓ નથી. ઉપરાંત “ઘોડા-ઘોડી' ન્યાયે શંકા પણ થાય. [103] શ્રાવક છે કે નહિ એમ પૂછે તો એને શંકા થાય કે આને અહીં આહાર કરવો હશે.” શ્રાવિકા વિષય પૂછે તો તેને શંકા થાય કે જરૂર આ ખરાબ આચારવાળો. Page #18 -------------------------------------------------------------------------- ________________ 32 હનિજાતિ (103) હશે.' જિન મંદિરનું પૂછે તો બીજા ચાર હોય તો પણ ન કહે એથી તદ્વિષયક લાભની હાનિ થાય. માટે વિધિ પૃચ્છા કરવી જોઈએ. [104-107] વિધિપૃચ્છા - ગામમાં જવા આવવાના રસ્તામાં ઉભા રહીને અથવા ગામની નજીકમાં કે કૂવા પાસે માણસોને પૂછે કે ગામમાં અમારો પક્ષ છે-સંપ્રદાય છે?” પેલો જાણતો ન હોય તો પૂછે કે “તમારો પક્ષ કયો?” ત્યારે સાધુ કહે કે જિન મંદિર, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા.” જે ગામમાં જિન મંદિર હોય તો પહેલા મંદિરે દર્શન કરી પછી સાધુ પાસે જાય. સાંભોગિક સાધુ હોય તો વંદન કરીને સુખશાતા પૂછે. કહે કે “આપના દર્શન કરવા ગામમાં આવ્યા છીએ. હવે અમારા અમુક કામે જઈએ છીએ. જો ત્યાં રહેલા સાધુ એમ કહે કે “અહીં સાધુ બિમાર છે, તેને ઔષધ કેવી રીતે આપવું, તે અમે જાણતા નથી.” આવેલ સાધુ જો જાણતો હોય, તો ઔષધની સંયોજના બતાવે અને વ્યાધિ શાંત પડે એટલે આગળ વિહાર કરે. [108-113] ગ્લાનપરિચયદિ - ગમન, પ્રમાણ, ઉપકરણ, શુકન, વ્યાપાર, સ્થાન, ઉપદેશ, લાવવું. ગમન - બિમાર સાધુમાં શક્તિ હોય તો વૈદ્યને ત્યાં લઈ જાય. જો શક્તિ ન હોય તો બીજા સાધુ ઔષધ માટે વૈદ્યને ત્યાં જાય. પ્રમાણ -વૈદ્યને ત્યાં ત્રણ પાંચ કે સાત સાધુએ જવું. શુકન - જતી વખતે સારા શુકન જોઈને જવું. વ્યાપાર - જો વૈદ્ય ભોજન કરતો હોય, ગડગુમડ કાપતો હોય તો તે વખતે ન જવું. સ્થાન - જો વૈદ્ય ઉકરડા આદિ પાસે ઉભો હોય તે વખતે ન પૂછવું, પણ પવિત્ર જગ્યાએ બેઠા હોય ત્યારે પૂછવું. ઉપદેશ - વૈદ્યને યતનાપૂર્વક પૂછયા પછી વૈદ્ય જે કહે તે મુજબ પરિચયસેવા કરવી. લાવવું - જો વૈદ્ય એમ કહે કે બિમારનો જેવો પડશે’ તો બિમારને ઉપાડી વૈદ્યને ત્યાં લઈ ન જવો, પણ વૈદ્યને ઉપાશ્રયમાં લાવવા. ગ્લાન સાધુ ગામ બહાર ઠલે જતો થઈ જાય, ત્યાં સુધી વૈયાવચ્ચ કરે, પછી ત્યાં રહેલા સાધુ જો સહાય આપે તો તેમની સાથે, નહિતર એકલો આગળ વિહાર કરે. અન્ય સાંભોગિક સાધુ હોય તો, બીજા સાધુને સામાચારી જોતાં વિપરીત પરિણામ ન થાય તે માટે, પોતાની ઉપાધિ આદિ ઉપાશ્રયની બહાર મૂકીને અંદર જાય. જે બિમાર અંગે રોકાવું પડે તો, બીજી વસતીમાં રહીને ગ્લાનની સેવા કરે. ગામની પાસેથી જતાં કોઇ માણસ એમ કહે કે “તમે ગ્લાનની સેવા કરશો ?" સાધુ કહે “હા, કરીશ.” પેલો કહે કે ગામમાં સાધુ ઠલ્લા, માત્રાથી લેપાયેલા છે, તો સાધુ પાણી લઈને ગ્લાન સાધુ પાસે જાય, અને લોકો જુએ એ રીતે બગડેલાં વસ્ત્ર આદિ ધૂએ. સાધુ વૈદિકનું જાણતો હોય તો તે રીતે ઔષધાદિ કરે, ન જાણતો હોય તો વૈદ્યની સલાહ મુજબ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી વૈયાવચ્ચ કરે. ગ્લાન કારણે એકાકી, થયો હોય તો સારૂ થયે તેની અનુકુળતા પ્રમાણે સાથે વિહાર કરે. નિષ્કારણે એકાકી થયો હોય તો શાસ્ત્રમાં કહ્યા મુજબ તેને ઠપકો આપે. [114-118] ગામમાં સાધ્વી રહેલાં હોય તે ઉપાશ્રય પાસે આવી બહારથી નિશીહિ કહે. જો સાધ્વીઓ સ્વાધ્યાયઆદિમાં લીન હોય તો બીજા પાસે કહેવરાવે કે સાધુ આવ્યા છે” આ સાંભળી, સાધ્વીઓમાં મુખ્ય સાધ્વી સ્થવિરા વૃદ્ધ હોય તો બીજા એક અથવા તે સાધ્વી સાથે બહાર આવે જો તરૂણી હોય તો બીજી ત્રણ કે ચાર વૃદ્ધ Page #19 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૧૮ 33 સાધ્વીઓ સાથે બહાર આવે. સાધુને આસન આદિ નિમંત્રણા કરે. પછી સાધુ, સાધ્વીજીઓની સુખશાતા પૂછે, કોઈ જાતની બાધા હોય તો સાધ્વીજી જણાવે. તે સાધુ સમર્થ હોય તો પ્રત્યેનીક આદિનો નિગ્રહ કરે, પોતે સમર્થ ન હોય, તો બીજા સમર્થ સાધુને મોકલી આપે. કોઈ સાધ્વી બિમાર હોય તો તેને ઔષધિ આદિની ભલામણ કરે. પોતા. ઔષધનું જાણતો ન હોય તો વૈદ્યને ત્યાં જઈ વિધિપૂર્વક પૂછી લાવે અને સાધ્વીને તે પ્રમાણે બધું કહે. સાધુને રોકાવું પડે એમ હોય તો બીજા ઉપાશ્રયમાં રોકાય. સાધ્વીને સારું થાય એટલે વિહાર કરે. કદાચ સાધ્વી એકલી હોય અને તે બીમાર હોય અને બીજા ઉપાશ્રયમાં રહીને બરદાસ થઈ શકે એમ ન હોય તો તેજ સ્થાનમાં વચ્ચે પડદો રાખી શુશ્રુષા કરે. સારૂં થાય એટલે જે તે સાધ્વી નિષ્કારણે એકલી થઈ હોય તો ઠપકો આપીને ગચ્છમાં ભેગી કરાવે. કારણે એકલી થઈ હોય તો યતના પૂર્વક સ્થાને પહોંચાડે. [119-136] ગામમાં જિમંદિરમાં દર્શન કરી, બહાર આવી શ્રાવકને પૂછે કે ગામમાં સાધુ છે કે નહિ ?" શ્રાવક કહે કે “અહીં સાધુ નથી પણ બાજુના ગામમાં છે. અને તે બિમાર છે. તો સાધુ તે ગામમાં જાય. સાંભોગિક, અન્ય સાંભોગિક, અને ગ્લાનની સેવા કરે તે મુજબ પાસત્યો, ઓસન, કુશીલ, સંસા. નિત્યવાસી પ્લાનની પણ સેવા કરે, પરંતુ તેમની સેવા પ્રાસુક આહાર પાણી ઔષધ આદિથી કરે. કોઈ એવા ગામમાં જઈ ચડે કે જ્યાં ગ્લાનને યોગ્ય વસ્તુ મળી. પછી આગલા ગામમાં ગયો, ત્યાં ગ્લાન સાધુના સમાચાર મળ્યા તો. તે ગામમાં જઈ આચાદિ હોય તો તેમને બતાવે, આચાર્ય કહે કે-“ગ્લાનને આપો તો. ગ્લાનને આપે, પણ એમ કહે કે- “ગ્લાનને યોગ્ય બીજું ઘણું છે, માટે તમેજ વાપરો, તો પોતે વાપરે. જાણવામાં આવે કે - “આચાર્ય શઠ છે.” તો ત્યાં રોકાય નહિ. વેશધારી કોઈ ગ્લાન હોય તો, તે સાજો થાય એટલે કહે કે - “ધર્મમાં ઉદ્યમ કરે, જેથી સંયમમાં દોષ ન લાગે, એ પ્રકારે સમજાવો. આ રીતે ગલાનાદિની સેવા કરતો આગળ વિહાર કરે. આવી રીતે બધે સેવા આદિ કરતો વિહાર કરે તો આચાર્યની આજ્ઞાનો લોપ કર્યો ન કહેવાય ? કેમકે જે કામે આચાર્યે મોકલ્યો છે તે સ્થાને તો તે ઘણા કાલે પહોંચે. શ્રી તીર્થંકર ભગવંતની આજ્ઞા છે કે - ગ્લાનની સેવા કરવી.' આથી વચમાં રોકાય, તેમાં આચાર્યની આજ્ઞાનો લોપ કર્યો ન કહેવાય. પણ આજ્ઞાનું પાલન જ કહેવાય. કારણ કે તીર્થંકરની આજ્ઞા આચાર્યની આજ્ઞા કરતાં બલવાન છે. તે સંબંધી અહીં રાજા મુખીનું દ્રષ્ટાંત છે. એક રાજા નીકળ્યો. સિપાઈને કહ્યું કે-“અમુક ગામે મુકામ કરીશું. ત્યાં એક આવાસ કરાવો.' સિપાઈ ગયો અને કહ્યું કે-રાજા માટે એક આવાસ તૈયાર કરો. આ વાત સાંભળી મુખીએ પણ ગામ લોકોને કહ્યું કે-મારા માટે પણ એક આવાસ બનાવજો.' ગામ લોકોએ વિચાર્યું કે રાજા એક દિવસ રહીને જતા રહેવાના, મુખી કાયમ અહીં રહેવાના, માટે રાજા માટે સામાન્ય મકાન અને મુખી માટે સુંદર મકાન બનાવીએ.' રાજા માટે ઘાસના માંડવા જેવું મકાન બનાવ્યું, જ્યારે મુખી માટે સુંદર મહેલ જેવું મકાન બનાવ્યું રાજાને સામાન્ય મકાનમાં ઉતારો આપ્યો. સુંદર મકાન રાજાના જોવામાં આવતાં પૂછ્યું કે - “આ મકાન કોનું છે. ?" માણસોએ કહ્યું કે - “મુખીનું સાંભળતાં રાજા એકદમ ગુસ્સે થઈ ગયા અને મુખીને કાઢી મૂકી ગામ લોકોનો દંડ કર્યો. અહીં મુખીની જગ્યાએ આચાર્ય છે, રાજાની જગ્યાએ તીર્થકર ભગવંત. ગામ લોકોની Page #20 -------------------------------------------------------------------------- ________________ 34 ઓહનિજજુત્તિ-(૧૩) જગ્યાએ સાધુ. શ્રી તીર્થકર ભગવંતની આજ્ઞાનો લોપ કરવાથી, આચાર્ય અને સાધુને સંસાર રૂપી દંડ થાય છે. બીજા ગામના લોકોએ વિચાર્યું કે રાજા માટે સુંદરમાં સુંદર મહેલ જેવું બનાવીએ, કેમકે રાજાના ગયા પછી મુખીના કામમાં જ આવશે” રાજા આવ્યો, તે મકાન જોઈ ખુશ ખુશ થઇ ગયો, અને ગામ લોકોનો કર માફ કર્યો અને મુખીનો દરજ્જો વધારી, બીજા ગામનો પણ સ્વામિ બનાવ્યો. આ પ્રમાણે જે શ્રી તીર્થંકર ભગવંતની આજ્ઞા પ્રમાણે વર્તે છે તે સમુદ્ર તરી જાય છે. તીર્થંકરની આજ્ઞામાં આચાર્યની આજ્ઞા આવી જાય છે. [137-154] શ્રાવકાર - ગ્લાનને માટે રસ્તામાં રોકાય, પણ ભિક્ષા માટે વિહારમાં વિલંબ ન કરવો. તેનાં દ્વાર :- ગોકુલ, ગામ, સંખડી સંશી, દાન, ભદ્રક, મહાનિનાદ. આ બધાના કારણે જવામાં વિલંબ થાય. ગોકુલ - રસ્તામાં જતાં ગોકુલ આવે ત્યાં દૂધ વગેરે વાપરીને તરત ચાલવામાં આવે તો રસ્તામાં ઠલ્લા વગેરે થાય, તેથી સંયમ વિરાધના થાય અને શંકા રોકે તો મરણ થાય. માટે ગોકુલમાં ભિક્ષા માટે ન જવું. ગામ-ગામ - ગામ સમૃદ્ધ હોય તેમાં ભિક્ષાનો સમય થયો ન હોય, એટલે દૂધ વગેરે ગ્રહણ કરે તો ઠલ્લા આદિના દોષો થાય. સુખડી - સમય ન હોય તો રાહ જુએ તેમાં સ્ત્રી આદિના સંઘટ્ટાદિ દોષો થાય, સમય થયે આહાર લાવે ઘણું વાપરે તો બિમારી આવે. ઠલ્લા વગેરે થાય તેમાં આત્મવિરાધના-સંયમવિરાધનાથાય. વિહારમાં વિલંબ થાય. સંશી - (શ્રાવક) આગ્રહ કરે, ગોચરીનો સમય ન થયો હોય તેથી દૂધ આદિ ગ્રહણ કરે તેમાં ઠલ્લા આદિના દોષો થાય. દાન શ્રાવક - ઘી વગેરે ખૂબ વહોરાવી દે, જો વાપરે તો. બિમારી, ઠલ્લા વગેરેના દોષો થાય. પરઠવે તો સંયમવિરાધના. ભદ્રક - કોઈ સ્વભાવથી સાધુ તરફ ભાવવાળો ભદ્રક હોય, તેની પાસે જવા માટે વિલંબ કરે, પછી તે લાડવા આદિ વહોરાવે. તે વાપરે તો બિમારી ઠલ્લા આદિ દોષો થાય. પરઠવે તો સંયમવિરાધના. મહાનિનાદ - (વસતિવાળાં પ્રસિદ્ધ ઘરો) ત્યાં જવા માટે ગોચરીનો સમય થયો ન હોય, એટલે રાહ જુએ. સમય થયે તેવા ઘરોમાં જાય, ત્યાંથી નિગ્ધ આહાર મળે તે વાપરે, તેમાં ઉપર મુજબ દોષો થાય. એવી રીતે માર્ગમાં અનુકુળ ગોકુળ ગામ-જમણ-ઉત્સવ સગા વગેરે શ્રાવક ઘરોમાં ભિક્ષા માટે ફરવાથી થતો ગમનનવિઘાત વગેરે દોષ બતાવ્યો, ત્યાંથી નિધુ સારું સારું લાવી વધારે આહાર વાપર્યો હોય તેથી ઉંઘ આવે. ઉંઘી જાય તો સૂત્ર અને અર્થનો પાઠ ન થાય, તેથી સૂત્ર અને અર્થ, વિસ્મરણ થઈ જાય. ન ઉંઘે તો અજીરણ થાય, માંદગી આવે. આ બધા દોષોથી બચવા માટે માર્ગમાં આવતાં ગોકુલ આદિમાંથી છાશ ભાત. ગ્રહણ કરે. તો ઉપલા લાનત્વાદિ, અને આજ્ઞા ભંગાદિ દોષોનો ત્યાગ કર્યો ગણાય. પોતે જે ગામ પાસે આવ્યો, તે ગામમાં ભિક્ષાવેળા થઈ ન હોય અને બીજું ગામ દૂર હોય અથવા નજીક રહેલું ગામ નવું વસેલું હોય, ખાલી થઇ ગયું હોય, સીપાઈઓ આવ્યા. હોય, બળી ગયું હોય, કે-પ્રત્યનકો હોય તો, આવાં કારણે ગામ બહાર રાહ પણ જુએ. ભિક્ષાવેળા થાય એટલે ઉપર કહેલ ગામ ગોકુલ સંખડી શ્રાવક વગેરેને ત્યાં જઈ દૂધ વગેરે પણ લાવી વાપરીને આગળ વિહાર કરે. તપેલા લોઢા ઉપર જેમ પાણી વગેરેનો ક્ષય થઈ જાય છે તેમ સાધુ રૂક્ષ સ્વભાવના હોઈ તેમના કોઠામાં ઘી-દુધ આદિ ક્ષીણ થઈ જાય છે. આ પ્રમાણે કારણે દોષો ગુણ રૂપ થાય છે. હવે ગામમાં ગયા પછી ખબર પડે Page #21 -------------------------------------------------------------------------- ________________ માથા-૧૫૪ 35 કે હજુ ભિક્ષાવેળા થઈ નથી.' તો ત્યાં રાહ જુએ અને ઉદ્ગમાદિ દોષોની તપાસ કરે ગૃહસ્થ ન કહે તો બાળકોને પૂછે. તપાસ કર્યા પછી ભિક્ષા ગ્રહણ કરે. ગામમાં ગોચરી વાપરી શકાય એવું કોઈ સ્થાન ન હોય તો, ગામ બહાર જાય, ગૃહસ્થો હોય તો આગળ. જાય અને દેવકુલાદિ-શૂન્યગૃહ આદિમાં જ્યાં ગૃહસ્થ આદિ ન હોય, ત્યાં જઈને ગોચરી વાપરે. શૂન્યગૃહમાં પ્રવેશ કરતાં પહેલાં લાકડી ઠપકારે, ખાંસી વગેરે કરે, જેથી કદાચ કોઈ અંદર હોય, તો બહાર નીકળી જાય, પછી અંદર જઈ ઈરિયાવહિ કરી, ગોચરી વાપરે. [૧પપ-૧૧] ગોચરી વાપરતાં કદાચ અંદરથી કોઈ ગૃહસ્થ આવી જાય તો ગભરાયા સિવાય આ તારું પિંડ સ્વાહા, આ યમ પિંડ આ વરુણ પિંડ આદિ બોલવા માંડે પિશાચે ગ્રહણ કર્યો હોય તેવું મુખ કરે. આથી પેલો માણસ ભય પામી ત્યાંથી નીકળી જાય. કદાચ કોઈ માણસ બહારથી, છીદ્રમાંથી કે બારીમાંથી કે ઉપરથી જોઈ જાય અને તે માણસ બૂમ પાડીને બીજા માણસોને કહે કે- “અહીં આવો, અહીં આવો, આ સાધુ પાત્રમાં ભોજન કરે છે. આવું બને તો સાધુએ શું કરવું? ગૃહસ્થો દૂર હોય તો થોડું વાપરે અને વધારે ત્યાં રહેલા ખાડા વગેરેમાં નાંખી દે-સંતાડી દે અથવા ધૂળથી ઢાંક દે અને તે માણસો આવતાં પહેલાં પાત્ર સ્વચ્છ કરી નાખે અને સ્વાધ્યાય કરવા લાગી જાય. તે માણસો પાસે આવીને પૂછે છે કે- તમે ભિક્ષા ક્યાં કરી, ને તે માણસો. ગામમાં ગોચરી ફરતા જોઈ ગયા હોય તો કહે કે - “શ્રાવક આદિના ઘેર વાપરીને અહીં આવ્યો છું તે માણસોએ ભિક્ષાએ ફરતા જોયા ન હોય તો, તેમને સામું પૂછે કે શું ભિક્ષા વેળા થઈ છે?” જો તેઓ પાત્ર જોવા માટે આગ્રહ કરે તો પાત્ર બતાવે. પાત્ર ચોકખાં જોતાં, પેલા આવેલા માણસો કહેનારનો તિરસ્કાર કરે. આથી શાસનનો ઉદ્દાહ થાય નહિ. ગામની નજીકમાં સ્થાન ન મળે અને કદાચ દૂર જવું પડે, તો ત્યાં ગયા પછી ઈરિયાવહી. કરી થોડીવાર સ્વાધ્યાય કરી શાંત થયા પછી ભિક્ષા વાપરે. કોઈ ભદ્રક વૈધ સાધુને ભિક્ષા લઈ જતાં જુએ અને તેને લાગે કે આ સાધુને ધાતુનું વૈષમ્ય થયેલું છે, જો આ. આહાર તુરત વાપરશે તો અવશ્ય મરણ થશે. આથી વૈદ્યને વિચાર આવે કે- હું આ સાધુની પાછળ જાઉં, જો તુરત આહાર વાપરવા બેસે તો હું રોકું.' પણ જ્યારે વૈદ્યના દેવામાં આવે કે - “આ સાધુ એકદમ ખાવા લાગતા નથી પણ ક્રિયા કરે છે. ક્રિયા કરવામાં શરીરની ધાતુ સમ થઈ જાય છે. આવું બધું જોઈને વૈદ્યસાધુ પાસે આવીને પૂછે કે- 'શું તમે વૈદિકશાસ્ત્ર ભણ્યા છો? કે જેથી તમે આવીને તુરત ભિક્ષા ન વાપરી?' સાધુ કહે કે- “અમારા સર્વજ્ઞ ભગવાનનો આ ઉપદેશ છે, કે- “સ્વાધ્યાય કર્યા પછી વાપરવું.' પછી સાધુ વૈદ્યને ધમોપદેશ આપે. આથી તે વૈદ્ય કદાચ દીક્ષા ગ્રહણ કરે અથવા તો શ્રાવક થાય. આમ વિધિ સાચવવામાં અનેક લાભો રહેલા છે. ત્રણ ગાઉ જવા છતાં ગોચરી વાપરવાનું સ્થાન ન મળે, તો અને નજીકના ગામમાં આહાર મળે તેમ હોય તથા સમય પહોંચતો હોયતો સાથે લાવેલો આહાર પરઠવી દે, પણ જો સામે પહોંચતાં અને આહાર લાવીને વાપરતાં સૂર્ય અસ્ત થઈ જાય એમ હોય તો ત્યાં જ છેવટે ધમસ્તિકાયાદિની કલ્પના કરી. યતના પૂર્વક આહાર વાપરી લે. [16-171] સાધુ - બે પ્રકારના. જો એલા અને નહિ જોએલા, તેમાં પાછા પરિચયથી ગુણ જાણેલા અને ગુણ નહિ જાણેલા. નહિ જોએલામાં સાંભળેલા ગુણવાળા અને નહિ સાંભળેલા ગુણવાળા. તેમાં પ્રશસ્ત ગુણવાળા અને અપ્રશસ્ત Page #22 -------------------------------------------------------------------------- ________________ 36 ઓહનિર(૧૨) ગુણવાળા. તેમાં પણ સાંભોગિક અને અન્ય સાંભોગિક, સાધુ જોયેલા હોય તો પછી તે અજ્ઞાત ગુણવાળા કેમ હોઈ શકે ? સમવસરણ-મહોત્સવ આદિ સ્થાનમાં જોએલા હોય. પણ પરિચય નહિ થવાથી ગુણો જાણવામાં આવ્યા ન હોય, કેટલાક જોએલા ન હોય પણ ગુણ સાંભળેલી હોય. જે સાધુ શુદ્ધ આચારવાળા હોય, તેમની સાથે નિવાસ કરવો., (અશુદ્ધ) સાધુની પરીક્ષા બે પ્રકારે. 1. બાહ્ય. 2. અત્યંતર. બન્નેમાં પાછી દ્રવ્યથી અને ભાવથી બાહ્ય દ્રવ્યથી પરીક્ષા- જંઘા આદિ સાબુ આદિથી સાફ કરે. જોડા રાખે, રંગબેરંગી લાકડી રાખે. સાધ્વીની માફક માથે કપડું ઓઢે, એક બીજા સાધુની સાથે હાથ મીલાવીને ચાલે, આડું અવળું જોતા જોતા ચાલે, દિશા આદિના ઉપયોગ વગર સ્થડિલ બેસે. (પવનની સામે, ગામની સામે, સૂર્યની સામે ન બેસે પણ પુંઠ દઈને બેસે. ઘણા પાણીથી પ્રક્ષાલન કરે. વગેરે, બાહ્ય-ભાવથી પરીક્ષા- સ્ત્રી, ભોજન દેશ અને ચોર કથા કરતા જતા હોય, રસ્તામાં ગાયન, મૈથુન સંબંધી વાતો, કે ફેરફદડી કરતા જાય, મનુષ્ય તિર્યંચો આવતા હોય ત્યાં માત્રે ચંડીલ જાય, આંગળી કરીને કંઈ ચાળા કરતા હોય. કદાચ બાહ્ય પ્રેક્ષણામાં અશુદ્ધ હોય તો પણ વસિતમાં જવું અને ગુરુની પરીક્ષા કરવી કેમકે કદાચ તે સાધુ ગુરુની મના હોવા છતાં તેવું આચરણ કરતા હોય. બાહ્ય પરીક્ષામાં શુદ્ધ હોય; છતાં અત્યંતર પરીક્ષા કરવી. અત્યંતર દ્રવ્ય પરીક્ષાભિક્ષા આદિ માટે બહાર ગયા હોય, ત્યાં કોઈ ગૃહસ્થ આદિ નિમિત્ત આદિ પૂછે તો તે ન કહેતો હોય, અશુદ્ધ આહારાદિનો નિષેધ કરતો હોય અને શુદ્ધ આહાર ગ્રહણ કરતો હોય વેશ્યા-દાસી આદિના સ્થાન નજીક રહેતા ન હોય, તો તેવા સાધુ શુદ્ધ જાણવા. ઉપાશ્રયની અંદર શેષકાલમાં પીઠલક આદિ વાપરતા ન હોય, માનું આદિ ગૃહસ્થથી. જુદુ કરતા હોય, શ્લેષ્મ આદિ રાખવાળી કુંડીમાં નાખતા હોય તો તે શુદ્ધ જાણવા., અત્યંતરભાવ પરીક્ષા- કામો-તેજક ગીત ગાતા હોય કે કથા કરતા હોય, પાસા.કોડી આદિ રમતા હોય તો અશુદ્ધ જાણવા. ગુણોથી યુક્ત સમનોજ્ઞ સાધુ સાથે રહેવું, તેવા ન હોય, તો અમનોજ્ઞ ગુણવાળા સાથે રહેવું. ઉપાશ્રયમાં પ્રવેશ કરી ઉપકરણો એક બાજુએ મૂકી વંદનાદિ કરી સ્થાપના આદિ કુલો પૂછીને પછી ગોચરીએ જાય. | [172-178] વસતિકાર-સંવિજ્ઞ સમનો સાધુ સાથે વસતિ શોધવી, તેવી ન હોય તો નિત્યવાસી અમનોજ્ઞ, પાર્થસ્થ આદિ ત્યાં રહેલા હોય તો, તેમની સાથે નહિ વસતાં તેમને જણાવીને જુદા સ્થાનમાં એટલે સ્ત્રી રહિત શ્રાવકના ઘરમાં રહેવું. તેવું ન હોય તો, સ્ત્રી રહિત ભદ્રકના ઘરમાં રહેવું, તેવું ન હોય તો, સ્ત્રી સહિત ભદ્રકના ઘરમાં જુદા ઓરડા કે ડેલીમાં રહેવું, તેવું ન હોય તો, સ્ત્રી સહિત ભદ્રકના ઘરમાં વચ્ચે પડદો * આદિ કરીને રહેવું. તેવું પણ ન હોય તો. દર વગેરેથી રહિત, મજબૂત, તથા બારણાવાળા શૂન્ય ગૃહમાં હેવું, અને પોતાની ખબર રાખવા નિત્યવાસીઓ વગેરેને જણાવવું. શૂન્યગૃહ પણ ન હોય તો ઉપર્યુક્ત કાલચારિ નિત્યવાસી પાર્થસ્થાદિ રહ્યા હોય ત્યાં તેમણે ન વાપરેલા પ્રદેશમાં ઉતરે, ઉપધિ વગેરે પોતાની પાસે રાખીને પ્રતિક્રમણ આદિ ક્રિયા કરીને કાયોત્સર્ગ આદિ કરે. જો જાગવાની શક્તિ ન હોય તો યતનાપૂર્વક સુવે, તેવું સ્થાન પણ ન હોય તો યથાછંદ આદિની વસતિનો પણ ઉપયોગ કરે, તેની વિશેષ વિધિ આ છે -તે ખોટી પ્રરૂપણા કરતા હોય તેનો વ્યાઘાત કરે, જો વ્યાઘાત કરવા સમર્થ ન હોય તો. ધ્યાન કરે, ધ્યાન ન કરી શકે તો ઊંચેથી ભણવા માંડે, ભણી ન શકે તો પોતાના Page #23 -------------------------------------------------------------------------- ________________ ગાથા - 178 કાનમાં આંગળીઓ નાખવી, આથી પેલાને લાગે કે આ સાંભળશે નહિ એટલે એની ધર્મકથા બંધ કરે, નસકોરા વગેરેના મોટા અવાજ પૂર્વક ઉંઘવાનો ડોળ કરે, જેથી પેલો થાકી-કંટાળી જાય. એમ ન થાય તો, પોતાનાં ઉપકરણો પાસે રાખીને યતનાપૂર્વક સુવે. [179-184] સ્થાનસ્થિત - (કારણે.) વિહાર કરતાં વષકાલ આવી જાય. જે રસ્તે જવાનું હોય તે ગામમાં એશિવ આદિનો ઉપદ્રવ હોય, દુકાળ હોય, નદીમાં પૂર આવ્યું હોય. બીજા રસ્તે ફરીને જવા સમર્થ હોય, તો તે રસ્તે ફરીને જાય. નહિતર જ્યાં સુધી ઉપદ્રવ આદિની શાંતિ ન થાય ત્યાં સુધી તે વચલા ગામમાં રોકાય. રસ્તામાં ખબર પડે કે જે કામ માટે જે આચાર્ય પાસે જવા નીકળ્યો છે તે આચાર્ય તે ગામમાંથી વિહાર કરી ગયા છે.' તો જ્યાં સુધી તે આચાર્ય કઈ તરફ કયા ગામમાં ગયા છે, તે ખબર ન પડે ત્યાં સુધી તે ગામમાં રોકાય અને ખબર પડે એટલે તે તરફ વિહાર કરે. તે આચાર્ય મહારાજ કાલધર્મ પામ્યાનું સાંભળવામાં આવે, તો જ્યાં સુધી ચોક્કસ સમાચાર ન મળે ત્યાં સુધી વચલા ગામમાં રોકાઈ જાય. પોતે જ બિમાર પડી જાય તો રોકાઈ જાય. ગામમાં રોકાતાં પહેલાં ગામમાં વૈદ્યને અને ગામના સ્વામી (મુખી)ને વાત કરીને રોકાય. કેમકે વૈદ્યને વાત કરી હોય તો બિમારીમાં ઔષધ સારી રીતે કરે અને મુખીને વાત કરી હોય તો રક્ષણ કરે. ગામમાં મુખ્ય માણસ હોય તેમના સ્થાનમાં રહે, અથવા યોગ્ય વસતિમાં રોકાય. ત્યાં રહેતાં દંડક આદિની પોતાના આચાર્ય તરીકેની સ્થાપના કરે, આ રીતે કારણિક હોય તે પ્રમાદ છોડીને વિચરે છે. [185-190] સ્થાનસ્થિત અકારણે) - ગચ્છમાં સારણા, વારણા, ચોયણા, પડિચોયણા થતાં હોય, તેથી દુભાઈને એકલો થઈ જાય, તો તે પોતાના આત્માને નુકશાન કરે છે, જેમાં સમુદ્રમાં નાનાં મોટાં અનેક માછલાં હોય છે તે એક બીજાને અથડાતાં હોય, તેથી કોઈ માછલું તે દુઃખથી પીડા પામી સુખી થવા માટે અગાધ જલમાંથી છીછરાજલમાં જાય તો તે માછલું કેટલું સુખી થાય? અથતુિ માછીની જાલ કે બગલાની ચાંચ વગેરેમાં સપડાઈ જઈ તે માછલું ઉલટું જલ્દી નાશ પામે છે તેમ સાધુ જો ગચ્છમાંથી કંટાળીને નીકળી જાયતો ઉલટો સાધુતાથી ભ્રષ્ટ થઈ જતાં તેને વાર લાગતી નથી, માટે ગચ્છમાં પ્રતિકૂળતાઓ પડવા છતાં પણ ગચ્છમાં જ રહેવું જોઈએ. જે સાધુ ચક્ર, સૂપ પ્રતિમા. કલ્યાણકાદિભૂમિ, સંખડી આદિ માટે વિહાર કરે. પોતે જ્યાં રહ્યા હોય તે સ્થાન સારું ન હોય પોતાને ગમતું ન હોય એટલે બીજે સારાં સ્થાન હોય ત્યાં વિહાર કરે. સારી સારી ઉપાધિ-વસ્ત્ર-પાત્ર તથા ગોચરી સારી ન મળતી હોય તેથી બીજે વિહાર કરે. આ નિષ્કારણ વિહાર કહેવાય છે, પણ જો ગીતાર્થ સાધુ સૂત્ર અર્થ ઉભયને કરતા સમ્યગુ દર્શન આદિ સ્થિર કરવા માટે વિહાર કરે તો તે કારણિક વિહાર કહેવાય છે. [191-199] શાસ્ત્રકારોએ એક ગીતાર્થ અને બીજો ગીતાર્થ નિશ્રિત એટલે પોતે ગીતાર્થ ન હોય પણ ગીતાર્થની નિશ્રા હેઠળ રહ્યો હોય એવા બે વિહારની અનુજ્ઞા-રજા આપી છે. અગીતાર્થ એકલો વિચરે અથવા જેમાં બધાજ સાધુ અગીતાર્થ વિચરતા હોય તો તે સંયમ વિરાધના, આત્મવિરાધના, અને જ્ઞાનદર્શનચારિત્રની વિરાધના કરનારા થાય છે, તથા શ્રી જિનેશ્વર ભગવાનની આજ્ઞાના લોપ કરનારા થાય છે અને તેથી સંસાર વધારે છે. આ રીતે વિહાર કરનારા- ચાર પ્રકારના છે. જયમાના, વિહરમાના, અવધાનમાના, આહિંડકા. જમાના- ત્રણ પ્રકારે- જ્ઞાનમાં તત્પર દર્શનમાં Page #24 -------------------------------------------------------------------------- ________________ 38 હનિજુત્તિ-(૧૯૯) તત્પર, ચારિત્રમાં તત્પર. વિહરમાના - બે પ્રકારે. ગચ્છગતા, ગચ્છનિર્ગતા. પ્રત્યેકબુદ્ધજાતિસ્મરણ કે બીજા કોઈ નિમિત્તે બોધ પામીને સાધુ બનેલા જિનલ્પસ્વીકારેલાપ્રતિમાધારી - સાધુની બાર પ્રતિમાઓને વહન કરનારા. અવધાવમાન- બે પ્રકારે. લિંગથી વિહારથી. લિંગથી-સાધુવેષ રાખવાપૂર્વક ગૃહસ્થ થયેલા. વિહાર- પાર્શ્વસ્થ- , કુશીલ આદિ થઇ ગએલા. આહિંડળ- બે પ્રકારે ઉપદેશ આહિંડકા, અનુપદેશ આહિંડકા. ઉપદેશ આહિંડકા- આજ્ઞા મુજબ વિહાર કરનાર. અનુપદેશ આહિંડકા- કારણ વિના વિચરનારા. સ્તૂપ આદિ જોવા માટે વિહાર કરનારા, [200-219] માસકલ્પ કે ચોમાસું પૂર્ણ થયે, બીજા ક્ષેત્રમાં જવાનું હોય ત્યારે ક્ષેત્ર પ્રત્યુપ્રેક્ષકો આવી ગયા પછી આચાર્ય બધા સાધુઓને ભેગા કરે અને પૂછી જુએ કે કોને કર્યું ક્ષેત્ર ઠીક લાગ્યું? બધાનો મત લઈને સૂત્ર અર્થની હાનિ ન થાય તે રીતે વિહાર કરે. ચારે દિશા શુદ્ધ હોય (અનુકૂળ હોય) તો ચારે દિશામાં ત્રણ દિશા શુદ્ધ હોય તો ત્રણ દિશામાં, બે દિશા શુદ્ધ હોય તો બે દિશામાં, સાત સાત, પાંચ પાંચ કે ત્રણ ત્રણ સાધુઓને વિહાર કરાવે. જે ક્ષેત્રમાં જવાનું હોય તે ક્ષેત્ર કેવું છે તે પહેલેથી જાણી લેવું જોઈએ. જાણાય પછી વિહાર કરવો. જો તપાસ કર્યા સિવાય તે ક્ષેત્રમાં જાય તો કદાચ ઉતરવા માટે વસતિ ન મળે. ભિક્ષા દુર્લભ હોય. બાલ, શ્વાન આદિને યોગ્ય ભિક્ષા ન મળે. માંસ રૂધિર આદિથી અસક્ઝાય રહેતી હોય. તેથી સ્વાધ્યાય થઈ શકે નહિ. માટે પ્રથમથી તપાસ કર્યા પછી યતના પૂર્વક વિહાર કરવો. ક્ષેત્રની તપાસ કરવા માટે બધાની સલાહ લેવી અને ગણને પૂછીને જેને મોકલવાનો હોય તેને મોકલવો. ખાસ અભિગ્રહવાળા સાધુ હોય તો તેમને મોકલે. તે ન હોય તો બીજા સમર્થ હોય તેને મોકલે. પણ બાલ વૃદ્ધ, અગીતાર્થ, યોગી, વૈયાવચ્ચ કરનાર, તપસ્વી આદિને ન મોકલે, કેમકે તેમને મોકલવામાં દોષો રહેલા છે. બાલસાણને-મોકલે તો મ્લેચ્છ આદિ સાધુને ઉપાડી જાય. અથવા તો રમતનો સ્વભાવ હોવાથી રસ્તામાં રમવા લાગી જાય. કર્તવ્ય અકર્તવ્ય સમજી શકે નહિ. તથા જે ક્ષેત્રમાં જય, ત્યાં બાલસાધુ હોવાથી લોકો અનુકંપાથી વધુ આપે. માટે બાલસાધુને ન મોકલે. વૃદ્ધસાધુને- મોકલે તો વૃદ્ધાવસ્થાને લીધે શરીર કંપતુ હોય તેથી લાંબા કાળે યોગ્ય સ્થાને પહોંચે. વળી ઈન્દ્રિયો શિથિલ થઈ ગઈ હોય એટલે રસ્તો બરાબર જોઈ ન શકે, ડિલભૂમિ પણ બરાબર તપાસી ન શકે. વૃદ્ધ હોય એટલે લોકો અનુકંપાથી વધુ આપે. માટે વૃદ્ધ સાધુને ન મોકલે. અગીતાર્થને મોકલે તો તે માસ કલ્પ, વષકલ્પ, આદિ વિધિ જાણતો ન હોય, વસતિની પરીક્ષા કરી ન શકે. શય્યાતર પૂછે કે “તમે ક્યારે આવશો ? અગીતાર્થ હોવાથી કહે કે “અમુક દિવસમાં આવીશ' આ પ્રમાણે અવિધિથી બોલવાનો દોષ લાગે. માટે અગીતાર્થ સાધુને ન મોકલે. યોગીને મોકલે તો તે જલ્દી જલ્દી કામ પૂરું કરવાની ઈચ્છાવાળો હોય. એટલે જલ્દી જલ્દી જાય, તેથી માર્ગની બરાબર પ્રત્યુપેક્ષા થઈ શકે નહિ. વળી પાઠ સ્વાધ્યાયનો અર્થી હોય, તેથી ભિક્ષા માટે બહુ ફરે નહિ દૂધ દહીં આદિ મળતું હોય તો પણ ગ્રહણ કરે નહિ. માટે યોગી-સૂત્રોદેશ આદિનાયોગ કરતા સાધુને ન મોકલે. વૃષભને- મોલે તો તે વૃષભ સાધુ રોષથી સ્થાપના કુલો કહે નહિ, અથવા કહે ખરો પણ બીજા સાધુને ત્યાં જવા ન દે, અથવા સ્થાપના કુલો તેના જ પરિચિત હોય, તેથી બીજ સાધુને પ્રાયોગ્ય આહારાદિ ન મળે. Page #25 -------------------------------------------------------------------------- ________________ ગાથા- 219 તેથી ગ્લાનાદિ સાધુ સદાય, માટે વૃષભ સાધુને ન મોકલે. તપસ્વીને- મોકલે તો તપસ્વી દુઃખી થાય, અથવા તો તપસી જાણીને લોકો આહારાદિ વધુ આપે, માટે તપસ્વી સાધુને ન મોકલે. બીજા કોઈ સમર્થ સાધુ જાય એમ ન હોય તો અપવાદે ઉપર કહેલામાંથી સાધુને યતના પૂર્વક મોકલે. બાલસાધુને મોકલે તો તેની સાથે ગણાવચ્છેદકને મોકલે, તે ન હોય તો બીજો ગીતાર્થ સાધુ મોકલે તે ન હોય તો બીજા અગીતાર્થ સાધુને સામાચારી કહીને મોકલે. યોગીને મોકલે તો અનાગાઢ યોગી હોય તો યોગમાંથી કાઢીને મોકલે. તે ન હોય તો તપસ્વીને પારણું કરાવીને મોકલે. તે ન હોય તો વેયાવચ્ચ કરનારને મોકલે. તે ન હોય તો વૃદ્ધ અને તરૂણ અથવા બાલ અને તરૂણને મોકલે. રિ૨-૨૪૩ માર્ગે જતાં ચાર પ્રકારની પ્રત્યુપ્રેક્ષણા કરતા જાય. રસ્તામાં ઠલ્લા માત્રાની ભૂમિ, પાણીનાં સ્થાન, ભિક્ષાનાં સ્થાન, વસતિ-રહેવા માટેનાં સ્થાન જુએ. તેમજ ભયવાળાં સ્થાન હોય તે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એમ ચાર પ્રકારે પ્રપેક્ષણા કરે. દ્રવ્યથી- રસ્તામાં કાંટા, ચોર, શિકારી પશુ, પ્રત્યેનીક કૂતરા આદિ, ક્ષેત્રથી ઉંચી, નીચી, ખાડા-ટેકરા, પાણીવાળાં સ્થાન આદિ કાળથી- જવામાં જ્યાં રાત્રે આપત્તિ હોય કે દિવસે આપત્તિ હોય તે જાણી લે. અથવા દિવસે રસ્તો સારો છે કે ખરાબ, રાત્રે રસ્તો સારી છે કે ખરાબ તેની તપાસ કરે., ભાવ- તે ક્ષેત્રમાં નિલવ, ચરક, પવ્રિાજક વગેરે વારંવાર આવતા હોય તેથી લોકોની દાનની રૂચિ રહી ન હોય, તે તપાસે. જ્યાં સુધી ઇચ્છિત સ્થાને ન પહોંચે ત્યાં સુધી સૂત્ર પોરિસી, અર્થ પોરિસી ન કરે. તે ક્ષેત્રની નજીક આવી જાય ત્યારે નજીકના ગામમાં કે ગામ બહાર ગોચરી વાપરીને, સાંજના વખતે ગામમાં પ્રવેશ કરે અને વસતિ શોધે, વસતિ મળી જાય એટલે કાળગ્રહણ લઈ બીજે કંઈક જૂન પોરિસી સુધી સ્વાધ્યાય કરે. પછી સંઘાટક થઈ ગોચરીએ જાય. ક્ષેત્રના ત્રણ ભાગ કરે. એક ભાગમાં સવારે ગોચરી જાય, બીજા ભાગમાં મધ્યાલે ગોચરી જાય અને ત્રીજા ભાગમાં સાંજે ગોચરી જાય. બધેથી થોડું થોડું ગ્રહણ કરે, તથા દૂધ, દહીં, ઘી વગેરે માગે કેમકે માગવાથી લોકો દાનશીલ છે કે કેવા છે તેની ખબર પડી જાય. ત્રણે વખત ગોચરી જઇને પરીક્ષા કરે. આ રીતે નજીકમાં રહેલા આજુબાજુના ગામમાં પણ પરીક્ષા કરે. બધી વસ્તુ સારી રીતે મળતી હોય તો તે ક્ષેત્ર ઉત્તમ કહેવાય. કોઈ સાધુ કદાચ કાળ કરે તો તેને પરલ્હી શકાય તે માટે મહાસ્થડિલભૂમિ પણ જોઈ રાખે. વસતિ કયા સ્થાને કરવી અને કયા સ્થાને ન કરવી તે માટે જે વસતિ હોય તેમાં ડાબા પડખે પૂર્વાભિમુખ વૃષભ બેઠેલો હોય તેવી કલ્પના કરવી. તેના દરેક અંગના લાભાલાભ આ પ્રમાણે છે. શીંગડાના સ્થાને વસતિ કરે તો કલહ થાય. પગના કે ગુદાને સ્થાને વસતિ કરે તો પેટના રોગ થાય. પુછડાના સ્થાને વસતિ કરે તો નીકળી જવું પડે. મુખના સ્થાને વસતિ કરે તો ગોચરી સારી મળે. શીંગડાના કે ખાંધના મધ્યમાં વસતિ કરે તો પૂજા સત્કાર થાય. સ્કંધ અને પીઠના સ્થાને વસતિ કરે તો ભાર થાય પેટના સ્થાને વસતિ કરે તો નિત્ય તૃપ્ત રહે. [244-246 શય્યાતર પાસેથી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી પ્રાયોગ્યની અનુજ્ઞા મેળવે. દ્રવ્યથી- ઘાસ, ડગલ, રાખ આદિની અનુજ્ઞા. શેત્રથી- ક્ષેત્રની મર્યાદા આદિ કાળથી- રાત્રે કે દિવસે ઠલ્લા માત્રુ પરઠવવા માટેની અનુજ્ઞા. ભાવથી- ગ્લાન આદિ Page #26 -------------------------------------------------------------------------- ________________ 40 ઓહેનિત્તિ -(24) માટે પવન રહિત આદિ પ્રદેશની અનુજ્ઞા. શય્યાતર કહે કે હું તો તમોને આટલું સ્થાન આપું છું, વધારે નહિ. ત્યારે સાધુએ કહેવું કે જે ભોજન આપે તે પાણી વગેરે પણ આપે છે. એવી રીતે અમોને વસતિ-સ્થાન આપતા તમોએ અંડિલ-માત્રાદિ ભૂમિ વગેરે પણ આપીજ છે. શય્યાતર પૂછે કે “તમે કેટલો સમય અહીં રહેશો?’ સાધુએ કહેવું જોઈએ કે જ્યાં સુધી અનુકૂળ હશે ત્યાં સુધી રહીશું. શય્યાતર પૂછે કે તમે કેટલા સાધુ અહીં રહેશો?' સાધુ કહે કે “સાગરની ઉપમાએ.” સમદ્રમાં કોઈ વખતે ઘણું પાણી હોય, કોઈ વખતે મયદિત પાણી હોય છે, તેમ ગચ્છમાં કોઈ વખતે વધારે સાધુ હોય, કોઈ વખતે પરિમિત સાધુ હોય. શય્યાતર પૂછે કે “તમે ક્યારે આવશો?” સાધુ કહે કે “અમારા બીજ સાધુ બીજે સ્થાને ક્ષેત્ર જેવા ગયેલા છે, તેથી વિચાર કરીને જો આ ક્ષેત્ર ઠીક લાગશે તો આવીશું, જો શય્યાતર એમ કહે કે તમારે આટલાજ ક્ષેત્રમાં અને આટલી સંખ્યામાં રહેવું. તો તે ક્ષેત્રમાં સાધુને માસ કલ્પ આદિ કરવા કહ્યું નહિ. જો બીજે વસતિ ન મળે. તો ત્યાં નિવાસ કરે. જે વસતિમાં પોતે રહેલા હોય તે વસતિ જો પરિમિત હોય અને ત્યાં બીજા સાધુઓ આવે તો તેમને વંદનાદિ કરવાં, ઉભા થવું. સન્માન કરવું, ભિક્ષા લાવી આપવી, ઈત્યાદિ વિધિ સાચવવી, પછી તે સાધુને કહેવું કે “અમોને આ વસતિ પરિમિત મળી છે, એટલે બીજા વધુ રહી શકે એમ નથી, માટે બીજી વસતિની તપાસ કરવી જોઈએ.’ [247-280] ક્ષેત્રની તપાસ કરી પાછા આવતાં બીજા રસ્તે થઈને આવવું, કેમકે કદાચ જે ક્ષેત્ર જોયું હતું, તેના કરતાં બીજું સારું ક્ષેત્ર હોય તો ખબર પડે. પાછા વળતાં પણ સૂત્રપોરિસી અર્થપોરિસી કરે નહિ. કેમકે જેટલા મોડા આવે તેટલો સમય આચાર્યને રોકાવું પડે, માસકલ્પથી જેટલું વધારે રોકાણ થાય તેટલો નિત્યવાસ ગણાય. આચાર્ય ભગવંત પાસે આવી, ઇરિયાવહિ કરી, અતિચાર આદિની આલોચના કરીને આચાર્યને ક્ષેત્રના ગુણો વગેરે કહે. આચાર્ય રાત્રે બધા સાધુઓને ભેગા કરી ક્ષેત્રની વાત કરે. બધાનો અભિપ્રાય લઈ પોતાને યોગ્ય લાગે તે ક્ષેત્ર તરફ વિહાર કરે. આચાર્યનો મત પ્રમાણ ગણાય, તે ક્ષેત્રમાંથી વિહાર કરતાં વિધિપૂર્વક શય્યાતરને જણાવે. અવિધિથી કહેવામાં અનેક દોષો રહેલા છે. શય્યાતરને કહ્યા સિવાય વિહાર કરે તો, શય્યાતરને થાય કે “આ ભિક્ષુઓ લોકધર્મને જાણતા નથી. જે પ્રત્યક્ષ એવા લોકધર્મને જાણતા નથી તે અદ્રષ્ટને કેવી રીતે જાણતા હોય?" આથી કદાચ જૈનધર્મને મૂકી દેબીજી વાર કોઈ સાધુને વસતિ આપે નહિ. કોઈ શ્રાવક આદિ આચાર્યને મળવા આવ્યા હોય અથવા દીક્ષા લેવા માટે આવ્યા હોય, તે શય્યાતરને પૂછે કે “આચાર્ય ક્યાં છે?” રોપાયમાન થયેલો શય્યાતર કહે કે “અમને શી ખબર? આવો જવાબ સાંભળી શ્રાવક આદિને થાય કે લોકવ્યવહારનું પણ જ્ઞાન નથી તો પછી પરલોકનું શું જ્ઞાન હશે ?" આથી દર્શનનો ત્યાગ કરે, ઈત્યાદિ દોષો ન થાય તે માટે વિધિપૂર્વક શય્યાતરને પૂછીને વિહાર કરે. નજીકના ગામમાં જવાનું હોય તો સૂત્ર પોરિસી, અર્થ પોરિસી કરીને વિહાર કરે. બહુ દૂર જવાનું હોય તો પાત્ર પડિલેહણા કર્યા સિવાય વહેલા નીકળે. બાળ, વૃદ્ધ આદિ પોતાથી ઉપડે તેટલી ઉપાધિ ઉપાડે, બાકીની ઉપધિ તરૂણ આદિ સમર્થ હોય તે ઉપાડે, કોઈ નિદ્રાળુ જેવા વહેલા ન નીકળે તો તેમને ભેગા થવા માટે જતાં સંકેત કરતાં જાય, વહેલા જતી વખતે અવાજ ન કરે, અવાજ કરે તો લોકો ઉંઘતા હોય તે જાગી જાય Page #27 -------------------------------------------------------------------------- ________________ ગાથા - 280 તેથી અધિકરણ આદિ દોષો લાગે બધા સાથે નીકળે, જેથી કોઈ સાધુને રસ્તો પૂછવા માટે અવાજ વગેરે કરવો ન પડે. સારી તિથિ. મુહૂર્ત, સારા શકુન જોઈને વિહાર કરે. મલીન શરીરવાળો, ફુટેલા તૂટેલા કપડાવાળો, શરીરે તેલ ચોળેલો, કુબડો, વામન, કૂતરો, આઠ નવ મહિનાના ગર્ભવાળી સ્ત્રી, મોટી ઉંમરની કન્યા, લાકડાનો. ભારો, બાવો, સંન્યાસી, લાંબી દાઢી મૂછોવાળો, લુહાર, પાંડુરોગવાળો, બૌદ્ધભિક્ષુ, દિગમ્બર ઈત્યાદિ. અપશુકન છે જ્યારે નંદી, વાજીંત્ર, પાણીથી ભરેલો ઘડોશંખ, પડહનો શબ્દ, ઝારી, છત્ર, ચામર, ધ્વજા, પતાકા, શ્રમણ, સાધુ, જીતેન્દ્રિય, પુષ્પ ઈત્યાદિ. શુભ શુકનો છે. [281-290] સંકેત - પ્રદેષ, (સંધ્યા) વખતે આચાર્ય બધા સાધુઓને ભેગા કરી કહે, કે અમુક સમયે નીકળશું. અમુક અમુક સ્થાને વિશ્રામ કરીશું, અમુક સ્થાને રોકાઈશું, અમુક ગામે ભિક્ષાએ જઈશું.' વગેરે કોઇ નિકાલુશઠ પ્રાયઃ સાથે આવવા તૈયાર ન થાય તો તેને માટે પણ અમુક સ્થાને ભેગા થવાનો સંકેત આપે. તે એકલો જે સુઈ જાય કે ગોકુલ વગેરેમાં ફરતો આવે તો પ્રમાદ દોષથી તેની ઉપધિ હણાય. ક્ષેત્ર પ્રત્યુપ્રેક્ષકો કેટલાક ગચ્છની આગળ, કેટલાક મધ્યમાં અને કેટલાક પાછળ ચાલે. રસ્તામાં ચંડિલ, માત્રા આદિની જગ્યા બતાવે. કેમકે કોઈને અતિ શંકા થઈ હોય તો ટાળી શકે. રસ્તામાં ગામ આવે ત્યાં ભિક્ષા મળી શકે એવી હોય અને જે ગામમાં રોકાવાનું છે, તે ગામ નાનું હોય, તો તરૂણ સાધુને ગામમાં ભિક્ષા લેવા મોકલે અને તેમની ઉપાધિ આદિ બીજા સાધુ લઈ લે. કોઈ સાધુ અસહિષ્ણુ હોય તો ગોચરી માટે ત્યાં મૂકતાં જાય અને સાથે માર્ગને જાણનાર સાધુ મૂકે. જેથી જે ગામ જવાનું છે ત્યાં સુખપૂર્વક આવી શકે. જે ગામમાં મુકામ કરવાનો છે, તે ગામમાં કોઈ કારણસર ફેરફાર થઈ ગયો હોય. અર્થાત્ તે ગામમાં રહી શકાય એમ ન હોય, તો પાછળ રહેલા સાધુ ભેગા થઈ શકે તે માટે ત્યાં બે સાધુને રોકતા જાય. બે સાધુ ન હોય તો એક સાધુને રોકે, અથવા ત્યાં કોઈ લુહાર આદિ માણસને કહે કે “અમે અમુક ગામ જઈએ છીએ. પાછળ અમારા સાધુ આવે છે, તેમને કહેવું કે તમારા સાધુ આ રસ્તે અમુક ગામ ગયા છે.' તે ગામ જો શૂન્ય હોય તો જે રસ્તે જવાનું હોય તે રસ્તા ઉપર લોબી રેખા કરવી. જેથી પાછળ આવતા સાધુઓને માર્ગની ખબર પડે. ગામમાં પ્રવેશ કરે તેમાં જો વસતિનો વ્યાઘાત થયો હોય, તો બીજી વસતિની તપાસ કરીને ઉતરે. રસ્તામાં ભિક્ષા માટે રોકેલા સાધુ ભિક્ષા લઈને આવે, ત્યાં ખબર પડે કે “ગચ્છ તો આગળના ગામે ગયેલા છે.' તો જો તે ગામ બે ગાઉથી વધારે હોય તો એક સાધુને ગચ્છ પાસે મોકલે તે સાધુ ગચ્છમાં ખબર આપે કે 'ભિક્ષા લાવીને વચમાં રોકાયા છીએ.' આ સાંભળી ગચ્છમાં રહેલા સાધુઓમાં ભૂખ્યા હોય તે સાધુઓ. ભિક્ષા લઈને રોકાયા છે ત્યાં પાછા આવે. પછી ગોચરી વાપરીને તે ગામમાં જાય. ગામમાં રહેલા સાધુઓએ જો ગોચરી વાપરી લીધી હોય, તો કહેવડાવે કે “અમે વાપર્યું છે, તમે ત્યાં ગોચરી વાપરીને આવજો.' [291-318] વસતિ ગ્રહણ- ગામમાં પ્રવેશ કરી ઉપાશ્રય પાસે આવે, પછી વૃષભ સાધુ વસતિમાં પ્રવેશ કરી કાજો લે પડદો બાંધે ત્યાં સુધી બીજ સાધુ ઉપાશ્રયની બહાર ઉભા રહે. કાજે લેવાઈ જાય એટલે બધા સાધુઓ વસતિમાં પ્રવેશ કરે. જો તે વખતે ગોચરી વેળા થઈ હોય તો એક સંઘાટક કાજો લે અને બીજા. ગોચરી માટે જાય. Page #28 -------------------------------------------------------------------------- ________________ 42 ઓહનિજજુત્તિ-(૨૯૧) પૂર્વે નક્કી કરેલી વસતિનો કોઈ કારણસર વ્યાઘાત થયો હોય, તો બીજી વસતિની તપાસ કરી, બધા સાધુઓ તે વસતિમાં જાય. પ્રશ્ન- ગામ બહાર ગોચરી વાપરીને પછી વસતિમાં પ્રવેશ કરવો. કેમકે ભૂખ્યા અને તરસ્યા હોવાથી ઈયપિથિકી શોધી ન શકાય તેથી સંયમ વિરાધના થાય. પગમાં કાંટા વગેરે વાગ્યા હોય તે ઉપધિના ભારથી જોઇ ન શકાય, તેથી આત્મ વિરાધના થાય, માટે બહાર વિકાલે આહાર કરીને પ્રવેશ કરવો. ઉચિત નથી ? ના. બહાર વાપરવામાં આત્મવિરાધના, સંયમવિરાધનાના દોષો છે. કેમકે જો બહાર ગોચરી કરે તો ત્યાં ગૃહસ્થો હોય. તેમને દૂર જવાનું કહે અને તે દૂર જાય તેમાં સંયમવિરાધના થાય. એમાં કદાચ તે ગૃહસ્થો ત્યાંથી ખસે નહિ અને ઉલટા સામા કહે કે “તમે આ જગ્યાના માલિક નથી.' કદાચ પરસ્પર કલહ થાય. સાધુઓ મંડલીબદ્ધ વાપરતા હોય. એટલે ગૃહસ્થો કૌતુકથી ત્યાં આવે, તેથી સંક્ષોભ થાય. આહાર ગળે ન ઉતરે. કલહ થાય. આથી ગૃહસ્થ કોપાયમાન થાય અને ફરીથી વસતિ ન આપે. બીજા ગામમાં જઈને વાપરે તો ઉપધિ અને ભિક્ષાના ભારથી, તથા સુધાને લીધે, ઈયપિથિક જોઈ ન શકે. તેથી પગમાં કાંટા વાગે એટલે આત્મવિરાધના. આહારાદિ નીચે પડી જાય કે વેરાય તેમાં છકાયની વિરાધના થાય. એટલે સંયમવિરાધના. વિકાલે પ્રવેશ કરે તો વસતિ જોયા વિનાની હોય તો ઘેષ થાય. ગામમાં પ્રવેશ કરતાં કૂતરા વગેરે કરડી જાય ચોર હોય તો માર મારે અથવા ઉપધિ ઉપાડી જાય. રખેવાળ કદાચ પકડે કે મારે. બળદ આખલા વગેરે કદાચ શીંગડું મારે. ભૂલા પડી જવાય. વેશ્યા આદિ નિંદ્યના ઘરો હોય તેની ખબર ન પડે. વસતિમાં કાંટા વગેરે પડ્યા હોય તો વાગી જાય. સર્પ આદિનાં દર હોય તો કદાચ સર્પ આદિ દેશ દે, આથી આત્મવિરાધના થાય. નહિ જોયેલી...માર્જન નહિ કરેલી વસતિમાં સંથારો કરવાથી કીડી વગેરે જીવજંતુની વિરાધના થાય, તેથી સંયમવિરાધના થાય. નહિ જોયેલી વસતિમાં કાળગ્રહણ લીધા સિવાય સ્વાધ્યાય કરે તો દોષ થાય અને જો સ્વાધ્યાય ન કરે તો સૂત્ર અર્થની હાની થાય. ધંડિલ માનું નહિ જોયેલી જગ્યાએ પરઠવતાં સંયમવિરાધના તથા આત્મવિરાધના થાય, જે સ્થડિલ વગેરે રોકે તો :- સ્થડિલ રોકવાથી મરણ થાય, માત્ર રોકવાથી ચક્ષુનું તેજ ઘટે, ઓડકાર રોકવાથી કોઢ રોગ થાય. ઉપર મુજબના દોષો ન થાય તે માટે બને ત્યાં સુધી સવારમાં જાય. ઉપાશ્રય ન મળે તો શૂન્યગૃહ, દેવકુલિકા અથવા ઉદ્યાનમાં રહે. શૂન્યગૃહ આદિમાં ગૃહસ્થી આવતા હોય તો વચમાં પડદો કરીને રહે. કોષ્ઠક ગાયો ભેંસો વગેરે રાખવાનો વાડો અથવા ગોશાળા સભા, આદિ મળી હોય તો ત્યાં કાલભૂમિ જોઈને ત્યાં કાલ ગ્રહણ કરે. તથા ઠલ્લા માત્રાની જગ્યા જોઈ આવે. અપવાદ વિકાલે પ્રવેશ કરે. કદાચ આવતાં રાત્રિ પડી જાય તો રાત્રે પણ પ્રવેશ કરે. રસ્તામાં પહેરેગીર આદિ મળે તો કહે કે “અમે સાધુઓ છીએ. ચોર નથી.” વસતિમાં પ્રવેશ કરતાં જો તે શૂન્યગૃહ હોય તો વૃષભ સાધુ દાંડાથી ઉપર નીચે ઠપકારે. કદાચ અંદર સર્પ આદિ હોય તો જતા રહે અથવા બીજું કોઈ અંદર હોય તો ખબર પડે. ત્યારબાદ ગચ્છ પ્રવેશ કરે. આચાર્ય માટે ત્રણ સંથારા ભૂમિ રાખે. એક પવનવાળી, બીજી પવન વિનાની અને ત્રીજી સંથારા માટે, વસતિ મોટી હોય તો બીજા સાધુઓ માટે છૂટાછૂટા સંથારા કરવા, જેથી ગૃહસ્થને માટે જગ્યા ન રહે. વસતિ નાની હોય તો પંકિત અનુસાર સંથારા કરી વચમાં પાત્રા આદિ મૂકે. સ્થવિર સાધુ બીજા સાધુઓને Page #29 -------------------------------------------------------------------------- ________________ માથા-૩૧૮ 43 સંથારાની જગ્યા વહેંચી આપે. જો આવતાં રાત્રિ પડી ગઈ હોય તો કાલગ્રહણ ન કરે, પણ નિયુક્તિ સંગ્રહણી આદિની ગાથાઓ ધીમા સ્વરે ગણે. પહેલી પોરિસી કરીને ગુરુ પાસે જઈ ત્રણ વખત સામાયિકના પાઠના ઉચ્ચારણ પૂર્વક સંથારા પોરિસી ભણાવે. પછી માત્રા આદિની શંકા ટાળીને સંથારા ઉપર ઉત્તરપટો પાથરી, આખું શરીર પડિલેહી ગુરુ મહારાજ પાસે સંથારાની આજ્ઞા માગી, હાથનું ઓસીકું કરી, પગ ઉંચા રાખી સૂવે. પગ ઉંચા રાખી ન શકે તો પગ સંથારા ઉપર રાખીને સૂઈ જાય. પગ લાંબા ટુંકા કરતાં કે પડખું ફેરવતાં કાય-પ્રમાર્જન કરે. રાત્રે માત્રા આદિના કારણે ઉઠે તો, ઉઠીને પહેલા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવનો ઉપયોગ કરે. દ્રવ્યથી હું કોણ છું? દીક્ષિત છું કે અધક્ષિત ? ક્ષેત્રથી નીચે છું કે માળ ઉપર ? કાલથી રાત્રિ છે કે દિવસ ? ભાવથી કાયિકાદિની શંકા છે કે કેમ ? આંખમાં ઉંધ હોય તો શ્વાસને રૂંધે, ઊંઘ ઉડી જાય એટલે સંથારામાં ઉભો થઈ પ્રમાર્જના કરતાં દ્વાર પાસે આવે . બહાર ચોર આદિનો ભય હોય તો એક સાધુને ઉઠાડે, તે દ્વાર પાસે ઊભો રહે અને પોતે કાયિકાદિશંકા ટાળી, આવે. કુતરા આદિ જાનવરનો ભય હોય તો બે સાધુને ઉઠાડે, એક સાધુ દ્વાર પાસે ઉભો રહે પોતે કાયિકાદિ વોસિરાવે, ત્રીજો રક્ષણ કરે. પછી પાછા આવી ઈરિયાવાહી કરી પોતે સૂક્ષ્મઆનપ્રાણ લબ્ધિ હોય તો ચૌદપૂર્વ ગણી જાય. લબ્ધિયુક્ત ન હોય, તો ઘટતાં ઘટતાં સ્વાધ્યાય કરતા યાવત્ છેવટે જઘન્યથી ત્રણગાથા ગણીને પાછો સૂઈ જાય. આ પ્રમાણે વિધિ કરવાથી નિદ્રાના પ્રમાદનો દોષ દૂર થઈ જાય છે. ઉત્સર્ગથી શરીર ઉપર વસ્ત્ર ઓઢ્યા વગર સૂવે. ઠંડી આદિ લાગતી હોય તો એક બે કે ત્રણ કપડાં ઓઢે તેનાથી પણ ઠંડી દૂર ન થાય તો બહાર જઈ કાઉસ્સગ્ન કરે, પછી અંદર આવે, છતાં ઠંડી લાગતી હોય તો બધાં કપડાં કાઢી નાખે. પછી એક એક વસ્ત્ર ઓઢે, આ માટે ગધેડાનું વ્રત જાણવું.અપવાદ જેમ સમાધિ રહે તેમ કરવું [319-331 સંશી - આ પ્રમાણે વિહાર કરતાં વચમાં કોઈ ગામ આવે. તે ગામ સાધુઓના વિહારવાનું હોય અથવા સાધુઓના વિહાર વિનાનું હોય, તેમાં શ્રાવકોના ઘર હોય પણ ખરાં અથવા ન પણ હોય. જો તે ગામ સંવિજ્ઞ સાધુઓના વિહારવાળું હોય તો ગામમાં પ્રવેશ કરે. પાર્થસ્થ આદિનું હોય તો પ્રવેશ ન કરે. જિનચૈત્ય હોય તો દર્શન કરવા જાય. ગામમાં સાંભોગિક સાધુ હોય તો, તે આવેલા માટે ગોચરી પાણી લાવી આપે. કદાચ કોઈ શ્રાવક નવા આવેલા સાધુને ગોચરી માટે ખૂબ આગ્રહ કરે, તો ત્યાં રહેલા એક સાધુની સાથે નવા આવેલા સાધુને મોકલે. ઉપાશ્રય નાનો હોય તો નવા આવેલા સાધુ બીજા સ્થાનમાં ઉતરે ત્યાં ગામમાં રહેલા સાધુ તેમને ગોચરી લાવી આપે. સાંભોગિક સાધુ ન હોય તો આવેલા સાધુ ગોચરી લાવી આચાર્ય આદિને પ્રાયોગ્ય આપી બાકીનું બીજા વાપરે. [332-336 સાધર્મિક- આહાર આદિનું કામ પતાવી તથા ઠલ્લા માત્રાની શંકા ટાળીને સાંજના સમયે સાધર્મિક સાધુ પાસે જાય, કેમકે સાંજે જવાથી ત્યાં રહેલા સાધુઓને ભિક્ષા આદિ કાર્ય માટે આકુલપણું ન થાય. સાધુ આવેલ જોઈને ત્યાં રહેલા સાધુ ઉભા થઈ જાય અને સામા જઈ દાંડો પાત્રાદિ લઈ લે. તે ન આપે તો ખેંચતાણ ના કરવી. તેમ કરતાં કદાચ પાત્રનો વિનાશ થાય. જે ગામમાં રહેલા છે તે ગામ નાનું હોય, ભિક્ષા મળી શકે એમ ન હોય, તથા બપોરે જવામાં રસ્તામાં ચોર આદિનો ભય હોય, તો Page #30 -------------------------------------------------------------------------- ________________ 44 ઓહનિજુત્તિ (33) સવારમાં જ બીજે ગામ જાય. ઉપાશ્રયમાં પેસતા ખિસીહિ કહે. ત્યાં રહેલા સાધુ નિસીહિ સાંભળી સામા આવે. વાપરતાં હોય તો મોંમાં મૂકેલો કોળીયો વાપરી લે, હાથમાં લીધેલો કોળીયો પાત્રામાં પાછો મૂકી દે, સામે આવી આવેલા સાધુનું સન્માન કરે, આવેલા સાધુ સંક્ષેપથી આલોચના કરી. તેમની સાથે આહાર વાપરે. જો આવેલ સાધુઓએ વાપરેલું હોય, તો ત્યાં રહેલાં સાધુઓને કહે કે “અમે વાપર્યું છે તમે વાપરો.” આવેલા સાધુઓને વાપરવાનું હોય તો જો ત્યાં લાવેલો આહાર પૂરતો હોય તો બધા સાથે વાપરે, ઓછો હોય તો તે આહાર આવેલા સાધુઓને આપી દે અને પોતાના માટે બીજા આહાર લાવીને વાપરે. આવેલા સાધુઓની ત્રણ દિવસે આહાર પાણી આદિથી ભક્તિ કરવી. શક્તિ ન હોય તો બાલ વૃદ્ધ આદિની ભક્તિ કરવી. આવેલા સાધુ તે ગામમાં ગોચરીએ જાય અને ત્યાં રહેલા સાધુમાં તરૂણા બીજ ગામમાં ગોચરીએ જાય. ૩૩૭-૩પપ વસતિ - ત્રણ પ્રકારની હોય. ૧.મોટી, 2 નાની, ૩.પ્રમાણયુક્ત. સૌથી પહેલાં પ્રમાણયુક્ત વસતિ ગ્રહણ કરવી, તેવી ન હોય તો નાની વસતિ ગ્રહણ કરવી, નાની પણ ન હોય તો મોટી વસતિ ગ્રહણ કરવી. જો મોટી વસતિમાં ઉતર્યા હોય તો ત્યાં બીજા લોકો દંડપાસકો, પારદારિકા, આદિ આવીને સૂઈ જાય, તેથી ત્યાં પ્રતિક્રમણ, સૂત્રપોરિસી અર્થપોરિસી કરતાં તથા જતાં આવતાં લોકોમાં કોઈ અસહિષ્ણુ હોય તો તે બૂમાબૂમ કરી મુકે, તેથી ઝઘડો થાય, પાત્ર આદિ તૂટી જાય, ઠલ્લા માત્રાની શંકા રોકે તો રોગ આદિ થાય, દૂર જઈ નહિ એલી જગ્યામાં શંકા ટાળે તો સંયમ-આત્મવિરાધના થાય. બધાના દેખતાં શંકા ટાળે તો પ્રવચનની લઘુતા થાય. રાત્રે વસતિમાં પૂજતાં પૂંજતાં જાય, તો તે જોઈને કોઈને ચોરની શંકા થાય, અને કદાચ મારી નાંખે. સાગારિક-ગૃહસ્થને સ્પર્શ થઈ જાય અને તે જાગી જાય તો, તેને શંકા થાય કે આ નપુંસક હશે. કોઈ સ્ત્રીને સ્પર્શ થઈ જાય તો તે સ્ત્રીને થાય કે આ મારી ઈચ્છા કરે છે.” તેથી બીજાને કહે કે 'આ મારી ઈચ્છા કરે છે સાંભળી લોકો કોપાયમાન થાય. સાધુને મારે, દિવસે કોઈ સ્ત્રી કે નપુસંક સુંદરરૂપ જોઈને સાધુ ઉપર રાગવાળા થયા, હોય, તેથી રાત્રે ત્યાં સૂઈ જાય અને સાધુને બળાત્કારે ગ્રહણ કરે ઈત્યાદિ દોષો મોટી વસતિમાં ઉતરવામાં રહેલા છે. માટે મોટી વસતિમાં ન ઉતરવું. નાની વસતિમાં ઉતરવાથી રાત્રે જતાં આવતાં કોઈના ઉપર પડી જવાય. જાગી જતાં તેને ચોરની શંકા થાય. રાત્રે નહિ દેખી શકવા થી યુદ્ધ થાય, તેમાં પાત્ર આદી તૂટી જાય તેથી સંયમ- આત્મવિરાધના થાય, માટે નાની વસતિમાં ન ઉતરવું. પ્રમાણસર વસતિમાં ઉતરવું તે આરીતે એક એક સાધુ માટે ત્રણ હાથ પહોળી જગ્યા રાખવી એક હાથને ચાર આંગળ પહોળો સંથારો, પછી વીસ આંગળ જગ્યા ખાલી પછી એક હાથ જગ્યામાં પાત્રાદિ મૂકવાં, ત્યાર પછી બીજા સાધુનાં આસન આદિ કરવાં. પાત્રાદી બહુ દૂર મૂકે તો બિલાડી, ઉંદર આદિથી રક્ષણ ન થઈ શકે. બહુ નજીક પાત્રાદિ રાખે તો શરીર ફેરવતાં ઉંચું નીચું કરતાં પાત્રાદિ ને ધક્કો લાગે તો પાત્રાદિ તૂટી જાય. માટે વીસ આંગળનું અંતર રાખવું જોઈએ. બે હાથ કરતાં વધારે અંતર હોય તો, કોઈ ગૃહસ્થ આદિ જોર કરીને વચમાં સૂઈ જાય, તો બીજા દોષો આવી પડે. તો તેવા સ્થાન માટે વસતિનું પ્રમાણ આ રીતે જાણવું. એક હાથ શરીર, વીસ આગળ ખાલી, આઠ આગળમાં પાત્રો, પછી વીસ આંગળ, ખાલી પછી બીજા સાધુ આ પ્રમાણે ત્રણ હાથે એક સાધુથી બીજો સાધુ આવે. વચમાં બે હાથનું Page #31 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૫૫ આંતરું રહે, એક સાધુથી બીજા સાધુની વચમાં બે હાથની જગ્યા રાખવી જોઈએ. બે હાથથી ઓછું આંતરૂં હોય તો, બીજાને સાધુનો સ્પર્શ થઈ જાય તો ભુક્તભોગી (સંસાર ભોગવેલા) ને પૂર્વ ક્રીડાને સ્મરણ થઈ આવે. કુમાર અવસ્થામાં દીક્ષા લીધી હોય તો તેને સાધુનો સ્પર્શ થતાં સ્ત્રીનો સ્પર્શ દીક્ષા કેવો હશે? એનું કુતૂહલ થાય. માટે વચમાં બે હાથનું અંતર રાખવું. તેથી એક બીજાને કલહ આદિ પણ ન થાય. ભીંતથી એક હાથ દૂર સંથારો કરવો. પગ નીચે પણ જવાં આવવાનો માર્ગ રાખવો. મોટી વસતિ હોય તો ભીંતથી ત્રણ હાથ દૂર સંઘાર કરવો. પ્રમાણયુક્ત વસતિ ન હોય તો નાની વસતિમાં રાત્રે યતના પૂર્વક જવું આવવું. પહેલાં હાથથી પરામર્શ કરીને બહાર નીકળવું. પાત્રાદિ ખાડો હોય તો તેમાં મૂકવા. ખાડો ન હોય તો દોરી બાંધી ઉંચે લટકાવી દેવાં. મોટી વસતિમાં ઉતરવું પડ્યું હોય, તો સાધુઓએ છૂટાછૂટા સૂઈ જવું. કદાચ ત્યાં કોઈ લોકો. આવીને કહે કે "એક બાજુમાં આટલી જગ્યામાં થઈ જાવ. તો સાધુઓ એક બાજું થઈ જાય, ત્યાં પડદો અથવા ખડીથી નીશાની કરી લે. ત્યાં બીજા ગૃહસ્થો આદિ રહેલા હોય, તો જતાં આવતાં પ્રમાર્જના આદિ ન કરે. તથા ‘આસા આસજ્જા પણ ન કરે. પરંતુ ખાંસી આદિથી બીજાને જણાવે. ૩પ૬૩૮૭ સ્થાનસ્થિત - ગામમાં પ્રવેશ કરવાનો હોય, તે દિવસે સવારનું પ્રતિક્રમણ આદિ કરી, સ્થાપના કુલ, પ્રત્યેનીક કુલ, પ્રાન્તકુલ, આદિનો વિભાગ કરે, એટલે અમુક ઘરોમાં ગોચરી જવું, અમુક ઘરોમાં ગોચરી ન જવું. પછી સારા શકુન જોઈને ગામમાં પ્રવેશ કરે. વસતિમાં પ્રવેશ કરતાં પહેલાં પ્રથમ કથાલબ્ધિસંપન્ન સાધુને મોકલે. તે સાધુ ગામમાં જઈ શય્યાતરની આગળ કથા કરે પછી આચાર્ય મહારાજ પધારે ત્યારે ઊભા થઈ વિનય સાચવૈ અને શય્યાતર કહે કે “આ અમારા આચાર્ય ભગવંત છે.” આચાર્ય ભગવંત કહે કે 'આ મહાનુભાવે આપણને વસતિ આપી છે.' જે શય્યાતર આચાર્ય સાથે વાતચીત કરે તો ઠીક ન કરે તો આચાર્ય તેની સાથે વાતચીત કરે કેમકે જો આચાર્ય શય્યાતર સાથે વાત ન કરે, તો શય્યાતરને થાય કે આ લોકો ઉચિત પણ જાણતા નથી.’ વસતિમાં આચાર્ય માટે ત્રણ જગ્યા રાખી સ્થવિર સાધુ બીજા સાધુઓ માટે રત્નાધિકના ક્રમે યોગ્ય જગ્યા વહેંચી આપે. ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકો આવેલાં સાધુઓને ઠલ્લા, માત્રાની ભૂમિ, પાત્રો રંગવાની ભૂમિ સ્વાધ્યાય ભૂમિ આદિ બતાવે તથા સાધુઓમાં કોઈ તપસ્વી હોય, કોઈને વાપરવાનું હોય, તો જિનચૈત્ય દર્શન કરવા જતાં સ્થાપનાકુલો શ્રાવકનાંઘરો વગેરે બતાવે. પ્રવેશ દિને કોઈને ઉપવાસ હોય તો તે મંગલ જ છે. જિનાલય જતી વખતે આચાર્ય સાથે એક બે સાધુએ પાત્રા લઈને જવું. કેમકે ત્યાં કોઈ ગૃહસ્થને ગોચરી આપવાની ભાવના થાય. તો તુરત લઈ શકાય. જો પાત્ર ન હોય તો ગૃહસ્થની શ્રધ્ધા તૂટે અથવા સાધુ એમ કહે કે પાત્રો લઈને આવીશું' તો ગૃહસ્થ તે વસ્તુ રાખી મૂકે, તેથી સ્થાપના નામનો દોષ લાગે. બધા સાધુઓએ સાથે જવું નહિ, જો બધાં સાથે જાય તો ગૃહસ્થને એમ થાય કે 'કોને આપું અને કોને ન આપું' આથી સાધુને જોઈ ભય પામે અથવા તો એમ થાય કે આ બધા બ્રાહ્મણભટ્ટ જેવા ખાઉધરા છે. માટે આચાર્યની સાથે ત્રણ, બે કે એક સાધુએ પાત્રો લઈને જવું અને ગૃહસ્થ વિનંતિ કરે તો ધૃત વગેરે વહોરવું. જો તે ક્ષેત્રમાં પહેલાં માસકલ્પ કરેલ ન હોય અથતું પ્રથમ આવેલાં હોય, તો જાણકાર સાધુ ચૈત્યદર્શન કરવા જાય, ત્યારે અથવા Page #32 -------------------------------------------------------------------------- ________________ 46 હનિત્તિ (38) ગોચરીએ જાય ત્યારે દાન આપનાર આદિનાં કુળો બતાવે અથવા તો પ્રતિક્રમણ કર્યા પછી દાનાદિ કુલો કહે. પ્રતિકમણ કર્યા પછી આચાર્ય ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકોને બોલાવી સ્થાપનાદિ કુલો પૂછે ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકો તે જણાવે. ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકોને પૂછ્યા સિવાય સાધુઓ સ્થાપનાદિ કુળોમાં જાય, તો સંયમ વિરાધના આત્મવિરાધના આદિ દોષો થાય. સ્થાપના કુલોમાં ગીતાર્થ સંઘાટકજાય આવી રીતે સ્થાપનાદિ કુળો સ્થાપવાનું કારણ એ છે કે આચાર્ય શ્લાન પ્રાદુર્ણક આદિને યોગ્ય ભિક્ષા મળી શકે. જો બધા જ સાધુઓ સ્થાપના કુળમાં ભિક્ષા લેવા જાય તો ગૃહસ્થોને કદર્થના થાય અને આચાર્ય આદિના પ્રાયોગ્ય દ્રવ્યનો ક્ષય થાય. જેથી જોઈએ ત્યારે વસ્તુ ન મળે. જેમ કોઈ માણસ પરાક્રમી શિકારી કૂતરાને છૂ છૂ કરી કરીને કૂતરાને દોડાવે. પણ ત્યાં કાંઈ ન જોતાં કૂતરો પાછો આવે વારંવાર એ પ્રમાણે કરવાથી કૂતરો કંટાળ્યો, પછી જ્યારે મોર દિને પકડાવાની જરૂર પડી ત્યારે કૂતરાને છૂ છૂ કરવાં છતાં કુતરો દોડ્યો નહિ અને કાર્ય કર્યું નહિ આ રીતે વારંવાર વિના કારણે સ્થાપનાદિ કુળોમાંથી આહાર વગેરે ગ્રહણ કરવાથી જ્યારે ગ્લાન, પ્રાદુર્ણક આદિ માટે જરૂર પડે છે ત્યારે આહારાદિ મળી શકતાં નથી કેમકે તેણે ઘણાં સાધુઓને ધૃતાદિ આપ્યાં હોવાથી વૃત આદિ ખલાસ થઈ જાય. પ્રાંત-વિરોધી ગૃહસ્થ હોય તો સાધુઓને ઘી વગેરે આપી દીધેલું હોવાથી સ્ત્રીને માર મારે અથવા મારી પણ નાખે અથવા તો ઠપકો આપે કે તે સાધુઓને ધૃતાદિ આપ્યું એટલે ખલાસ થઈ ગયું, ભદ્રક હોય તો નવું લાવે અથવા કરાવે. સ્થાપના કુળો રાખવાથી ગ્લાન, આચાર્ય બાળ, વૃદ્ધ, તપસ્વી પ્રાબ્ધિર્ણક આદિની યથાયોગ્ય ભક્તિ કરી શકાય છે, માટે સ્થાપના કુળો રાખવાં જોઈએ, ત્યાં અમુક ગીતાર્થ સિવાય બધા સાધુઓએ જવું નહિ. કહ્યું છે કે આચાર્યની અનુકંપા ભક્તિથી ગચ્છની અનુકંપા, ગચ્છની અનુકંપાથી તીર્થની પરંપરા ચાલે. આ સ્થાપનાદિ કુળોમાં થોડા થોડા દિવસના અંતરે કારણ વિના પણ જવું. કેમકે તેમને ખબર રહે કે અહીં સાધુ આદિ રહેલા છે. આ માટે ગાય અને બગીચાનું દ્રષ્ટાંત જાણવું. ગાયને દોહતા રહે અને બગીચામાંથી કુલ લેતા રહે તો રોજ દુધ, ફુલ મળતા રહે, ન લે તો ઉલટા સૂકાઈ જાય. ૩૮૮-૪૨૮દશ પ્રકારના સાધુ આચાર્યની વૈયાવચ્ચ-સેવા માટે અયોગ્ય છે. આળસુ, ઘસિર. ઉંધણસી. તપસ્વી. ક્રોધી. માની. માયી. લોભી, કુતૂહલી . પ્રતિબદ્ધ. આળસુ પ્રમાદી હોવાથી સમયાનુસાર ગોચરી જાય નહિ ઘસિર-બહુ ખાનારો હોવાથી પોતાનો જ આહાર પહેલાં પૂરો કરે, એટલામાં ભિક્ષાનો સમય પુરો થઈ જાય. ઉઘણસી-ઉંધ્યા કરે, ત્યાં ગોચરીના સમય પૂરો થઈ જાય. કદાચ વહેલો જાય, ત્યારે ભિક્ષાની વાર હોય, એટલે પાછો આવીને સૂઈ જાય એટલામાં ભિક્ષાનો સમય ઉંઘમાં ચાલ્યો જાય. તપસ્વી-ગોચરી જાય તો તપસ્વી હોવાથી વાર લાગે. તેથી આચાર્યને પરિતાપનાદિ થાય. તપસ્વી જો પહેલી આચાર્યની ગોચરી લાવે તો તપસ્વીને પરિતાપનાદિ થાય. ક્રોધી-ગોચરીને જાય ત્યાં કોદ કરે. માની-ગૃહસ્થ સત્કાર ન કરે એટલે તેને ત્યાં ગોચરી ન જાય. માયી-સારું સારું એકાંતમાં વાપરીને સુકંપાકું વસતિમાં લાવે. લોભી-જેટલું મળે તેટલું બધું વહોરી લે. કુતૂહલી-રસ્તામાં નટ આદિ રમતા હોય તો જોવા ઉભો રહે. પ્રતિબદ્ધ-સૂત્ર અર્થમાં એટલો બધો તલ્લીન રહે કે ગોચરી વેળા પુરી થઈ જાય. ઉપર જણાવ્યું તે સિવાયના જે ગીતાર્થ પ્રિયધર્મી સાધુ હોય તે આચાર્યની ભક્તિ Page #33 -------------------------------------------------------------------------- ________________ ગાથા -428 માટે યોગ્ય છે, તેમને ગોચરીએ મોકલવાં, કેમકે ગીતાર્થ હોવાથી તેઓ ગૃહસ્થને ત્યાં ગોચરી વગેરે કેટલાં પ્રમાણમાં છે.? ઈત્યાદિ વિવેક રાખીને ભિક્ષા ગ્રહણ કરે, પરિણામે વૃતાદિ દ્રવ્યોની નિરંતર પ્રાપ્તિએ કરીને ભાવની વૃદ્ધિ કરનારા થાય છે. સ્થાપના કૂળોમાં એક સંઘાટક જાય અને બીજા કુળોમાં બાલ, વૃદ્ધ, તપસ્વી આદિ જાય. શક્તિવાળા તરૂણ સાધુ હોય તે બીજા ગામમાં ગોચરીએ જાય. અહીં શંકા થાય કે - જે ગામમાં ગચ્છ રહ્યો છે તે ગામમાં પહેલાં તપાસ કરીને આવેલાં છે, તો પછી તરૂણ સાધુને બીજા ગામમાં ગોચરીએ મોકલવાનું શું પ્રયોજન? તો જણાવે છે કે બહારગામ મોકલવાનું કારણ એ છે કે 'ગામમાં રહેલા ગૃહસ્થોને એમ થાય કે 'આ સાધુઓ બહારગામ ગોચરીએ જાય છે, નવા સાધુ આવે ત્યારે આપણાં ત્યાં આવે છે, માટે બાલ, વૃદ્ધ આદીને ઘણું આપો. આ પ્રમાણે ગોચરીએ જતાં આચાર્ય આદિને પૂછીને નીકળવું જોઈએ. પૂછ્યા વિના જાય, તો નીચે પ્રમાણે દોષો થાય. રસ્તામાં ચોર આદિ હોય, તે ઉપાધિને કે પોતાને ઉપાડી જાય તો તેમને શોઘવામાં ઘણી મુશ્કેલી પડે. પ્રાઘુર્ણક આવ્યા હોય તેમને યોગ્ય કોઈ લાવવાનું હોય, તેની ખબર ન પડે. ગ્લાનને યોગ્ય અથવા આચાર્યને યોગ્ય કાંઈ લાવવાનું હોય તેની ખબર ન પડે. રસ્તામાં કૂતરા આદિનો ભય હોય તો તે કરડી જાય. કોઈ ગામમાં સ્ત્રી કે નપુંસકના દોષો હોય તેની ખબર ન પડે. કદાચ ભિક્ષાએ ગયાં ત્યાં મૂછ આવી જાય, તો ક્યાં તપાસ કરે? માટે જતી વખતે આચાર્યને કહે કે હું અમુક ગામમાં ગોચરીએ જાઉં છું, ત્યાં ગોચરી પુરી નહિ થાય તો ત્યાંથી અમુક બીજા ગામમાં જઈશ. આચાર્ય ન હોય તો, આચાર્યો જે કોઈને નીમેલા હોય. તેને કહીને જાય કદાચ નીકળતી વખતે કહેવું ભૂલી જાય અને થોડે દૂર ગયા પછી યાદ આવે. તો પાછો આવીને કહી જાય, પાછા આવીને કહી જવાનો સમય પહોંચતો ન હોય તો રસ્તામાં ઠલ્લે, માત્ર કે ગોચરી પાણી માટે નીકળેલા સાધુને કહે કે હું અમુક ગામ ગોચરીએ જાઉં છું, તમો આચાર્ય ભગવંતને કહી દેજે. જે ગામમાં ગોચરી ગયો છે તે ગામ કોઈ કારણસર દૂર હોય, નાનું હોય કે ખાલી થઈ ગયું હોય, તો કોઈની સાથે કહેવરાવે અને બીજા ગામમાં ગોચરીએ જાય. ચોર, આદિ સાધુને ઉપાડી જાય, તો સાધુ રસ્તામાં અક્ષરો લખતો જાય અથવા વસ્ત્ર ફાડીને તેનાં ટૂકડાં રસ્તામાં નાખતો જાય. જેથી તપાસ કરનારને ખબર પડી શકે કે 'આ રસ્તે સાધુને ઉપાડી ગયા લાગે છે ગોચરી આદિ માટે ગયેલા કોઈ સાધુને આવતાં ઘણી વાર લાગે તો વસતિમાં રહેલાં સાધુઓ નહિ આવેલાં સાધુ માટે વિશિષ્ટ વસ્તુ રાખીને બીજું વાપરી લે. ત્યાર પછી આહાર લઈને જે દિશામાં તે સાધુ ગયેલા હોય તે દિશામાં તપાસ કરવા જાય. નહિ આવેલો સાધુ કહ્યા વિના ગયેલા હોય, તો ચારે દિશામાં તપાસ કરે. રસ્તામાં કોઈ ચિલ ન મળે, તો ગામમાં જઈને પૂછે, છતાં ખબર ન પડે તો ગામમાં ભેગાં થયેલા લોકોને કહે કે અમારા સાધુ આ ગામમાં ભિક્ષા માટે આવ્યા હતા તેમના કાંઈ સમાચાર મળતાં નથી. આ રીતે કાંઈ સમાચાર ન મળે તો બીજા ગામમાં જઈને એ રીતે તપાસ કરે. બીજા ગામમાં ગોચરીએ જવાથી - આધાકમાદિ દોષોથી. બચાય છે, આહારાજિ વધુ મળે છે. અપમાન આદિ થાય નહિ. મોહ થાય નહિ. વિચારનું પાલન થાય છે. (પ્રશ્ન) વૃષભ-વૈયાચ્ચી સાધુને બહારગામ મોકલે. તેમાં આચાર્યે પોતાના આત્માનીજ અનુકંપા કરી એમ ન કહેવાય ? ના આચાર્ય વૃષભ Page #34 -------------------------------------------------------------------------- ________________ 48 ઓહનિરિ -(28) સાધુને મોકલે તેમાં શિષ્ય ઉપર અનુકંપા થાય છે, પરલોક સારો થાય છે, અને આ લોકોમાં પ્રશંસા થાય છે. પ્રશ્ન તો પછી શિષ્યની કઈ અનુકંપા થઈ? ઉલટો સાધુ ભૂખ અને તરસથી પીડાઈ કદાચ કાળ કરી જાય તો? ના જો ભૂખ અને તરસ સહન કરી શકે એમ ન હોય, ઉનાળો હોય, તપસ્વી હોય, તો પ્રથમાલિકાદિ વગેરે કરીને જાય. લુપુંસકું વાપરીને અથવા યતના પૂર્વક વાપરીને જાય. જઘન્ય ત્રણ કવલ અથવા ત્રણ ભિક્ષા. ઉત્કરથી પાંચ કવલ અથવા પાંચ ભિક્ષા. સહિષ્ણુ હોય તો પ્રથમાલિકા કર્યા સિવાય જાય ગોચરી લાવવાની વિધિ જણાવતાં કહે છે. એક પાત્રમાં આહાર, બીજા પાત્રામાં પાણી, એકમાં આચાર્યદિને પ્રાયોગ્ય આહાર, બીજામાં જીવ સંસૃષ્ટાદિ હોય તેવો આહાર કે પાણી ગ્રહણ કરે. [૪૨૯-૪૩પ૩પડીલેહણા દ્વારા બે પ્રકારે એક કેવળીની બીજી છહ્મસ્થની. બન્ને બાહ્યથી અને અભ્યતરથી બાહ્ય એટલે દ્રવ્ય અને અત્યંતર એટલે ભાવ. કેવળીની પડિલેહણા પ્રાણીથી સંસક્ત દ્રવ્ય વિષયની હોય છે. અતિ કપડા વગેરે ઉપર જીવજંતુ હોય તો પડિલેહણા કરે ? છઘસ્થની પડિલેહણા પ્રાણીથી સંસક્ત કે અસંસક્ત દ્રવ્ય વિષયની હોય છે. અર્થાતુ કપડાં આદિ પર જીવજંતુ હોય કે ન હોય, તો પણ પડિલેહણા કરવાની હોય છે. પડિલેહણા દ્રવ્યથી કેવલી માટેની વસ્ત્ર વગેરે જીવજંતુથી સંક્ત હોય તો પડિલેહણા કરે છે. તથા જ્યારે તે વસ્ત્ર આદિ વાપરવાનું હોય ત્યારે જો સંસક્ત હોય તો પડિલેહણા કરે છે પરંતુ જીવથી સંસક્ત ન હોય તો પડિલેહણા હોતી નથી. ભાવથી કેવલીની પડિલહેણાંમાં - વેદનીય કર્મ ઘણું ભોગવવાનું હોય અને આયુષ્યકર્મ ઓછું હોય તો કેવળી ભગવંતો કેવળી સમુદ્રઘાત કરે છે. દ્રવ્યથી છા- સંસક્ત કે અસંરક્ત વસ્ત્ર આદિની પડિલેહણા કરવી તે. ભાવથી છાસ્થની- રાત્રે જાગે ત્યારે વિચારે કે 'મેં શું કર્યું, મારે શું કરવાનું બાકી છે, કરવા યોગ્ય તપ વગેરે શું કરતો નથી? ઈત્યાદિ. [436-496] સ્થાન, ઉપકરણ, સ્થડિલ, અવખંભ અને માર્ગનું પડિલેહણ કરવું. સ્થાન - ત્રણ પ્રકારે. કાયોત્સર્ગ, બેસવુ, સુવું. કાયોત્સર્ગ ઠલ્લા માર્ગે જઈને ગુરુ પાસે આવી ઈરિયાવહી કરતાં કાઉસ્સગ કરે. યોગ્ય સ્થાને ચક્ષુથી જઈ પ્રમાર્જના કરી પછી કાઉસ્સગ્ગ કરે. કાઉસ્સગ્ગ ગુરુની સામે કે બે બાજુએ કે પાછળ ન કરવો, તથા જવા-આવવાનો માર્ગ રોકીને ન કરવો. બેસવું. બેસતી વખતે જંધા અને સાથળનો વચલો ભાગ પ્રમાર્જી પછી ઉત્કટુક આસને રહી, જમીન પ્રમાર્જીને બેસવું. સૂવું. સુતા હોય ત્યારે પડખું ફેરવતાં પ્રમાર્જીને પડખું ફેરવવું, સુતી વખતે પણ પૂંજીને સુવું. ઉપકરણ - બે પ્રકારે. ૧.વસ્ત્ર., ૨.પાત્ર સંબંધી. સવારે અને સાંજે હંમેશા બે સમય પડિલેહણા કરવી. પહેલાં મુહપત્તિ પડિલેહી પછી બીજા વસ્ત્ર આદિની પડિલેહણા કરવી. વસ્ત્રની પડિલેહણા વિધિ :- પહેલાં મતિ કલ્પનાની આખા વસ્ત્રના ત્રણ ભાગ કરીને જોવા, પછી પાછળની બાજુ ત્રણ ભાગ કરીને જોવા. ત્રણ વાર છ છ પુરિમા કરવા. ઉત્કટુક આસને બેસી વિધિપૂર્વક પડિલેહણા કરે, પડિલેહણા કરતાં આટલી કાળજી રાખવી. પડિલેહણ કરતાં વસ્ત્ર કે શરીરને નચાવવું નહિ. સાંબેલાની માફક વસ્ત્રને ઊંચું ન કરવું. વસ્ત્રના નવ અખોડા પખોડા અને છ વાર પ્રસ્ફોટન કરવું, પડિલેહણ કરતાં વસ્ત્ર કે શરીરને ઉચ છત કે છાપરાને તથા ભીંત કે જમીનને લગાડવું. પડિલેહણ કરતાં ઉતાવળ ન કરવી. Page #35 -------------------------------------------------------------------------- ________________ ગાથા -469 વેદિકા દોષ વવો. ઉદ્ધવેદિકા-ઢીંચણ ઉપર હાથ રાખવા. અધોવેદિકા-ઢીંચણની નીચે હાથ રાખવા. તિર્યક વેદિકા-સંડાસાની વચમાં હાથ રાખવા. દ્વિધાતો વેદિકા-બે હાથની વચમાં પગ રાખવા. એગતો વેદિકા-એક હાથ બે પગની અંદર બીજો હાથ બહાર રાખવો. વસ્ત્ર અને શરીર બરાબર સીધું રાખવું. વસ્ત્ર લાંબું ન રાખવું. વસ્ત્રને લટકતું ન રાખવું. વસ્ત્રના બરાબર ત્રણ ભાગ કરવાએક પછી એક વસ્ત્રની પડિલેહણ કરવી. એક સાથે વધારે વસ્ત્ર ન જેવા. બરાબર ઉપયોગ પૂર્વક વસ્ત્રની પડિલેહણા. કરવી. અખોડા ખોડાની ગણતરી બરાબર રાખવી. સવારે પડિલેહણાનો સમય - અરૂણોદય-પ્રભા ફાટે ત્યારે પડિલેહણા કરવી. અરૂણોદય-પ્રભા ફાટે ત્યારે આવશ્યક-પ્રતિકમણ કરી પછી પડિલેહણા કરવી એક બીજાના મુખ જોઈ શકાય, ત્યારે પડિલેહણા કરવી. હાથની રેખા દેખાય ત્યારે પડિલેહણા કરવી. સિદ્ધાંતવાદી કહે છે કે આ બધા આદેશો બરાબર નથી. કેમકે ઉપાશ્રયમાં અંધારૂ હોય, તો સૂર્ય ઉગ્યો હોય તો પણ હાથની રેખા ન દેખાય, બાકીના ત્રણમા તો અંધારૂ હોય છે. ઉત્સર્ગ રીતે પ્રતિક્રમણ પૂરું થયા પછી મુહપત્તિ, રજોહરણ, બે નિષદ્યા રજોહરણ ઉપરના વસ્ત્ર, ચોલપટ્ટો ત્રણકપડાં સંથારો અને ઉતરપટ્ટો આ દશથી પડિલેહણા પુરી થતાં સૂર્યોદય થાય. તે રીતે પડિલેહણ શરૂ કરવી. અપવાદ જેવો સમય તે રીતે પડિલેહણ કરે. પડિલેહણમાં વિપસિ કરવો નહિ. અપવાદે કરે. વિપયસ બે પ્રકારે પુરુષ વિષયસ અને ઉપધિ વિષય પુરૂષવિપર્ધાસ - મુખ્ય રીતે આચાર્ય આદિનીપડિલેહણ કરનાર અભિગ્રહવાળા. સાધુ પહોંચી વળે તેમ હોય, તો ગુરુને પૂછીને પોતાની અથવા ગ્લાન આદિની ઉષધિ પડિલેહે. જો અભિગ્રહવાળા ન હોય અને પોતાની ઉપાધિ પડિલેહે તો અનાચાર થાય. તથા પડિલેહણ કરતાં પરસ્પર મૈથુન સંબંધી કથા આદિ વાતો કરે, શ્રાવક આદિને પચ્ચકખાણ કરાવે, સાધુને પાઠ આપે અથવા પોતે પાઠ ગ્રહણ કરે, તો પણ અનાચાર થાય. છકાય જીવની વિરાધના કર્યાનો દોષ લાગે. કોઈ વાર સાધુ કુંભાર આદિની વસતિમાં ઉતર્યા હોય, ત્યાં પડિલેહણ કરતાં વાતચીત કરતાં ઉપયોગ નહિ રહેવાથી, પાણીનો ઘડો આદિ ફુટી જાય, તેથી તે પાણી, માટી, અગ્નિ, બી, કુંથુંવા આદિ ઉપર જાવ, તેથી તે જીવોની વિરાધના થાય, જ્યાં અગ્નિ ત્યાં વાયુ અવશ્ય હોય છે. આ રીતે છએ કાયજીવની વિરાધના થાય માટે ઉપયોગ પૂર્વક પડિલેહણા કરવી જોઈએ. ઉપધિ વિપસ- કોઈ ચોર આદિ આવેલા હોય, તો પહેલાં પાત્રાની પડિલેહણા કરી, પછી વસ્ત્રોની પડિલેહણા કરે. આ પ્રમાણે વિકાલે સાગારિક ગૃહસ્થ આવી જાય તો પણ, પડિલેહણમાં વિપયસિ કરે. પડિલેહણ તથા બીજા પણ જે જે અનુષ્ઠાનો ભગવંતે બતાવેલા છે. તે બધાં એક બીજાને બાધા ન પહોંચે તે રીતે બધાં અનુષ્ઠાન કરવાથી. દુઃખનો ક્ષય થાય છે. અર્થાતુ કર્મની નિર્જરા કરવામાં સમર્થ બને છે. શ્રી જિનેશ્વર ભગવંતે બતાવેલ યોગોમાંથી એક એક યોગની સમ્યક્ રીતે આરાધના કરતાં અનંતા આત્માઓ કેવળી બન્યા છે. એ પ્રમાણે પડિલેહણ કરતાં પણ અનંત આત્માઓ કેવળી થઈ મોક્ષે ગયા છે, આ પ્રમાણે સાંભળી શિષ્ય કહે છે કે પડિલેહણ કરતાં અનંતા આત્માઓ મોક્ષે ગયા છે, તો અમે ફક્ત પડિલેહણ કરીએ, બીજા અનુષ્ઠાનો શા માટે કરવા ? આ વાત બરાબર નથી. કેમકે બીજા અનુષ્ઠાનો ન 4 | Page #36 -------------------------------------------------------------------------- ________________ ઓહનિજજુત્તિ-(૪૭0) કરે અને માત્ર પડિલેહણ કર્યા કરે તો તે આત્મા સંપૂર્ણ આરાધક થઈ શકતો નથી માત્ર દેશથી જ આરાધક થાય. માટે બધાંજ અનુષ્ઠાનો આચરવાં જોઈએ. [૪૭-૪૭૬સર્વ આરાધક કોને કહેવા?પાંચે ઈન્દ્રિયોથી ગુપ્ત, મન વચન અને કાયાના યોગોથી યુક્ત, બાર પ્રકારના તપોનું આચરણ, ઈન્દ્રિય અને મનનો કાબુ, સત્તર પ્રકારના સંયમનું પાલન કરનાર સંપૂર્ણ આરાધક થાય છે. પાંચે ઈન્દ્રિયોથી ગુપ્ત - એટલે પાંચે ઈન્દ્રિયોના વિષયો શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ મેળવવાની ઈચ્છા નહિ કરવી, તથા પ્રાપ્ત થયેલાં વિષયો પ્રત્યે સારા હોય-અનુકુળ હોય તેમાં રાગ નહિ કરવો, ખરાબ-પ્રતિકુળ હોય તેમાં દ્વેષ નહિ કરવો. મન, વચન અને કાયાના યોગોથી યુક્ત - એટલે મન, વચન અને કાયાને અશુભ કર્મબંધ થાય એવા વ્યાપારથી રોકવા અને શુભ કર્મબંધ થાય તેમાં પ્રવૃત્ત કરવા. મનથી સારા વિચારો કરવા, વચનથી સારાં નિરવદ્ય વચન બોલવા અને કાયાને સંયમના યોગોમાં રોકી રાખવી. ખરાબ વિચારો વગેરે આવે તો તેને રોકીને સારા વિચારોમાં મન વગેરેને લઈ જવું. ત૫ - છ બાહ્ય અને છે અત્યંતર, એમ બાર પ્રકારનો તપ રાખવો. નિયમ - એટલે ઈન્દ્રિયો અને મનને કાબુમાં રાખવા. તથા ક્રોધ માન માયા અને લોભ ન કરવો. સંયમ- સત્તર પ્રકારે છે. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય પંચેન્દ્રિય સંયમ આ જીવોની વિરાધના ન થાય તેમ વર્તવું. અજીવસંયમ - લાકડું વસ્ત્ર, પુસ્તક આદિ ઉપર લીલફુલ-નિગોદ વગેરે લાગેલી હોય તો તે ગ્રહણ ન કરવું. પ્રેક્ષાસંયમ વસ્તુ જોઈ પૂંજી પ્રમાર્જીને લેવી મૂકવી, તથા ચાલવું, બેસવું, શરીર ફેરવવું વગેરે કાર્ય કરતાં જોવું, પ્રમાર્જ, પ્રત્યેક કાર્ય કરતાં ચક્ષુ, આદિથી પડિલેહણા કરવી. ઉપેક્ષાસંયમ - બે પ્રકારે સાધુ સંબંધી, ગૃહસ્થી સંબંધી. સાધુ સંયમમાં બરાબર વર્તતો ન હોય તો તેને સંયમમાં પ્રવર્તાવવા પ્રેરણા કરવી, ગૃહસ્થને પાપકારી વ્યાપારમાં પ્રેરણા ન કરવી. આ ' રીતે આરાધના કરનાર સંપૂર્ણ આરાધક થઈ શકે છે. [૪૭૭-૪૯૭સવારે પડિલેહણ કરી પછી સ્વાધ્યાય કરવો, પાદન પોરિસી થાય ત્યારે પાત્રાની પડિલેહણા કરવી જોઈએ. પછી સાંજે પાદોન પોરિસ-ચરમ પોરિસીમાં બીજી વાર પડિલેહણાં કરવી. પોરિસીકાળ નિશ્ચયથી અને વ્યવહારથી બે પ્રકારે છેમહિનો પોરિસી ચરમપોરિસી પગલાંગળ પગલાં આગળ આષાડ સુદ 15 2-0 2-6 શ્રાવણ સુદ 15 2-4 2-10 ભાદરવા સુદ 15 3-4 આસો સુદ 15 3-0 3-8 કારતક સુદ 15 3-4 4-0 માગસર સુદ 15 3-8 પોષ સુદ ૧પ 4-10 મહા સુદ 15 3-8 ૪ફાગણ સુદ 15 3-4 4-0. 2-8 4-6 Page #37 -------------------------------------------------------------------------- ________________ - - ગાથા-૪૯૭ ચૈત્ર - સુદ 15 3-0 3-8 વૈશાખ સુદ 15 2-8 જેઠ સુદ 15 2-4 2-10 પાત્રોની પડિલેહણ વખતે પાંચે ઈન્દ્રિયોનો ઉપયોગ બરાબર રાખવો. પાત્રો જમીનથી ચાર આંગળ ઉંચા રાખવાં, પાત્રાદિ ઉપર ભ્રમર આદિ હોય, તો યતના પૂર્વક દૂર મૂકવા, પ્રથમ પાત્રો પછી ગુચ્છા અને ત્યાર પછી પડલાની પડિલેહણા કરવી. પડિલેહણનો સમય પસાર થઈ જાય, તો એક કલ્યાણકનું પ્રાયશ્ચિત આવે છે. જો પાત્રાને ગૃહકોકિલા આદિનું ઘર લાગ્યું હોય તો તે પાત્રાને પ્રહર સુધી એક બાજુ મૂકી રાખવું એટલામાં ઘર ખરી પડે તો ઠીક નહિતર જો બીજું હોય, તો આખું પાડ્યું મૂકી દે, બીજું પાડ્યું ન હોય, તો પાત્રાનો તેટલો ભાગ કાપી નાખી એક બાજુ મૂકી દે. જો સૂકી માટીનું ઘર કર્યું હોય અને તેમાં જો કીડા ન હોય તો તે માટી દૂર કરી નાખે. તુબદ્ધકાળમાં-શિયાળા અને ઉનાળામાં પાત્રાદિ પડિલેહણ કરીને બાંધીને રાખવાં. કેમકે અગ્નિ, ચોર આદિના ભય વખતે, એકદમ બધી ઉપાધી આદિ લઈને સુખેથી નીકળી શકાય. ને બાંધી રાખ્યા ન હોય તો અગ્નિમાં બળી જાય. ઉતાવળથી લેવા જતાં પાત્રાદિ તૂટી જાય,ચોમાસામાં આ ભય હોતો નથી. [૪૯૮-પપ૩]Úડિલ - અનાપાત અને અસંલોક શુદ્ધ છે. અનાપાત - એટલે સ્વપક્ષ (સાધુ) પરપક્ષ(બીજા)માંથી કોઈનું ત્યાં આવાગમન ન હોય. અસલોક એટલે ડિલ બેઠા હોય, ત્યાં કોઈ જોઈ ન શકે. સ્થડિલભૂમિ નીચે પ્રકારે હોય. અનાપાત અને અસંલોક-કોઈની અવરજવર ન હોય, તેમ કોઈ જૂએ નહિ. અનાહત અને સંલોક - કોઈની અવર જવર ન હોય, પણ જોઈ શકાતું હોય. આપાત અને અસંલોકકોઈની અવર જવર હોય, પણ કોઈ જોઈ ન શકે. એટલે વચમાં વાડ આદિનું આંતરૂં હોય. આપાત અને સંલોક - કોઈની અવર જવર હોય, તેમ જોઈ શકાતું હોય. આપાત બે પ્રકારે સ્વપક્ષ સંયત વર્ગ પરપક્ષ ગૃહસ્થ આદિ. સ્વપક્ષ આપાત બે પ્રકારે. સાધુ અને સાધ્વી. સાધુમાં સંવિજ્ઞ અને અસંવિજ્ઞ. સંવિજ્ઞમાં ધર્મિ અને અધર્મિ. પરપણ આપાતમાં બે પ્રકાર -મનુષ્ય આપાત અને તિર્યંચ આપાત. મનુષ્ય આપાત ત્રણ પ્રકારે - પુરુષ, સ્ત્રી અને નપુંસક, તિર્યંચ આપાત ત્રણ પ્રકારે - પુરુષ સ્ત્રી અને નપુંસક તેમાં પુરુષ આપાત. ત્રણ પ્રકારે - રાજા શ્રેષ્ઠિ અને અને સામાન્ય. પાછા શૌચવાદી અને અશૌચવાદી આ પ્રમાણે સ્ત્રી અને નપુંસકમાં પણ ત્રણ ત્રણ ભેદ જાણવા. ઉપર્યુક્ત તિર્યંચ આપાત પાછા બે પ્રકારે-મારકણાં અને નહિ મારકણાં તે પાછાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ, દરેકમાં પુરુષ, સ્ત્રી અને નપુંસક જાતિના તેમાં નિંદનીય અને અનિંદનીય મુખ્ય રીતે અનાપાત અને અસંલોકમાં અંડિલ જવું મનોજ્ઞના આપાતમાં સ્થડિલ જઈ શકાય. સાધ્વીનો આપાત એકાંતે વર્જવો. પરપક્ષના આપાતમાં દોષો. લોકોને થાય કે “અમે જે દિશામાં અંડિલ જઈએ છીએ, ત્યાં આ સાધુઓ આવે છે તેથી અમારું અપમાન કરનારો છે અથવા અમારી સ્ત્રીઓનો અભિલાષ હશે માટે આ દિશામાં જાય છે. અથવા કોઈ સ્ત્રીએ સંકેત કરી રાખ્યો હશે. તેથી આ દિશામાં જાય છે. આથી શાસનનો ઉદ્દાહ થાય. કદાચ પાણી ઓછું હોય, તો તેથી ઉડ્ડાહ થાય. કોઈ મોટો માણસ સાધુને તે દિશામાં સ્વડિલ જતાં જોઇ ભિક્ષા આદિનો નિષેધ કરે. શ્રાવક આદિને ચારિત્ર સંબંધી શંકા Page #38 -------------------------------------------------------------------------- ________________ પર ઓહનિજજુત્તિ-(પ૩૨). થાય. કદાચ કોઈ સ્ત્રી નપુંસક આદિ બલાત્કારે ગ્રહણ કરે. તિયચના આપાતમાં દોષો મારકણાં હોય તો શીંગડું આદિ મારે કરડી, જાય. હિંસક હોય તો ભક્ષણ કરી જાય. ગધેડી આદિ હોય તો મૈથુનની શંકા થઈ આવે. સંલોકમાં દોષો. તીયચના સંલોકમાં કોઈ દોષ થતાં નથી. મનુષ્યના સંલોકમાં ઉડાહ આદિ દોષો થાય. સ્ત્રી આદિનાં સંલોકમાં મૂચા કે અનુરાગ થાય. માટે સ્ત્રી આદિનો સંલોક હોય ત્યાં સ્થડિલ ન જવું. આપાત. અને સંલોકના દોષો થાય એમ ન હોય ત્યાં સ્થડિલ જવું સાધ્વીજીઓનો આપાત હોય. પણ સંલોક ન હોય, ત્યાં સ્થડલ જવું જોઈએ. સ્થગિલ જવા માટે સંજ્ઞા - કાલસંજ્ઞા -ત્રીજી પોરિસીમાં ઈંડિલ જવું તે. અકાલસંશાત્રીજી પોરિસી સિવાયના વખતે ચંડિલ જવું તે. અથવા ગોચરી કર્યા પછી ચંડિલ જવું તે કાલસંજ્ઞા અથવા અર્થ પોરિસી પછી સ્વડિલ જવું તે કાલસંશા. ચોમાસા સિવાય ના કાળમાં ડગલ (ઈટ આદિનો ટુકડો) લઈ તેનાથી સાફ કરી ત્રણ વાર પાણી થી આચમન-સાફ કરવું. સાપ, વિંછી આદિનો દર ન હોય, કીડા, જીવજંતુ કે વનસ્પતિ ન હોય, તથા પ્રાસુક સમ-સરખી ભૂમિમાં છાંયો હોય ત્યાં સ્થડિલે જવું. પ્રાસુક ભૂમિ ઉત્કૃષ્ટથી બાર યોજનની, જઘન્યથી એક હાથ લાંબી પહોળી, આગાઢ કારણે જઘન્યથી ચાર આંગળ લાંબી પહોળી અને દશ દોષોથી રહિત જગ્યામાં ઉપયોગ કરવો. આત્મ ઉપઘાત - બગીચા આદિમાં જતાં. પ્રવચન ઉપઘાત - ખરાબ સ્થાન વિણ આદિ હોય ત્યાં જતાં. સંયમ ઉપઘાત - અગ્નિ, વનસ્પતિ આદિ હોય જ્યાં જવાથઈ ષજીવનિકાયની વિરાધના થાય. વિષમજગ્યાએ જતાં પડી જવાયતેથી આત્મ વિરાધના, માત્રા આદિનો રેલો ઉતરે તેમાં ત્રસ આદિ જીવોની વિરાધના થાય તેથી સંયમ વિરાધના. પોલાણવાળી જગ્યાએ જતાં, તેમાં વીંછી આદિ હોય તે કરડી જાય તેથી આત્મ વિરાધના પોલાણમાં પાણી આદિ જતાં ત્રસ આદિ જીવોની વિરાધના થાય, તેથી સંયમ વિરાધના. મકાનોની નજીકમાં જાય, તો સંયમ વિરાધના અને આત્મવિરાધના. બીલવાળી જગ્યામાં જાય તો સંયમવિરાધના અને આત્મવિરાધના. બીજ, ત્રસાદિ જેવો હોય ત્યાં જાય તો સંયમ વિરાધના અને આત્મવિરાધના. સચિત્તભૂમિમાં જય તો સંયમવિરાધના અને આત્મવિરાધના. એક હાથથી ઓછી અચિત્ત ભૂમિમાં જાય તો સંયમ વિરાધના, આત્મવિરાધના. આ દશના એકાદિ સાંયોગિક ભાંગા 1024 થાયછે. [પ૩૩-૫9અવખંભ - લીઘેલી ભીંત થાંભલાદિને ટેકો ન દેવો. ત્યાં નિરંતર ત્રણ જીવો રહેલા હોય છે. પંજીને પણ ટેકો ન દેવો. ટેકો દેવાની જરૂર પડે તો લાદિઆદિ લગાવેલી ભીંત વગેરે હોય ત્યાં પુંજીને ટેકો દેવો, સામાન્ય જીવોનો મદન આદિ થાય તો સંયમ વિરાધના થાય અને વિછી વગેરે હોય તો આત્મ વિરાધના થાય. [૫૩૮-૫૪૭માર્ગ - રસ્તામાં ચાલતાં ચાર હાથ પ્રમાણ ભૂમિ જોઈને ચાલવું. કેમકે ચાર હાથની અંદર દૃષ્ટિ રાખી હોય તો જીવાદિ જતાં એકદમ પગ મૂકાતો રોકી શકાય નહિ, ચાર હાથથી દૂર નજર રાખી હોય, તો નજીક રહેલા જીવોની રક્ષા થઈ શકે નહિ જોયા વગર ચાલે તો રસ્તામાં ખાડો આદિ આવે, તો પડી જવાય, તેથી પગમાં કાંટા આદિ વાગે કે પગ ઉતરી જાય, તથા જીવોની વિરાધના આદિ થાય, પાત્ર ભાંગે લોકોપવાદ થાય આદિ સંયમ તથા આત્મ વિરાધના થાય. માટે ચાર હાથ પ્રમાણ ભૂમિ Page #39 -------------------------------------------------------------------------- ________________ 53 ગાથા -548 ઉપર નજર રાખીને ઉપયોગ પૂર્વક ચાલવું. આ પ્રમાણે પડિલેહણની વિધિ શ્રી ગણધર ભગવંતોએ કહેલી છે. આ પડિલેહણ વિધિને આચરતાં ચરણકરણાનું યોગવાળા સાધુઓ અનેક ભવમાં બાંધેલાં અનંતા કર્મોને ખપાવે છે. [૫૪૮-પપ૩]હવે પિંડ અને એષણાનું સ્વરૂપ ગુરુઉપદેશ અનુસાર કહે છે. પિંડની એષણા ત્રણ પ્રકારે -૧.ગવેષણા. 2. ગ્રહણ એષણા, ૩.ગ્રાસ એષણા. પિંડ ચાર પ્રકારે-નામ,સ્થાપના, દ્રવ્ય, ભાવ જેનો અર્થ સુગમ છે. દ્રવ્યપિંડ ત્રણ પ્રકારે-સચિત્ત, અચિત્ત, અને મિશ્ર તેમાં. અચિત્તપિંડ દશ પ્રકારે - ૧.પૃથ્વીકાય પિંડ, ૨.અપકાય પિંડ ૩.તેજસ્કાય પિંડ, ૪.વાયુકાયપિંડ, ૫.વનસ્પતિકાયપિંડ, બેઈન્દ્રિય પિંડ, ૭.તેઈન્દ્રિયપિંડ, ૮.ચઉરિન્દ્રિય પિંડ, 9, પચેન્દ્રિય પિંડ, અને 10, પાત્ર માટે લેપ પિંડ. સચિત્ત પિંડ અને મિશ્રપિંડ - લેપ પિંડ સિવાય નવ નવ પ્રકારે. પૃથ્વીકાયથી પંચેન્દ્રિય સુધીના પિંડ ત્રણ પ્રકારે. સચિત્ત જીવવાળો, મિશ્ર જીવસહિત અને જીવરહિત, અચિત્ત જીવરહિત. [પપ૪-પપ૯પૃથ્વીકાય પિંડ - સચિત્ત, મિશ્ર, અચિત્ત. સચિન બે પ્રકારે નિશ્ચયથી સચિત્ત અને વ્યવહારથી સચિત્ત નિશ્ચયથી સચિત્ત -રત્નપ્રભા, શર્કરપ્રભા આદિ. વ્યવહારથી સચિત્ત - જ્યાં ગોમય - છાણ વગેરે પડ્યાં ન હોય સૂર્યનો તાપ કે મનુષ્ય વગેરેની અવર-જવર ન હોય તેવાં જંગલ આદિ. મિશ્રપૃથ્વીકાય - ક્ષીરવૃક્ષ, વડ, ઉદુમ્બર આદિ વૃક્ષોની નીચેનો ભાગ, એટલે ઝાડ નીચેનો છાયાવાળો બેસવાનો ભાગ મિશ્ર પૃથ્વીકાય હોય છે. હળથી ખેડેલી જમીન આદ્ર હોય ત્યાં સુધી, ભીની માટી એક બે ત્રણ પ્રહર સુધી મિશ્ર હોય છે. ધન ઘણું હોય પૃથ્વી થોડી હોય તો એક પ્રહર સુધી મિશ્ર. ઈધન થોડું હોય પૃથ્વી ઘણી હોય તો ત્રણ પ્રહર સુધી મિશ્ર બન્ને સરખા હોય તો બે પ્રહર સુધી મિશ્ર. અચિત્ પૃથ્વીકાય * શીતશસ્ત્ર, ઉષ્ણુશસ્ત્ર, તેલ, ક્ષાર, બકરીની લીંડી, અગ્નિ, લવણ, કાંજી, ઘી આદિથી હણાયેલ પૃથ્વી અચિત્ત થાય છે. આચિત પૃથ્વીકાયનો ઉપયોગ - વૂતા સ્ફોટથી થયેલાં દાહને શમાવવા માટે શેક કરવા, સર્પદંશ ઉપર શેક વગેરે કરવા માટે અચિત્ત મીઠાનો તેમજ બીમારી આદિમાં અને કાઉસ્સગ્ન કરવા માટે, બેસવા ઉઠવા, ચાલવાદિ કાર્યોમાં તેનો ઉપયોગ થાય છે. પિ૦-પ૩૪]અપૂકાયપિંડ - સચિત્ત, મિશ્ર, અચિત્ત, સચિત બે પ્રકારે - નિશ્ચયથી અને વ્યવહારથી. નિશ્ચયથી સચિત્ત - ઘનોદધિ આદિ, કરા, દ્રહ- સમુદ્રના મધ્ય ભાગ આદિનું પાણી, વ્યવહારથી સચિત્ત - કુવા, તળાવ, વરસાદ આદિનું પાણી. મિશ્ર અપૂકાય - બરાબર નહિ ઉકળેલું પાણી, જ્યાં સુધી ત્રણ ઉકાળા આવે નહિ ત્યાં સુધી મિશ્ર, વરસાદનું પાણી પ્રથમવાર ભૂમિ ઉપર પડતાં મિશ્ર હોય છે. અચિત્ત અપાય - ત્રણ ઉકાળા આવેલું પાણી તથા બીજાં શસ્ત્ર આદિથી હણાયેલું પાણી ચોખાનું ધોવાણ આદિ અચિત્ત થઈ જાય છે. અચિત્ત અપકાયનો ઉપયોગ - શેક કરવો. તૃષા છીપાવવી, હાથ, પગ, વસ્ત્ર, પાત્ર આદિ ધોવાં વગેરેમાં ઉપયોગ થાય છે. વર્ષાઋતુની શરૂઆતમાં વસ્ત્રનો કાપ કાઢવો જોઈએ. તે સિવાય શિયાળા અને ઉનાળામાં વસ્ત્રનો કાપ કાઢે તો બકુશ ચારિત્રવાળો, વિભૂષણશીલ થાય અને તેથી બ્રહ્મચર્યનો વિનાશ થાય. લોકોને શંકા થાય કે 'ઉજળાં વસ્ત્ર ઓઢે છે, માટે નક્કી કામી હશે.” કપડાં ધોવામાં સંપાતિત જીવો તથા વાયુકાય જીવોની વિરાધના થાય. (શંકા) જો વસ્ત્રનો કાપ કાઢવામાં દોષ Page #40 -------------------------------------------------------------------------- ________________ હનિજત્તિ-(૭૪) રહેલા છે તો પછી વસ્ત્રનો કાપ જ ન કાઢવો? વષકાલ પહેલાં કાપ કાઢવો જોઈએ, ન કાઢે તો દોષો થાય. કપડાં મેલાં થવાથી ભારે થાય, લીલ ફુગ થાય, જૂ આદિ પડે, મેલા કપડાં ઓઢવાથી અજીર્ણ આદિ થાય, તેથી માંદગી આવે. માટે વર્ષાઋતુની શરૂઆત. થાય તે પહેલાં પંદર દિવસ અગાઉ કપડાનો કાપ કાઢવો જોઈએ. પાણી વધારે ન હોય તો છેવટે ઝોલી પડલાંનો તો અવશ્ય કાપ કાઢવો, જેથી ગૃહસ્થોમાં જુગુપ્સા ન થાય. (શંકા) તો શું બધાનો બાર મહિને કાપ કાઢવો? ના. આચાર્ય તથા ગ્લાન આદિનાં મેલાં થતાં વસ્ત્ર ધોઈ નાંખવાં જેથી લોકમાં નીંદા કે ગ્લાન આદિને અજીર્ણ વગેરે ન થાય. કપડાનો કાપ કેવી રીતે કાઢવો? કપામાં જૂ આદિની પરીક્ષા કર્યા બાદ કાપ કાઢવો. જૂ આદિ હોય તો તેને જયણા પૂર્વક દૂર કરીને પછી કાપ કાઢવો. સૌથી પહેલાં ગુરુની ઉપધિ, પછી અનશન કરેલા સાધુની ઉપધિ, પછી ગ્લાનની ઉપધિ, પછી નવ દૈક્ષિત સાધુની ઉપધિ, ત્યાર પછી પોતાની ઉપાધિ નો કાપ કાઢવો. ધોબીની માફક કપડાં પછાડીને ન ધોવાં, સ્ત્રીની માફક ધોકા મારીને કપડાં. ન ધોવાં, પણ જયણા પૂર્વક બે હાથથી મસળીને કાપ કાઢવો. કાપ કાઢ્યા કાપ કાઢ્યા પછી કપડાં છાંયડે સુકવવાં પણ તડકે સુકવવાં નહિ. એક વાર કાપ કાઢ્યાનું એક કલ્યાણક પ્રાયશ્ચિત આવે છે. પિ૭પ-પ૭૮]અનિકાય પિંડ- સચિત્ત, મિશ્ર, અચિત્ત. સચિન બે પ્રકારે નિશ્ચયથી. અને વ્યવહારથી. નિશ્ચયથી સચિત્ત - ઈટના નીભાડાના મધ્ય ભાગનો તથા વિજળી વગેરેનો અગ્નિ. વ્યવહારથી સચિત્ત - અંગારા આદિનો અગ્નિ. મિશ્ન - તણખાં. મુમુરાદિનો અગ્નિ. અચિત્ત અગ્નિ- ભાત, કૂર, શાક, ઓસામણ, ઉકાળેલું પાણી આદિ અગ્નિથી પરિપક્વ થયેલ. અચિત્ત અગ્નિકાયનો ઉપયોગ - ઈટના ટુકડા, રાખ, આદિનો ઉપયોગ કરાય છે, તથા આહાર પાણી આદિ વાપરવામાં ઉપયોગ કરાય છે. અગ્નિકાયનાં શરીર બે પ્રકારનાં હોય છે. બઢેલક અને મુશ્કેલક, બહેલક - એટલે અગ્નિ સાથે સંબંધિત. મુશ્કેલક - અનિરૂપ બનીને છૂટાં પડી ગયાં હોય તેવાં આહાર આદિ મુકેલક અગ્નિકાય છે. તેનો ઉપયોગ વાપરવામાં થાય છે. [પ૭૯)વાયુાયપિંડ - સચિત્ત, મિશ્ર, અચિત્ત. સચિત્ત બે પ્રકારે નિશ્ચયથી અને વ્યવહારથી નિશ્ચયથી સચિત્ત રત્નપ્રભાદિ પૃથ્વીઓની નીચે વલયાકારે રહેલો ઘનવાત, તનવાત, અતિ ઠંડીમાં જે વાયુ વાય તે અતિ દુર્દિનમાં વાતો વાયુ આદિ. વ્યવહારથી સચિત્ત - પૂર્વ આદિ દિશાનો પવન અતિ ઠંડી અને અતિ દુર્દિન સિવાયનો વાતો વાયું. મિશ્ર - દતિ આદિમાં ભરેલો વાયુ અમુક સમય પછી મિશ્ર. અચિત્ત - પાંચ પ્રકારે - આકાંત - કાદવ આદિ દબાવવાથી નીકળતો વાયુ. ધંત-મસક આદિનો વાયુ. પીલાત - ધમણ આદિનો વાયુ. શરીર અનુગત - શ્વાસોશ્વાસ - શરીરમાં રહેલો વાયું. સમુર્છાિમપંખા આદિનો વાયુ. મિશવાયુ - અમુક સમય સુધી મિશ્ર પછી સચિત્ત અચિત્ત વાયુકાયનો ઉપયોગ ભરેલી મશક તરવાના કામમાં લેવાય છે તથા ગ્લાન આદિનો ઉપયોગમાં લેવાય છે. અચિત્ત વાયુ ભરેલી મસક- ક્ષેત્રથી સો હાથ સુધી તરે ત્યાં સુધી અચિત્ત. બીજા સો હાથ સુધી એટલે એકસો એકમાં હાથથી બસો હાથ સુધી મિશ્ર, બસો હાથ પછ, વાયુ સચિત્ત થઈ જાય છે. પિ૮૦-૫૮૧]વનસ્પતિકાયપિંડ - સચિત્ત, મિશ્ર, અચિત્ત. સચિત્ત બે પ્રકારે - નિશ્ચયથી અને વ્યવહારથી. નિશ્ચયથી સચિત્ત - અનંતકાય વનસ્પતિ. વ્યવહારથી સચિત્ત - Page #41 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૮૨ પપ પ્રત્યેક વનસ્પતિ. મિશ્ર - ચીમળાએલાં ફળ, પત્ર, પુષ્પ આદિ, ચાળ્યા વિનાનો લોટ, ખાંડેલી ડાંગર આદિ, અચિત્ત - શસ્ત્ર આદિ થી પરિણત થયેલ વનસ્પતિ, અચિત્ત વનસ્પતિનો ઉપયોગ - સંથારો, કપડાં, ઔષધ આદિમાં ઉપયોગ થાય છે. [૫૮૨-૫૮૭]બેઈન્દ્રિયપિંડ, તેઈન્દ્રિયપિંડ, ચઉરિદ્રિયપિંડ. આ બધા એક સાથે પોત પોતાના સમૂહરૂપ હોય ત્યારે પિંડ કહેવાય છે. તે પણ સચિત્ત, મિશ્ર અને અચિત્ત ત્રણ પ્રકારે હોય છે. બેઈન્દ્રિય ચંદનક, શંખ છીપ આદિ ઔષદ વગેરે કાર્યોમાં. તેઈક્રિય - ઉઘેહીની માટી આદિ. ચઉરિજિય- શરીર આરોગ્ય માટે ઊલ્ટી વગેરે કાર્યમાં માખીની અધાર વગેરે. પંચેન્દ્રિયપિંડ - ચાર પ્રકારે નારકી, તીર્થંચ, મનુષ્ય, દેવતાં. નારકીનો - વ્યવહાર કોઈ રીતે થઈ શકતો નથી. તીય પંચેન્દ્રિયનો ઉપયોગ - ચામડું, હાડકાં, વાળ, દાંત, નખ, રોમ, શીંગડા, વિષ્ટા મુત્ર આદિનો કારણ પ્રસંગે ઉપયોગ, કરાય છે. તથા વસ્ત્ર, દૂધ, દહીં, ધી આદિનો ઉપયોગ કરાય છે. મનુષ્યનો ઉપયોગ - સચિત્ત મનુષ્યનો ઉપયોગ દીક્ષા આપવામાં તથા માર્ગ પૂછવા માટે થાય છે. અચિત્ત મનુષ્યની ખોપરી વેશ પરિવર્તન આદિ કરવા માટે કામ પડે, તથા ઘસીને ઉપદ્રવ શાંત કરવા માટે મિશ્ર મનુષ્યનો ઉપયોગ. રસ્તો આદિ પૂછવા માટે દેવનો ઉપયોગ * તપસ્વી કે આચાર્ય પોતાનું મૃત્યું આદિ પૂછવા માટે તથા શુભાશુભ પૂછવા માટે કે સંઘ સંબંધી કોઈ કાર્ય માટે દેવનો ઉપયોગ કરે. આ પ્રમાણે ચિત્ત-અચિત્ત-મિશ્ર. નવ પ્રકારના પિંડોની હકીકત થઈ. [588-644] લેપપિંડ - પૃથ્વીકાયથી મનુષ્ય સુધી આ નવેના સંયોગથી ઉત્પન્ન થયેલો લેપ પિંડ હોય છે કેવી રીતે ? ગાડાના અક્ષમાં પૃથ્વીની રજ લાગેલ હોય તેથી પૃથ્વીકાય. ગાડું નદી ઉતરતાં પાણી લાગેલું હોય તેથી અપૂકાય. ગાડાનું લોઢું ઘસાતા અગ્નિ ઉત્પન્ન થાય તેથી તેઉકાય. જ્યાં અગ્નિ હોય ત્યાં વાયુકાય છે તેથી વાયુકાય અક્ષ લાકડાનો હોય તેથી વનસ્પતિકાય. મળી માં સંપાતિમાં જીવ પડ્યા હોય તેથી બેઈન્દ્રિય. તેઈન્દ્રિય, ચઉરિદ્રિય, અને દોરડું ઘસાય છે તેથી પંચેન્દ્રિય. આ લેપનું ગ્રહણ પાત્રાદિ રંગવા માટે કરાય છે. લેપ યતના પૂર્વક પ્રહણ કરવો. ગાડા પાસે જઈ તેના માલિકને પૂછીને લેપ ગ્રહણ કરવો. શય્યાતરના ગાડાનો લેપ ગ્રહણ કરવામાં શય્યાતર પિંડનો દોષ લાગતો નથી. લેપની છેટેથી સુંધીને પરીક્ષા કરવી. મીઠો હોય તો પ્રહણ કરવો. લેપ લેવા જતાં ગુરુ મહારાજને વંદન કરી પૂછીને જવું પ્રથમ નવા પાત્રાને લેપ કરવો પછી જુનાં પાત્રાને લેપ કરવો જુના પાત્રો ઉખડી ગયાં હોય તો તે ગુરુ મહારાજને બતાવીને પછી લેપ કરવો, પૂછવાનું કારણ એ છે કે કોઈ નવા સાધુ સૂત્ર અર્થ ગ્રહણ કરવા માટે આવવાના હોય તો પાત્રાને લેપ કરવાનો નિષેધ કરી શકે અથવા તો કોઈ માયાવી હોય તો તેની વારણા કરી શકાય. સવારમાં લેપ લગાવી પાત્રને સૂકાવા દેવું શક્તિ હોય તો ઉપવાસ કરીને લેપ કરવો. ઉપવાસની શક્તિ ન હોય તો લેપ કરેલું પાત્ર બીજાને સાચવવા સોંપીને વાપરવા જાય. બીજાને ન સોંપે અને એમને એમ મૂકીને જાય તો સંપતિમ જીવોની વિરાધના થાય. લેપની પોટલી બનાવી પાતરાને રંગે. પછી આંગળી વડે સુંવાળા બનાવે. લેપ બે ત્રણ કે પાંચ વાર લગાવવો. પાત્રાનો લેપ વિભૂષા માટે ન કરે પણ સંયમને માટે કરે. વધેલો લેપ રૂ વગેરે સાથે રાખવામાં મસળીને પાઠવી દેવો. લેપ બે પ્રકારના છે એક યુક્તિ લેપ, બીજો ખંજન લેપ. અનેક વસ્તુ મેળવીને થતો Page #42 -------------------------------------------------------------------------- ________________ ઓહનિજજુત્તિ-(૪૫) યુક્તિ લેપ નિષિદ્ધ છે, કારણકે તેમાં સંનિધિ કરવી પડે છે. શિયાળામાં પહેલાં અને ચોથા પ્રહરમાં લેપ લગાવેલાં પાત્રા તડકામાં ન સુકવવા. ઉનાળામાં પહેલાં અર્ધ પ્રહર અને છેલ્લો અર્ધ પ્રહરમાં લેપ લગાવેલાં પાત્રા તડકામાં ન સૂકવવા. આ કાળ નિષ્પ હોવા થી લેપનો વિનાશ થાય માટે ન સૂકવવા. પાત્રો ઘણા તાપમાં સુકવવાથી લેપ જલ્દી સુકાઈ જાય. પાત્ર તૂટેલું હોય તો મુદ્રિકાબંધથી તથા નાનાબંધથી સાંધવું, પણ તેનબંધથી ન સાંધવું. તેને બંધમાં બેય બાજુ સાંધા ન દેખાય તે રીતે પાત્રને અંદરથી સાંધતા, પાત્ર નિબળ બને છે. [૬૪૫-૬૪૮]પિંડ, નિકાય, સમૂહ સંપિંડન, પિંડના, સમવાય, સમવસરણ, નિચય, ઉપચય, ચમ, જુલ્મ અને રાશી એ એકાઈક નામો છે આ રીતે દ્રવ્યપિંડ કો હવે ભાવપિંડ કહે છે. ભાવપિંડ - બે પ્રકારે પ્રશસ્ત અને અપ્રશસ્ત. અપ્રશસ્ત ભાવપિંડ - બે પ્રકાર, સાત પ્રકાર, આઠ પ્રકારે, અને ચાર પ્રકારે. બે પ્રકારે - રાગથી અને દ્વેષથી. સાત પ્રકારે ઈહલોકભય, પરલોકભય, આદાનભય, અકસ્માતભય, આજીવિકાભય, મરણભય અપયશાભય. આઠપ્રકારે-આઠ મદના સ્થાનથી જાતિ, કુલ, બળ, રૂપ, તપ, સત્તા, શ્રુત લાભથી તથા આઠ કર્મના ઉદયથી. ચાર પ્રકારે - ક્રોધ, માન, માયા, અને લોભથી પિંડ ગ્રહણ કરવો તે અપ્રશસ્ત પિંડ. અપ્રશસ્ત પિંડથી આત્મા કર્મો કરીને બંધાય છે. પ્રશસ્ત ભાવ પિંડ - ત્રણ પ્રકારે. જ્ઞાન વિષય, દર્શન વિષય, ચારિત્ર વિષય, એટલે જે પિંડથી જ્ઞાનની વૃદ્ધિ થાય, તે જ્ઞાનપિંડ. જે પિંડથી દર્શનની વૃદ્ધિ થાય તે દર્શનપિંડ. ચારિત્રની વૃદ્ધિ કરે તે ચારિત્ર પિંડ જ્ઞાન-દર્શન અને ચારિત્રની વૃદ્ધિ થાય, તે માટે શુદ્ધ આહાર આદિ ગ્રહણ કરવાં, લેપ કરેલા પાત્રમાં આહારાદિ ગ્રહણ કરાય છે તે એષણા યુક્ત હોવા જોઈએ. [649-67] એષણા ચાર પ્રકારે છે. નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ તેમાં દ્રવ્ય એષણા ત્રણ પ્રકારે ગવેષણા, પ્રહણએષણા, પ્રાસએષણા. અન્વેષણના આઠ ભાગ પ્રમાણ, કાલ, આવશ્યક, સંઘાટ્ટક, ઉપકરણ, માતૃક કાઉસ્સગ્ગ, યોગ પ્રમાણ- ભિક્ષા માટે ગૃહસ્થોનો ઘેર બે વાર જવું, અકાલે ઠલ્લાની શંકા થઈ હોય તો તે વખતે પાણી લેવા, ભિક્ષા વખતે ગોચરી અને પાણી લેવા. કાળ - જે ગામમાં ભિક્ષાનો જે વખત હોય તે સમયે જવું. સમય પહેલાં જાય તો જો પ્રાન્ત દ્વેષવાળા ગૃહસ્થ હોય તો નીચે પ્રમાણે દોષો થાય. તે સાધુનું દર્શન અમંગલ માનતો હોય તો સાધુ જોવામાં આવતાં પરાભવ-અપમાન કરે નિંદા કરે, મારે., આ સાધુડા પેટ ભરવામાં સમજ્યા છે, અત્યારમાં નીકળી પડ્યા. વગેરે. ભિક્ષા સમય થયા પછી ગોચરી જાય તો જો ગૃહસ્થ સરળ હોય તો ઘરમાં કહે કે હવેથી આ સમયે રસોઈ તૈયાર થાય તેમ કરજે, આથી ઉદ્ગમ આધાકર્મ આદિ દોષો થાય. અથવા સાધું માટે આહારાદિ રાખી મૂકે, ગૃહસ્થ પ્રાન્ત હોય તો નિંદા કરે કે, શું આ ભિક્ષાનો સમય છે.? નહિ સવારનો નહીં બપોરનો ? સમય સિવાય ભિક્ષાએ જવા થી ઘણું ફરવું પડે તેથી શરીરને ક્લેશ થાય. ભિક્ષાના સમય પહેલાં જાય તો. જો. ભદ્રક હોય તો રસોઈ વહેલી કરે, પ્રાન્ત હોય તો હીલના આદિ કરે. આવશ્યક - ઠલ્લા માત્રાદિની શંકા દૂર કરીને ભિક્ષાએ જવું. ઉપાશ્રયની બાહર નીકળતાં આવત્સહિ' કહેવ. સંઘાદક - બે સાધુઓ સાથે ભિક્ષાએ જવું એકલા જવામાં અનેક દોષોનો સંભવ છે. સ્ત્રીનો ઉપદ્રવ થાય અથવા કૂતરાં, Page #43 -------------------------------------------------------------------------- ________________ ગાથા-દ૯ પણ પ્રત્યેનીક આદિથી ઉપઘાત થાય. સાધુ એકલો ભિક્ષાએ જાય તેના કારણો. હું લબ્ધિમાન છું એટલે એકલો જાય. ભિક્ષા માટે જાય ત્યાં ધર્મ કથા કરવા માંડે તેથી તેની સાથે બીજા સાધુ જાય નહિ. માયાવી હોવાથી એકલો જાય. સારું સારું બહાર વાપરી લે અને સામાન્ય ગોચરી વસતિમાં લાવે તેથી સાથે બીજા સાધુને લઈ ન જાય. આળસું હોવાથી એકલો ગોચરી લાવીને વાપરે. લુબ્ધ હોવાથી બીજો સાધુ સાથે હોય તો વિગઈ આદિ માગી ન શકે માટે, નિધર્મિ હોવાથી અનેષણીય ગ્રહણ કરે, તેથી એકલો જાય. દુકાળ આદિ કારણે જુદા જુદા જાય તો ભિક્ષા મળી શકે માટે એકલા જાય. આત્માવિષ્ઠિત એટલે પોતાને જે મળે તે જ વાપરવું તેથી એકલો જાય. વઢકણો હોય તેથી તેની સાથે કોઈ ન જાય. ઉપરકણઉત્સર્ગ થી સઘળાં ઉપરકરણો સાથે લઈને ભિક્ષાએ જાય. બધા. ઉપકરણ સાથે લઈને ભિક્ષા ફરવા સમર્થ ન હોય તો પાત્રા, પડલાં રજોહરણ, બે વસ્ત્ર (એક સુતરાઉ બીજું ઊનનું અને દાંડો લઈને ગોચરી જાય. માત્રક - પાત્રાની સાથે બીજું માત્રક લઈને ભિક્ષાએ જાય. જેમાં સહસાભિક્ષાલાભ આચાયદિીની સેવા આદિ લાભો ભાષ્યકારે કહ્યા છે. કાઉસ્સગ્ન - ઉપયોગ કરાવણિયે નો આઠ શ્વાસોશ્વાસનો કાઉસ્સગ્ન કરીને આદેશ માંગે. 'સંદિસહ આચાર્ય કહે 'લાભ' સાધુ કહે 'કંહતિ (કલેસ),આચાર્ય કહે 'તહતિ (જહા ગહિંસંપુર્વ સાહિ. યોગ પછી કહે કે આવસિયાએ જલ્સજોગો જેજે સંયમને ઉપયોગી હશે તે તે ગ્રહણ કરીશ. અપવાદો - આચાર્ય, ગ્લાન, બાલ, તપસ્વી આદિ માટે બેથી વધુ વાર ગોચરી જાય. ગયા પછી ઠલ્લા માત્રાની શંકા થઈ આવે તો યતના પૂર્વક ગૃહસ્થની રજા લઈને શંકા દૂર કરે. સાથે ગોચરી ફરતાં સમય પહોંચે એમ ન હોય તો બને જુદા જુદા જાય. એકાકી ગોચરી ગયા હોય અને કદાચ સ્ત્રી, ભોગ માટે પ્રાર્થના કરે, તો તેને સમજાવે કે "મૈથુન સેવવા થી આત્મા નરકમાં જાય છે. ઈત્યાદિ સમજાવવા છતાં ન છોડે તો કહે કે મારા મહાવ્રતો ગુરુ પાસે મૂકીને આવું. આમ કહીને ઘરની બહાર નીકળી જાય. તે જવા ન દે તો કહે કે "ઓરડામાં મારાં વ્રતો મૂકી દઉ' પછી ઓરડામાં જઈ ગળે ફાંસો નાખે. આ જોઈને ભયથી તે સ્ત્રીનો મોહોદય શમી જાય અને છોડી મૂકે. આમ કરવા છતાં કદાચ તે સ્ત્રીનો મહોદય ન શમે તો ગળે ફાંસો ખાઈને મરી જાય. પણ વ્રતોનું ખંડન ન કરે. આ રીતે સ્ત્રીની યતના કરે. કૂતરાં, ગાય આદિની દાંડા વતી યતના કરે. પ્રત્યેનીક વિરોધીના ઘરમાં જવું નહિ. કદાચ તેના ઘરમાં પ્રવેશ થઈ જાય અને પ્રત્યેનીક પકડે તો બૂમાબૂમ કરવી જેથી લોકો ભેગા, થઈ જાય એટલે ત્યાંથી નીકળી જાય. [૬૮૦-૬૮૮]ભિક્ષા ગ્રહણ કરતા યતનાભિક્ષા ગ્રહણ કરતાં કોઈ જીવની વિરાધના ન થાય તેનો ઉપયોગ રાખવો. કોઈ નિમિત્તાદિ પૂછે તો કહે કે હું જાણતો નથી. હિરણ્ય, ધન, આદિ રહેલું હોય ત્યાં જવું નહિ. પૂર્વે કહ્યા મુજબ બ્રહ્મચર્યવ્રતનું રક્ષણ કરવું. ઉદ્ગમાદિ દોષોથી રહિત આહાર આદિની ગવેષણા કરવી. અશુદ્ધ સંસક્ત આહાર પાણી આવી જાય તો ખબર પડતાં તુરત પરઠવી દેવાં. [૬૮૯-૭૦૩]બીજા ગામમાં ગોચરી જાય ત્યાં ભિક્ષાવેળા થઈ છે કે નહિ? તે કોને કેવી રીતે પૂછવું? તરૂણ મધ્યમ અને સ્થવિર. દરેકમાં સ્ત્રી, પુરુષ અને નપુંસક આ બધામાં પહેલાં કહેવાયું છે. તે પ્રમાણે યતના પૂર્વક પૂછવું. ભિક્ષા વખત થઈ ગયો હોય Page #44 -------------------------------------------------------------------------- ________________ 58 ઓહનિજજુત્તિ-(૭૦૩) તો પગ પૂજીને ગામમાં પ્રવેશ કરે. ગામમાં એક સામાચારીવાળા સાધુ હોય તો ઉપકરણ બહાર મૂકી અંદર જઈ દ્વાદશાવતે વંદન કરે. પછી સ્થાપનાદિ કુળો પૂછીને ગોચરી જાય. ભિન્ન સામાચારીવાળા સાધુ સામાં મળેતો. થોભનંદન (બે હાથ જોડી) કરે છ જવનિકાયની રક્ષા કરવાવાળો સાધુ પણ જો અયતનાથી આહાર, વિહાર કરે કે જુગુપ્સિત એવી પ્લેચ્છ, ચંડાળાદિ કુળમાંથી ભિક્ષા ગ્રહણ કરે તો તે બોધિ દુર્લભ કરે છે. શ્રી જિનશાસનમાં દીક્ષા આપવામાં, વસતિ કરવામાં કે આહાર પાણી ગ્રહણ કરવામાં જેનો નિષેધ કર્યો છે.તેનું પ્રયત્નપૂર્વક પાલન કરવું. અથતુ તેવા નિષિદ્ધ મનુષ્યોને દીક્ષા ન આપવી નિષિદ્ધ સ્થાનો વસતિ ન કરવી તેવાં નિષિદ્ધ ઘરોમાંથી ભિક્ષા ગ્રહણ ન કરવી. ૭૦૪-૭૦૮જે સાધુ જેમ તેમ જે મળે તે દોષિત આહાર ઉપધિ આદિ ગ્રહણ કરે છે તે શ્રમણગુણથી રહિત થઈ સંસારને વધારે છે. જે પ્રવચનથી નિરપેક્ષ, આહાર આદિમાં નિ:શુક લુબ્ધ અને મોહવાળો થાય છે. તેનો અનંત સંસાર શ્રી જિનેશ્વર ભગવંતોએ કહ્યો છે માટે વિધિ પૂર્વક નિર્દોષ આહાર આદિની ગવેષણા કરવી. ગવેષણા બે પ્રકારની છે. એક દ્રવ્ય ગવેષણા, બીજી ભાવ ગવેષણા. [709-725] દ્રવ્યગવેષણાનું દ્રષ્ટાંત. વસંતપુર નામના નગરમાં જિતશત્રુ રાજાને ધારિણી નામની રાણી હતી. તે એક વાર ચિત્રસભામાં ગઈ, તેમાં સુવર્ણપીઠવાળું હરણ જોયું. તે રાણી ગર્ભવાળી હતી આથી તેને સુવર્ણપીઠવાળા મૃગનું માંસ ખાવાનો દોહલો થયો. તે ઈચ્છા પૂર્ણ નહિ થવાથી રાણી સુકાવા લાગી. રાણીને દુર્બળ થતી જોઈ રાજાએ પૂછ્યું કે “તું કેમ સુકાય છે, તારે શું દુઃખ છે.” રાણીએ સુવર્ણમૃગનું માંસ ખાવાની ઈચ્છા થયાની વાત કરી. રાજાએ પોતાના માણસોને સુવર્ણમૃગને પકડી લાવવા હુકમ કર્યો. માણસોએ વિચાર કર્યો કે સુવર્ણમૃગને શ્રીપર્ણી ફળ ઘણાં પ્રિય હોય છે. પણ અત્યારે તે ફળોની ઋતુ નથી, માટે બનાવટી તેવાં ફળો બનાવીને જંગલમાં ગયા, અને ત્યાં તે બનાવટી ફળોના છૂટાં છૂટાં ઢગલા કરીને ઝાડની. નીચે રાખ્યાં. હરણીઓએ તે ફળો જોયાં, નાયકને વાત કરી, બધાં ત્યાં આવ્યાં, નાયકે તે ફળો જોયાં અને બધાં હરણીઓને કહ્યું કે કોઈ ધૂર્તે આપણને પકડવા માટે આ પ્રમાણે કરેલું છે, કેમકે અત્યારે આ ફળોની ઋતુ નથી.' કદાચ તમે એમ કહો કે અકાલે પણ ફળો આવે. તો પણ પહેલાં કોઈ વખત આ રીતે ઢગલા થયા ન હતા. જો પવનથી આ રીતે ઢગલા થઈ ગયા હશે એમ લાગતું હોય તો પૂર્વે પણ પવન વાતો હતો પણ આ રીતે ઢગલા થયા નથી. માટે તે ફળો ખાવા માટે કોઇએ જવું નહિ.” આ પ્રમાણે નાયકની વાત સાંભળી કેટલાંક હરણીયાં તે ફળો ખાવા માટે ગયાં નહિ. જ્યારે કેટલાંક હરણીયાં નાયકની વાત ગણકાર્યા સિવાય તે ફળો ખાવાં ગયાં, ક્યાં ફળો ખાવા લાગ્યાં ત્યાં તો રાજાના માણસોએ તે હરણીયાંઓને પકડી લીધાં. આથી તે હરણીયામાંથી કેટલાંક બંધાયાં અને કેટલાંક હરણીયાં મરણ પામ્યાં. જે હરણીયાએ તે ફળો ખાધાં નહિ તે સુખી થયાં, ઈચ્છા પ્રમાણે વનમાં વિચારવા લાગ્યો. ભાવગવેષણાનું દ્રષ્ટાંત. (નિર્યુક્તિમાં અહીં ધર્મરુચિ અણગારનું દાંત છે) કોઇ મહોત્સ પ્રસંગે ઘણા સાધુઓ આવ્યા હતા. કોઈ શ્રાવકે અથવા તો કોઈ ભદ્રિક માણસે સાધુઓને માટે ભોજન તૈયાર કરાવ્યું. અને બીજા અનેકને બોલાવીને ભોજન Page #45 -------------------------------------------------------------------------- ________________ ગાથા - 723 પ૯ આપવા માંડ્યું તેના મનમાં એ હતું કે “આ જોઈને સાધુઓ આહાર લેવા આવશે. આચાર્યને આ વાતની કોઈ રીતે ખબર પડી ગઈ, તેથી સાધુઓને કહ્યું કે “ત્યાં આહાર લેવા જશો નહિ કેમકે તે આહાર આધાર્મિ છે. કેટલાક સાધુઓ ત્યાં આહાર લેવા ન ગયા, પણ જે તે કુલોમાંથી ગોચરી લઈ આવ્યા, જ્યારે કેટલાક સાધુઓએ આચાર્યનું વચન ગણકાર્યું નહિ અને તે આહાર લાવીને વાપર્યો. જે સાધુઓએ આચાર્ય ભગવંતનું વચન સાંભળી, તે આધાર્ષિ આહાર લીધો નહિ, તે સાધુઓ શ્રીતીર્થંકર ભગવંતની આજ્ઞાના આરાધક થયા અને પરલોકમાં મહા સુખને મેળવનારા થયા. જ્યારે જે સાધુઓએ આધાર્મિ આહાર વાપર્યો તે સાધુઓ શ્રી જિનેશ્વર ભગવંતની આશાના વિરાધક થયા અને સંસાર વધારનારા થયા. માટે સાધુઓએ નિર્દોષ આહાર પાણી. આદિની ગવેષણા કરવી જોઈએ. દોષિત આહાર પાણી આદિનો ત્યાગ કરવો જોઈએ. કેમકે નિર્દોષ આહાર આદિના ગ્રહણથી સંસારનો અંત શીધ્ર થાય છે. ૭ર૪-૭૨૮] ગ્રહણ એષણા ચાર પ્રકારે - નામ-સ્થાપના-દૂધ્ય અને ભાવ ગ્રહણ એષણા. દ્રવ્યગ્રહણ એષણા એક વનમાં કેટલાક વાનરો રહેતાં હતાં. એક વખતે ઉનાળામાં તે વનનાં ફળ, પાન વગેરે સુકાઈ ગયેલાં જોઈ મુખ્ય વાનરે વિચાર્યું કે બીજા વનમાં જઈએ.” બીજા સારાં વનની તપાસ કરવા જુદી જુદી દિશામાં કેટલાક વાનરોને મોકલ્યાં. તે વાનરો તપાસ કરીને આવ્યા પછી એક સુંદર વનમાં બધા વાનરો ગયા. તે વનમાં એક મોટો પ્રહ હતો. આ જોઈને વાનરો ખુશ ખુશ થઈ ગયા. મુખ્ય વાનરે તે દ્રહની ચારે તરફ ફરીને તપાસ કરી તો તે પ્રહમાં જવાનાં પગલાં દેખાતાં હતાં, પણ બહાર આવ્યાંનાં પગલાં દેખાતાં ન હતાં. આથી મુખ્ય વાનરે બધા વાનરોને ભેગા કરીને કહ્યું કે “આ દ્રહથી સાવચેતી રાખવી, કીનારેથી કે તેમાં જઈને પાણી પીવું નહિ, પણ પોલી નળી વાટે પાણી પીવું.’ જે વાનરો મુખ્ય વાનરના કહેવા પ્રમાણે વત્સ તે સુખી થયા અને જેઓ દ્રહમાં જઇને પાણી પીવા ગયા તે મરણ પામ્યા. આ પ્રમાણે આચાર્ય ભગવંત મહોત્સવ વગેરેમાં આધાકમિ ઉદેસિક આદિ દોષવાળા આહાર આદિનો ત્યાગ કરાવે છે તથા શુદ્ધ આહાર ગ્રહણ કરાવે છે. જે સાધુઓ આચાર્ય ભગવંતના કહ્યા પ્રમાણે વર્તે છે, તે થોડા જ કાળમાં સઘળાં કર્મોનો ક્ષય કરે છે. જેઓ આચાર્ય ભગવંતના વચન પ્રમાણે વર્તતા નથી તેઓ અનેક ભવમાં જન્મ જરા, મરણનાં દુઃખો પામે છે. [729-782] ભાવગ્રહણ એષણા. ના 11 દ્વારા કહ્યા છે તે આ પ્રમાણે-સ્થાન, દાયક, ગમન, ગ્રહણ, આગમન, પ્રાપ્ત, પરાવૃત્ત, પતિત, ગુરુક, ત્રિવિધ, ભાવ. સ્થાનત્રણ પ્રકારનાં 1, આત્મ ઉપઘાતિક, 2. પ્રવચન ઉપઘાતિક, 3. સંયમ ઉપાતિક, આત્મઉપઘાનિક સ્થાન- ગાય, ભેંસ આદિ ક્યાં હોય, ત્યાં ઉભા રહીને ભિક્ષા ગ્રહણ કરવામાં તે ગાય, ભેંસ આદિ શીંગડું કે લાત મારે, તેથી પડી જવાય, વાગે, અથવા પાત્ર ભાંગી જાય. તેથી છકાય જીવની વિરાધના થાય તેથી તેવા સ્થાનો તથા જ્યાં જીર્ણ ભીંત, કાંટાં, દર આદિ હોય ત્યાં પણ ઉભા રહીને ભિક્ષા ગ્રહણ કરવી નહિ. પ્રવચન ઉપઘાતિક સ્થાન- હલ્લા માત્રાનાં સ્થાન, ગૃહસ્થને સ્નાન કરવાના સ્થાન, ખાળ આદિ અશુચિવાળાં સ્થાન, આવાં સ્થાને ઉભા રહી ભિક્ષા ગ્રહણ કરતાં પ્રવચનની હીલના થાય. માટે આવા સ્થાને ઉભા રહી ભિક્ષા ગ્રહણ કરવી નહી. દાયક - આઠ વર્ષથી ઓછી ઉંમરનું બાળક, નોકર, વૃદ્ધ, નપુંસક મત્ત (દારૂં આદિ પીધેલ) ગાંડો, ક્રોધાયમાન, ભૂતઆદિના. Page #46 -------------------------------------------------------------------------- ________________ so હનિજજુત્તિ-(૭૮૨). વળગાડવાળો, હાથ વિનાનો, પગ વિનાનો, આંધળી, બેડીવાળો, કોઢરોગવાળે ગર્ભવાળી સ્ત્રી, ખાંડતી, દળતી, રૂ પીંજતી, આદિ પાસેથી ભિક્ષા ગ્રહણ ન કરવી. અપવાદે કોઈ જાતનો દોષ થાય એમ ન હોય તો ઉપયોગ પૂર્વક ભિક્ષા ગ્રહણ કરે. ગમનભિક્ષા આપનાર ભિક્ષા લેવા માટે અંદર જાય. તો તેની ઉપર નીચેની જમીન તથા આજુબાજુ પણ જોવું. જો તે જતાં પૃથ્વી, પાણી, અગ્નિ આદિનો સંઘટ્ટો કરતાં હોય તો ભિક્ષા ગ્રહણ કરવી નહિ. કેમકે તેવી ભિક્ષા ગ્રહણ કરતાં સંયમ વિરાધના થાય અથવા આપનારને અંદરના ભાગમાં જતા કદાચ સર્પ આદિ કરડે, તો ગૃહસ્થ આદિ મિથ્યાત્વ પામે. ગ્રહણ - નાનું નીચું દ્વાર હોય, જ્યાં બરાબર જોઈ શકાતું ન હોય, કબાટ વાસેલું હોય, બારણું બંધ હોય, ઘણાં માણસો આવાવ કરતાં હોય, ગાડાં વગેરે આડા પડેલા હોય, ત્યાં ભિક્ષા ગ્રહણ કરવી નહિ. જો બરાબર ઉપયોગ રહી શકે એમ હોય, તો ભિક્ષા ગ્રહણ કરવી. આગમન - ભિક્ષા લઈને આવતાં ગૃહસ્થ પૃથ્વી આદિની વિરાધના કરતો આવતો હોય તો ભિક્ષા ગ્રહણ કરવી નહિ. પ્રાપ્ત - આપનારનો હાથ કાચા પાણીવાળી છે કે કેમ? તે જોવું. આહાર આદિ સંસક્ત છે કે કેમ? તે જેવું, ભાજન ભીનું છે કે કેમ? તે જોવું, કાચું પાણી સંસક્ત કે ભીનું હોય, તો ભિક્ષા ગ્રહણ કરવી નહિ. પરાવર્ત - આહાર પાત્રમાં ગ્રહણ કર્યા પછી તપાસવો. યોગવાળો પિંડ છે કે સ્વાભાવિક તે જોવું જો યોગવાળો કે કૃત્રિમ ભેળસેળ વગેરે લાગે તો તોડીને તપાસવો. ન તપાસે તો કદાચ તેમાં ઝેર ભેળવેલું હોય કે કંઈ કામણ કરેલું હોય, અથવા સુવર્ણ આદિ નાખેલું હોય, કાંટા આદિ હોય તો સંયમ વિરાધના અને આત્મ વિરાધના થાય. સુર્વણ આદિ હોય તો તે પાછું આપે. ગુરુક- મોટા પત્થર વગેરથી ઢાંકેલું હોય, તે ખસેડવાં જતાં ગૃહસ્થને કદાચ ઈજા થાય. આપવાનું ભાજન ઘણું મોટું હોય કે ભારે વજનદાર હોય, તે ઉપાડીને આપવા જતાં કદાચ હાથમાંથી પડી જાય, તો ગૃહસ્થ દાઝી જાય અથવા પગે ઈજા થાય તથા તેમાં રહેલી વસ્તુ નીચે ઢોળાય તો તેથી છકાય જીવની વિરાધના થાય, માટે તેવા મોટા કે ભારે ભાજન થી ભિક્ષા ગ્રહણ કરવી નહિ. ત્રિવિધ - તેમાં કાલ ત્રણ પ્રકારે ગ્રીષ્મ, હેમન્ત અને વષકાલ તથા આપનાર ત્રણ પ્રકારે સ્ત્રી, પુરુષ અને નપુંસક, તે દરેક તરૂણ, મધ્યમ અને સ્થવિર. નપુંસક શીત હોય છે, સ્ત્રી ઉષ્માવાળી હોય છે પુરુષ શીતોષ્ણ હોય છે. તેઓમાં પુરકર્મ, ઉદકર્ટ, સસ્નિગ્ધ ત્રણ હોય છે. તે દરેક સચિત્ત, અચિત્ત અને મિશ્ર ત્રણ પ્રકારે છે. પુરક્રમ અને ઉદકાદ્રમાં ભિક્ષા ગ્રહણ ન કરવી. સનિશ્વમાં એટલે મિશ્ર અને સચિત્ત પાણીવાળા હાથ હોય તે હાથમાં આંગળાં, રેખા અને, હથેલીને આશ્રીને સાત ભાગ કરવા. તેમાં કાળ અને વ્યક્તિભેદે નીચે મુજબ ભાગ જે સુકાયેલા હોય, તો ગ્રહણ કરાય, નામ ઉનાળામાં શિયાળામાં ચોમાસામાં તરૂણ સ્ત્રીના. 1 ભાગ. 2 ભાગ. 3 ભાગ. મધ્યમ સ્ત્રીના. 2 ભાગ. 3 ભાગ. 4 ભાગ, વૃદ્ધ સ્ત્રીના. 3 ભાગ. 4 ભાગ, 5 ભાગ. તરૂણ પુરુષના. 2 ભાગ. ૩ભાગ. 4 ભાગ. મધ્યમ પુરુષના. 3 ભાગ. ૪ભાગ. 5 ભાગ. | વૃદ્ધ પુરુષના. 4 ભાગ. 5 ભાગ. ભાગ. Page #47 -------------------------------------------------------------------------- ________________ વગાથા - 783. તરૂણ નપુંસક. 3 ભાગ. 4 ભાગ, 5 ભાગ. મધ્યમ નપુંસક. 4 ભાગ, પ ભાગ, ભાગ. વૃદ્ધ નપુંસક. 5 ભાગ. ભાગ. ૭ભાગ. 783-811] ભાવ- લૌકિક અને લોકોત્તર, બન્નેમાં પ્રશસ્ત અને અપ્રશસ્ત. લૌકિક એટલે સામાન્ય માણસોમાં પ્રચલિત. લોકોત્તર એટલે શ્રીનિજેશ્વર ભગવંતના શાસનમાં પ્રચલિત. પ્રશસ્ત એટલે મોક્ષમાર્ગમાં સહાયક. અપ્રશસ્ત એટલે મોક્ષમાર્ગમાં સહાયક નહિ. લૌકિક દૃષ્ટાંત - કોઈ ગામમાં બે ભાઈઓ જુદા જુદા રહેતા હતા. અને ખેતી કરીને નિવહિ કરતાં. એકને સારી સ્ત્રી હતી, બીજાને ખરાબ સ્ત્રી હતી. જે ખરાબ સ્ત્રી હતી, તે સવારમાં વહેલી ઉઠીને હાથ, મોં વગેરે ધોઈ પોતાની કાળજી કરતી, પણ નોકરો વગેરેની કંઈ ખબર આદિ પૂછે નહિ, તેમજ તેમની સાથે કલહ કરતી હતી. આથી નોકરો વગેરે બધા ચાલ્યા ગયા. ઘરમાં રહેલું દ્રવ્ય વગેરે ખલાસ થઈ ગયું. આ લૌકિક અપ્રશસ્ત ભાગ. જ્યારે બીજાની સ્ત્રી હતી, તે નોકરો વગેરેની ખબર રાખતી, સમયે ખાવા વગેરે આપતી. પછી પોતે જમતી કામકાજ કરવામાં પ્રેરણા કરતી. આથી નોકરી સારી રીતે કામ કરતાં અનાજ ઘણું પાડ્યું, અને ઘર ધન ધાન્યથી. સમૃદ્ધ બન્યું. આ લૌકિક પ્રશસ્ત ભાવ, લોકોત્તર-પ્રશસ્ત-અપ્રશસ્ત- જે સાધુ સંયમના પાલન માટે આહાર આદિ ગ્રહણ કરે છે. પણ પોતાના રૂપ બલ, કે શરીરની પુષ્ટિ માટે આહાર ગ્રહણ કરતો નથી. તેથી જે આહાર વગેરે લાગે તેનાથી આચાર્ય, બાળ, ગ્લાન, વૃદ્ધ આદિને આપીને પછી પોતે વાપરે છે, તે જ્ઞાન દર્શન ચારિત્રની આરાધક થાય છે. આ લોકોત્તર પ્રશસ્તભાવ. જે સાધુ પોતાના વર્ણ માટે બલ માટે કે શરીરની પુષ્ટિ માટે આહાર ગ્રહણ કરે. આચાર્ય આદિની ભક્તિ ન કરે. તે જ્ઞાન દર્શન ચારિત્રનો આરાધક થઈ શકતો નથી. આ લોકન્નર અપ્રશસ્તભાવ. બેંતાલીસ દોષોથી રહિત શુદ્ધ આહાર ગ્રહણ કર્યા પછી તે આહાર જોઈ તપાસી લેવો. તેમાં કાંટા, સંસક્ત આદિ હોય, તો તે કાઢી નાખી-પાઠવીને ઉપાશ્રયમાં આવે. નિયુક્તિ કમાંક 794-797 માથામાં ગામકાળ ભાજનનું પર્યાપ્ત પણે આદિ કથન પણ કરેલ છે.) ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં પગ પૂજીને ત્રણ વાર નિસીહિ કહી, નમો ખમાસમણાણું કહી માથું નમાવીને નમસ્કાર કરવા. પછી જો ઠલ્લા માત્રાની શંકા હોય, તો પાત્રા બીજાને સોંપીને શંકા દૂર કરી આવીને કાઉસ્સગ કરવો. (અહપત્તિ જોહરણ ચોલપહક આદિ કઈ રીતે રાખવા વગેરે વિધાન નિર્યુક્તિ ગાથાડમ ૮૦૩-૮૦૪૮૦૫માં છે) કાઉસ્સગ્નમાં ગોચરીમાં જે કોઈ દોષ લાગ્યા હોય તેનું ચિંતવન કરવું. ઉપાશ્રયમાંથી નીકળ્યા ત્યાંથી માંડી ઉપાશ્રયમાં પ્રવેશ કરે ત્યાં સુધીના દોષો મનમાં વિચારી લે. પછી ગુરુને કહી સંભળાવે. જો ગુરુ સ્વાધ્યાય કરતા હોય, સૂતેલા હોય, વ્યાક્ષિપ્તચિત્તવાળા હોય આહાર કે નિહાર કરતા હોય તો આલોચના ન કરે. પણ ગુરુ શાંત હોય વ્યાક્ષિપ્તચિત્તવાળા ન હોય તો ગોચરીના બધા દોષોની આલોચના કરે. [812822] ગોચરીની આલોચના કરતાં નીચેના છ દોષો લગાડવા નહિ. નટ્ટ - ગોચરી આલોવતાં હાથ, પગ, ભૃકુટી, માથું. આંખ આદિના વિકાર કરવા તે. વલ - હાથ અને શરીરને વાળવા તે, ચલે - આળસ મરડતાં આલોચના કરવી અથવા ગ્રહણ કર્યું હોય તેનાથી વિપરીત આલોચના કરવી તે. ભાસં - ગૃહસ્થની ભાષાથી આલોચના કરવી તે. ભૂકં - મુંગા મુગા આલોચના કરવી ઢઠરે - મોટા અવાજે આલોચના કરવી. Page #48 -------------------------------------------------------------------------- ________________ ઓહનિ -(022) ઉપર મુજબ દોષો લાગે નહિ એ રીતે આચાર્યની પાસે અથવા તેમના સંમત હોય તેમની પાસે આલોચના કરવી. સમય થોડો હોય, તો સંક્ષેપથી આલોચના કરવી. પછી ગોચરી બતાવતાં પહેલા પોતાનું મુખ, માથુ પ્રમાજવું અને ઉપર નીચે તેમજ આજુબાજુ નજર કરીને પછી ગોચરી બતાવવી. કેમકે ઉદ્યાન-બાગ આદિમાં ઉતર્યા હોય ત્યાં ઉપરથી ફળ, પુષ્પ, આદિ ન પડે, નીચે ફળ આદિ હોય, તેની જયણા કરી શકાય. આજુબાજુમાં બિલાડી કૂતરો હોય તો ત્રાપ મારી ન જાય. ગોચરી બતાવીને અજાણતાં લાગેલા દોષની શુધ્ધિ માટે આઠ શ્વાસોચ્છવાસ (એક નવકારનો) કાઉસ્સગ્ન કરે અથવા અનુગ્રહ આદિનું ધ્યાન કરે. [૮૨૩-૮૩૯]પછી મૂહૂર્તમાત્ર સ્વાધ્યાય કરીને પછી ગુરુ પાસે જઈને કહે કે, પ્રાઘુર્ણક, તપસ્વી, બાળ આદિને આપ ગોચરી આપો.' ગુરુમહારાજ આપે અથવા કહે કે તમે જ તેઓને આપો.' તો પોતે પ્રાદુર્ણક આદિને તથા બીજા સાધુને પણ નિમંત્રણા કરે. જો તેઓ ગ્રહણ કરે, તો નિર્જરાને લાભ મળે અને ન ગ્રહણ કરે તો પણ વિશુદ્ધ પરિણામથી નિર્જરા થાય. જો અવજ્ઞાથી નિમંત્રણ કરે તો કર્મબંધ કરે. પાંચ ભરત, પાંચ એરવત અને પાંચ મહાવિદેહ. આ પન્નર કર્મભૂમિમાં રહેલા સાધુમાંથી એક સાધુની પણ હીલના કરવાથી બધા સાધુની હલના થાય છે. એક સાધુની પણ ભક્તિ કરવાથી સઘળા સાધુની ભક્તિ થાય છે. પ્રિ એકની હીલનાથી સઘળાથી હીલના અને * એકની ભક્તિથી સઘળાની ભક્તિ કેમ થાય ? જ્ઞાન, દર્શન, તપ, તથા સંયમ એ સાધના ગુણો છે. આ ગુણો જેમ એક સાધુમાં છે, તેમ સઘળાયે સાધુમાં છે. માટે એક સાધુની નિધ કરવાથી સઘળા સાધુના ગુણોની નિંધ થાય છે અને એક સાધુની ભક્તિ, પૂજા, બહુમાન કરવાથી પંદરે કર્મભૂમિમાં રહેલા સઘળાયે સાધુની ભક્તિ, પૂજા, બહુમાન થાય છે. ઉત્તમ ગુણવાન સાધુની હંમેશા વૈયાવચ્ચ આદિ કરવાથી, પોતાને સર્વ પ્રકારે સમાધિ મળે છે. વિયાવચ્ચ કરનારને એકાંત કર્મ નિર્જરાનો લાભ મળે છે. સાધુ બે પ્રકારના હોય, કેટલાક માંડલીમાં વાપરનારા હોય અને કેટલાંક જુદા જુદા વાપરનારા. જે માંડલીમાં વાપરનારા હોય, તે ભિક્ષા ગયેલા સાધુ આવી જાય એટલે બધા સાથે વાપરે. તપસ્વી, નવદીક્ષિત, બાળ, વૃદ્ધ આદિ હોય તે, ગુરુની આજ્ઞા મેળવી જુદું વાપરી લે. એ પ્રમાણે ગ્રહણ એષણાવિધિ ઘીર પુરુષો એ કરેલી છે. [૮૪૦-૮૪૫ગ્રાસ એષણા બે પ્રકારે - દ્રવ્યગ્રાસ એષણા, ભાવગ્રાસ એષણા. દ્રવ્યગ્રાસ એષણા - એક માછીમાર માછલાં પકડવા માટેના ગલ-કાંટામાં માંસપિંડ ભરાવીને દ્રહમાં નાખતો હતો. તે વાત એક માછલું જાણે છે, તેથી તે માછલું કાંટા પરનો માંસપિંડ આજુબાજુથી ખાઈ જાય છે, પછી તે ગલ હલાવે છે, તેથી માછીમાર માછલું તેમાં ફસાએલું જાણી, તે બહાર કાઢે છે, તો કંઈ હોતું નથી. આ પ્રમાણે વારંવાર પેલું માછલું માંસ ખાઈ જાય છે, પણ ગલમાં સપડાતું નથી. આ જોઈને માછીમાર વિચારમાં પડી જાય છે. વિચારમાં પડેલાં તે માછીમારને માછલું કહેવા લાગ્યું કે "એક વાર હું પ્રમાદમાં હતો, ત્યાં એક બગલાએ મને પકડયો. બગલો ભક્ષ ઉછાળીને પછી ગળી જાય છે. તેથી તે બગલાએ મને ઉછાળ્યો એટલે હું વાંકો થઈ તેના મોંઢામાં પડ્યો. આ રીતે ત્રણ વાર હું વાંકો પડ્યો એટલે બગલાએ મને મૂકી દીધો. એકવાર હું સમુદ્રમાં ગયો, ત્યાં માછીમારોએ વલયમુખની સાદડી માછલાં પકડવા માટે રાખેલી હતી. Page #49 -------------------------------------------------------------------------- ________________ માથા- 845 ભરતી આવે એટલે તેમાં માછલાં ભરાઈ જાય. એકવાર હું તેમાં સપડાઈ ગયો. ત્યારે સાદડીના આધારે બહાર નીકળી ગયો. આ પ્રમાણે હું ત્રણવાર તેમાંથી છટકી ગયો. એકવીસ વાર જાળમાં સપડાતાં હું જમીન પર લપાઈ જતો હતો એટલે છુટી જતો. એકવાર હું ખાબોચીયાના પાણીમાં રહેતો હતો, તે વખતે પાણી સુકાઈ ગયું. માછલાં જમીન ઉપર ફરી શકતાં નથી, એટલે તે ખાબોચીયાનાં ઘણાં માછલાં મરી ગયાં. કેટલાંક જીવતાં હતા, તેમાં હું પણ જીવતો હતો. ત્યાં કોઈ માછીમાર આવ્યો અને હાથથી પકડી પકડીને માછલાં સોયોમાં પરોવવા લાગ્યો ત્યારે મને થયું કે હવે નક્કી મારી જવાશે જ્યાં સુધી વીંધાયો નથી ત્યાં સુધીમાં કોઈ ઉપાય કરુ જેથી બચી જવાય’ આમ વિચાર કરીને પરોવાયેલા માછલાની વચમાં જઈ તે સોયો મોંથી પકડીને હું વળગી ગયો. માછીમારે જાણ્યું કે બધા માછલાં પરોવાઈ ગયો છે, એટલે તે સોયો લઈને માછલા ધોવા માટે બીજા દ્રહમાં ગયો. એટલે હું પાણીમાં જતો રહ્યો આવું મારુ પરાક્રમ છે. તો પણ તું મને પકડવાની ઈચ્છા કરે છે? તારું કેવું નિર્લજ્જપણું? આ રીતે માક્લો સાવચેતીથી આહાર મેળવતો હતો. તેથી છળાતો ન હતો. તે દ્રવ્યગ્રાસ એષણા. [૮૪૬-૮૪૮]આ પ્રમાણે કોઈ દોષોમાં ન છલાય તે રીતે નિર્દોષ આહાર પાણીની ગવેષણા કરી, સંયમના નિવાહ માટે જ આહાર વાપરવો. આહાર વાપરતાં પણ આત્માને શિખામણ આપવી કે હે જીવ ! તું બેંતાલીસ દોષોથી રહિત આહાર લાવ્યો છે, તો હવે વાપરવામાં મૂચ્છવશ થઈશ નહિ, રાગ દ્વેષ કરીશ નહિ. આહાર વિધારે પણ ન વાપરવો, તેમ ઓછો પણ ન વાપરવો જેટલાં આહારથી શરીર ટકી રહે, તેટલા પ્રમાણમાં આહાર વાપરવો. [૮૪૯-૮૫૦આગાઢયોગ વહન કરનાર - જુ વાપરે. અમનો - માંડલી બહાર રાખેલા હોય તે જુદા વાપરે. આત્માર્થિક- પોતાની લબ્ધીથી લાવીને વાપરતાં હોય તે જુદ્ધ વાપરે. પ્રાદુર્ણક - મેમાન આવેલા હોય તેમને પહેલેથી પુરેપુરુ આપવામાં આવે એટલે જુદા વાપરે. નવદીક્ષિત - ઉપાસ્થાપના હજુ થઈ નથી. એટલે હજુ ગૃહસ્થવતુ હોય જેથી તેમને જુદુ આપી દે. પ્રાયશ્ચિત્તવાળા દોષશુધ્ધિ માટે પ્રાયશ્ચિત કરતાં હોય તે શબલ ભ્રષ્ટ ચારિત્રીઓ જુદા વાપરે. બાલ વૃદ્ધ - અસહિષ્ણુ હોવાથી જુદું વાપરે. આ રીતે જુદું વાપરનારા અસમુદિશક. તથા કોઢ આદિ રોગ થયેલા હોય તે જુદું વાપરે. ૮૫૧-૮૫૯]આહાર પ્રકાશમાં કરવો જોઈએ. પ્રકાશ બે પ્રકારનો દ્રવ્ય પ્રકાશ ને ભાવ પ્રકાશ. દ્રવ્ય પ્રકાશ - દીપક, રત્ન આદિનો. ભાવ પ્રકાશ - સાત પ્રકાર, સ્થાન, દિશા, પ્રકાશ, ભાજન, પ્રક્ષેપ, ગુરુ, ભાવ, સ્થાન - માંડલીમાં સાધુઓને જવા આવવાનો માર્ગ મૂકીને તથા ગૃહસ્થ આવતાં ન હોય તેવા સ્થાનમાં પોતાના પર્યાય પ્રમાણે બેસીને આહાર કરવો. દિશા -આચાર્ય ભગવંતની સામા, પાછળ, તેમ પરાડુ મુખ ન બેસવું પણ માંડલી પ્રમાણે ગુરુથી અગ્નિ કે ઈશાન દિશામાં બેસીને આહાર કરવો. પ્રકાશ - અજવાળું હોય, તેવા સ્થાને બેસીને આહાર કરવો. કેમકે માખી, કાંટો વાળ, આદિ હોય તો ખબર પડે. અંધારામાં આહાર કરતાં માખી આદિ આહાર સાથે પેટમાં જાય, તો ઉલટી, વ્યાધિ આદિ થાય. ભાજન - અંધારામાં ભોજન કરતાં જે દોષો લાગે તે દોષો સાંકડા મુખવાળા પાત્રમાં વાપરતાં લાગે, ઉપરાંત નીચે વેરાય, વસ્ત્ર આદિ બગડે ઈત્યાદિ દોષો લાગે માટે પહોળા પાત્રામાં આહાર વાપરવો. પ્રક્ષેપ - કૂકડીનાં ઈંડા Page #50 -------------------------------------------------------------------------- ________________ 64 હનિતિ -(859) પ્રમાણે કોળીયો મુખમાં મૂકવો. અથવા મોં વિકત ન થાય તેટલા પ્રમાણનો કોળીયો. ગુરુગુરુ મહારાજ જોઈ શકે એમ વાપરવું જો એમ ન વાપરે તો કદાચ કોઈ સાધુ ઘણું વાપરે, અથવા અપથ્ય વાપરે તો રોગ આદિ થાય, અથવા ગોચરીમાં નિષ્પ દ્રવ્ય મળ્યું હોય, તો તે ગુરુને બતાવ્યા સિવાય વાપરી લે. માટે ગુરુ મહારાજ જોઈ શકે તે રીતે આહાર વાપરવો. ભાવ- જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના સારી રીતે થઈ શકે તે માટે વાપરવું. પણ વર્ણ, બલ, રૂ૫, આદિ માટે આહાર ન વાપરવો. જે સાધુ ગુરુને બતાવીને, વિધિપૂર્વક વાપરે છે. તે સાધુ ગવેષણા, ગ્રહણ એષણા અને ગ્રાસ એષણાથી શુદ્ધ વાપરે છે. [૮૬૦આ રીતે એક સાધુને વાપરવાનો વિધિ સંક્ષેપથી કહ્યો. તેજ રીતે અનેક સાધુને વાપરવાનો વિધિ સમજી લેવા. પરંતુ અને સાધુએ માંડલીબદ્ધ વાપરવું. [૮૬૧]માંડલી કરવાનાં કારણો-અતિગ્લાન, બાળ, વૃદ્ધ, શૈક્ષ, પ્રાદુર્ણક અલબ્ધિવાન કે અસમર્થના કારણે માંડલી અલગ કરવી. [૮૬૨-૮૬૮]ભિક્ષાએ ગયેલા સાધુઓને આવવાનો સમય થાય એટલે વસતિપાલકે નંદપાત્ર, પડિલેહણ કરીને તૈયાર રાખે, સાધુ આવીને તેમાં પાણી નાખે. પછી પાણી સ્વચ્છ થઈ જાય એટલે બીજા પાત્રમાં ગાળી લેવાય. ગચ્છમાં સાધુઓ હોય તે પ્રમાણે પાત્ર રાખવું. ગચ્છ મોટો હોય તો બે ત્રણ કે પાંચ નંદીપાત્ર રાખે. વસતિપાલક નંદીપાત્ર રાખવા સમર્થ ન હોય, અથવા નંદીપાત્ર ન હોય, તો સાધુ પોતાના પાત્રમાં ચાર આંગળ ઓછું પાણી લાવે, જેથી એક બીજામાં નાંખીને પાણી સ્વચ્છ કરી શકાય. પાણીમાં કીડી, મંકોડા કચરો આદિ હોય તો પાણી ગાળતાં. જયણાપૂર્વક કીડી આદિને દૂર કરે. ગૃહસ્થ આગળ પાણી સુખેથી વાપરી શકાય. આચાર્ય આદિના ઉપયોગમાં આવી શકે. જીવદયા પળાય વગેરે કારણે પણ પાણી ગાળવું જોઈએ. સાધુઓએ માંડલીમાં યથાસ્થાને બેસીને બધા સાધુઓ આવી ન જાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો. કોઈ અસહિષ્ણુ હોય તો તેને પહેલાં વાપરવાં આપી દે. [૮૬૯-૮૭૫]ગીતાર્થ, રત્નાધિક અને અલુબ્ધ એવાં મંડલીસ્થવિર આચાર્યની રજા લઈને માંડલીમાં આવે. ગીતાર્થ રત્નાધિક અને અલુબ્ધ આ ત્રણ ના. આઠ ભેદ છે. ગીતાર્થ, રત્નાધિક, અલુબ્ધ., ગીતાર્થ, રત્નાધિક, લુબ્ધ., ગીતાર્થ, લઘુપય. અલુબ્ધ., ગીતાર્થ, લઘુપયિ, અલુબ્ધ., અગીતાર્થ, રત્નાધિક, અલુબ્ધ., અગીતાર્થ રત્નાધિક, લુબ્ધ., અગીતાર્થ રત્નાધિક, લુબ્ધ., અગીતાર્થ લઘુપયય, અલુબ્ધ., અગીતાર્થ, લઘુપયય, લુબ્ધ. આમાં 2-4-6-8 ભાંગા દુષ્ટ છે. પ-૭ અપવાદે શુધ્ધ, 1-3 શુધ્ધ છે. શુદ્ધ મંડલીસ્થવિર બધા સાધુઓને આહાર આદિ વહેંચી આપે. રત્નાધિકસાધુ પૂવૉભિમુખ બેસે, બાકીના સાધુ યથાયોગ્ય પયય પ્રમાણે માંડલીબદ્ધ બેસે. ગોચરી વાપરતી વખતે દરેક સાધુઓ સાથે રાખની કુંડી રાખે. કેમકે વાપરતાં કદાચ કાંટો, ઠળીયો આદિ આવે તો કુંડીમાં નાખી શકાય. વાપરતા હોય ત્યારે, ગૃહસ્થ આદિ અંદર ન આવી જાય તે માટે એક સાધુ (ઉપવાસી હોય, કે જલ્દી વાપરી લીધુ હોય તે) ખબર રાખવા નાકા ઉપર બેસે. [૮૭-૮૮૩]આહાર વાપરવાની વિધિ. પ્રથમ સ્નિગ્ધ અને મધુર આહાર વાપરવો. કેમ કે તેથી બુદ્ધિ અને બળ વધે છે. તથા પિત્ત શમી જાય છે. બળ-શક્તિ હોય, તો વૈયાવચ્ચ સારી રીતે કરી શકાય. વળી સ્નિગ્ધ આહાર છેલ્લો વાપરવાને રાખ્યો. Page #51 -------------------------------------------------------------------------- ________________ માથા-૮૮૩ હોય અને પરઠવવો પડે તો અસંયમ થાય. માટે પ્રથમ સ્નિગ્ધ અને મધુર આહાર વાપરવો. આહાર કટકછેદ, પ્રતરછેદ, અથવા સિંહભક્ષિત રીતે વાપરવો. કટકછેદએટલે કટકા કરી કરીને વાપરવો. પ્રતરછેદ - એટલે ઉપરથી વાપરતાં જવું. સિંહભાણિતએટલે એક બાજુથી શરૂ કરી બધો આહાર ક્રમસર વાપરવો. આહાર વાપરતાં - સબકડાં ન બોલાવવા.. ચબચબ ન કરવું. ઉતાવળ ન કરવી. બહું ધીમે ધીમે પણ ન વાપરવું. વાપરતાં નીચે વેરવું નહિ. રાગ દ્વેષ કરવો નહિ. મન, વચન અને કાયાથી ગુપ્ત થઈને શાંત ચિત્તે આહાર વાપરવો. [૮૮૪-૮૮૯ઉદ્ગમ ઉત્પાદના દોષોથી શુધ્ધ, એષણા દોષ વિનાનો એવો. પણ ગુડ આદિ આહાર દુષ્ટભાવથી અધિક ગ્રહણ કરવાથી સાધુ જ્ઞાન, દર્શન અને ચારિત્રથી અસાર થાય છે. જ્યારે શુધ્ધ ભાવથીપ્રમાણસર આહાર ગ્રહણ કરવાથી સાધુ જ્ઞાન, દર્શન અને ચારિત્રના સારરૂપ (કર્મનિર્જરા કરનાર) થાય છે. [૮૯૦-૮૯૫ગોચરી ઘટે તો શું કરવું અને ભોજન શુધ્ધિ કઈ રીતે જળવાય તેની સમજ અહી આપી છે. જેમકે ગોચરીની પુનઃવહેંચણી કરી ગોચરી આપવી અને ધૂમ - અંગાર આદિ દોષો નિવારવા વગેરે. [૮૯૬-૯૦૮]આહાર વાપરવાનાં છ કારણો- સુધાવેદના શમાવવા, વૈયાવચ્ચ કરવા, ઈયપિથિકી શોધવા, સંયમ પાળવા, શરીર ટકાવવા, સ્વાધ્યાય કરવા. આહાર નહિ વાપરવાના છ કારણો - તાવ આદિ હોય, રાજા, સ્વજન આદિનો ઉપદ્રવ હોય, બ્રહ્મચર્યનું રક્ષણ કરવા, જીવદયા માટે (વરસાદ, ધુમસ આદિ હોય) ઉપવાસ આદિ તપશ્ચર્યા કરી હોય, શરીરનો ત્યાગ કરવા, અનશન સ્વીકાર્યું હોય ત્યારે, આહાર વાપર્યા પછી પાત્ર ત્રણ વાર પાણીથી ધોવાં જોઈએ. [૯૦૯-૯૧૩]આહાર વધ્યો હોય તો શું કરવું? - વાપરવા છતાં આહાર વધ્યો હોય તો રત્નાધિક સાધુ વધેલો આહાર આચાર્ય મહારાજને બતાવે. આચાર્ય મહારાજ કહે કે "આયંબીલ ઉપવાસવાળા સાધુને બોલાવો.” મોહની ચિકિત્સા માટે જેમણે ઉપાવાસ, કર્યો હોય, જેમણે અઠ્ઠમ કે તેથી વધુ ઉપવાસ કર્યો હોય, જે ગ્લાન હોય, તાવવાળા હોય, જે આત્મબલ્પિક હોય, તે સિવાયના સાધુઓને રત્નાધિક સાધુ કહે છે કે તમને આચાર્ય ભગવંત બોલાવે છે. તે સાધુઓ તુરતજ આચાર્ય મહારાજ પાસે જઈ વંદન કરીને કહે કે ફરમાવો ભગવંત! શી આજ્ઞા છે?” આચાર્ય મહારાજ કહે કે “આ આહાર વધ્યો છે, તે વાપરી જાઓ. આ સાંભળી સાધુ કહે કે, વપરાશે એટલું વાપરી જઈશ.” એમ કહીને પોતાનાથી વપરાય એટલો આહાર વાપરે. છતાં પણ વધે તો જેનું પાત્ર હોય તે સાધુ આહાર પરઠવી દે. જો વાપરનાર સાધુ 'વપરાશે એટલું વાપરીશ” એવું ન બોલ્યો હોય તો વધેલું એણે પોતે જ પરઠવી દેવું. [૯૧૪-૯૧૫]વિધિ પૂર્વક લાવેલો અને વિધિ પૂર્વક વાપરેલો આહાર બીજાને આપી શકાય. તેના ચાર ભેદ છે. વિધિપૂર્વક પ્રહણ કરેલો અને વિધિપૂર્વક વાપરેલો. વિધિપૂર્વક ગ્રહણ કરેલો અને અવિધિપૂર્વક વાપરેલો. અવિધિથી ગ્રહણ કરેલો અને વિધિ પૂર્વક વાપરેલો. અવિધિથી ગ્રહણ કરેલો અને અવિધિથી વાપરેલો. વિધિપૂર્વક ગ્રહણ કરેલો એટલે ઉગમાદિ દોષોથી રહિત ગૃહસ્થ જેવો આપ્યો હોય તેવોજ ગ્રહણ કરીને લાવેલો આહાર. એ સિવાય ગ્રહણ કરેલો આહાર અવિધિ ગ્રહણ કહેવાય. [5] Page #52 -------------------------------------------------------------------------- ________________ 66 ઓહનિજુત્તિ- (91) [૯૧૬-૯૨૩અવિધિ ભોજન - ૧.કાકભુક્ત, ૨.શૃંગાલમુક્ત, ૩.દ્રાવિતરસ, 4, પરામૃ. કાકભુક્ત - એટલે જેમ કાગડો વિષ્ટા આદિમાંથી વાલ, ચણા આદિ કાઢીને ખાય છે, તેમ પાત્રામાંથી સારી સારી કે અમુક અમુક વસ્તુ કાઢીને વાપરે છે. અથવા ખાતાં ખાતાં વેરે, તથા મોંમાં કોળીયો નાખીને કાગડાની માફક આજુબાજુ જુવે. શુંગાલમુક્ત - શીયાળીયાની જેમ જુદે જુદેથી લઈને ખાય. દ્વારિતરસ - એટલે ભાત ઓસામણ ભેગાં કરેલામાં પાણી કે પ્રવાહી નાખીને એક રસરૂપ થયેલું પી જાય. પરાકૃષ્ટ - એટલે ફેરફાર ઉધું છતું- નીચેનું ઉપર અને ઉપરનું નીચે કરીને વાપરે. વિધિ ભોજનપ્રથમ ઉત્કૃષ્ટ દ્રવ્ય, પછી અનુકૂષ્ટ દ્રવ્ય પછી સમીકૃતરસ વાપરવું. એ વિધિ ભોજન અવિધિથી ગ્રહણ કરેલું અને અવિધિથી વાપરેલું બીજાને આપે કે તે તો આચાર્યું આપનારને અને લેનારને બંનેને ઠપકો આપવો. તથા એક કલ્યાણક પ્રાયશ્ચિત આપવું. ધીરપુરુષોએ આ પ્રમાણે સંયમવૃદ્ધિને માટે ગ્રાસ એષણા કહી, નિગ્રંથોને આ રીતે વિધિપાલન કરતાં અનેક ભવ, સંચિત કમો ખપે છે. ૯૨૪-૯૪૨પરિષ્ઠાપના બે પ્રકારે -જાત, અજાત. જાત - એટલે પ્રાણાતિપાતાદિ દોષોથી યુક્ત, અથવા આધાકમાદિ દોષવાળું, અથવા લોભથી લીધેલું તથા અભિયોગકૃત, વશીકરણકૃત, મંત્ર, ચૂર્ણ આદિ મિશ્રત અને વિષમિશ્રિત આહારો પણ અશુદ્ધ હોઈ પરઠવવામાં જાત પ્રકારના છે. અાત - એટલે શુધ્ધ આહાર. જાતપારિષ્ઠાપનિક - મૂલ ગુણે. કરી અશુદ્ધ જીવહિંસાદિ દોષવાળો આહાર, એકાંત સ્થળમાં, જ્યાં લોકોનું જવું આવવું ન હોય, તેવી સરખી જમીન ઉપર જ્યાં પ્રાઘુર્ણક આદિ સુખ પૂર્વક જોઈ શકે, ત્યાં એક ઢગલી કરીને પરઠવવો. મૂચ્છ કે લોભથી ગ્રહણ કરેલો અથવા ઉત્તરગુણે કરી અશુદ્ધ આધાકમિ વગેરે દોષવાળો હોય, તો તે આહારને બે ઢગલી કરી પરઠવવો. અભિયોગાદિ કે મંત્ર. તંત્રવાળો હોય તો તેવા આહારને રાખમાં એકમેક કરીને પરઠવવો. ત્રણ વાર વોસિરે વોસિરે વોસિરે કહેવું. અજાતા પારિષ્ઠાપનિકા - શુદ્ધ આહાર વધેલો હોય તેની પારિષ્ઠાપનિક અજાત કહેવાય છે, તે આહારને સાધુઓને ખબર પડે તે રીતે ત્રણ ઢગલી કરી પરઠવવો. ત્રણ વાર વોસિરે વોસિરે વોસિરે કહેવું. આ પ્રમાણે વિધિપૂર્વક પરઠવતા સાધુ કર્મથી મૂકાય છે. શુદ્ધ અને વિધિ પૂર્વક લાવેલો આહાર શી રીતે વધે ? જે ક્ષેત્રમાં રહેલા હોય ત્યાં આચાર્ય ગ્લાન આદિને પ્રાયોગ્ય દ્રવ્ય દુર્લભ હોવાથી બહાર બીજે ગામ ગોચરી ગયેલા બધા સાધુઓને પ્રાયોગ્ય દ્રવ્ય મળી જતાં તેઓ ગ્રહણ કરે, અથવા ગૃહસ્થ વધુ વહોરાવી દે તેથી વધે. આથી શુદ્ધ એવો પણ આહાર પરઠવવો પડે. આવા શુદ્ધ આહારની ત્રણ ઢગલી કરે, જેથી જરૂરીઆતવાળા સાધુ સમજીને ગ્રહણ કરી શકે. [૯૪૩-૯૪૯]આચાર્યને પ્રાયોગ્ય ગ્રહણ કરવાથી ગુરુને સૂત્ર અને અર્થ સ્થિર થાય છે, મનોજ્ઞ આહારથી સૂત્ર અને અર્થનું સુખ પૂર્વક ચિંતવન કરી શકે છે. આથી આચાર્યનો વિનય થાય છે. ગુરુની પૂજા થાય છે. નવદીક્ષિતને આચાર્ય પ્રતિ બહુમાન થાય છે, પ્રાયોગ્ય આપનાર ગૃહસ્થને શ્રદ્ધાની વૃદ્ધિ થાય છે. આચાર્યની બુદ્ધિ અને બલ વૃધ્ધિ પામે છે. આથી શિષ્યને ઘણી નિર્જરા થાય છે. આ કારણેથી પ્રયોગ્ય ગ્રહણ કરવાથી આચાર્યની અનુકંપા-ભક્તિ થાય છે. આચાર્યની અનુકંપાથી ગચ્છની અનુકંપા થાય છે. ગચ્છની અનુકંપાથઈ તીર્થની અનુકંપા થાય છે. માટે પ્રાયોગ્ય ગ્રહણ Page #53 -------------------------------------------------------------------------- ________________ 7 ગાથા-૯૪૯ કરવું. આચાર્યને પ્રાયોગ્ય જે મળતું હોય, તો દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી ઉત્કૃષ્ટ દ્રવ્ય પ્રથમ ગ્રહણ કરવું., ઉત્કૃષ્ટ ન મળતું હો તો યથાયોગ્ય ગ્રહણ કરવું. ગ્લાન માટે નિયમાં પ્રાયોગ્ય ગ્રહણ કરવું. માંગણી કરીને પણ પ્રાયોગ્ય ગ્રહણ કરવું. [950-952] પરઠવતાં એક, બે, ત્રણ ઢગલી કરવાનું કારણ - ગોચરી આદિ ગયેલા મોટા માર્ગ - અધ્વનાદિ કલ્પ વિહારોમાં રહેલા સાધુઓને શુદ્ધ અશુદ્ધ આદિ આહારની ખબર પડી શકે અથવા કદાચીત ગામમાં રહેલા સાધુને પણ જરૂર પડે માટે, [૯૫૩-૯૬૨]વાપર્યા પછી ઠલ્લા આદિની શંકા હોય તો દૂર અનાપાતાદિ ચંડિલમાં જઈ વોસિરાવે. કારણ શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે નિયુક્તિમ 957 થી 958) પણ કરી આવે. કારણવાતાદિ ત્રણ શલ્યો દુધરે છે. પછી પડિલેહણનો સમય થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરે. [૯૩-૯૬૭ચોથી પોરિસી પ્રહરની શરૂઆત થાય, એટલે ઉપવાસી પ્રથમ મુહપત્તિ અને શરીર પડિલેહીને આચાર્યની ઉપાધિ પડિલેહે, ત્યાર પછી અનશન કરેલાની, નવ ક્ષિતની, વૃદ્ધ આદિની ક્રમશઃ પડિલેહણા કરે. પછી આચાર્ય પાસે જઈને આદેશ માગીને પાત્રાની પડિલેહણા કરે, પછી. માત્રક અને પોતાની ઉપધિ પડિલેહી છેલ્લે ચોલપટ્ટો પડિલેહે. વાપરેલું હોય તેણે પ્રથમ મુહપત્તિ, શરીર, ચોલપટ્ટો : પડિલેહી, પછી ક્રમશઃ, ગુચ્છા, ઝોળી. પડલા, રજસ્ત્રાણ પછી પાત્રો પડિલેહે. પછી આચાર્ય આદિની ઉપધિ પડિલેહે પછી, આદેશ માગી, ગચ્છ સાધારણ પાત્રો, વસ્ત્ર અપરિભોગ્ય નિહિ વપરાતા પડિલેહે ત્યાર પછી પોતાની ઉપધિ પડિલેહે. છેલ્લે રજોહરણ પડિલેહણ કરીને બાંધે. [૯૮૬-૯૭૪ોપડિલેહણ કર્યા પછી સ્વાધ્યાય કરવો અથવા સીવવા આદિ અન્ય કાર્ય હોય તો તે કરવું આ પ્રમાણે સ્વાધ્યાય આદિ કરીને છેલ્લી પોરિસીનો ચોથો ભાગ બાકી રહે ત્યારે કાલપ્રતિક્રમી ચોવીસ માંડલા કરે. એટલામાં સૂર્ય અસ્ત પામે. પછી બધા સાથે પ્રતિક્રમણ કરે. આચાર્ય મહારાજ ધર્મકથાદિ કરતાં હોય, તો બધા સાધુ આવશ્યકભૂમિમાં પોતપોતાના યથાયોગ્ય સ્થાને કાઉસ્સગ્નમાં રહી સ્વાધ્યાય કરે. કોઈ એમ કહે છે કે 'સાધુઓ સામાયિક સૂત્ર કહી કાઉસ્સગ્નમાં ગ્રંથના અર્થનો પાઠ કરે જ્યાં સુધી આચાર્ય ન આવે, ત્યાં સુધી ચિંતવન કરે. આચાર્ય આવી સામાયિક સૂત્ર કહી, દેવસિક અતિચાર ચિંતવે, ત્યારે સાધુઓ પણ મનમાં દેવસિક અતિચાર ચિંતવે.' બીજા એમ કહે છે કે આચાર્ય આવે એટલે સ્વાધ્યાય કરતાં સાધુઓ પણ આચાર્યની સાથે સામાયિક સૂત્ર ચિંતવી પછી અતિચાર ચિંતવે. આચાર્ય પોતાના અતિચાર બે વાર ચિંતવે, સાધુઓ એક વાર ચિંતવે. કેમકે સાધુઓ ગોચરી આદિ ગયેલા હોય એટલે તેટલી વારમાં ચિંતવી ન શકે. ઉભા ઉભા કાઉસ્સગ્ન કરવા અસમર્થ હોય, તેવા બાલ, વૃદ્ધ, ગ્લાન આદિ સાધુઓ બેસીને કાયોત્સર્ગ કરે. આ રીતે આવશ્યક પૂર્ણ કરી. ઉંચા વધતાં સ્વરથી ત્રણ સ્તુતિ મંગલ માટે બોલે, ત્યારે કાલની ગ્રહણવેળા થઈ છે કે નહિ તે તપાસે. [૯૭પ-૧૦૦૫]કાલ બે પ્રકારના છે- વ્યાઘાત અને અવ્યાઘાત. વ્યાઘાત - અનાથ મંડપમાં જ્યાં વૈદેશિકો સાથે અથવા થાંભલા વગેરે સાથે જતાં આવતાં સંઘટ્ટો થાય, તથા આચાર્ય શ્રાવક આદિની સાથે ધર્મકથા કરતાં હોય તો કાલગ્રહણ કરે નહિ. Page #54 -------------------------------------------------------------------------- ________________ 68 હનિજુરિ-(૧૦૦૫) અવ્યાઘાત- કોઈ જાતનો વ્યાઘાત ન હોય તો કાલગ્રહી અને દાંડીધર આચાર્ય મહારાજ પાસે જઈને આજ્ઞા માગે કે 'અમે કાલગ્રહણ કરીએ ? પછી પણ જો નીચે મુજબના વ્યાઘાતો હોય તો કાલગ્રહણ ન કરે. આચાર્યને પૂછ્યું ન હોય, અથવા અવિનયથી પૂછ્યું હોય વંદન કર્યું ન હોય, આવસ્યહી કહી ન હોય, અવિનયથી કહી હોય, પડી જવાય, ઈન્દ્રિયોના વિષયો પ્રતિકૂલ હોય, દિગમોહ થાય, તારા પડે કે ખરે, અસ્વાધ્યાય હોય, છીંક થાય, ઉજેડી લાગે ઈત્યાદિ વ્યાઘાત- વિમ્બ વગેરે હોય તો કાલગ્રહણ કર્યા સિવાય. પાછા ફરે. શુધ્ધ હોય, તો કાલગ્રહણ કરે. બીજા સાધુઓ ઉપયોગ પૂર્વક ધ્યાન રાખે. કાલગ્રહી કેવો હોય ? - પ્રિયધમ, દૃઢધર્મી, મોક્ષસુખનો અભિલાષી, પાપભીરૂ, ગીતાર્થ. સત્વશીલ હોય તેવો સાધુ કાલગ્રહણ કરે. કાલ ચાર પ્રકારના -1. પ્રાદોષિક, ૨,અર્ધરાત્રક, ૩.વૈરાત્રિક, ૪.પ્રાભાતિક. પ્રાદોષિક કાલમાં બધા સાથે સજwય સ્થાપે, બાકી ત્રણમાં સાથે અથવા જુદા જુદા સ્થાપે. (અહીં નિયુક્તિમાં કેટલીક વિધિ તથા અન્ય બાબતોપણ છે જે પરંપરા અનુસાર જાણી લેવી, કેમકે વિધિ અને વર્તમાનપરંપરામાં તાવતા નજરે પડે છે.). ગ્રીષ્મકાલમાં ત્રણ તારા ખરે તો શિશિરકાલમાં પાંચ તારા ખરે તો અને વષકાલમાં સાત તારા ખરે તો કાલ હણાય છે. વર્ષાકાલમાં ત્રણે દિશા ખુલ્લી હોય તો પ્રાભાતિક અને ચારે દિશા ખુલ્લી હોય તો ત્રણે કાલગ્રહણ કરાય. વષકાલમાં આકાશમાં તારા ન દેખાય તો પણ કાલગ્રહણ કરાય. પ્રાદેશિક અને અર્ધરાત્રક કાલ ઉત્તર દિશામાં, વૈરાત્રિકકાલ ઉત્તર કે પૂર્વમાં, પ્રાભાતિકકાલ પૂર્વ માં લેવાય. પ્રાદોષિક કાલ શુધ્ધ હોય. તો સ્વાધ્યાય કરીને પહેલી બીજી પોરિસી જાગરણ કરે, કાલ શુધ્ધ ન આવે તો ઉત્કાલિક સૂત્રનો સ્વાધ્યાય કરે કે સાંભળે. અપવાદ - પ્રાદોષિક કાલ શુધ્ધ હોય, પણ અર્ધરાત્રિક શુધ્ધ ન હોય તો પ્રવેદન કરીને સ્વાધ્યાય કરે. આ પ્રમાણે વૈરાત્રિક શુધ્ધ ન હોય, પણ અર્ધરાત્રિક શુધ્ધ હોય તો અનુગ્રહ માટે પ્રવેદન કરીને સ્વાધ્યાય કરે. એ પ્રમાણે વૈરત્રિક શુધ્ધ હોય અને પ્રભાતિક શુધ્ધ ન હોય તો પ્રવેદન કરીને સ્વાધ્યાય કરે. સ્વાધ્યાય કર્યા બાદ સાધુ સુવે. આ પ્રમાણે ધીર પુરુષે કહેલ સમાચારી જણાવી. [૧૦૦-૧૦૦]ઉપકાર કરે તે ઉપધિ કહેવાય છે. તે દ્રવ્યથી શરીરને ઉપકાર કરે છે અને ભાવથી જ્ઞાન, દર્શન ચારિત્રને ઉપકાર કરે છે. આ ઉપધિ બે પ્રકારની છે. એક ઓઘ ઉપધિ એક બીજી ઉપગ્રહ ઉપઘિ તે બન્ને પાછી સંખ્યા પ્રમાણ અને માપ પ્રમાણથી બન્ને પ્રકારની આગળ કહેવાશે તે પ્રમાણેની જાણવી. ઓથ ઉપધિ - એટલે જે નિત્ય ધારણ કરાય. ઉપગ્રહ ઉપધિ- એટલે જે કારણે સંયમના માટે ધારણ કરાય. ૧૦૦૮-૧૦૧]જિનકલ્પિની ઓઘ ઉપધિ - બાર પ્રકારે કહી છે. પાત્રા, ઝોળી, નીચેનો ગુચ્છો, પાત્રકેસરિકા-પાત્ર પડિલેહવાની મુહપત્તિ, પડલા, રજત્રાણ, ગુચ્છો, ત્રણ કપડાં, ઓઘો, અને મુહપત્તિ હોય છે. બાકી 11-10-9-5-4-3 અને અન્ય જઘન્ય બે પ્રકારથી પણ હોય છે. બે પ્રકારમાં ઓઘો, મુહપત્તિ, તો અવશ્ય દરેકને હોય જ. ત્રણ પ્રકારમાં ઓઘો, મુહપત્તિ, એક વસ્ત્ર, ચાર પ્રકારમાં ઓઘો, મુહપત્તિ, બે વસ્ત્ર. પાંચ પ્રકારમાં ઓઘો, મુહપત્તિ ત્રણ વસ્ત્ર. નવ પ્રકારમાં ઓઘો, મુહપત્તિ પાત્ર, ઝોળી, નીચેનો ગુચ્છો, પાત્રકેસરિકા , પડલા, રસ્ત્રાણ, ગુચ્છો, અને એક વસ્ત્ર. અગીઆર પ્રકારમાં ઓઘો, મુહપત્તિ, પાત્ર, ઝોળી, નીચેનો ગુચ્છો, પાત્રકેસરિકા, પડલા, Page #55 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૧૦ રસ્ત્રાણ ગુચ્છો અને બે વસ્ત્ર બાર પ્રકારમાં ઓધો, મુહપતિ, પાત્ર, ઝોળી, નીચેનો ગુચ્છો, પાત્રકેસરિકા પડલા, રજસ્ત્રાણ ગુચ્છો અને ત્રણ વસ્ત્ર. [૧૦૧૧-૧૦૨૭]સ્થવિર કલ્પિની ઓધ ઉપાધિ. ચૌદ ભેદે છે.- ઉપર મુજબની બાર ઉપરાંત 13. માત્રક, 14. ચોલપટ્ટો. સાધ્વી માટે પચીસ પ્રકારની - પાત્ર, »ળી, નીચેનો ગુચ્છો, પાત્રકેસરિકા, પડલા, રજત્રાણ, ગુચ્છો, ત્રણ કપડાં, ઓઘો, મુહપત્તિ, માત્રક, કમંઢક. (વાપરવા માટેનું જુદુ પાત્ર.)અવગ્રહાનત્તક (ગુહ્ય ભાગનું રક્ષણ કરવા માટે કોમળ અને મજબૂત નાવ સરખુ. પટ્ટો (શરીર પ્રમાણ કટીબંધ) અદ્ધરૂગ.(અધી સાથળ સુધી સીવ્યા વિનાનું ચડી જેવું.)ચલણી (જાનું પ્રમાણનું સાડા જેવું-નર્તકીના જેવું) બે નિવસની. અન્તર્નિવસની અર્ધ સાથળ સુધી લાંબી બહિનિવસનિ ઘુંટી સુધીની લાંબી. કંચુક (સિવ્યા વિનાનોછાતી ઢાંકવા માટે ઉપકલિકા જમણી બાજુથી કંચુક ઢાંકવા માટે વેકક્ષિકા (ઉપકક્ષિકા અને કંચુક ઢાંકવા માટે સંઘાડી ચાર. બે હાથની પહોળી ઉપાશ્રયમાં, ત્રણહાથ પહોળી ગોચરી જતાં. ત્રણ હાથ પહોળી ચંડિલા જતાં, ચાર હાથ પહોળી સમવસરણમાં વ્યાખ્યાનમાં ઉભા રહેતાં, માથાથી પગ સુધી આચ્છાદન માટે. સ્કંધકરણી (ચાર હાથની વિસ્તારવાળી, સ્વરૂપવાન સાધ્વીને ખુઘી કરવા માટે.). આ ઉપધિઓમાં કેટલીક ઉત્તમ કેટલીક મધ્યમ અને કેટલીક જઘન્ય પ્રકારની ગણાય છે. તેના વિભાગ નીચે પ્રમાણે છે.. [૧૦૨૮-૧૦૩૦]જિનકલ્પિની ઉપધિમાં ઉત્તમ, મધ્યમ અને જઘન્ય. ઉત્તમ ચાર-ત્રણ વસ્ત્ર અને પાત્રક, મધ્યમ ચાર-ઝોળી, પડલા, રજસ્ત્રાણ અને ઓઘો. જઘન્ય ચાર - ગુચ્છો, નીચેનો ગુચ્છો, મુહપત્તિ અને પાત્રકેસરિકા. સ્થવિર કલ્વિની ઉત્તમ, મધ્યમ અને જઘન્ય ઉપધિ-ઉત્તમ ચાર - ત્રણ વસ્ત્ર અને પાત્ર. મધ્યમ છે - પડલા, રજત્રાણ, ઝોળી ચોલપટ્ટો, ઓઘો અને માત્રક. જન્ય ચારગુચ્છો નીચેનો ગુચ્છો, મુહપત્તિ અને પાત્ર કેસરિકા. સાધ્વીની ઉત્તમ મધ્યમ અને જઘન્ય ઉપધિ ઉત્તમ આઠ - ચારસંઘાટિકા મુખ્યપાત્ર, સ્કંધકરણી, અન્તર્નિવસની અને બહિનિવસની મધ્યમ તેર - ઝોળી પડલા, રજસ્ત્રાણ, ઓઘો, માત્રક, અવગ્રહાનત્તક, પટ્ટો, અદ્ધોરુક, ચલણી, કંચુક, ઉત્કંક્ષિકા વૈકલિકા, કમઢક. જઘન્ય ચાર - ગુચ્છો, નીચેનો ગુચ્છ, મુહપત્તિ અને પાત્ર પુંજવાની પાત્રકેસરિકા. [૧૦૩૧-૧૦૩૭ઓથ ઉપધિનું પ્રમાણ ૧.પાર્ટ - સરખું અને ગોળ, ગોળાઈમાં પોતાની ત્રણ વેંત અને ચાર આંગળ મધ્યમ પ્રમાણ છે. આથી ઓછું હોય તો જઘન્ય, વધારે હોય તો ઉત્કૃષ્ટ પ્રમાણનું ગણાય અથવા પોતાના આહાર જેટલુ પાનું. વૈયાવચ્ચ કરનાર આચાર્યે આપેલું કે પોતાનું નંદીપાત્ર રાખે નગરની રીધ કે અટવી ઉતરતાં વગેરે કારણે આ નંદીપાત્રનો ઉપયોગ કરાય. પાત્રુ મજબૂત, સ્નિગ્ધવર્ણવાળું, બરાબરગોળ અને લક્ષણવાળું ગ્રહણ કરવું. બળેલું છિદ્રવાળું કે વળી ગયેલું પાનું રાખવું નહિ. છકાયજીવની રક્ષા માટે પાત્રુ રાખવાનું હોયછે. [૧૦૩૮-૧૦૪૫]લક્ષણવાળું - ચારે તરફથી સરખું ગોળ, મજબૂત પોતાનું, Page #56 -------------------------------------------------------------------------- ________________ 70 ઓહનિર-(૧૦૪૫) નિષ્પવર્ણવાળું હોય તેવું પાત્ર ગ્રહણ કરવું. લક્ષણવિનાનું - ઉંચું નીચું, વળી ગયેલું, છિદ્રવાળું, હોય તે પાત્રા રાખવું નહિ. સરખા ગોળ પાત્રાથી લાભ થાય. મજબૂત પાત્રથી, ગચ્છની પ્રતિષ્ઠા થાય. વ્રણરહિત પાત્રાથી કીર્તિ અને આરોગ્ય મળે. નિષ્પવર્ણવાળા પાત્રાથી જ્ઞાન સંપત્તિ થાય. ઉંચા નીચા પાત્રાથી ચારિત્રનો ભેદ-વિનાશ થાય છે. દોષવાળા પાત્રાથી ગાંડપણ થાય. પડધી વિનાના પાત્રાથી ગચ્છ અને ચારિત્રમાં સ્થિરતા રહે નહિ. ખીલા જેવાં ઉંચા પાત્રાથી ગચ્છ અને ચારિત્રમાં સ્થિરતા રહે નહિ. કમળ જેવાં પહોળા પાત્રાથી અકુશલ થાય. ઘણછિદ્રવાળાપાત્રાથી શરીરમાં ગુમડાં આદિ થાય. અંદર અથવા બહારથી બળેલા પાત્રાથી મરણ થાય. [૧૦૪૬)પાત્રબંધ-પાત્રા બંધાય અને છેડા ચાર આંગળ વધે તેવા રાખવા. [1047-1049 બનેગુચ્છા તથા પાત્રકેસરીકા આ ત્રણે એક વેંતને ચાર આગળના રાખવા બન્ને ગુચ્છા ઊનના રાખવા. ૨જ આદિથી રક્ષા માટે નીચેનો ગુચ્છો. ગુચ્છાથી પડલાની પ્રાર્થના કરાય. પાત્રો પ્રમાર્જવા ઝીણા સુંવાળા સુતરાઉ કિપડાની પાત્રકેસરિકા-પાત્રમુખવત્રિકા જે પાત્રા દીઠ એક એક અલગ રાખવા [૧૦૫૦-૧૦પપપપલા - કોમળ અને મજબૂત તભેદે ત્રણ, પાચ કે સાત, ભેગા, કરતાં સૂર્યના કિરણો ન દેખાય તેવાં અઢી હાથ લાંબા અને છત્રીસ આગળ પહોળા રાખવાં સારા કે તેથી ઉતરતી કોટીનાં હોય તો રૂતભેદે નીચે પ્રમાણે તે ધારણ કરાય છે. ઉત્કૃષ્ટ મજબૂત પડલાં અનુક્રમે 3-4-5, મધ્યમ(કંઈકજીર્ણ.)પડલાં અનુક્રમે 4-5-6, જીર્ણ પડલાં અનુક્રમે 5-6-7 ઉનાળા, શિયાળા ચોમાસે રાખવા. ભિક્ષા લેવા જતાં કુલ, પત્ર, આદિથી રક્ષણ કરવા માટે પાત્રો ઉપર ઢાંકવા તથા લિંગ ઢાંકવા માટે પડતાં જોઈએ. [૧૦૫-૧૦૫૭રજસ્ત્રાણ * પાત્રાના પ્રમાણમાં રાખવું. રજ આદિથી રક્ષણ માટે પ્રદક્ષિણાવર પાત્રાને વીંટવું. તે પાત્રાનુસાર અલગ રાખવું. [૧૦પ૮-૧૦૫૯ત્રણ વસ્ત્રો - શરીર પ્રમાણ, ઓઢતાં ખભા ઉપર રહે. અઢી હાથ પહોળાં, લંબાઈમાં શરીર પ્રમાણ બે સુતરાઉ અને એક ઊનનું. ઘાસ, અગ્નિ આદિ ગ્રહણ કરવા ન પડે, તથા ઠંડી આદિથી રક્ષણ થાય તે માટે અને ધર્મધ્યાન, શુક્લધ્યાન, સારી રીતે થઈ શકે એ માટે વસ્ત્ર રાખવાનું ભગવાને કહ્યું છે, [૧૦૬૦-૧૦૬૪]રજોહરણ - મૂળમાં ઘન, મધ્યમાં સ્થિર અને દશી પાસે કોમળ દશીવાળો દાંડી નિષધા સાથે પોરાયામ અંગુઠાના પર્વમાં પ્રદેશની આંગળી રાખતાં જેટલો પહોલો ભાગ રહે તેટલી જાડાઈવાળો, રજોહરણ રાખવો. મધ્યમાં દોરાથી ત્રણ આંટા મારી બાંધવો. કુલ બત્રીસ આગળ લાંબો. (દાંડી ચોવીસ આંગળ, દશી આઠ આંગળીહીન અધિક હોય તો બંને મળીને બત્રીસ આંગળ થાય તેટલો રાખવો. લેવા. મૂકવા વગેરે ક્રિયામાં પૂજવા પ્રમાર્જવા તથા સાધુ લિંગ તરીકે રજોહરણ ધારણ કરવું. [1065-1066] મુહપતિ - સુતરાઉ એક વેંત ચાર આંગળની એક અને બીજી મુખ પ્રમાણે મુખ ઢાંકી શકાય તેટલા પ્રમાણની વસતિ પ્રમાર્જના વખતે બાંધવા. સંપાતિમ જીવોના રક્ષણ માટે, બોલતી વખતે મુખ આગળ રાખવા. તથા કાજો લેતાં જ આદિ મુખમાં પેસી ન જાય તે માટે બીજી નાસિકા સાથે મોંઢા ઉપર બાંધવા એમ બે. [૧૦૬૭-૧૦૭૪માત્રક- પ્રસ્થ પ્રમાણ. આચાર્ય આદિને પ્રાયોગ્ય લેવા માટે, Page #57 -------------------------------------------------------------------------- ________________ માથા - 1074 અથવા ઓદન સુપથી ભરેલું બે ગાઉ ચાલીને આવેલો સાધુ વાપરી શકે તેટલા પ્રમાણનું. (માત્રકપાત્ર પ્રહણની વિધિપનિયુક્તિકમ 1071 થી ૧૦૭૪માં છે). [૧૦૭પ-૧૦૭૬ચોલપટ્ટો - સ્થવિર માટે કોમળ, બે હાથ લંબાઈનો, યુવાન માટે સ્કૂલ ચાર હાથનો ગુલ્વેન્દ્રિય વગેરે ઢાંકવા માટે. જેથી સાધુનું ચારિત્ર સચવાય. [૧૦૭૭-૧૦૭૮]સંથારો- ઉત્તરપટ્ટો - જીવ અને ધૂળથી રક્ષણ કરવા માટે અઢી હાથ લાંબો અને એક હાથ ચાર આંગળ પહોળો રાખવો. નીચે સંથારિયું પાથરી ઉપર ઉત્તરપટ્ટો પાથરવો. સંથારો ઊનનો અને ઉત્તરપટ્ટો સુતરાઉ રાખવો. [૧૦૭૯]નિષદ્યા - જીવ રક્ષા માટે. એક હાથ પહોળું અને રજોહરણ જેટલું લાંબુ. બે નિષદ્યા રાખવા એક અત્યંતર અને બીજું બાહ્ય. [૧૦૮૦ઔપગ્રહિક ઉપાધિ વષકલ્પ અને પડેલાં આત્મરક્ષા તથા સંયમરક્ષા માટે જેઓ ગોચરી આદિ માટે બહાર જતાં હોય તેમણે ચોમાસામાં બે ગુણા રાખવા. કેમકે જો એક રાખે તો તે ભીના થયેલા ઓઢી રાખવાથી પેટના શૂલ વગેરેથી કદાચ મરી જાય, તથા અતિમલીન કપડાં ઓઢ્યા હોય અને ઉપર પાણી પડે તો અપૂકાય જીવોની. વિરાધના થાય, વળી બાકીની ઉપાધિ તો એક એક જ રાખવી. [૧૦૮૧]કપડાં શરીર પ્રમાણ કરતાં લાંબાં કે ટુંકા જેવાં મળે તેવા ગ્રહણ કરવાં, પણ લાંબા હોય તો ફાડવા નહિ અને ટૂંકા હોય તો સાંધો કરવો નહિ. [૧૦૮૨-૧૦૮૩]ઔપગ્રહિક ઉપધિમાં દરેક સાધુને દાંડો યષ્ટિ અને વિયષ્ટિ રાખવી તથા ચર્મ, ચર્મકોશ, ચપ્પ, અસ્ત્રો, યોગપટ્ટક અને પડદો વગેરે ગુરુ-આચાર્યને જ ઔપગ્રહિક ઉપધિમાં હોય છે, સાધુને નહિ. આ પ્રમાણે સાધુને ઓઘ ઉપરાંત તપ સંયમને ઉપકારક એવી ઉપાનહ વગેરે બીજી ઔપગ્રહિક ઉપધિ જાણવી. [૧૦૮૪-૧૦૯૫]શાસ્ત્રમાં દડ પાંચ પ્રકારના છે. : યષ્ટિ - શરીર પ્રમાણ પડદો બાંધવા માટે, વિષ્ટિ - શરીર પ્રમાણ કરતાં ચાર આંગળ જૂન-નાસિકા સુધી. ઉપાશ્રય દ્વારની આડે રાખવા માટે હોય છે. દંડ- ખભા સુધીનો ઋતુબદ્ધકાળમાં ઉપાશ્રયની બહાર ભિક્ષા ભમતાં હાથમાં રાખવા માટે. વિદેડ- કાખ પ્રમાણ વષકાળમાં ભિક્ષા. ભમતો ગ્રહણ કરાય છે. નાલિકા - પાણીની ઊંડાઈ માપવા માટે શરીર પ્રમાણથી ચાર આંગળ અધિક. થષ્ટિના લક્ષણો - એક પર્વની યષ્ટિ હોય તો પ્રશંસાવાળી, બે પર્વની યષ્ટિ હોય તો કલહકારી, ત્રણ પર્વની યષ્ટિ હોય તો લાભકારી, ચાર પર્વની યષ્ટિ હોય તો મૃત્યુકારી. પાંચ પર્વની યષ્ટિ હોય તો શાંતિકારી, રસ્તામાં કલહ નિવારનારી. છ પર્વની યષ્ટિ હોય. તો કષ્ટકારી., સાત પર્વની યષ્ટિ હોય તો નિરોગી રહે, આઠ પર્વની યષ્ટિ હોય તો સંપત્તિ દૂર કરે., નવ પર્વની યષ્ટિ હોય તો જશ કરનારી, દશ પર્વની યષ્ટિ હોય તો સર્વ રીતે સંપદા કરે. નીચેથી ચાર આંગળ જાડી, ઉપર પકડવાનો ભાગ આઠ આગળ ઊંચાઈનો રાખવો, દુષ્ટ પશુ, કૂતરા, કાદવ, તથા વિષમ સ્થાનથી રક્ષા માટે વષ્ટિ રાખવામાં આવે છે. તથા તે તપ અને સંયમને પણ વધારે છે. કેવી રીતે? મોક્ષ પ્રાપ્ત કરવા જ્ઞાન મેળવાય છે. જ્ઞાન માટે શરીર, શરીરના રક્ષણ માટે યષ્ટિ આદિ ઉપકરણો છે. પાત્ર આદિ જે જ્ઞાનાદિના ઉપકાર માટે થાય, તે ઉપકરણ કહેવાય અને જે જ્ઞાન આદિના ઉપકાર માટે ન થાય તે સર્વ અધિકરણ કહેવાય. Page #58 -------------------------------------------------------------------------- ________________ ઓહનિજજર(૧૯ [૧૦૯૪-૧૧૦૦]ઉગમ ઉત્પાદન અને એષણાના દોષોથી રહિત તેમજ પ્રગટ જેની પડિલેહણ કરી શકાય એવી ઉપધિ સાધુએ રાખવી. સંયમની સાધના માટે ઉપધિ રાખવી. તેની ઉપર મૂચ્છ રાખવી નહિ. કેમકે મૂચ્છ એ પરિગ્રહ છે. [૧૧૦૧-૧૧૧૬]આત્મભાવની વિશુદ્ધિ ધરતો સાધુ વસ્ત્ર, પાત્ર આદિ બાહ્ય ઉપકરણોને સેવતો થકો પણ અપરિગ્રહી છે, એમ ત્રૈલોક્યદર્શી શ્રી જિનેશ્વર ભગવંતોએ કહ્યું છે. અહી દિગમ્બર મતવાળો કોઈ શંકા કરે કે ઉપરકરણ હોવા છતાં નિર્ગથ કહેવાય તો પછી ગૃહસ્થો પણ ઉપકરણ રાખે છે, તેથી ગૃહસ્થો પણ નિર્ગથ કહેવાશે. તેનાં સમાધાનમાં જણાવે છે કે અધ્યાત્મની વિશુદ્ધિએ કરીને સાધુ, ઉપકરણ હોવા છતાં નિગ્રંથ કહેવાય છે. જો અધ્યાત્મવિશુદ્ધિ ન માનો તો આખો લોક જીવોથી વ્યાપ્ત છે, તેમાં નગ્ન પણે કરતાં એવા તમોને પણ હિંસકપણે કેમ નહિ આવે? આવશે. જ. માટે આત્મભાવની વિશદ્ધિથી જ તમારે અહિંસક પણું માનવાનું રહેશે તેમ અહીં પણ આત્મભાવવિશુદ્ધિથી સાધુને નિષ્પરિગ્રહીપણું છે. ગૃહસ્થને એ ભાવ આવી શકે. માટે તે નિષ્પરિગ્રહો નહિ થાય. અહિંસકપણે પણ ભગવંતે, આત્માની વિશુદ્ધિમાં કહેલું છે. જેમકે ઈયસમિતિયુક્ત એવા સાધુના પગ નીચે કઘચ બેઈકિયાદિ જીવની વિરાધના થઈ જાય, તો પણ મન, વચન, કાયાથી તે નિર્દોષ હોવાથી તે નિમિત્તનો સૂક્ષ્મ પણ પાપબંધ લાગતો નથી. યોગપ્રત્યાયિકબંધ તો પહેલાં સમયે બંધાય અને બીજા સમયે ભોગવાઈ જાય છે. જ્યારે પ્રમત્તપુરુષથી જે હિંસ્ય થાય. તેનો હિંસાજન્ય કર્મબંધ તે પુરુષને અવશ્ય થાય છે ઉપરાંત હિંસા ન થાય તો પણ હિંસાજન્ય પાપકર્મથી તે બંધાય છે. એટલે પ્રમાદી જ હિંસક ગણાય છે. કહયું છે કે નિશ્ચયથી આત્મા એજ હિંસક છે અને આત્મા એજ અહિંસક છે, જે અપ્રમત્ત છે તે અહિંસક છે અને જે પ્રમત્ત છે તે હિંસક છે. શ્રી જિનેશ્વર ભગવંતના શાસનમાં પરિણામ એ પ્રધાન વસ્તુ છે, આ ઉપરથી જેઓ બાહ્ય ક્રિયા મૂકીને એકલા પરિણામને જ પકડે છે, તેઓએ ધ્યાનમાં રાખવું કે "બાહ્યક્રિયાની શુદ્ધિ વિના પરિણામની શુદ્ધિ પણ. જીવમાં આવી શકતી નથી. માટે વ્યવહાર અને નિશ્ચય એજ મોક્ષનો માર્ગ છે. [૧૧૧૬ઉપર મુજબ વિધિપૂર્વક ઉપકરણને ધારણ કરતો સાધુ સર્વદોષોથી. રહિત આયતન એટલે ગુણોના સ્થાનભૂત બને છે અને જે સાધુ અવિધિપૂર્વક ગ્રહણ કરેલ ઉપધિ આદિ ધારણ કરે છે તે અનાયતન-ગુણોના અસ્થારૂપ થાય છે. 11 ૧૭અનાયતન, સાવદ્ય, અશોધિસ્થાન, કુશીલસંસર્ગ, આ શબ્દો, એકાઈક છે-આયતનનિરવધ-શોધિસ્થાન સુશીલસંસર્ગ એકાઈક છે. [૧૧૧૮-૧૧૩૧]સાધુને અનાયતનના સ્થાન છોડીને આયતનનાં સ્થાન સેવવા જોઈએ. અનાયતન સ્થાન બે પ્રકારના - દ્રવ્ય અનાયતન સ્થાન, ભાવ અનાયતન સ્થાન. દ્રવ્ય અનાયતન સ્થાન - રૂદ્ર આદિનાં ઘર વગેરે., ભાવ અનાયતન સ્થાન - લૌકિક અને લોકોત્તર, લૌકિક ભાવ અનાયતન સ્થાન - વેશ્યા, દાસી, તિર્યંચો, ચારણો, શાકક્ષાદિ, બ્રાહ્મણો આદિ રહેલા હોય તથા સ્મશાન, શિકારી, સિપાઈઓ, ભીલ માછીમાર આદિ હોય તથા લોકમાં દુર્ગાને પાત્ર નિંદનીયસ્થાન હોય, તે બધાં લૌકિક ભાવ અનાયતન સ્થાનો છે. આવાં સ્થાનોમાં સાધુએ તથા સાધ્વીએ ક્ષણવાર પણ રહેવું ન જોઈએ. કેમકે 'પવન, જેવી ગંધ હોય તેવી ગંધને લઈ જાય છે. તેથી અનાયતન સ્થાનમાં રહેવાથી Page #59 -------------------------------------------------------------------------- ________________ ગાથા- 1131 73 સંસર્ગ દોષ લાગે. લોકેત્તર ભાવ અનાયતન સ્થાન - જેઓએ દક્ષા લીધેલી છે અને સમર્થ હોવા છતાં સંયમયોગોની હાની કરતાં હોય તેવા સાધુની સાથે વસવું નહિ. તેમજ તેમનો સંસર્ગ પણ કરવો નહિ. કેમકે આંબો અને લીમડો ભેગા હોય તો આંબાનું મધુરપણું નાશ પામે છે અને તેનાં ફળો કડવાં થાય છે.” તેમ સારા સાધુના ગુણ નાશ પામે. અને દુર્ગુણો આવતાં વાર ન લાગે "સંસર્ગથી દોષ જ થાય એવું એકાંત નથી.. કેમકે શેરડીની વાડીમાં લાંબા કાળ સુધી રહેલો નલતંભ (એક જાતના ઘાસનો સોથો) કેમ મધુર થતો નથી? તથા વૈડુર્યરત્ન કાચના ટુકડાઓ સાથે લાંબો સમય રાખવા છતાં કેમ કાચ રૂપ થતું નથી. ? જગતમાં દ્રવ્યો બે પ્રકારના છે. એક ભાવુક એટલે જેવાં સંસર્ગમાં આવે તેવાં બની જાય અને બીજા અભાવુક એટલે બીજાના સંસર્ગમાં ગમેતેટલાં આવવાં છતાં હોય તેવાને તેવાં રહે. વૈદુર્યરત્ન, મણી આદિ બીજાં દ્રવ્યથી અભાવુક છે જ્યારે આમ્રવૃક્ષ આદિ ભાવુક છે. ભાવુક દ્રવ્યમાં તેના સોમા ભાગ જેટલું લવણ આદિ વ્યાપ્ત થાય, તો તે આખુ દ્રવ્ય લવણ ભાગને પ્રાપ્ત કરે છે. ચર્મ-કાષ્ઠાદિના સોમાં ભાગમાં પણ જે લવણ નો સ્પર્શ થઈ જાય તો તે આખું ચર્મકાષ્ઠાદિ નાશ પામી જાય છે. તે પ્રમાણે કુશીલનો સંસર્ગ સાધુ સમૂહને દૂષિત કરે છે. માટે કુશીલનો સંસર્ગ કરવો નહિ. જીવ અનાદિ કાળથી સંસારમાં ભમી રહ્યો છે, તેથી અનાદિ કાળનો અભ્યાસ હોવાથી દોષો આવતાં વાર લાગતી નથીજયારે ગુણો મહા મુશ્કેલીએ આવે છે. પાછા સંસર્ગ બ્રેષથી ગુણો ચાલ્યા જતાં વાર લાગતી નથી. નદીઓનું મધુર પાણી સમુદ્રમાં મળતાં ખારૂ બની જાય છે, તેમ શીલવાન એવો પણ સાધુ કુશીલ સાધુનો સંગ કરે તો પોતાના ગુણોનો નાશ કરે છે. [૧૧૩૨-૧૧૩પજ્યાં જ્યાં જ્ઞાન દર્શન અને ચરિત્રનો ઉપઘાત (હાની) થાય એમ હોય, તેવા અનાયતન સ્થાનોનો પાપભીરૂ સાધુએ તુરંત ત્યાગ કરવો. જ્યાં ઘણાં સાધર્મિકો (સાધુઓ) શ્રદ્ધા સંવેગ વિનાના અનાર્ય હોય, મૂલગુણ- પ્રાણાતિપાત, મૃષાવાદ, અદાદાન, મૈથુન, પરિગ્રહને સેવતાં હોય, જ્યાં ઘણાં સાધુઓ શ્રધ્ધા. સંવેગ રહિત હોય ઉત્તરગુણ પિંડવિશુદ્ધિ દોષ યુક્ત હોય-બાહ્યથી વેશ ધારણ કરતા હોય મૂલગુણ ઉત્તર ગુણના દોષોનો સેવતાં હોય તેને અનાયતન જાણો. [૧૧૩૬-૧૧૩૮]આયતન કોને કહેવાય ? આયતન બે પ્રકારે દ્રવ્ય આયતન અને ભાવ આપતન. દ્રવ્ય આયતન સ્થાન - જિનમંદિર, ઉપાશ્રય આદિ ભાવ આયતન સ્થાન - ત્રણ પ્રકારે. જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ. જ્યાં સાધુઓ ઘણાં શીલવાન, બહુશ્રુત ચારિત્રાચારનું પાલન કરતાં હોય તેને આયતન જા. આવા સાધુઓની સાથે વસવું. સારા માણસો (સાધુ)નો સંસર્ગ, એ શીલગુણોથી દરિદ્ર હોય તો પણ તેને શીલ આદિ ગુણોવાળો બનાવે છે. જેમ મેરૂ પર્વત ઉપર ઉગેલું ઘાસ પણ સોનાપણાને પામે છે. તેમ સારા ગુણવાળાનો સંસર્ગ કરવાથી પોતાનામાં તેવા ગુણો ન હોય તો પણ તેવા ગુણો પ્રાપ્ત થાય છે. [૧૧૩૯-૧૧૪૧]આયતનનુ સેવન કરતાં-એટલે સારા શીલવાન, સારા જ્ઞાનવાને અને સારા ચારિત્રવાન સાધુઓની સાથે રહેતાં પણ સાધુને કંટકપથ'ની જેમ કદાચ રાગ દ્વેષ આવી જાય અને તેથી વિરુદ્ધ આચરણ થઈ જાય. તે પ્રતિસેવન બે પ્રકારે Page #60 -------------------------------------------------------------------------- ________________ 74 9. ઓહરિજજુત્તિ-(૧૧૪૨) 1. મૂળ ૨.ઉત્તર ગુણ. મૂલગુણમાં છ પ્રકારે - પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, રાત્રિભોજન સંબંધી કોઈ દોષો લાગી જાય. ઉત્તરગુણમાં ત્રણ પ્રકારે - ઉદ્દગમ, ઉત્પાદનો અને એષણા સંબંધી કોઈ દોષો લાગી જાય. આ પ્રતિસેવન કહેવાય- પ્રતિસેવન. દોષોનું સેવવુ તે. [૧૧૪૨]પ્રતિસેવન, મલિન, ભંગ, વિરાધના, સ્કૂલના, ઉપઘાત, અશુધ્ધી અને સબલીકરણ એકાર્થિક નામો છે. [1143] ચારિત્રનું પાલન કરતાં જે જે વિરૂદ્ધ આચરણ થાય તેને પ્રતિસેવના. કહેવાય. પ્રાણાતિપાદિ છ સ્થાન અને ઉદ્દગમાદિ ત્રણ સ્થાનમાંના કોઈપણ એક સ્થાનમાં અલના થઈ હોય તો સાધુએ દુઃખના ક્ષય માટે વિશુદ્ધ થવા આલોચના કરવી. [1144 આલોચનો બે પ્રકારે- મૂલગુણ સંબંધી અને ઉત્તરગુણ સંબંધી. આ બન્ને આલોચના સાધુ, સાધ્વીવર્ગમાં ચાર કાનવાળી થાય છે. કેવી રીતે? સાધુમાં એક આચાર્ય અને આલોચના કરનાર સાધુ, એમ એના થઈ ચાર કાન, સાધ્વીમાં એક પ્રવતિની અને આલોચના કરનાર સાધ્વી, એમ બેના થઈ ચાર કાન. તેઓ આચાર્ય પાસે મૂલગુણ અને ઉત્તરગુણની આલોચના કરે બન્નેના મળી આઠ કાનવાળી. આલોચના થાય, એક આચાર્ય અને તેમની સાથે એક સાધુના મળી ચાર કાન તથા પ્રવર્તિની અને બીજી સાથ્વી આલોચનાકારી એમ ચારેના મળીને આઠકાન થાય. આચાર્ય વૃદ્ધ હોય તો છકાનવાળી પણ આલોચના થાય. સાધ્વીએ આચાર્ય પાસે આલોચના લેતી વખતે પાસે બીજી સાથ્વી અવશ્ય રાખવી. એકલી સાધ્વીએ કદી આલોચના ન કરવી. ઉત્સર્ગ રીતે આલોચના આચાર્ય મહારાજ પાસે કરવી જોઈએ. આચાર્ય મહારાજ ન હોય, તો બીજા દેશ ગામમાં તપાસ કરીને આચાર્ય મહારાજ પાસે આલોચના કરવી. આચાર્ય મહારાજ ન હોય, તો ગીતાર્થની પાસે આચોલના કરવી. ગીતાર્થ પણ ન મળે તો યાવતુ છેલ્લે શ્રીસિદ્ધ ભગવંતની સાક્ષીએ પણ અવશ્ય આલોચના કરી આત્મશુદ્ધિ કરવી. [115] આલોચના, વિકટના, શુદ્ધિ, સદ્ભાવદાયના, નિંદના, ગહ, વિકુટ્ટ, સલુદ્ધરણ એ પર્યાયવાચી નામો છે. [114 ધીરપુરષોએ, જ્ઞાની ભગવંતોએ શલ્યોદ્ધાર કરવાનું ફરમાવ્યું છે, તે જાણીને વિહિત લોકો તેને જીવનમાં આચરીને પોતાના આત્માની શુદ્ધિ કરે છે. ૧૧૪૭-૧૧પ૨] શુદ્ધિ બે પ્રકારે - દ્રવ્યશુદ્ધિ. ભાવશુદ્ધિ. દ્રવ્યશુદ્ધિ - વસ્ત્ર આદિને ચોખા કરવા. ભાવશુદ્ધિ- મૂલગુણ અને ઉત્તર ગુણોમાં જે દોષ લાગ્યા હોય, તેની આલોચના પ્રાયશ્ચિત દ્વારા શુદ્ધિ કરવી. રૂપાદિ છત્રીસ ગુણોથી યુક્ત એવા આચાર્યને પણ શુદ્ધિ કરવાનો અવસર આવે તો બીજાની સાક્ષીએ કરવી જોઈએ. જેમ હોંશીયાર વૈદ્યને પણ પોતાની જાત માટેની ચિકિત્સા તો બીજાની પાસેથી લેવી પડે છે. તેમ પોતે પ્રાયશ્ચિત્તની વિધિ જાણતા હોય, તો પણ અવશ્ય બીજાની પાસે આલોચના કરી શુદ્ધિ કરવી જોઈએ. આવા આચાર્યને પણ બીજા આગળ આલોચનાની જરૂર છે, તો પછી બીજાની તો શી વાત. માટે સર્વ કોઇએ ગુરુ સમક્ષ વિનયભૂત અંજલી જેડી આત્માની શુદ્ધિ કરવી. આ સાર છે.” Page #61 -------------------------------------------------------------------------- ________________ 75 માથા - 1153 જેમણે આત્માનો સર્વરજમલ દૂર કર્યો છે તેવા શ્રી જિનેશ્વર ભગવંતના. શાસનમાં ફરમાવ્યું છે કે જે આત્મા સશલ્ય છે તેની શુદ્ધિ થતી નથી. સર્વ શલ્યોનો જે ઉદ્ધાર કરે છે, તે જ આત્મા શુદ્ધ બને છે.” [1153 સહસા, અજ્ઞાનતાથી, ભયથી, બીજાની પ્રેરણાથી, સંકટમાં, રોગની પીડામાં. મૂઢતાથી, રાગ દ્વેષથી. દોષો લાગે છે અર્થાતુ શલ્ય થાય છે. સહસા- પગલું જોઈને ઉપાડ્યું ત્યાં સુધી નીચે કાંઈ ન હતું, પણ પગ મૂકતાં જ નીચે કોઈ જીવ આવી જાય. વગેરેથી. આપનતાથી- લાકડાં ઉપર નિગોદ વગેરે હોય પણ તેના જ્ઞાન વિના તેને લૂંછી નાખ્યું. વગેરેથી. ભયથી- જુઠું બોલે, પૂછે તેનો જુકો. ઉત્તર આપે. વગેરૈથી. બીજાની પ્રેરણાથી- બીજાએ આડું-અવળું સમજાવી દીધું ને તે મુજબ આ કાર્ય કરે. સંકટમાં વિહાર આદિમાં ભૂખ તૃષા લાગી હોય, ત્યારે આહારાદિની શુદ્ધિની પૂરી તપાસ કર્યા સિવાય વાપરી લેવું વગેરેથી. રોગની પીડામાં- આધાર્મિ આદિ વાપરતાં મૂઢતાથી- ખ્યાલ નહિ રહેવાથી, રાગદ્વેષથી-રાગ તથા દ્વેષથી દોષો લાગે. [1154-1155] ગુરુ પાસે જઈ વિનયપૂર્વક બે હાથ જોડીને જે રીતે દોષો થયા હોય, તે બધા દોષો શલ્યરહિત રીતે. જેવી રીતે નાનું બાળક પોતાની માતા પાસે જેવું હોય તેવું સરળ રીતે કહી દે છે તેવી રીતે માયા અને મદથી રહિત થઈ દોષો જણાવીને પોતાની આત્મ શુદ્ધિ કરવી જોઈએ. [1156] શલ્યનો ઉધ્ધાર કર્યો પછી માર્ગના જાણ આચાર્ય ભગવંત જે પ્રાયશ્ચિત્ત આપે, તેને તે રીતે વિધિ પૂર્વક પૂર્ણ કરી આપવું જોઇએ. કે જેથી અનવસ્થા પ્રસંગ ન થાય. અનવસ્થા એટલે અકાર્ય થાય તેની આલોચના ન કરે અથવા આલોચના લઈને તે પૂર્ણન કરે, [1157-1161] શસ્ત્ર, ઝેર, જે નુકશાન નથી કરતાં, કોઈ વેતાલની સાધના કરી પણ અવળી ફરી તેથી, વેતાલ પ્રતિકૂલ થઈને જે દુઃખ નથી આપતો, ઉર્દુ ચાલેલું યંત્ર જે નુકશાન નથી કરતું, તેનાથી કંઈ ગણું દુઃખ શલ્યનો ઉધ્ધાર-આત્મશુદ્ધિ નહિ કરવાથી થાય છે. શસ્ત્ર આદિના દુઃખથી બહુ બહુ તો એક ભવનું જ મરણ થાય, જ્યારે આત્મશુદ્ધિ નહિ કરવાથી દુર્લભબોધિપણું અને અનંત સંસારીપણું આ બે ભયંકર નુકશાન થાય છે. માટે સાધુએ સર્વ અકાર્યપાપોની આલોચના કરી આત્મશુદ્ધિ કરવી જોઈએ. ગારવ રહિતપણે આલોચના કરવાથી મુનિ ભવસંસારરૂપી લતાના મૂળને છેદી નાખે છે, તથા માયાશલ્ય, નિદાન શલ્ય અને મિથ્યાદર્શન શલ્યને દૂર કરે છે. જેમ મજુર માથે ઉપાડેલા ભારને નીચે મૂકવાથી હળવો થાય છે, તેમ સાધુ ગુરુની પાસે શલ્ય રહિત પાપોની આલોચના નિંદા, ગહ કરવાથી કમરૂપી ભારથી હળવો થાય છે. સર્વ શિલ્યોથી શુદ્ધ બનેલો સાધુ ભક્ત પ્રત્યાખ્યાન અનશનમાં અત્યંત ઉપયોગવાળો થઈ મરણાંતિક આરાધના કરતો રાધા વેધને સાધે છે. એટલે સમાધિપૂર્વક કાળ કરી પોતાનો ઉત્તમાર્થ સાધી શકે છે. [12] આરાધનામાં તત્પર સાધુ સારી રીતે આરાધના કરી, સમાધિ પૂર્વક કાળ કરે તો ત્રીજા ભવે અવશ્ય મોક્ષ પામે છે. [1163 સંયમની વૃદ્ધિને માટે વીર પુરુષો એ આ સામાચારી કહેલી છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ 76 ઓહનિજુત્તિ-( 14) [1164) ચરણકરણમાં આયુક્ત સાધુ, આ પ્રમાણેની સામાચારીનું પાલન કરતાં અનેક ભવમાં બાંધેલા અનંતા કમને ખપાવે છે. મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ 41 “ઓહનિજુત્તિ ગુર્જરછાયાપૂર્ણ બીજું મૂળસૂત્ર (૧)ગુર્જરછાયાપૂર્ણ Page #63 -------------------------------------------------------------------------- ________________ ॐ नमो अभिनव नाणस्स 杀案卷 આ આગમ સંપુટના મુખ્ય દ્રવ્યસહાયક સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ સપરિવાર, વડોદરા આગમ દીપ પ્રકાશન