________________ ઓહનિજજુત્તિ-(૪૫) યુક્તિ લેપ નિષિદ્ધ છે, કારણકે તેમાં સંનિધિ કરવી પડે છે. શિયાળામાં પહેલાં અને ચોથા પ્રહરમાં લેપ લગાવેલાં પાત્રા તડકામાં ન સુકવવા. ઉનાળામાં પહેલાં અર્ધ પ્રહર અને છેલ્લો અર્ધ પ્રહરમાં લેપ લગાવેલાં પાત્રા તડકામાં ન સૂકવવા. આ કાળ નિષ્પ હોવા થી લેપનો વિનાશ થાય માટે ન સૂકવવા. પાત્રો ઘણા તાપમાં સુકવવાથી લેપ જલ્દી સુકાઈ જાય. પાત્ર તૂટેલું હોય તો મુદ્રિકાબંધથી તથા નાનાબંધથી સાંધવું, પણ તેનબંધથી ન સાંધવું. તેને બંધમાં બેય બાજુ સાંધા ન દેખાય તે રીતે પાત્રને અંદરથી સાંધતા, પાત્ર નિબળ બને છે. [૬૪૫-૬૪૮]પિંડ, નિકાય, સમૂહ સંપિંડન, પિંડના, સમવાય, સમવસરણ, નિચય, ઉપચય, ચમ, જુલ્મ અને રાશી એ એકાઈક નામો છે આ રીતે દ્રવ્યપિંડ કો હવે ભાવપિંડ કહે છે. ભાવપિંડ - બે પ્રકારે પ્રશસ્ત અને અપ્રશસ્ત. અપ્રશસ્ત ભાવપિંડ - બે પ્રકાર, સાત પ્રકાર, આઠ પ્રકારે, અને ચાર પ્રકારે. બે પ્રકારે - રાગથી અને દ્વેષથી. સાત પ્રકારે ઈહલોકભય, પરલોકભય, આદાનભય, અકસ્માતભય, આજીવિકાભય, મરણભય અપયશાભય. આઠપ્રકારે-આઠ મદના સ્થાનથી જાતિ, કુલ, બળ, રૂપ, તપ, સત્તા, શ્રુત લાભથી તથા આઠ કર્મના ઉદયથી. ચાર પ્રકારે - ક્રોધ, માન, માયા, અને લોભથી પિંડ ગ્રહણ કરવો તે અપ્રશસ્ત પિંડ. અપ્રશસ્ત પિંડથી આત્મા કર્મો કરીને બંધાય છે. પ્રશસ્ત ભાવ પિંડ - ત્રણ પ્રકારે. જ્ઞાન વિષય, દર્શન વિષય, ચારિત્ર વિષય, એટલે જે પિંડથી જ્ઞાનની વૃદ્ધિ થાય, તે જ્ઞાનપિંડ. જે પિંડથી દર્શનની વૃદ્ધિ થાય તે દર્શનપિંડ. ચારિત્રની વૃદ્ધિ કરે તે ચારિત્ર પિંડ જ્ઞાન-દર્શન અને ચારિત્રની વૃદ્ધિ થાય, તે માટે શુદ્ધ આહાર આદિ ગ્રહણ કરવાં, લેપ કરેલા પાત્રમાં આહારાદિ ગ્રહણ કરાય છે તે એષણા યુક્ત હોવા જોઈએ. [649-67] એષણા ચાર પ્રકારે છે. નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ તેમાં દ્રવ્ય એષણા ત્રણ પ્રકારે ગવેષણા, પ્રહણએષણા, પ્રાસએષણા. અન્વેષણના આઠ ભાગ પ્રમાણ, કાલ, આવશ્યક, સંઘાટ્ટક, ઉપકરણ, માતૃક કાઉસ્સગ્ગ, યોગ પ્રમાણ- ભિક્ષા માટે ગૃહસ્થોનો ઘેર બે વાર જવું, અકાલે ઠલ્લાની શંકા થઈ હોય તો તે વખતે પાણી લેવા, ભિક્ષા વખતે ગોચરી અને પાણી લેવા. કાળ - જે ગામમાં ભિક્ષાનો જે વખત હોય તે સમયે જવું. સમય પહેલાં જાય તો જો પ્રાન્ત દ્વેષવાળા ગૃહસ્થ હોય તો નીચે પ્રમાણે દોષો થાય. તે સાધુનું દર્શન અમંગલ માનતો હોય તો સાધુ જોવામાં આવતાં પરાભવ-અપમાન કરે નિંદા કરે, મારે., આ સાધુડા પેટ ભરવામાં સમજ્યા છે, અત્યારમાં નીકળી પડ્યા. વગેરે. ભિક્ષા સમય થયા પછી ગોચરી જાય તો જો ગૃહસ્થ સરળ હોય તો ઘરમાં કહે કે હવેથી આ સમયે રસોઈ તૈયાર થાય તેમ કરજે, આથી ઉદ્ગમ આધાકર્મ આદિ દોષો થાય. અથવા સાધું માટે આહારાદિ રાખી મૂકે, ગૃહસ્થ પ્રાન્ત હોય તો નિંદા કરે કે, શું આ ભિક્ષાનો સમય છે.? નહિ સવારનો નહીં બપોરનો ? સમય સિવાય ભિક્ષાએ જવા થી ઘણું ફરવું પડે તેથી શરીરને ક્લેશ થાય. ભિક્ષાના સમય પહેલાં જાય તો. જો. ભદ્રક હોય તો રસોઈ વહેલી કરે, પ્રાન્ત હોય તો હીલના આદિ કરે. આવશ્યક - ઠલ્લા માત્રાદિની શંકા દૂર કરીને ભિક્ષાએ જવું. ઉપાશ્રયની બાહર નીકળતાં આવત્સહિ' કહેવ. સંઘાદક - બે સાધુઓ સાથે ભિક્ષાએ જવું એકલા જવામાં અનેક દોષોનો સંભવ છે. સ્ત્રીનો ઉપદ્રવ થાય અથવા કૂતરાં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org