________________ ગાથા-દ૯ પણ પ્રત્યેનીક આદિથી ઉપઘાત થાય. સાધુ એકલો ભિક્ષાએ જાય તેના કારણો. હું લબ્ધિમાન છું એટલે એકલો જાય. ભિક્ષા માટે જાય ત્યાં ધર્મ કથા કરવા માંડે તેથી તેની સાથે બીજા સાધુ જાય નહિ. માયાવી હોવાથી એકલો જાય. સારું સારું બહાર વાપરી લે અને સામાન્ય ગોચરી વસતિમાં લાવે તેથી સાથે બીજા સાધુને લઈ ન જાય. આળસું હોવાથી એકલો ગોચરી લાવીને વાપરે. લુબ્ધ હોવાથી બીજો સાધુ સાથે હોય તો વિગઈ આદિ માગી ન શકે માટે, નિધર્મિ હોવાથી અનેષણીય ગ્રહણ કરે, તેથી એકલો જાય. દુકાળ આદિ કારણે જુદા જુદા જાય તો ભિક્ષા મળી શકે માટે એકલા જાય. આત્માવિષ્ઠિત એટલે પોતાને જે મળે તે જ વાપરવું તેથી એકલો જાય. વઢકણો હોય તેથી તેની સાથે કોઈ ન જાય. ઉપરકણઉત્સર્ગ થી સઘળાં ઉપરકરણો સાથે લઈને ભિક્ષાએ જાય. બધા. ઉપકરણ સાથે લઈને ભિક્ષા ફરવા સમર્થ ન હોય તો પાત્રા, પડલાં રજોહરણ, બે વસ્ત્ર (એક સુતરાઉ બીજું ઊનનું અને દાંડો લઈને ગોચરી જાય. માત્રક - પાત્રાની સાથે બીજું માત્રક લઈને ભિક્ષાએ જાય. જેમાં સહસાભિક્ષાલાભ આચાયદિીની સેવા આદિ લાભો ભાષ્યકારે કહ્યા છે. કાઉસ્સગ્ન - ઉપયોગ કરાવણિયે નો આઠ શ્વાસોશ્વાસનો કાઉસ્સગ્ન કરીને આદેશ માંગે. 'સંદિસહ આચાર્ય કહે 'લાભ' સાધુ કહે 'કંહતિ (કલેસ),આચાર્ય કહે 'તહતિ (જહા ગહિંસંપુર્વ સાહિ. યોગ પછી કહે કે આવસિયાએ જલ્સજોગો જેજે સંયમને ઉપયોગી હશે તે તે ગ્રહણ કરીશ. અપવાદો - આચાર્ય, ગ્લાન, બાલ, તપસ્વી આદિ માટે બેથી વધુ વાર ગોચરી જાય. ગયા પછી ઠલ્લા માત્રાની શંકા થઈ આવે તો યતના પૂર્વક ગૃહસ્થની રજા લઈને શંકા દૂર કરે. સાથે ગોચરી ફરતાં સમય પહોંચે એમ ન હોય તો બને જુદા જુદા જાય. એકાકી ગોચરી ગયા હોય અને કદાચ સ્ત્રી, ભોગ માટે પ્રાર્થના કરે, તો તેને સમજાવે કે "મૈથુન સેવવા થી આત્મા નરકમાં જાય છે. ઈત્યાદિ સમજાવવા છતાં ન છોડે તો કહે કે મારા મહાવ્રતો ગુરુ પાસે મૂકીને આવું. આમ કહીને ઘરની બહાર નીકળી જાય. તે જવા ન દે તો કહે કે "ઓરડામાં મારાં વ્રતો મૂકી દઉ' પછી ઓરડામાં જઈ ગળે ફાંસો નાખે. આ જોઈને ભયથી તે સ્ત્રીનો મોહોદય શમી જાય અને છોડી મૂકે. આમ કરવા છતાં કદાચ તે સ્ત્રીનો મહોદય ન શમે તો ગળે ફાંસો ખાઈને મરી જાય. પણ વ્રતોનું ખંડન ન કરે. આ રીતે સ્ત્રીની યતના કરે. કૂતરાં, ગાય આદિની દાંડા વતી યતના કરે. પ્રત્યેનીક વિરોધીના ઘરમાં જવું નહિ. કદાચ તેના ઘરમાં પ્રવેશ થઈ જાય અને પ્રત્યેનીક પકડે તો બૂમાબૂમ કરવી જેથી લોકો ભેગા, થઈ જાય એટલે ત્યાંથી નીકળી જાય. [૬૮૦-૬૮૮]ભિક્ષા ગ્રહણ કરતા યતનાભિક્ષા ગ્રહણ કરતાં કોઈ જીવની વિરાધના ન થાય તેનો ઉપયોગ રાખવો. કોઈ નિમિત્તાદિ પૂછે તો કહે કે હું જાણતો નથી. હિરણ્ય, ધન, આદિ રહેલું હોય ત્યાં જવું નહિ. પૂર્વે કહ્યા મુજબ બ્રહ્મચર્યવ્રતનું રક્ષણ કરવું. ઉદ્ગમાદિ દોષોથી રહિત આહાર આદિની ગવેષણા કરવી. અશુદ્ધ સંસક્ત આહાર પાણી આવી જાય તો ખબર પડતાં તુરત પરઠવી દેવાં. [૬૮૯-૭૦૩]બીજા ગામમાં ગોચરી જાય ત્યાં ભિક્ષાવેળા થઈ છે કે નહિ? તે કોને કેવી રીતે પૂછવું? તરૂણ મધ્યમ અને સ્થવિર. દરેકમાં સ્ત્રી, પુરુષ અને નપુંસક આ બધામાં પહેલાં કહેવાયું છે. તે પ્રમાણે યતના પૂર્વક પૂછવું. ભિક્ષા વખત થઈ ગયો હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org