________________ 58 ઓહનિજજુત્તિ-(૭૦૩) તો પગ પૂજીને ગામમાં પ્રવેશ કરે. ગામમાં એક સામાચારીવાળા સાધુ હોય તો ઉપકરણ બહાર મૂકી અંદર જઈ દ્વાદશાવતે વંદન કરે. પછી સ્થાપનાદિ કુળો પૂછીને ગોચરી જાય. ભિન્ન સામાચારીવાળા સાધુ સામાં મળેતો. થોભનંદન (બે હાથ જોડી) કરે છ જવનિકાયની રક્ષા કરવાવાળો સાધુ પણ જો અયતનાથી આહાર, વિહાર કરે કે જુગુપ્સિત એવી પ્લેચ્છ, ચંડાળાદિ કુળમાંથી ભિક્ષા ગ્રહણ કરે તો તે બોધિ દુર્લભ કરે છે. શ્રી જિનશાસનમાં દીક્ષા આપવામાં, વસતિ કરવામાં કે આહાર પાણી ગ્રહણ કરવામાં જેનો નિષેધ કર્યો છે.તેનું પ્રયત્નપૂર્વક પાલન કરવું. અથતુ તેવા નિષિદ્ધ મનુષ્યોને દીક્ષા ન આપવી નિષિદ્ધ સ્થાનો વસતિ ન કરવી તેવાં નિષિદ્ધ ઘરોમાંથી ભિક્ષા ગ્રહણ ન કરવી. ૭૦૪-૭૦૮જે સાધુ જેમ તેમ જે મળે તે દોષિત આહાર ઉપધિ આદિ ગ્રહણ કરે છે તે શ્રમણગુણથી રહિત થઈ સંસારને વધારે છે. જે પ્રવચનથી નિરપેક્ષ, આહાર આદિમાં નિ:શુક લુબ્ધ અને મોહવાળો થાય છે. તેનો અનંત સંસાર શ્રી જિનેશ્વર ભગવંતોએ કહ્યો છે માટે વિધિ પૂર્વક નિર્દોષ આહાર આદિની ગવેષણા કરવી. ગવેષણા બે પ્રકારની છે. એક દ્રવ્ય ગવેષણા, બીજી ભાવ ગવેષણા. [709-725] દ્રવ્યગવેષણાનું દ્રષ્ટાંત. વસંતપુર નામના નગરમાં જિતશત્રુ રાજાને ધારિણી નામની રાણી હતી. તે એક વાર ચિત્રસભામાં ગઈ, તેમાં સુવર્ણપીઠવાળું હરણ જોયું. તે રાણી ગર્ભવાળી હતી આથી તેને સુવર્ણપીઠવાળા મૃગનું માંસ ખાવાનો દોહલો થયો. તે ઈચ્છા પૂર્ણ નહિ થવાથી રાણી સુકાવા લાગી. રાણીને દુર્બળ થતી જોઈ રાજાએ પૂછ્યું કે “તું કેમ સુકાય છે, તારે શું દુઃખ છે.” રાણીએ સુવર્ણમૃગનું માંસ ખાવાની ઈચ્છા થયાની વાત કરી. રાજાએ પોતાના માણસોને સુવર્ણમૃગને પકડી લાવવા હુકમ કર્યો. માણસોએ વિચાર કર્યો કે સુવર્ણમૃગને શ્રીપર્ણી ફળ ઘણાં પ્રિય હોય છે. પણ અત્યારે તે ફળોની ઋતુ નથી, માટે બનાવટી તેવાં ફળો બનાવીને જંગલમાં ગયા, અને ત્યાં તે બનાવટી ફળોના છૂટાં છૂટાં ઢગલા કરીને ઝાડની. નીચે રાખ્યાં. હરણીઓએ તે ફળો જોયાં, નાયકને વાત કરી, બધાં ત્યાં આવ્યાં, નાયકે તે ફળો જોયાં અને બધાં હરણીઓને કહ્યું કે કોઈ ધૂર્તે આપણને પકડવા માટે આ પ્રમાણે કરેલું છે, કેમકે અત્યારે આ ફળોની ઋતુ નથી.' કદાચ તમે એમ કહો કે અકાલે પણ ફળો આવે. તો પણ પહેલાં કોઈ વખત આ રીતે ઢગલા થયા ન હતા. જો પવનથી આ રીતે ઢગલા થઈ ગયા હશે એમ લાગતું હોય તો પૂર્વે પણ પવન વાતો હતો પણ આ રીતે ઢગલા થયા નથી. માટે તે ફળો ખાવા માટે કોઇએ જવું નહિ.” આ પ્રમાણે નાયકની વાત સાંભળી કેટલાંક હરણીયાં તે ફળો ખાવા માટે ગયાં નહિ. જ્યારે કેટલાંક હરણીયાં નાયકની વાત ગણકાર્યા સિવાય તે ફળો ખાવાં ગયાં, ક્યાં ફળો ખાવા લાગ્યાં ત્યાં તો રાજાના માણસોએ તે હરણીયાંઓને પકડી લીધાં. આથી તે હરણીયામાંથી કેટલાંક બંધાયાં અને કેટલાંક હરણીયાં મરણ પામ્યાં. જે હરણીયાએ તે ફળો ખાધાં નહિ તે સુખી થયાં, ઈચ્છા પ્રમાણે વનમાં વિચારવા લાગ્યો. ભાવગવેષણાનું દ્રષ્ટાંત. (નિર્યુક્તિમાં અહીં ધર્મરુચિ અણગારનું દાંત છે) કોઇ મહોત્સ પ્રસંગે ઘણા સાધુઓ આવ્યા હતા. કોઈ શ્રાવકે અથવા તો કોઈ ભદ્રિક માણસે સાધુઓને માટે ભોજન તૈયાર કરાવ્યું. અને બીજા અનેકને બોલાવીને ભોજન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org