________________ ગાથા - 723 પ૯ આપવા માંડ્યું તેના મનમાં એ હતું કે “આ જોઈને સાધુઓ આહાર લેવા આવશે. આચાર્યને આ વાતની કોઈ રીતે ખબર પડી ગઈ, તેથી સાધુઓને કહ્યું કે “ત્યાં આહાર લેવા જશો નહિ કેમકે તે આહાર આધાર્મિ છે. કેટલાક સાધુઓ ત્યાં આહાર લેવા ન ગયા, પણ જે તે કુલોમાંથી ગોચરી લઈ આવ્યા, જ્યારે કેટલાક સાધુઓએ આચાર્યનું વચન ગણકાર્યું નહિ અને તે આહાર લાવીને વાપર્યો. જે સાધુઓએ આચાર્ય ભગવંતનું વચન સાંભળી, તે આધાર્ષિ આહાર લીધો નહિ, તે સાધુઓ શ્રીતીર્થંકર ભગવંતની આજ્ઞાના આરાધક થયા અને પરલોકમાં મહા સુખને મેળવનારા થયા. જ્યારે જે સાધુઓએ આધાર્મિ આહાર વાપર્યો તે સાધુઓ શ્રી જિનેશ્વર ભગવંતની આશાના વિરાધક થયા અને સંસાર વધારનારા થયા. માટે સાધુઓએ નિર્દોષ આહાર પાણી. આદિની ગવેષણા કરવી જોઈએ. દોષિત આહાર પાણી આદિનો ત્યાગ કરવો જોઈએ. કેમકે નિર્દોષ આહાર આદિના ગ્રહણથી સંસારનો અંત શીધ્ર થાય છે. ૭ર૪-૭૨૮] ગ્રહણ એષણા ચાર પ્રકારે - નામ-સ્થાપના-દૂધ્ય અને ભાવ ગ્રહણ એષણા. દ્રવ્યગ્રહણ એષણા એક વનમાં કેટલાક વાનરો રહેતાં હતાં. એક વખતે ઉનાળામાં તે વનનાં ફળ, પાન વગેરે સુકાઈ ગયેલાં જોઈ મુખ્ય વાનરે વિચાર્યું કે બીજા વનમાં જઈએ.” બીજા સારાં વનની તપાસ કરવા જુદી જુદી દિશામાં કેટલાક વાનરોને મોકલ્યાં. તે વાનરો તપાસ કરીને આવ્યા પછી એક સુંદર વનમાં બધા વાનરો ગયા. તે વનમાં એક મોટો પ્રહ હતો. આ જોઈને વાનરો ખુશ ખુશ થઈ ગયા. મુખ્ય વાનરે તે દ્રહની ચારે તરફ ફરીને તપાસ કરી તો તે પ્રહમાં જવાનાં પગલાં દેખાતાં હતાં, પણ બહાર આવ્યાંનાં પગલાં દેખાતાં ન હતાં. આથી મુખ્ય વાનરે બધા વાનરોને ભેગા કરીને કહ્યું કે “આ દ્રહથી સાવચેતી રાખવી, કીનારેથી કે તેમાં જઈને પાણી પીવું નહિ, પણ પોલી નળી વાટે પાણી પીવું.’ જે વાનરો મુખ્ય વાનરના કહેવા પ્રમાણે વત્સ તે સુખી થયા અને જેઓ દ્રહમાં જઇને પાણી પીવા ગયા તે મરણ પામ્યા. આ પ્રમાણે આચાર્ય ભગવંત મહોત્સવ વગેરેમાં આધાકમિ ઉદેસિક આદિ દોષવાળા આહાર આદિનો ત્યાગ કરાવે છે તથા શુદ્ધ આહાર ગ્રહણ કરાવે છે. જે સાધુઓ આચાર્ય ભગવંતના કહ્યા પ્રમાણે વર્તે છે, તે થોડા જ કાળમાં સઘળાં કર્મોનો ક્ષય કરે છે. જેઓ આચાર્ય ભગવંતના વચન પ્રમાણે વર્તતા નથી તેઓ અનેક ભવમાં જન્મ જરા, મરણનાં દુઃખો પામે છે. [729-782] ભાવગ્રહણ એષણા. ના 11 દ્વારા કહ્યા છે તે આ પ્રમાણે-સ્થાન, દાયક, ગમન, ગ્રહણ, આગમન, પ્રાપ્ત, પરાવૃત્ત, પતિત, ગુરુક, ત્રિવિધ, ભાવ. સ્થાનત્રણ પ્રકારનાં 1, આત્મ ઉપઘાતિક, 2. પ્રવચન ઉપઘાતિક, 3. સંયમ ઉપાતિક, આત્મઉપઘાનિક સ્થાન- ગાય, ભેંસ આદિ ક્યાં હોય, ત્યાં ઉભા રહીને ભિક્ષા ગ્રહણ કરવામાં તે ગાય, ભેંસ આદિ શીંગડું કે લાત મારે, તેથી પડી જવાય, વાગે, અથવા પાત્ર ભાંગી જાય. તેથી છકાય જીવની વિરાધના થાય તેથી તેવા સ્થાનો તથા જ્યાં જીર્ણ ભીંત, કાંટાં, દર આદિ હોય ત્યાં પણ ઉભા રહીને ભિક્ષા ગ્રહણ કરવી નહિ. પ્રવચન ઉપઘાતિક સ્થાન- હલ્લા માત્રાનાં સ્થાન, ગૃહસ્થને સ્નાન કરવાના સ્થાન, ખાળ આદિ અશુચિવાળાં સ્થાન, આવાં સ્થાને ઉભા રહી ભિક્ષા ગ્રહણ કરતાં પ્રવચનની હીલના થાય. માટે આવા સ્થાને ઉભા રહી ભિક્ષા ગ્રહણ કરવી નહી. દાયક - આઠ વર્ષથી ઓછી ઉંમરનું બાળક, નોકર, વૃદ્ધ, નપુંસક મત્ત (દારૂં આદિ પીધેલ) ગાંડો, ક્રોધાયમાન, ભૂતઆદિના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org