________________ so હનિજજુત્તિ-(૭૮૨). વળગાડવાળો, હાથ વિનાનો, પગ વિનાનો, આંધળી, બેડીવાળો, કોઢરોગવાળે ગર્ભવાળી સ્ત્રી, ખાંડતી, દળતી, રૂ પીંજતી, આદિ પાસેથી ભિક્ષા ગ્રહણ ન કરવી. અપવાદે કોઈ જાતનો દોષ થાય એમ ન હોય તો ઉપયોગ પૂર્વક ભિક્ષા ગ્રહણ કરે. ગમનભિક્ષા આપનાર ભિક્ષા લેવા માટે અંદર જાય. તો તેની ઉપર નીચેની જમીન તથા આજુબાજુ પણ જોવું. જો તે જતાં પૃથ્વી, પાણી, અગ્નિ આદિનો સંઘટ્ટો કરતાં હોય તો ભિક્ષા ગ્રહણ કરવી નહિ. કેમકે તેવી ભિક્ષા ગ્રહણ કરતાં સંયમ વિરાધના થાય અથવા આપનારને અંદરના ભાગમાં જતા કદાચ સર્પ આદિ કરડે, તો ગૃહસ્થ આદિ મિથ્યાત્વ પામે. ગ્રહણ - નાનું નીચું દ્વાર હોય, જ્યાં બરાબર જોઈ શકાતું ન હોય, કબાટ વાસેલું હોય, બારણું બંધ હોય, ઘણાં માણસો આવાવ કરતાં હોય, ગાડાં વગેરે આડા પડેલા હોય, ત્યાં ભિક્ષા ગ્રહણ કરવી નહિ. જો બરાબર ઉપયોગ રહી શકે એમ હોય, તો ભિક્ષા ગ્રહણ કરવી. આગમન - ભિક્ષા લઈને આવતાં ગૃહસ્થ પૃથ્વી આદિની વિરાધના કરતો આવતો હોય તો ભિક્ષા ગ્રહણ કરવી નહિ. પ્રાપ્ત - આપનારનો હાથ કાચા પાણીવાળી છે કે કેમ? તે જોવું. આહાર આદિ સંસક્ત છે કે કેમ? તે જેવું, ભાજન ભીનું છે કે કેમ? તે જોવું, કાચું પાણી સંસક્ત કે ભીનું હોય, તો ભિક્ષા ગ્રહણ કરવી નહિ. પરાવર્ત - આહાર પાત્રમાં ગ્રહણ કર્યા પછી તપાસવો. યોગવાળો પિંડ છે કે સ્વાભાવિક તે જોવું જો યોગવાળો કે કૃત્રિમ ભેળસેળ વગેરે લાગે તો તોડીને તપાસવો. ન તપાસે તો કદાચ તેમાં ઝેર ભેળવેલું હોય કે કંઈ કામણ કરેલું હોય, અથવા સુવર્ણ આદિ નાખેલું હોય, કાંટા આદિ હોય તો સંયમ વિરાધના અને આત્મ વિરાધના થાય. સુર્વણ આદિ હોય તો તે પાછું આપે. ગુરુક- મોટા પત્થર વગેરથી ઢાંકેલું હોય, તે ખસેડવાં જતાં ગૃહસ્થને કદાચ ઈજા થાય. આપવાનું ભાજન ઘણું મોટું હોય કે ભારે વજનદાર હોય, તે ઉપાડીને આપવા જતાં કદાચ હાથમાંથી પડી જાય, તો ગૃહસ્થ દાઝી જાય અથવા પગે ઈજા થાય તથા તેમાં રહેલી વસ્તુ નીચે ઢોળાય તો તેથી છકાય જીવની વિરાધના થાય, માટે તેવા મોટા કે ભારે ભાજન થી ભિક્ષા ગ્રહણ કરવી નહિ. ત્રિવિધ - તેમાં કાલ ત્રણ પ્રકારે ગ્રીષ્મ, હેમન્ત અને વષકાલ તથા આપનાર ત્રણ પ્રકારે સ્ત્રી, પુરુષ અને નપુંસક, તે દરેક તરૂણ, મધ્યમ અને સ્થવિર. નપુંસક શીત હોય છે, સ્ત્રી ઉષ્માવાળી હોય છે પુરુષ શીતોષ્ણ હોય છે. તેઓમાં પુરકર્મ, ઉદકર્ટ, સસ્નિગ્ધ ત્રણ હોય છે. તે દરેક સચિત્ત, અચિત્ત અને મિશ્ર ત્રણ પ્રકારે છે. પુરક્રમ અને ઉદકાદ્રમાં ભિક્ષા ગ્રહણ ન કરવી. સનિશ્વમાં એટલે મિશ્ર અને સચિત્ત પાણીવાળા હાથ હોય તે હાથમાં આંગળાં, રેખા અને, હથેલીને આશ્રીને સાત ભાગ કરવા. તેમાં કાળ અને વ્યક્તિભેદે નીચે મુજબ ભાગ જે સુકાયેલા હોય, તો ગ્રહણ કરાય, નામ ઉનાળામાં શિયાળામાં ચોમાસામાં તરૂણ સ્ત્રીના. 1 ભાગ. 2 ભાગ. 3 ભાગ. મધ્યમ સ્ત્રીના. 2 ભાગ. 3 ભાગ. 4 ભાગ, વૃદ્ધ સ્ત્રીના. 3 ભાગ. 4 ભાગ, 5 ભાગ. તરૂણ પુરુષના. 2 ભાગ. ૩ભાગ. 4 ભાગ. મધ્યમ પુરુષના. 3 ભાગ. ૪ભાગ. 5 ભાગ. | વૃદ્ધ પુરુષના. 4 ભાગ. 5 ભાગ. ભાગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org