________________ ઓહનિજજર(૧૯ [૧૦૯૪-૧૧૦૦]ઉગમ ઉત્પાદન અને એષણાના દોષોથી રહિત તેમજ પ્રગટ જેની પડિલેહણ કરી શકાય એવી ઉપધિ સાધુએ રાખવી. સંયમની સાધના માટે ઉપધિ રાખવી. તેની ઉપર મૂચ્છ રાખવી નહિ. કેમકે મૂચ્છ એ પરિગ્રહ છે. [૧૧૦૧-૧૧૧૬]આત્મભાવની વિશુદ્ધિ ધરતો સાધુ વસ્ત્ર, પાત્ર આદિ બાહ્ય ઉપકરણોને સેવતો થકો પણ અપરિગ્રહી છે, એમ ત્રૈલોક્યદર્શી શ્રી જિનેશ્વર ભગવંતોએ કહ્યું છે. અહી દિગમ્બર મતવાળો કોઈ શંકા કરે કે ઉપરકરણ હોવા છતાં નિર્ગથ કહેવાય તો પછી ગૃહસ્થો પણ ઉપકરણ રાખે છે, તેથી ગૃહસ્થો પણ નિર્ગથ કહેવાશે. તેનાં સમાધાનમાં જણાવે છે કે અધ્યાત્મની વિશુદ્ધિએ કરીને સાધુ, ઉપકરણ હોવા છતાં નિગ્રંથ કહેવાય છે. જો અધ્યાત્મવિશુદ્ધિ ન માનો તો આખો લોક જીવોથી વ્યાપ્ત છે, તેમાં નગ્ન પણે કરતાં એવા તમોને પણ હિંસકપણે કેમ નહિ આવે? આવશે. જ. માટે આત્મભાવની વિશદ્ધિથી જ તમારે અહિંસક પણું માનવાનું રહેશે તેમ અહીં પણ આત્મભાવવિશુદ્ધિથી સાધુને નિષ્પરિગ્રહીપણું છે. ગૃહસ્થને એ ભાવ આવી શકે. માટે તે નિષ્પરિગ્રહો નહિ થાય. અહિંસકપણે પણ ભગવંતે, આત્માની વિશુદ્ધિમાં કહેલું છે. જેમકે ઈયસમિતિયુક્ત એવા સાધુના પગ નીચે કઘચ બેઈકિયાદિ જીવની વિરાધના થઈ જાય, તો પણ મન, વચન, કાયાથી તે નિર્દોષ હોવાથી તે નિમિત્તનો સૂક્ષ્મ પણ પાપબંધ લાગતો નથી. યોગપ્રત્યાયિકબંધ તો પહેલાં સમયે બંધાય અને બીજા સમયે ભોગવાઈ જાય છે. જ્યારે પ્રમત્તપુરુષથી જે હિંસ્ય થાય. તેનો હિંસાજન્ય કર્મબંધ તે પુરુષને અવશ્ય થાય છે ઉપરાંત હિંસા ન થાય તો પણ હિંસાજન્ય પાપકર્મથી તે બંધાય છે. એટલે પ્રમાદી જ હિંસક ગણાય છે. કહયું છે કે નિશ્ચયથી આત્મા એજ હિંસક છે અને આત્મા એજ અહિંસક છે, જે અપ્રમત્ત છે તે અહિંસક છે અને જે પ્રમત્ત છે તે હિંસક છે. શ્રી જિનેશ્વર ભગવંતના શાસનમાં પરિણામ એ પ્રધાન વસ્તુ છે, આ ઉપરથી જેઓ બાહ્ય ક્રિયા મૂકીને એકલા પરિણામને જ પકડે છે, તેઓએ ધ્યાનમાં રાખવું કે "બાહ્યક્રિયાની શુદ્ધિ વિના પરિણામની શુદ્ધિ પણ. જીવમાં આવી શકતી નથી. માટે વ્યવહાર અને નિશ્ચય એજ મોક્ષનો માર્ગ છે. [૧૧૧૬ઉપર મુજબ વિધિપૂર્વક ઉપકરણને ધારણ કરતો સાધુ સર્વદોષોથી. રહિત આયતન એટલે ગુણોના સ્થાનભૂત બને છે અને જે સાધુ અવિધિપૂર્વક ગ્રહણ કરેલ ઉપધિ આદિ ધારણ કરે છે તે અનાયતન-ગુણોના અસ્થારૂપ થાય છે. 11 ૧૭અનાયતન, સાવદ્ય, અશોધિસ્થાન, કુશીલસંસર્ગ, આ શબ્દો, એકાઈક છે-આયતનનિરવધ-શોધિસ્થાન સુશીલસંસર્ગ એકાઈક છે. [૧૧૧૮-૧૧૩૧]સાધુને અનાયતનના સ્થાન છોડીને આયતનનાં સ્થાન સેવવા જોઈએ. અનાયતન સ્થાન બે પ્રકારના - દ્રવ્ય અનાયતન સ્થાન, ભાવ અનાયતન સ્થાન. દ્રવ્ય અનાયતન સ્થાન - રૂદ્ર આદિનાં ઘર વગેરે., ભાવ અનાયતન સ્થાન - લૌકિક અને લોકોત્તર, લૌકિક ભાવ અનાયતન સ્થાન - વેશ્યા, દાસી, તિર્યંચો, ચારણો, શાકક્ષાદિ, બ્રાહ્મણો આદિ રહેલા હોય તથા સ્મશાન, શિકારી, સિપાઈઓ, ભીલ માછીમાર આદિ હોય તથા લોકમાં દુર્ગાને પાત્ર નિંદનીયસ્થાન હોય, તે બધાં લૌકિક ભાવ અનાયતન સ્થાનો છે. આવાં સ્થાનોમાં સાધુએ તથા સાધ્વીએ ક્ષણવાર પણ રહેવું ન જોઈએ. કેમકે 'પવન, જેવી ગંધ હોય તેવી ગંધને લઈ જાય છે. તેથી અનાયતન સ્થાનમાં રહેવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org