________________ ગાથા- 1131 73 સંસર્ગ દોષ લાગે. લોકેત્તર ભાવ અનાયતન સ્થાન - જેઓએ દક્ષા લીધેલી છે અને સમર્થ હોવા છતાં સંયમયોગોની હાની કરતાં હોય તેવા સાધુની સાથે વસવું નહિ. તેમજ તેમનો સંસર્ગ પણ કરવો નહિ. કેમકે આંબો અને લીમડો ભેગા હોય તો આંબાનું મધુરપણું નાશ પામે છે અને તેનાં ફળો કડવાં થાય છે.” તેમ સારા સાધુના ગુણ નાશ પામે. અને દુર્ગુણો આવતાં વાર ન લાગે "સંસર્ગથી દોષ જ થાય એવું એકાંત નથી.. કેમકે શેરડીની વાડીમાં લાંબા કાળ સુધી રહેલો નલતંભ (એક જાતના ઘાસનો સોથો) કેમ મધુર થતો નથી? તથા વૈડુર્યરત્ન કાચના ટુકડાઓ સાથે લાંબો સમય રાખવા છતાં કેમ કાચ રૂપ થતું નથી. ? જગતમાં દ્રવ્યો બે પ્રકારના છે. એક ભાવુક એટલે જેવાં સંસર્ગમાં આવે તેવાં બની જાય અને બીજા અભાવુક એટલે બીજાના સંસર્ગમાં ગમેતેટલાં આવવાં છતાં હોય તેવાને તેવાં રહે. વૈદુર્યરત્ન, મણી આદિ બીજાં દ્રવ્યથી અભાવુક છે જ્યારે આમ્રવૃક્ષ આદિ ભાવુક છે. ભાવુક દ્રવ્યમાં તેના સોમા ભાગ જેટલું લવણ આદિ વ્યાપ્ત થાય, તો તે આખુ દ્રવ્ય લવણ ભાગને પ્રાપ્ત કરે છે. ચર્મ-કાષ્ઠાદિના સોમાં ભાગમાં પણ જે લવણ નો સ્પર્શ થઈ જાય તો તે આખું ચર્મકાષ્ઠાદિ નાશ પામી જાય છે. તે પ્રમાણે કુશીલનો સંસર્ગ સાધુ સમૂહને દૂષિત કરે છે. માટે કુશીલનો સંસર્ગ કરવો નહિ. જીવ અનાદિ કાળથી સંસારમાં ભમી રહ્યો છે, તેથી અનાદિ કાળનો અભ્યાસ હોવાથી દોષો આવતાં વાર લાગતી નથીજયારે ગુણો મહા મુશ્કેલીએ આવે છે. પાછા સંસર્ગ બ્રેષથી ગુણો ચાલ્યા જતાં વાર લાગતી નથી. નદીઓનું મધુર પાણી સમુદ્રમાં મળતાં ખારૂ બની જાય છે, તેમ શીલવાન એવો પણ સાધુ કુશીલ સાધુનો સંગ કરે તો પોતાના ગુણોનો નાશ કરે છે. [૧૧૩૨-૧૧૩પજ્યાં જ્યાં જ્ઞાન દર્શન અને ચરિત્રનો ઉપઘાત (હાની) થાય એમ હોય, તેવા અનાયતન સ્થાનોનો પાપભીરૂ સાધુએ તુરંત ત્યાગ કરવો. જ્યાં ઘણાં સાધર્મિકો (સાધુઓ) શ્રદ્ધા સંવેગ વિનાના અનાર્ય હોય, મૂલગુણ- પ્રાણાતિપાત, મૃષાવાદ, અદાદાન, મૈથુન, પરિગ્રહને સેવતાં હોય, જ્યાં ઘણાં સાધુઓ શ્રધ્ધા. સંવેગ રહિત હોય ઉત્તરગુણ પિંડવિશુદ્ધિ દોષ યુક્ત હોય-બાહ્યથી વેશ ધારણ કરતા હોય મૂલગુણ ઉત્તર ગુણના દોષોનો સેવતાં હોય તેને અનાયતન જાણો. [૧૧૩૬-૧૧૩૮]આયતન કોને કહેવાય ? આયતન બે પ્રકારે દ્રવ્ય આયતન અને ભાવ આપતન. દ્રવ્ય આયતન સ્થાન - જિનમંદિર, ઉપાશ્રય આદિ ભાવ આયતન સ્થાન - ત્રણ પ્રકારે. જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ. જ્યાં સાધુઓ ઘણાં શીલવાન, બહુશ્રુત ચારિત્રાચારનું પાલન કરતાં હોય તેને આયતન જા. આવા સાધુઓની સાથે વસવું. સારા માણસો (સાધુ)નો સંસર્ગ, એ શીલગુણોથી દરિદ્ર હોય તો પણ તેને શીલ આદિ ગુણોવાળો બનાવે છે. જેમ મેરૂ પર્વત ઉપર ઉગેલું ઘાસ પણ સોનાપણાને પામે છે. તેમ સારા ગુણવાળાનો સંસર્ગ કરવાથી પોતાનામાં તેવા ગુણો ન હોય તો પણ તેવા ગુણો પ્રાપ્ત થાય છે. [૧૧૩૯-૧૧૪૧]આયતનનુ સેવન કરતાં-એટલે સારા શીલવાન, સારા જ્ઞાનવાને અને સારા ચારિત્રવાન સાધુઓની સાથે રહેતાં પણ સાધુને કંટકપથ'ની જેમ કદાચ રાગ દ્વેષ આવી જાય અને તેથી વિરુદ્ધ આચરણ થઈ જાય. તે પ્રતિસેવન બે પ્રકારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org