________________ 74 9. ઓહરિજજુત્તિ-(૧૧૪૨) 1. મૂળ ૨.ઉત્તર ગુણ. મૂલગુણમાં છ પ્રકારે - પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, રાત્રિભોજન સંબંધી કોઈ દોષો લાગી જાય. ઉત્તરગુણમાં ત્રણ પ્રકારે - ઉદ્દગમ, ઉત્પાદનો અને એષણા સંબંધી કોઈ દોષો લાગી જાય. આ પ્રતિસેવન કહેવાય- પ્રતિસેવન. દોષોનું સેવવુ તે. [૧૧૪૨]પ્રતિસેવન, મલિન, ભંગ, વિરાધના, સ્કૂલના, ઉપઘાત, અશુધ્ધી અને સબલીકરણ એકાર્થિક નામો છે. [1143] ચારિત્રનું પાલન કરતાં જે જે વિરૂદ્ધ આચરણ થાય તેને પ્રતિસેવના. કહેવાય. પ્રાણાતિપાદિ છ સ્થાન અને ઉદ્દગમાદિ ત્રણ સ્થાનમાંના કોઈપણ એક સ્થાનમાં અલના થઈ હોય તો સાધુએ દુઃખના ક્ષય માટે વિશુદ્ધ થવા આલોચના કરવી. [1144 આલોચનો બે પ્રકારે- મૂલગુણ સંબંધી અને ઉત્તરગુણ સંબંધી. આ બન્ને આલોચના સાધુ, સાધ્વીવર્ગમાં ચાર કાનવાળી થાય છે. કેવી રીતે? સાધુમાં એક આચાર્ય અને આલોચના કરનાર સાધુ, એમ એના થઈ ચાર કાન, સાધ્વીમાં એક પ્રવતિની અને આલોચના કરનાર સાધ્વી, એમ બેના થઈ ચાર કાન. તેઓ આચાર્ય પાસે મૂલગુણ અને ઉત્તરગુણની આલોચના કરે બન્નેના મળી આઠ કાનવાળી. આલોચના થાય, એક આચાર્ય અને તેમની સાથે એક સાધુના મળી ચાર કાન તથા પ્રવર્તિની અને બીજી સાથ્વી આલોચનાકારી એમ ચારેના મળીને આઠકાન થાય. આચાર્ય વૃદ્ધ હોય તો છકાનવાળી પણ આલોચના થાય. સાધ્વીએ આચાર્ય પાસે આલોચના લેતી વખતે પાસે બીજી સાથ્વી અવશ્ય રાખવી. એકલી સાધ્વીએ કદી આલોચના ન કરવી. ઉત્સર્ગ રીતે આલોચના આચાર્ય મહારાજ પાસે કરવી જોઈએ. આચાર્ય મહારાજ ન હોય, તો બીજા દેશ ગામમાં તપાસ કરીને આચાર્ય મહારાજ પાસે આલોચના કરવી. આચાર્ય મહારાજ ન હોય, તો ગીતાર્થની પાસે આચોલના કરવી. ગીતાર્થ પણ ન મળે તો યાવતુ છેલ્લે શ્રીસિદ્ધ ભગવંતની સાક્ષીએ પણ અવશ્ય આલોચના કરી આત્મશુદ્ધિ કરવી. [115] આલોચના, વિકટના, શુદ્ધિ, સદ્ભાવદાયના, નિંદના, ગહ, વિકુટ્ટ, સલુદ્ધરણ એ પર્યાયવાચી નામો છે. [114 ધીરપુરષોએ, જ્ઞાની ભગવંતોએ શલ્યોદ્ધાર કરવાનું ફરમાવ્યું છે, તે જાણીને વિહિત લોકો તેને જીવનમાં આચરીને પોતાના આત્માની શુદ્ધિ કરે છે. ૧૧૪૭-૧૧પ૨] શુદ્ધિ બે પ્રકારે - દ્રવ્યશુદ્ધિ. ભાવશુદ્ધિ. દ્રવ્યશુદ્ધિ - વસ્ત્ર આદિને ચોખા કરવા. ભાવશુદ્ધિ- મૂલગુણ અને ઉત્તર ગુણોમાં જે દોષ લાગ્યા હોય, તેની આલોચના પ્રાયશ્ચિત દ્વારા શુદ્ધિ કરવી. રૂપાદિ છત્રીસ ગુણોથી યુક્ત એવા આચાર્યને પણ શુદ્ધિ કરવાનો અવસર આવે તો બીજાની સાક્ષીએ કરવી જોઈએ. જેમ હોંશીયાર વૈદ્યને પણ પોતાની જાત માટેની ચિકિત્સા તો બીજાની પાસેથી લેવી પડે છે. તેમ પોતે પ્રાયશ્ચિત્તની વિધિ જાણતા હોય, તો પણ અવશ્ય બીજાની પાસે આલોચના કરી શુદ્ધિ કરવી જોઈએ. આવા આચાર્યને પણ બીજા આગળ આલોચનાની જરૂર છે, તો પછી બીજાની તો શી વાત. માટે સર્વ કોઇએ ગુરુ સમક્ષ વિનયભૂત અંજલી જેડી આત્માની શુદ્ધિ કરવી. આ સાર છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org