________________ 75 માથા - 1153 જેમણે આત્માનો સર્વરજમલ દૂર કર્યો છે તેવા શ્રી જિનેશ્વર ભગવંતના. શાસનમાં ફરમાવ્યું છે કે જે આત્મા સશલ્ય છે તેની શુદ્ધિ થતી નથી. સર્વ શલ્યોનો જે ઉદ્ધાર કરે છે, તે જ આત્મા શુદ્ધ બને છે.” [1153 સહસા, અજ્ઞાનતાથી, ભયથી, બીજાની પ્રેરણાથી, સંકટમાં, રોગની પીડામાં. મૂઢતાથી, રાગ દ્વેષથી. દોષો લાગે છે અર્થાતુ શલ્ય થાય છે. સહસા- પગલું જોઈને ઉપાડ્યું ત્યાં સુધી નીચે કાંઈ ન હતું, પણ પગ મૂકતાં જ નીચે કોઈ જીવ આવી જાય. વગેરેથી. આપનતાથી- લાકડાં ઉપર નિગોદ વગેરે હોય પણ તેના જ્ઞાન વિના તેને લૂંછી નાખ્યું. વગેરેથી. ભયથી- જુઠું બોલે, પૂછે તેનો જુકો. ઉત્તર આપે. વગેરૈથી. બીજાની પ્રેરણાથી- બીજાએ આડું-અવળું સમજાવી દીધું ને તે મુજબ આ કાર્ય કરે. સંકટમાં વિહાર આદિમાં ભૂખ તૃષા લાગી હોય, ત્યારે આહારાદિની શુદ્ધિની પૂરી તપાસ કર્યા સિવાય વાપરી લેવું વગેરેથી. રોગની પીડામાં- આધાર્મિ આદિ વાપરતાં મૂઢતાથી- ખ્યાલ નહિ રહેવાથી, રાગદ્વેષથી-રાગ તથા દ્વેષથી દોષો લાગે. [1154-1155] ગુરુ પાસે જઈ વિનયપૂર્વક બે હાથ જોડીને જે રીતે દોષો થયા હોય, તે બધા દોષો શલ્યરહિત રીતે. જેવી રીતે નાનું બાળક પોતાની માતા પાસે જેવું હોય તેવું સરળ રીતે કહી દે છે તેવી રીતે માયા અને મદથી રહિત થઈ દોષો જણાવીને પોતાની આત્મ શુદ્ધિ કરવી જોઈએ. [1156] શલ્યનો ઉધ્ધાર કર્યો પછી માર્ગના જાણ આચાર્ય ભગવંત જે પ્રાયશ્ચિત્ત આપે, તેને તે રીતે વિધિ પૂર્વક પૂર્ણ કરી આપવું જોઇએ. કે જેથી અનવસ્થા પ્રસંગ ન થાય. અનવસ્થા એટલે અકાર્ય થાય તેની આલોચના ન કરે અથવા આલોચના લઈને તે પૂર્ણન કરે, [1157-1161] શસ્ત્ર, ઝેર, જે નુકશાન નથી કરતાં, કોઈ વેતાલની સાધના કરી પણ અવળી ફરી તેથી, વેતાલ પ્રતિકૂલ થઈને જે દુઃખ નથી આપતો, ઉર્દુ ચાલેલું યંત્ર જે નુકશાન નથી કરતું, તેનાથી કંઈ ગણું દુઃખ શલ્યનો ઉધ્ધાર-આત્મશુદ્ધિ નહિ કરવાથી થાય છે. શસ્ત્ર આદિના દુઃખથી બહુ બહુ તો એક ભવનું જ મરણ થાય, જ્યારે આત્મશુદ્ધિ નહિ કરવાથી દુર્લભબોધિપણું અને અનંત સંસારીપણું આ બે ભયંકર નુકશાન થાય છે. માટે સાધુએ સર્વ અકાર્યપાપોની આલોચના કરી આત્મશુદ્ધિ કરવી જોઈએ. ગારવ રહિતપણે આલોચના કરવાથી મુનિ ભવસંસારરૂપી લતાના મૂળને છેદી નાખે છે, તથા માયાશલ્ય, નિદાન શલ્ય અને મિથ્યાદર્શન શલ્યને દૂર કરે છે. જેમ મજુર માથે ઉપાડેલા ભારને નીચે મૂકવાથી હળવો થાય છે, તેમ સાધુ ગુરુની પાસે શલ્ય રહિત પાપોની આલોચના નિંદા, ગહ કરવાથી કમરૂપી ભારથી હળવો થાય છે. સર્વ શિલ્યોથી શુદ્ધ બનેલો સાધુ ભક્ત પ્રત્યાખ્યાન અનશનમાં અત્યંત ઉપયોગવાળો થઈ મરણાંતિક આરાધના કરતો રાધા વેધને સાધે છે. એટલે સમાધિપૂર્વક કાળ કરી પોતાનો ઉત્તમાર્થ સાધી શકે છે. [12] આરાધનામાં તત્પર સાધુ સારી રીતે આરાધના કરી, સમાધિ પૂર્વક કાળ કરે તો ત્રીજા ભવે અવશ્ય મોક્ષ પામે છે. [1163 સંયમની વૃદ્ધિને માટે વીર પુરુષો એ આ સામાચારી કહેલી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org