________________ ગાથા - 86 પાણી હોય તેવા રસ્તાનો ત્યાગ કરે છે. તો પછી સાધુમાં ગૃહસ્થમાં ફેર શું? ગૃહસ્થો જયણા કે અજયણાને જાણતા નથી. સચિતમિશ્ર પ્રત્યેક કે અનંતને જાણતા નથી જીવવધ ન કરવો તેવા પચ્ચકખાણ નથી જ્યારે સાધુને આ પ્રતિજ્ઞા અને જાણપણું બને છે તે વિશેષતા છે લોકો મરણનો ભય અને પરીશ્રમ ભાવથી તે પથ છોડે છે.જ્યારે સાધુ દયાના પરિણામથી મોક્ષના હેતુવાળા થઈ ઉપયોગ પૂર્વક પથને ગ્રહણ કરે છે કે છોડે છે. જો કે બાહ્ય વસ્તુને આશ્રીને સાધુને હિંસાજન્ય કર્મબંધ થતો નથી. તો પણ મુનિ પરિણામની વિશુદ્ધિ માટે પૃથ્વિકા આદિની જયણા કરે છે. જો આવી જયણા ન કરે તો પરિણામની શુદ્ધિ કે કઈ રીતે ? સિદ્ધાંતમાં તુલ્ય પ્રાણિવધના પરિણામમાં પણ મોટું. અંતર કહ્યું છે. તીવ્ર સંકિલષ્ટ પરિણામવાળાને સાતમી નરક પ્રાપ્ત થાય અને મંદ પરિણામ વાળો બીજે પણ જાય, એજ રીતે નિર્જરા પણ પરિણામ આધારીત છે. આ રીતે જે અને જેટલા હેતુ સંસાર માટે છે તે અને તેટલા હેતુ મોક્ષ માટે છે. અતીતભૂતકાળની સંખ્યા ગણવા જઈએ તો બંનેમાં લોકો સમાન આવે. રસ્તામાં જયણાપૂર્વક ચાલવામાં આવે તો તે ક્રિયા મોક્ષ માટેની થાય છે અને તેમ ચાલવામાં ન આવે તો તે ક્રિયા કર્મબંધ માટેની થાય છે. જિનેશ્વર પરમાત્માએ કોઈ વસ્તુનો એકાંત નિષેધ કરેલ નથી. તેમ એકાંત વિધિ કહી નથી. જેમ રોગમાં એક રોગમાં જેનો નિષેધ છે તે બીજામાં વિધિ પણ હોઈ શકે. જેમ ક્રોધાદિ સેવનથી અતિચાર થાય છે. તે જ ક્રોધાદિભાવ ચંડરૂદ્રાચાર્યની જેમ કાચિત શુદ્ધિ પણ કરાવી દે છે. સંક્ષેપમાં કહીએ તો બાહ્ય વસ્તુને આશ્રીને કર્મબંધ ન થતો હોવા છતાં સાધુ સદા જયણાના પરિણામ પૂર્વક જીવે અને પરિણામની વિશુદ્ધિ રાખે. પણ ક્લિષ્ટ ભાવ કે અવિધિ કરે નહિ. [૯૯-૧૦૦પહેલું અને બીજું ગ્લાન યાતના, ત્રીજું શ્રાવક, ચોથું સાધું, પાંચમી વસતિ, છઠ્ઠ સ્થાનસ્થિત (એ પ્રમાણે પ્રવેશ વિધિ સંબંધે જણાવે છે. ગામ પ્રવેશના પ્રયોજનને જણાવતા કહે છે કે તે વિધિનો લાભ શું ?) ઈહલૌક્કિ અને પરલૌકિક બે લાભ છે. પૃચ્છાના પણ બે ભેદ, તેના પણ એક એક આદિ ભેદો છે. સુચના “મોહનિતિમાં હવે પછીની ગુર્જર છાયાનો માવયિકતા અનુસાર ભાવાનુવાદ છે તેમાં ક્યાંક નિર્યુક્તિ ભાષ્ય કેપ્રક્ષેપનો અનુવાદ નથી પણ ક્યાં અને કચક દ્રોણાચાર્યજીની વૃત્તિને આધારે વિશેષ સ્પષ્ટીકરણો પણ છે. મુનિદીપરનગર [101] ઈહલૌકિક ગુણો - જે કામ માટે સાધુ નીકળેલો હોય તે કામની ગામમાં કંઈ ખબર મળે કે, તેઓ ત્યાંથી નીકળી ગયા છે. હાલ અમુક સ્થાને રહેલા છે. અથવા તો. માસકંલ્પાદિ કરીને કદાચ તેજ ગામમાં આવેલા હોય, તો તેથી, ત્યાંજ કામ પતી જાય. પારલૌકિક ગુણો - કદાચ ગામમાં કોઈ સાધુ સાધ્વી) બીમાર હોય તો તેની સેવાનો લાભ મળે. ગામમાં જિનમંદિર હોય તો તેનાં દર્શન વંદન થાય, ગામમાં કોઈ વાદી હોય કે પ્રત્યેનીક હોય અને પોતે વાદલબ્ધિસંપન્ન હોય તો તેને શાંત કરી શકે, [102] પૃચ્છા - ગામમાં પ્રવેશ કરતાં પૃચ્છા બે પ્રકારે થાય. અવિધિપૃચ્છા, વિધિપૃચ્છા. અવિધિપૃચ્છા - ‘ગામમાં સાધુઓ છે કે નહિ ? સાધ્વી હોયતો જવાબ મળે કે સાધુ નથી. “સાધ્વીઓ છે કે નહિ?” તો સાધુઓ હોય તો જવાબ આપનાર માણસ ના પાડે કે “સાધ્વીઓ નથી. ઉપરાંત “ઘોડા-ઘોડી' ન્યાયે શંકા પણ થાય. [103] શ્રાવક છે કે નહિ એમ પૂછે તો એને શંકા થાય કે આને અહીં આહાર કરવો હશે.” શ્રાવિકા વિષય પૂછે તો તેને શંકા થાય કે જરૂર આ ખરાબ આચારવાળો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org