________________ 32 હનિજાતિ (103) હશે.' જિન મંદિરનું પૂછે તો બીજા ચાર હોય તો પણ ન કહે એથી તદ્વિષયક લાભની હાનિ થાય. માટે વિધિ પૃચ્છા કરવી જોઈએ. [104-107] વિધિપૃચ્છા - ગામમાં જવા આવવાના રસ્તામાં ઉભા રહીને અથવા ગામની નજીકમાં કે કૂવા પાસે માણસોને પૂછે કે ગામમાં અમારો પક્ષ છે-સંપ્રદાય છે?” પેલો જાણતો ન હોય તો પૂછે કે “તમારો પક્ષ કયો?” ત્યારે સાધુ કહે કે જિન મંદિર, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા.” જે ગામમાં જિન મંદિર હોય તો પહેલા મંદિરે દર્શન કરી પછી સાધુ પાસે જાય. સાંભોગિક સાધુ હોય તો વંદન કરીને સુખશાતા પૂછે. કહે કે “આપના દર્શન કરવા ગામમાં આવ્યા છીએ. હવે અમારા અમુક કામે જઈએ છીએ. જો ત્યાં રહેલા સાધુ એમ કહે કે “અહીં સાધુ બિમાર છે, તેને ઔષધ કેવી રીતે આપવું, તે અમે જાણતા નથી.” આવેલ સાધુ જો જાણતો હોય, તો ઔષધની સંયોજના બતાવે અને વ્યાધિ શાંત પડે એટલે આગળ વિહાર કરે. [108-113] ગ્લાનપરિચયદિ - ગમન, પ્રમાણ, ઉપકરણ, શુકન, વ્યાપાર, સ્થાન, ઉપદેશ, લાવવું. ગમન - બિમાર સાધુમાં શક્તિ હોય તો વૈદ્યને ત્યાં લઈ જાય. જો શક્તિ ન હોય તો બીજા સાધુ ઔષધ માટે વૈદ્યને ત્યાં જાય. પ્રમાણ -વૈદ્યને ત્યાં ત્રણ પાંચ કે સાત સાધુએ જવું. શુકન - જતી વખતે સારા શુકન જોઈને જવું. વ્યાપાર - જો વૈદ્ય ભોજન કરતો હોય, ગડગુમડ કાપતો હોય તો તે વખતે ન જવું. સ્થાન - જો વૈદ્ય ઉકરડા આદિ પાસે ઉભો હોય તે વખતે ન પૂછવું, પણ પવિત્ર જગ્યાએ બેઠા હોય ત્યારે પૂછવું. ઉપદેશ - વૈદ્યને યતનાપૂર્વક પૂછયા પછી વૈદ્ય જે કહે તે મુજબ પરિચયસેવા કરવી. લાવવું - જો વૈદ્ય એમ કહે કે બિમારનો જેવો પડશે’ તો બિમારને ઉપાડી વૈદ્યને ત્યાં લઈ ન જવો, પણ વૈદ્યને ઉપાશ્રયમાં લાવવા. ગ્લાન સાધુ ગામ બહાર ઠલે જતો થઈ જાય, ત્યાં સુધી વૈયાવચ્ચ કરે, પછી ત્યાં રહેલા સાધુ જો સહાય આપે તો તેમની સાથે, નહિતર એકલો આગળ વિહાર કરે. અન્ય સાંભોગિક સાધુ હોય તો, બીજા સાધુને સામાચારી જોતાં વિપરીત પરિણામ ન થાય તે માટે, પોતાની ઉપાધિ આદિ ઉપાશ્રયની બહાર મૂકીને અંદર જાય. જે બિમાર અંગે રોકાવું પડે તો, બીજી વસતીમાં રહીને ગ્લાનની સેવા કરે. ગામની પાસેથી જતાં કોઇ માણસ એમ કહે કે “તમે ગ્લાનની સેવા કરશો ?" સાધુ કહે “હા, કરીશ.” પેલો કહે કે ગામમાં સાધુ ઠલ્લા, માત્રાથી લેપાયેલા છે, તો સાધુ પાણી લઈને ગ્લાન સાધુ પાસે જાય, અને લોકો જુએ એ રીતે બગડેલાં વસ્ત્ર આદિ ધૂએ. સાધુ વૈદિકનું જાણતો હોય તો તે રીતે ઔષધાદિ કરે, ન જાણતો હોય તો વૈદ્યની સલાહ મુજબ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી વૈયાવચ્ચ કરે. ગ્લાન કારણે એકાકી, થયો હોય તો સારૂ થયે તેની અનુકુળતા પ્રમાણે સાથે વિહાર કરે. નિષ્કારણે એકાકી થયો હોય તો શાસ્ત્રમાં કહ્યા મુજબ તેને ઠપકો આપે. [114-118] ગામમાં સાધ્વી રહેલાં હોય તે ઉપાશ્રય પાસે આવી બહારથી નિશીહિ કહે. જો સાધ્વીઓ સ્વાધ્યાયઆદિમાં લીન હોય તો બીજા પાસે કહેવરાવે કે સાધુ આવ્યા છે” આ સાંભળી, સાધ્વીઓમાં મુખ્ય સાધ્વી સ્થવિરા વૃદ્ધ હોય તો બીજા એક અથવા તે સાધ્વી સાથે બહાર આવે જો તરૂણી હોય તો બીજી ત્રણ કે ચાર વૃદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org