________________ ગાથા-૧૧૮ 33 સાધ્વીઓ સાથે બહાર આવે. સાધુને આસન આદિ નિમંત્રણા કરે. પછી સાધુ, સાધ્વીજીઓની સુખશાતા પૂછે, કોઈ જાતની બાધા હોય તો સાધ્વીજી જણાવે. તે સાધુ સમર્થ હોય તો પ્રત્યેનીક આદિનો નિગ્રહ કરે, પોતે સમર્થ ન હોય, તો બીજા સમર્થ સાધુને મોકલી આપે. કોઈ સાધ્વી બિમાર હોય તો તેને ઔષધિ આદિની ભલામણ કરે. પોતા. ઔષધનું જાણતો ન હોય તો વૈદ્યને ત્યાં જઈ વિધિપૂર્વક પૂછી લાવે અને સાધ્વીને તે પ્રમાણે બધું કહે. સાધુને રોકાવું પડે એમ હોય તો બીજા ઉપાશ્રયમાં રોકાય. સાધ્વીને સારું થાય એટલે વિહાર કરે. કદાચ સાધ્વી એકલી હોય અને તે બીમાર હોય અને બીજા ઉપાશ્રયમાં રહીને બરદાસ થઈ શકે એમ ન હોય તો તેજ સ્થાનમાં વચ્ચે પડદો રાખી શુશ્રુષા કરે. સારૂં થાય એટલે જે તે સાધ્વી નિષ્કારણે એકલી થઈ હોય તો ઠપકો આપીને ગચ્છમાં ભેગી કરાવે. કારણે એકલી થઈ હોય તો યતના પૂર્વક સ્થાને પહોંચાડે. [119-136] ગામમાં જિમંદિરમાં દર્શન કરી, બહાર આવી શ્રાવકને પૂછે કે ગામમાં સાધુ છે કે નહિ ?" શ્રાવક કહે કે “અહીં સાધુ નથી પણ બાજુના ગામમાં છે. અને તે બિમાર છે. તો સાધુ તે ગામમાં જાય. સાંભોગિક, અન્ય સાંભોગિક, અને ગ્લાનની સેવા કરે તે મુજબ પાસત્યો, ઓસન, કુશીલ, સંસા. નિત્યવાસી પ્લાનની પણ સેવા કરે, પરંતુ તેમની સેવા પ્રાસુક આહાર પાણી ઔષધ આદિથી કરે. કોઈ એવા ગામમાં જઈ ચડે કે જ્યાં ગ્લાનને યોગ્ય વસ્તુ મળી. પછી આગલા ગામમાં ગયો, ત્યાં ગ્લાન સાધુના સમાચાર મળ્યા તો. તે ગામમાં જઈ આચાદિ હોય તો તેમને બતાવે, આચાર્ય કહે કે-“ગ્લાનને આપો તો. ગ્લાનને આપે, પણ એમ કહે કે- “ગ્લાનને યોગ્ય બીજું ઘણું છે, માટે તમેજ વાપરો, તો પોતે વાપરે. જાણવામાં આવે કે - “આચાર્ય શઠ છે.” તો ત્યાં રોકાય નહિ. વેશધારી કોઈ ગ્લાન હોય તો, તે સાજો થાય એટલે કહે કે - “ધર્મમાં ઉદ્યમ કરે, જેથી સંયમમાં દોષ ન લાગે, એ પ્રકારે સમજાવો. આ રીતે ગલાનાદિની સેવા કરતો આગળ વિહાર કરે. આવી રીતે બધે સેવા આદિ કરતો વિહાર કરે તો આચાર્યની આજ્ઞાનો લોપ કર્યો ન કહેવાય ? કેમકે જે કામે આચાર્યે મોકલ્યો છે તે સ્થાને તો તે ઘણા કાલે પહોંચે. શ્રી તીર્થંકર ભગવંતની આજ્ઞા છે કે - ગ્લાનની સેવા કરવી.' આથી વચમાં રોકાય, તેમાં આચાર્યની આજ્ઞાનો લોપ કર્યો ન કહેવાય. પણ આજ્ઞાનું પાલન જ કહેવાય. કારણ કે તીર્થંકરની આજ્ઞા આચાર્યની આજ્ઞા કરતાં બલવાન છે. તે સંબંધી અહીં રાજા મુખીનું દ્રષ્ટાંત છે. એક રાજા નીકળ્યો. સિપાઈને કહ્યું કે-“અમુક ગામે મુકામ કરીશું. ત્યાં એક આવાસ કરાવો.' સિપાઈ ગયો અને કહ્યું કે-રાજા માટે એક આવાસ તૈયાર કરો. આ વાત સાંભળી મુખીએ પણ ગામ લોકોને કહ્યું કે-મારા માટે પણ એક આવાસ બનાવજો.' ગામ લોકોએ વિચાર્યું કે રાજા એક દિવસ રહીને જતા રહેવાના, મુખી કાયમ અહીં રહેવાના, માટે રાજા માટે સામાન્ય મકાન અને મુખી માટે સુંદર મકાન બનાવીએ.' રાજા માટે ઘાસના માંડવા જેવું મકાન બનાવ્યું, જ્યારે મુખી માટે સુંદર મહેલ જેવું મકાન બનાવ્યું રાજાને સામાન્ય મકાનમાં ઉતારો આપ્યો. સુંદર મકાન રાજાના જોવામાં આવતાં પૂછ્યું કે - “આ મકાન કોનું છે. ?" માણસોએ કહ્યું કે - “મુખીનું સાંભળતાં રાજા એકદમ ગુસ્સે થઈ ગયા અને મુખીને કાઢી મૂકી ગામ લોકોનો દંડ કર્યો. અહીં મુખીની જગ્યાએ આચાર્ય છે, રાજાની જગ્યાએ તીર્થકર ભગવંત. ગામ લોકોની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org