________________ માથા-૧૫૪ 35 કે હજુ ભિક્ષાવેળા થઈ નથી.' તો ત્યાં રાહ જુએ અને ઉદ્ગમાદિ દોષોની તપાસ કરે ગૃહસ્થ ન કહે તો બાળકોને પૂછે. તપાસ કર્યા પછી ભિક્ષા ગ્રહણ કરે. ગામમાં ગોચરી વાપરી શકાય એવું કોઈ સ્થાન ન હોય તો, ગામ બહાર જાય, ગૃહસ્થો હોય તો આગળ. જાય અને દેવકુલાદિ-શૂન્યગૃહ આદિમાં જ્યાં ગૃહસ્થ આદિ ન હોય, ત્યાં જઈને ગોચરી વાપરે. શૂન્યગૃહમાં પ્રવેશ કરતાં પહેલાં લાકડી ઠપકારે, ખાંસી વગેરે કરે, જેથી કદાચ કોઈ અંદર હોય, તો બહાર નીકળી જાય, પછી અંદર જઈ ઈરિયાવહિ કરી, ગોચરી વાપરે. [૧પપ-૧૧] ગોચરી વાપરતાં કદાચ અંદરથી કોઈ ગૃહસ્થ આવી જાય તો ગભરાયા સિવાય આ તારું પિંડ સ્વાહા, આ યમ પિંડ આ વરુણ પિંડ આદિ બોલવા માંડે પિશાચે ગ્રહણ કર્યો હોય તેવું મુખ કરે. આથી પેલો માણસ ભય પામી ત્યાંથી નીકળી જાય. કદાચ કોઈ માણસ બહારથી, છીદ્રમાંથી કે બારીમાંથી કે ઉપરથી જોઈ જાય અને તે માણસ બૂમ પાડીને બીજા માણસોને કહે કે- “અહીં આવો, અહીં આવો, આ સાધુ પાત્રમાં ભોજન કરે છે. આવું બને તો સાધુએ શું કરવું? ગૃહસ્થો દૂર હોય તો થોડું વાપરે અને વધારે ત્યાં રહેલા ખાડા વગેરેમાં નાંખી દે-સંતાડી દે અથવા ધૂળથી ઢાંક દે અને તે માણસો આવતાં પહેલાં પાત્ર સ્વચ્છ કરી નાખે અને સ્વાધ્યાય કરવા લાગી જાય. તે માણસો પાસે આવીને પૂછે છે કે- તમે ભિક્ષા ક્યાં કરી, ને તે માણસો. ગામમાં ગોચરી ફરતા જોઈ ગયા હોય તો કહે કે - “શ્રાવક આદિના ઘેર વાપરીને અહીં આવ્યો છું તે માણસોએ ભિક્ષાએ ફરતા જોયા ન હોય તો, તેમને સામું પૂછે કે શું ભિક્ષા વેળા થઈ છે?” જો તેઓ પાત્ર જોવા માટે આગ્રહ કરે તો પાત્ર બતાવે. પાત્ર ચોકખાં જોતાં, પેલા આવેલા માણસો કહેનારનો તિરસ્કાર કરે. આથી શાસનનો ઉદ્દાહ થાય નહિ. ગામની નજીકમાં સ્થાન ન મળે અને કદાચ દૂર જવું પડે, તો ત્યાં ગયા પછી ઈરિયાવહી. કરી થોડીવાર સ્વાધ્યાય કરી શાંત થયા પછી ભિક્ષા વાપરે. કોઈ ભદ્રક વૈધ સાધુને ભિક્ષા લઈ જતાં જુએ અને તેને લાગે કે આ સાધુને ધાતુનું વૈષમ્ય થયેલું છે, જો આ. આહાર તુરત વાપરશે તો અવશ્ય મરણ થશે. આથી વૈદ્યને વિચાર આવે કે- હું આ સાધુની પાછળ જાઉં, જો તુરત આહાર વાપરવા બેસે તો હું રોકું.' પણ જ્યારે વૈદ્યના દેવામાં આવે કે - “આ સાધુ એકદમ ખાવા લાગતા નથી પણ ક્રિયા કરે છે. ક્રિયા કરવામાં શરીરની ધાતુ સમ થઈ જાય છે. આવું બધું જોઈને વૈદ્યસાધુ પાસે આવીને પૂછે કે- 'શું તમે વૈદિકશાસ્ત્ર ભણ્યા છો? કે જેથી તમે આવીને તુરત ભિક્ષા ન વાપરી?' સાધુ કહે કે- “અમારા સર્વજ્ઞ ભગવાનનો આ ઉપદેશ છે, કે- “સ્વાધ્યાય કર્યા પછી વાપરવું.' પછી સાધુ વૈદ્યને ધમોપદેશ આપે. આથી તે વૈદ્ય કદાચ દીક્ષા ગ્રહણ કરે અથવા તો શ્રાવક થાય. આમ વિધિ સાચવવામાં અનેક લાભો રહેલા છે. ત્રણ ગાઉ જવા છતાં ગોચરી વાપરવાનું સ્થાન ન મળે, તો અને નજીકના ગામમાં આહાર મળે તેમ હોય તથા સમય પહોંચતો હોયતો સાથે લાવેલો આહાર પરઠવી દે, પણ જો સામે પહોંચતાં અને આહાર લાવીને વાપરતાં સૂર્ય અસ્ત થઈ જાય એમ હોય તો ત્યાં જ છેવટે ધમસ્તિકાયાદિની કલ્પના કરી. યતના પૂર્વક આહાર વાપરી લે. [16-171] સાધુ - બે પ્રકારના. જો એલા અને નહિ જોએલા, તેમાં પાછા પરિચયથી ગુણ જાણેલા અને ગુણ નહિ જાણેલા. નહિ જોએલામાં સાંભળેલા ગુણવાળા અને નહિ સાંભળેલા ગુણવાળા. તેમાં પ્રશસ્ત ગુણવાળા અને અપ્રશસ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org