________________ 36 ઓહનિર(૧૨) ગુણવાળા. તેમાં પણ સાંભોગિક અને અન્ય સાંભોગિક, સાધુ જોયેલા હોય તો પછી તે અજ્ઞાત ગુણવાળા કેમ હોઈ શકે ? સમવસરણ-મહોત્સવ આદિ સ્થાનમાં જોએલા હોય. પણ પરિચય નહિ થવાથી ગુણો જાણવામાં આવ્યા ન હોય, કેટલાક જોએલા ન હોય પણ ગુણ સાંભળેલી હોય. જે સાધુ શુદ્ધ આચારવાળા હોય, તેમની સાથે નિવાસ કરવો., (અશુદ્ધ) સાધુની પરીક્ષા બે પ્રકારે. 1. બાહ્ય. 2. અત્યંતર. બન્નેમાં પાછી દ્રવ્યથી અને ભાવથી બાહ્ય દ્રવ્યથી પરીક્ષા- જંઘા આદિ સાબુ આદિથી સાફ કરે. જોડા રાખે, રંગબેરંગી લાકડી રાખે. સાધ્વીની માફક માથે કપડું ઓઢે, એક બીજા સાધુની સાથે હાથ મીલાવીને ચાલે, આડું અવળું જોતા જોતા ચાલે, દિશા આદિના ઉપયોગ વગર સ્થડિલ બેસે. (પવનની સામે, ગામની સામે, સૂર્યની સામે ન બેસે પણ પુંઠ દઈને બેસે. ઘણા પાણીથી પ્રક્ષાલન કરે. વગેરે, બાહ્ય-ભાવથી પરીક્ષા- સ્ત્રી, ભોજન દેશ અને ચોર કથા કરતા જતા હોય, રસ્તામાં ગાયન, મૈથુન સંબંધી વાતો, કે ફેરફદડી કરતા જાય, મનુષ્ય તિર્યંચો આવતા હોય ત્યાં માત્રે ચંડીલ જાય, આંગળી કરીને કંઈ ચાળા કરતા હોય. કદાચ બાહ્ય પ્રેક્ષણામાં અશુદ્ધ હોય તો પણ વસિતમાં જવું અને ગુરુની પરીક્ષા કરવી કેમકે કદાચ તે સાધુ ગુરુની મના હોવા છતાં તેવું આચરણ કરતા હોય. બાહ્ય પરીક્ષામાં શુદ્ધ હોય; છતાં અત્યંતર પરીક્ષા કરવી. અત્યંતર દ્રવ્ય પરીક્ષાભિક્ષા આદિ માટે બહાર ગયા હોય, ત્યાં કોઈ ગૃહસ્થ આદિ નિમિત્ત આદિ પૂછે તો તે ન કહેતો હોય, અશુદ્ધ આહારાદિનો નિષેધ કરતો હોય અને શુદ્ધ આહાર ગ્રહણ કરતો હોય વેશ્યા-દાસી આદિના સ્થાન નજીક રહેતા ન હોય, તો તેવા સાધુ શુદ્ધ જાણવા. ઉપાશ્રયની અંદર શેષકાલમાં પીઠલક આદિ વાપરતા ન હોય, માનું આદિ ગૃહસ્થથી. જુદુ કરતા હોય, શ્લેષ્મ આદિ રાખવાળી કુંડીમાં નાખતા હોય તો તે શુદ્ધ જાણવા., અત્યંતરભાવ પરીક્ષા- કામો-તેજક ગીત ગાતા હોય કે કથા કરતા હોય, પાસા.કોડી આદિ રમતા હોય તો અશુદ્ધ જાણવા. ગુણોથી યુક્ત સમનોજ્ઞ સાધુ સાથે રહેવું, તેવા ન હોય, તો અમનોજ્ઞ ગુણવાળા સાથે રહેવું. ઉપાશ્રયમાં પ્રવેશ કરી ઉપકરણો એક બાજુએ મૂકી વંદનાદિ કરી સ્થાપના આદિ કુલો પૂછીને પછી ગોચરીએ જાય. | [172-178] વસતિકાર-સંવિજ્ઞ સમનો સાધુ સાથે વસતિ શોધવી, તેવી ન હોય તો નિત્યવાસી અમનોજ્ઞ, પાર્થસ્થ આદિ ત્યાં રહેલા હોય તો, તેમની સાથે નહિ વસતાં તેમને જણાવીને જુદા સ્થાનમાં એટલે સ્ત્રી રહિત શ્રાવકના ઘરમાં રહેવું. તેવું ન હોય તો, સ્ત્રી રહિત ભદ્રકના ઘરમાં રહેવું, તેવું ન હોય તો, સ્ત્રી સહિત ભદ્રકના ઘરમાં જુદા ઓરડા કે ડેલીમાં રહેવું, તેવું ન હોય તો, સ્ત્રી સહિત ભદ્રકના ઘરમાં વચ્ચે પડદો * આદિ કરીને રહેવું. તેવું પણ ન હોય તો. દર વગેરેથી રહિત, મજબૂત, તથા બારણાવાળા શૂન્ય ગૃહમાં હેવું, અને પોતાની ખબર રાખવા નિત્યવાસીઓ વગેરેને જણાવવું. શૂન્યગૃહ પણ ન હોય તો ઉપર્યુક્ત કાલચારિ નિત્યવાસી પાર્થસ્થાદિ રહ્યા હોય ત્યાં તેમણે ન વાપરેલા પ્રદેશમાં ઉતરે, ઉપધિ વગેરે પોતાની પાસે રાખીને પ્રતિક્રમણ આદિ ક્રિયા કરીને કાયોત્સર્ગ આદિ કરે. જો જાગવાની શક્તિ ન હોય તો યતનાપૂર્વક સુવે, તેવું સ્થાન પણ ન હોય તો યથાછંદ આદિની વસતિનો પણ ઉપયોગ કરે, તેની વિશેષ વિધિ આ છે -તે ખોટી પ્રરૂપણા કરતા હોય તેનો વ્યાઘાત કરે, જો વ્યાઘાત કરવા સમર્થ ન હોય તો. ધ્યાન કરે, ધ્યાન ન કરી શકે તો ઊંચેથી ભણવા માંડે, ભણી ન શકે તો પોતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org