________________ ગાથા - 178 કાનમાં આંગળીઓ નાખવી, આથી પેલાને લાગે કે આ સાંભળશે નહિ એટલે એની ધર્મકથા બંધ કરે, નસકોરા વગેરેના મોટા અવાજ પૂર્વક ઉંઘવાનો ડોળ કરે, જેથી પેલો થાકી-કંટાળી જાય. એમ ન થાય તો, પોતાનાં ઉપકરણો પાસે રાખીને યતનાપૂર્વક સુવે. [179-184] સ્થાનસ્થિત - (કારણે.) વિહાર કરતાં વષકાલ આવી જાય. જે રસ્તે જવાનું હોય તે ગામમાં એશિવ આદિનો ઉપદ્રવ હોય, દુકાળ હોય, નદીમાં પૂર આવ્યું હોય. બીજા રસ્તે ફરીને જવા સમર્થ હોય, તો તે રસ્તે ફરીને જાય. નહિતર જ્યાં સુધી ઉપદ્રવ આદિની શાંતિ ન થાય ત્યાં સુધી તે વચલા ગામમાં રોકાય. રસ્તામાં ખબર પડે કે જે કામ માટે જે આચાર્ય પાસે જવા નીકળ્યો છે તે આચાર્ય તે ગામમાંથી વિહાર કરી ગયા છે.' તો જ્યાં સુધી તે આચાર્ય કઈ તરફ કયા ગામમાં ગયા છે, તે ખબર ન પડે ત્યાં સુધી તે ગામમાં રોકાય અને ખબર પડે એટલે તે તરફ વિહાર કરે. તે આચાર્ય મહારાજ કાલધર્મ પામ્યાનું સાંભળવામાં આવે, તો જ્યાં સુધી ચોક્કસ સમાચાર ન મળે ત્યાં સુધી વચલા ગામમાં રોકાઈ જાય. પોતે જ બિમાર પડી જાય તો રોકાઈ જાય. ગામમાં રોકાતાં પહેલાં ગામમાં વૈદ્યને અને ગામના સ્વામી (મુખી)ને વાત કરીને રોકાય. કેમકે વૈદ્યને વાત કરી હોય તો બિમારીમાં ઔષધ સારી રીતે કરે અને મુખીને વાત કરી હોય તો રક્ષણ કરે. ગામમાં મુખ્ય માણસ હોય તેમના સ્થાનમાં રહે, અથવા યોગ્ય વસતિમાં રોકાય. ત્યાં રહેતાં દંડક આદિની પોતાના આચાર્ય તરીકેની સ્થાપના કરે, આ રીતે કારણિક હોય તે પ્રમાદ છોડીને વિચરે છે. [185-190] સ્થાનસ્થિત અકારણે) - ગચ્છમાં સારણા, વારણા, ચોયણા, પડિચોયણા થતાં હોય, તેથી દુભાઈને એકલો થઈ જાય, તો તે પોતાના આત્માને નુકશાન કરે છે, જેમાં સમુદ્રમાં નાનાં મોટાં અનેક માછલાં હોય છે તે એક બીજાને અથડાતાં હોય, તેથી કોઈ માછલું તે દુઃખથી પીડા પામી સુખી થવા માટે અગાધ જલમાંથી છીછરાજલમાં જાય તો તે માછલું કેટલું સુખી થાય? અથતુિ માછીની જાલ કે બગલાની ચાંચ વગેરેમાં સપડાઈ જઈ તે માછલું ઉલટું જલ્દી નાશ પામે છે તેમ સાધુ જો ગચ્છમાંથી કંટાળીને નીકળી જાયતો ઉલટો સાધુતાથી ભ્રષ્ટ થઈ જતાં તેને વાર લાગતી નથી, માટે ગચ્છમાં પ્રતિકૂળતાઓ પડવા છતાં પણ ગચ્છમાં જ રહેવું જોઈએ. જે સાધુ ચક્ર, સૂપ પ્રતિમા. કલ્યાણકાદિભૂમિ, સંખડી આદિ માટે વિહાર કરે. પોતે જ્યાં રહ્યા હોય તે સ્થાન સારું ન હોય પોતાને ગમતું ન હોય એટલે બીજે સારાં સ્થાન હોય ત્યાં વિહાર કરે. સારી સારી ઉપાધિ-વસ્ત્ર-પાત્ર તથા ગોચરી સારી ન મળતી હોય તેથી બીજે વિહાર કરે. આ નિષ્કારણ વિહાર કહેવાય છે, પણ જો ગીતાર્થ સાધુ સૂત્ર અર્થ ઉભયને કરતા સમ્યગુ દર્શન આદિ સ્થિર કરવા માટે વિહાર કરે તો તે કારણિક વિહાર કહેવાય છે. [191-199] શાસ્ત્રકારોએ એક ગીતાર્થ અને બીજો ગીતાર્થ નિશ્રિત એટલે પોતે ગીતાર્થ ન હોય પણ ગીતાર્થની નિશ્રા હેઠળ રહ્યો હોય એવા બે વિહારની અનુજ્ઞા-રજા આપી છે. અગીતાર્થ એકલો વિચરે અથવા જેમાં બધાજ સાધુ અગીતાર્થ વિચરતા હોય તો તે સંયમ વિરાધના, આત્મવિરાધના, અને જ્ઞાનદર્શનચારિત્રની વિરાધના કરનારા થાય છે, તથા શ્રી જિનેશ્વર ભગવાનની આજ્ઞાના લોપ કરનારા થાય છે અને તેથી સંસાર વધારે છે. આ રીતે વિહાર કરનારા- ચાર પ્રકારના છે. જયમાના, વિહરમાના, અવધાનમાના, આહિંડકા. જમાના- ત્રણ પ્રકારે- જ્ઞાનમાં તત્પર દર્શનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org