________________ 28 હનિજુતિ (40) કરાવનાર ન મળે કે સંઘાટક ન મળે અને તેને સૂત્ર-અર્થ પૂછવા હોય તો એકલા જાય. [40] ફિટિત-રસ્તામાં બે માર્ગ આવે. ત્યાં ભૂલથી મંદગતિથી ચાલવાને લીધે કે ડુંગર આદિ ન ચઢી શકવાથી ફરીને આવવાના કારણે સાધુ એકાકી થાય. ગ્લાન :- બીમાર સાધુ નિમિત્તે ઔષધાદિ લાવવા કે અન્ય સ્થળે બિમાર સાધુની સેવા કરનાર કોઈ ન હોય અને જવું પડે ત્યારે એકાકી થાય. [41] કોઈ અતિશય સંપન્ન જાણે કે નવ દિક્ષિતને તેના કુટુમ્બી ઘેર લઈ જવા, આવે છે ત્યારે સંઘાટક અભાવે એકલો વિહાર કરાવે. દેવતાના કહેવાથી વિહાર કરે ત્યારે એકાકી થાય એ માટે કલિંગમાં દેવીનું રૂદનનો પ્રસંગ ટાંકે છે. [42-5] છેલ્લી પોરિસીએ આચાર્યે કહ્યું કે તમારે અમુક સ્થળે જવું. ઓઘ હેતુથી માત્રક લાવવા કહ્યું તે માટે પ્ર િઆપી કે તને ભય ન થાય. અહીં તેને પોતાના ગણની પરીક્ષા કરવી હતી એટલે બધાંને બોલાવ્યા. મારે અમુક ગમન કાર્ય છે. કોણ જશે? બધાં જવા તૈયાર થયા ત્યારે આચાર્યએ કહ્યું અમુક આ સમર્થ છે માટે તેણે જવું ત્યારે સાધુ કહે કે આપે મારા ઉપર અનુગ્રહ કર્યો. તે કાર્ય માટે સાધુને વહેલાં જવાનું હોય તો સ્વાધ્યાય કરીને કે કર્યા સિવાય સૂતી વખતે આચાર્યને કહે કે આપે કહેલ કામ માટે હું સવારે જઈશ, એમ ન કહેતો દોષ લાગે. પૂછે તો કદાચ આચાર્યને સ્મરણ થાયકે મારે તો બીજું કાર્ય કહેવાનું હતું. અથવા જે માટે મોકલવાના છે તે સાધુ આદિતો અન્યત્ર ગયા છે. અથવા સંઘાટક કહી જાય કે આ સાધુ તો. ગચ્છ છોડી જવાનો છે. ત્યારે આચાર્ય સમયોચિત્ત ભલામણ કરે. સવારમાં જનાર સાધુ ગુરુવંદનાર્થે પગને સ્પર્શે અને આચાર્ય જાગે કે ધ્યાનમાં હોય તો ધ્યાન પૂરૂ થાય ત્યારે કહે કે આપે દર્શાવેલ કાર્ય માટે હું જાઉં છું. [4-48] અનુજ્ઞા પ્રાપ્ત સાધુ વિહાર કરે ત્યારે નીકળતી વખતે અંધારું હોય તો અજવાળું થાય ત્યાં સુધી બીજો સાધુ સાથે જાય. મળ-મૂત્રની શંકા હોય તો ગામની નજીક શંકા ટાળે જો ઠંડી, ચોર, કુતરા-સિંહ આદિનો ભય હોય, નગરના દ્વાર બંધ હોય, અજાણ્યો માર્ગ હોય તો સવાર સુધી રાહ જુએ. જો જનાર સાધુને વાપરીને જવું હોયતો ગીતાર્થ સાધુ સંખડી કે સ્થાપના કુલમાંથી યોગ્ય દૂધ સિવાય ધી વગેરે આહાર લાવી આપે. તે વાપરી લે. જો વસતિમાં ન વાપરવું હોય તો સાથે લઈને વિહાર કરે અને બે કોશમાં તે વાપરી લે. [49] ગામની હદ પૂરી થતાં રહરણથી પગ પ્રમાએં. પગ પ્રમાર્જતી વખતે ત્યાં રહેલ કોઈ ગૃહસ્થ ચાલતો હોય, અન્ય કાર્યમાં ચિત્તવાળો હોય, સાધુ તરફ ધ્યાન ન હોય તો પગ પ્રમાર્કે, જો તે ગૃહસ્થ જોતો હોય તો પગ ન પ્રમાર્જ, નિષદ્યા- આસન વડે પ્રમાર્જે. પિ૦-પ૭] પુરુષ-સ્ત્રી-નપુસક એ ત્રણેના વૃદ્ધ મધ્યમ અને તરુણ એમ ત્રણ-ત્રણ ભેદ છે. તેમાં બે સાધર્મિક કે બે ગૃહસ્થને રસ્તો પૂછે. ત્રીજો પોતે નિર્ણય કરે. સાધર્મિક કે અન્યધ મધ્યમ વયનાને પ્રીતિપૂર્વક રસ્તો પૂછે. બીજાને પૂછવામાં અનેક દોષ સંભવે છે. જેમકે - વૃદ્ધ જાણતા નથી. બાળકો પ્રપંચથી ખોટો રસ્તો કહે, મધ્યમ વયસ્ક સ્ત્રી કે નપુંસકને પૂછતા શંકા થાય કે “સાધુ આમની સાથે શું વાત કરે છે? વૃદ્ધ-નપુંસક કે સ્ત્રી, બાળ-નપુંસક કે સ્ત્રી ચારે માર્ગથી અજાણ હોય તેવું બને નજીકમાં રહેલાની પાસે જઈને રસ્તો પૂછે. કેટલાંક પગલા તેની પાછળ જઈને પૂછે અને જો તે મુંગો રહેતો રસ્તો ન પૂછે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org