________________ ગાય - 57 માર્ગમાં નજીક રહેલ ગોપાલ આદિને પૂછે પણ દૂર હોય તેને ન પૂછે. કેમકે તેવી રીતે પૂછતા શંકા આદિ દોષ તથા વિરાધનાનો દોષ લાગે. જો મધ્યમ વયસ્ક પુરુષ ન હોયતો દ્રઢ સ્મૃતિવાળા વૃદ્ધને અને તે ન હોયતો ભદ્રિક તરુણને રસ્તો પૂછે? એ જ રીતે ક્રમશઃ પ્રાપ્ત સ્ત્રી વર્ગ કે નપુંસક વર્ગને સંજોગાનુસાર પૂછે. આવા સંજોગો અનેક ભેદે હોય. [58-62 રસ્તામાં છકાયની જયણા માટે કહે છે- પૃથ્વિકાય ત્રણ ભેદે છે. સચિત્ત, અચિત્ત અને મિશ્ર, આ ત્રણેના પણ કાળો-નીલો આદિ વર્ણ ભેદે પાંચ-પાંચ પેટા ભેદો, તેમાં અચિત્ત પૃથ્વિમાં વિચરવું. અચિત્ત પૃથ્વિમાંપણ ભીની અને સૂકી બંને હોય તો ભીનામાં જવાથી વિરાધના થાય છે. શ્રમ લાગવો અને કાદવ ચોંટવાનું બને છે. સૂકામાં પણ રેતાળ અને રેતી વિનાનો માર્ગ હોય છે. રેતીવાળા માર્ગે દોષ લાગે માટે રેતી વિનાના માર્ગે જવું. ભીનો માર્ગ પણ ત્રણ પ્રકારે છે. “મધુસિકથી - પગની પાની સુધીનો કાદવ, પિંડક પગે મોજાં પહેર્યા હોય તેટલો કાદવ અને ‘ચિખિલ્લ’ ગરકી જવાય તેટલો કાદવ, વળી સૂકા માર્ગમાં પણ “પ્રત્યપાય” નામક દોષ છે. હિંસક પશુ, કૂતરા, ચોર, કાંટા, મ્લેચ્છો એ પ્રત્યપાય દોષ છે. સુષ્ક માર્ગના બે ભેદ આક્રાંત અને અનાક્રાંત. આક્રાંત માર્ગના બે ભેદ. પ્રત્યપાય અને અપ્રત્યાધાય. પ્રત્યપાય દોષવાળા માર્ગે ન જતા અપ્રત્યપાય માર્ગે જવું તે માર્ગ ન મળે તો ધૂળવાળા. માર્ગે, તે ન મળે તો. ભીની પૃથ્વિવાળા માર્ગે, તે ન હોયતો મિશ્ર, તે ન હોયતો સચિત્ત એમ ગમન કરવું. [3-65 શીયાળા - ઉનાળામાં રજોહરણથી પગ પ્રમાજે. ચોમાસામાં પાદલેખનીકાથી પ્રમાર્જ. આ પાદ લેખનિકા ઉદુમ્બર વડ કે આંબલીના વૃક્ષની બનેલી બાર આંગળ લાંબી અને એક આંગળ જાડી હોય છે. બંને તરફ અણીવાળી કોમળ હોય છે. તેમજ દરેક સાધુની અલગ-અલગ હોય છે. એક તરફની અણીથી પગે લાગેલી સચિત્ત પૃથ્વિને દૂર કરે બીજી તરફથી અચિત્ત પૃથ્વીને દૂર કરે. કપ-૭૦] અકાય બે પ્રકાર છે. જમીનનું પાણી અને આકાશનું પાણી. આકાશ પાણીના બે ભેદ ધુમસનું અને વરસાદનું. આ બંને પાણી જોઈને બહાર ન નીકળે. નીકળ્યા પછી જાણે તો નિકટના ઘર કે વૃક્ષ નીચે ઉભો રહે. જો ત્યાં ઉભા રહેવામાં કોઈ ભય હોય તો “વષકલ્પ' વરસાદથી રક્ષણનું સાધન ઓઢીને જાય. અતિ વષ હોય તો સુકા ઝાડ ઉપર ચઢી જાય. જો માર્ગમાં નદી આવે તો બીજે માર્ગે જાય કે પુલ ઉપરથી જય. એ જ રીતે જમીન ઉપરનું પાણી હોય ત્યારે પ્રતિકૃચ્છા કરીને જવું. જો કે આ બધું એકાકી નથી. પરંપરા પ્રતિષ્ઠ છે. જો નદીનો પુલ કે અન્ય રસ્તો કાચો હોય, ધૂળો વગેરે ખરતી હોય, અન્ય કોઈ ભય હોય તો તે રસ્તે ન જવું. પ્રતિપક્ષી રસ્તે જવું. અથતિ નિર્ભય કે આલંબનવાળા રસ્તે અથવા તેવા પ્રકારના અન્ય રસ્તે જવું. ચલમાન, અનાક્રાંત, ભયવાળો રસ્તો છોડી અચલ, આક્રાંત અને નિર્ભય રસ્તે જવું ભીની માટીનો લેપ થયો હોય તો નીકટથી પગને પ્રમાર્જિવા. પાણી ત્રણ ભેદે કહ્યું. પત્થર ઉપરથી વહેતું, કાદવ ઉપરથી વહેતું અને રેતી ઉપરથી વહેતું. આ ત્રણેના બે ભેદ છે આક્રાંત અને અનાક્રાંત. આક્રાંતના બે ભેદ પ્રત્યપાય અને અપ્રત્યાધાય ક્રમશઃ પાષાણ ઉપરથી વહેતુ પાણી પછી કાદવ ઉપરથી.... એ રીતે માર્ગ પસંદ કરવો. [71-76] અર્ધજઘા જેટલા પાણીને સંઘટ્ટ કહે છે, નાભિ પ્રમાણ પાણીને લેપ કહે છે અને નાભિથી ઉપર પાણી હોય તો લેપોપરી કહેવાય છે. સંઘટ્ટ નદી ઉતરતા એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org