________________ 27 ગાથા - 29 હોય પણ ગૃહસ્થ તુચ્છ-પ્રાંત હોય, ગૃહસ્થ ભદ્રિક હોય પણ સાધુ તુચ્છપ્રાંત હોય, બંને પ્રાંત હોય, બંને ભદ્રિક હોય. તેમાં બંને ભદ્રિક હોય ત્યારે વિહાર કરી ઉપસર્ગ ન હોય ત્યાં જાય. અશિવ પ્રાપ્ત (-ગ્લાન) સાધુને ત્રણ પરંપરાએ ભોજન આપવું. એક ગ્રહણ કરે. બીજો લાવે ત્રીજો અવજ્ઞાપૂર્વક આપે. ગ્લાનની સારવાર માટે રોકાયા હોય ત્યારે તેને વિગઈ - મીઠું - દશાવાળું વસ્ત્ર અને લોહસ્પર્શ એ ચાર વર્જવા. [30-32] ઉપદ્રવ પ્રાપ્ત સાધુને ઉદ્વર્તન કે નિર્લેપ (લેપ કાઢી નાખવો) કરનાર સાધુએ દિવસે કે રાત્રે સાથે ન રહેવું. જે બીકણ હોય તેને સેવા માટે ન રાખવો. પણ ત્યાં નિર્ભયને રાખવો. જ્યાં દેવતાનાં ઉપદ્રવ હોય ત્યાં ગોચરી ન જવું. જો તેવા ઘર ન મળે તો ગોચરી આપનાર સામે દ્રષ્ટિ મેળવવી નહીં. અશિવ ન હોય અથતુ નિરુપદ્રવ સ્થિતિમાં જે અભિગ્રહ-તપ ગ્રહણ કર્યા હોય તેમાં વૃદ્ધિ કરવી. જો સેવા કરનારને જવું પડે તો અન્ય સમાન સામાચારી વાળાને તે ઉપદ્રવ યુક્ત સાધુ પાસે મૂકીને જવું. સાધુ ન હોય તો બીજા પાસે પણ સોંપીને અન્યત્ર જવું. કદાચ તે ઉપદ્રવવાળા સાધુ આક્રોશ કરે તો સમર્થ સાધુ ત્યાં રહેવા ઇચ્છે તો તેને કહીને જલ્દી નીકળી જવું. જો ન ઇચ્છે તો તે દિવસે રહીને સમય મળતા છિદ્ર શોધીને બધાંએ - અડધાએ કે છેવટે એક-એક કરીને પણ નીકળી જવું. [33-34 વિહાર કરતી વેળા સંકેત કરીને બધાં નીકળે અને જ્યાં ભેગા થાય ત્યાં જે ગીતાર્થ હોય તેની પાસે આલોચના કરે. જો સૌમ્યમુખી દેવતા હોય તો તેજ ક્ષેત્રમાં ઉપદ્રવ કરે માટે બીજા ક્ષેત્રમાં જવું. કાલમુખી દેવતા હોય તો ચારે દિશાના. બીજા ક્ષેત્રમાં પણ ઉપદ્રવ કરે તો ત્રીજા ક્ષેત્રમાં જવું, રક્તાક્ષી દેવ ચારે દિશાના ત્રીજા ક્ષેત્રમાં પણ ઉપદ્રવ કરે તો ચોથા ક્ષેત્રમાં જવું. અહીં જે અશીવ અથ, દેવ ઉપદ્રવ માટે કહ્યું. (અશિવકારણ પુરુ થયુ) તે જ વિધિ દુર્મિક્ષ માટે પણ જાણવી. જેમ ગાયના સમૂહને થોડાં ઘાસમાં તૃપ્તિ ન થાય તો અલગ અલગ જાય તેમ દુકાળમાં એકલાએકલા સાધુએ જુદા જુદા નીકળી જવું. (દુભિક્ષ કારણ પૂરું થયું) [34-37 રાજ્ય તરફથી ચાર પ્રકારે ભય થાય, વસતિ ન આપે, આહાર પાણી ન આપે, વસ્ત્ર-પાત્ર છીનવી લે, મારી નાખે તેમાં છેલ્લા બે ભેદ વર્તતા હોય ત્યારે રાજ્યમાંથી નીકળી જાય. આ રાજ્ય ભયનું કારણ જણાવે છે કે કોઈ સાધુ વેશે પ્રવેશી કોઈને મારી નાંખેલ હોય, રાજા સાધુનું દર્શન અમંગલ માનતો હોય, કોઈ રાજાને ચડાવે કે સાધુ તમારુ અહિત કરવાના છે. રાજાના નિષેધ છતાં કોઈને દીક્ષા આપી હોય. રાજાના અંતઃપુરમાં પ્રવેશી અકત્ય સેવ્યું હોય, કોઈ વાદી સાધુએ રાજાનો પરાભવ કર્યો હોય. (આવા કારણે રાજ્યભય પામતો સાધુઓ વિહાર કરી જાય અને ચારિત્ર કે જીવિંત નાશનો ભય હોયતો એકાકી પણ થાય.). [38] ક્ષોભથી એકાકી થાય. - ભય કે ત્રાસ. જેમ કે ઉજ્જૈની નગરીમાં ચોરો આવી મનુષ્યાદિનું હરણ કરી જતા હતા. કોઈ વખત રેંટની માળા કુવામાં પડી, ત્યારે કોઈ બોલ્યું કે “માલા પતિતા” બીજા સમજ્યા “માલવાપતિતા” માળવાના યોરો આવ્યા. ગભરાટમાં ત્યાં બેઠેલાએ નાશ ભાગ કરી. એ રીતે સાધુ ભય કે ત્રાસથી એકલો થઈ જાય. [39] અનશનથી એકાકી થાય. અનશન ગૃહી સાધુને કોઈ નિયમણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org