________________ હનિજુત્તિ-(૧૫) બળવાન જ છે. તો પણ ચરણાનુયોગ બળવાન છે. ચારિત્રના રક્ષણ માટે જ બીજા ત્રણ અનુયોગ છે. ચારિત્રની પ્રતિપત્તિના હેતુથી ધર્મકથા રૂપ કળાસમૂહ પ્રવજ્યા આદિના દાન માટે, દ્રવ્યાનુયોગ દર્શનશુદ્ધિ માટે છે કેમકે દર્શનશુદ્ધીથી ચારિત્રશુદ્ધી છે. જેમ એક રાજાના પ્રદેશમાં ચાર ખાણ હતી. એક રત્નની, બીજી સોનાની, ત્રીજી ચાંદીની, ચોથી લોઢાની ચારે પુત્રોને એક એક ખાણ વહેંચી દીધી, લોઢાની ખાણવાળાને ચિંતા થઈ મને નકામી ખાણ મળી (ત્યારે મંત્રીએ સમજાવ્યું કે) બીજી ત્રણે ખાણો લોઢા ઉપર આધાર રાખે છે. તે બધાં તારી પાસે લોઢું માગવા આવે ત્યારે રત્ન સોનું અને ચાંદીના * બદલામાં તું લોઢું આપજે તું ધનવાન બનીશ). તે રીતે ચારિત્રમાં સમર્થ હોય તો. બાકીના અનુયોગ પ્રહણ કરવા સહેલા છે. માટે ચરણાનુયોગ સૌથી બળવાન છે. [16-17] (ચરણાનુયોગમાં અા અક્ષરો હોવા છતાં અર્થથી મહાન- વિસ્તૃત છે.) અહીં ચઉભંગી છે. અક્ષર ઓછાં મોટા અર્થ. અક્ષર વધુ થોડો અર્થ, બંને વધુ કે બંને થોડાં તેમાં ઓઘ સમાચારી એ પ્રથમ ભંગનું દ્રષ્ટાન્ત છે. જ્ઞાતાધર્મકથા એ બીજા ભંગનુ, દ્રષ્ટિવાદ ત્રીજા ભંગનું કેમકે ત્યાં અક્ષર અને અર્થ બંને વધારે છે. લૌકિક શાસ્ત્ર ચોથા ભંગનુ ડ્રષ્ટાન્ત છે. [18-19 બાળ જીવોની અનુકંપાથી જનપદને અન્ન-બીજ અપાય તે રીતે સ્થવિરો એ સાધુના અનુગ્રહને માટે ઓઘનિયુક્તિ વર્તમાનકાળ અપેક્ષાએ આ હવે પછી કહેવાશે તે) પદ વિભાગ રૂપે ઓશનિયુક્ત ઉપદિષ્ટ કરેલી છે. અહીં સ્થવિર એટલે ભદ્રબાહુ સ્વામિ સમજવા.) [20] ઓઘનિયુક્તિના સાત દ્વાર કહ્યા છે. પ્રતિલેખના, પિંડ, ઉપધિ પ્રમાણ, અનાયતન વર્જન, પ્રતિસેવના, આલોચના અને વિશુદ્ધિ. [21] આભોગ, માગણ, ગવેષણા, ઈહા, અપહ, પ્રતિલેખના પ્રેક્ષણા, નિરિક્ષણા, આલોકના અને પ્રલોકના (એકાર્થિક નામો છે.) રિ૨] જેમ ઘડો' શબ્દ કહેવાથી કુંભાર-ઘડો અને માટી આવી જાય તેમ અહીં પણ પ્રતિલેખન-પડિલેહણ કરનાર સાધુ, પ્રતિલેખના અને પ્રતિલેખિતવ્ય-પડિલેહણ. કરવાની વસ્તુ એ ત્રણની પ્રરૂપણા અહીં કરાશે. [23-27] પ્રતિલેખક - એક હોય કે અનેક હોય, કારણિક હોય કે નિષ્કારણિક, સાધર્મિક હોય કે વૈધર્મિક એમ સંક્ષેપથી બે પ્રકારે જાણવા તેમાં અશિવ આદિ કારણે એકલા જાય તે કારણિક, ધર્મચક્ર સ્તુપ, યાત્રાદિ કારણે એકલા જાય તે નિષ્કારણિક તેમાં એક - કારણિક અહીં કહેવાશે તે સિવાયના બધાં સ્થિત જાણવા. અશિવ, દુકાળ, રાજાનો ભય, ક્ષોભ, અનશન, માર્ગભૂલવો, બિમારી, અતિશય, દેવતાના કહેવાથી અને આચાર્યના કહેવાથી આટલા કારણે એકલા પડે તે કારણિક કહેવાય. બાર વર્ષ પૂર્વે ખ્યાલ આવે કે દુષ્કાળ થવાનો છે. તો વિહાર કરી સૂત્ર અને અર્થ પોરિસિ કરતા બીજા. સુકાળ પ્રદેશમાં જાય. આ દુષ્કાળની ખબર અવધિજ્ઞાનાદિ અતિશયથી, નિમિત્ત જ્ઞાનથી શિષ્યને વાચના થકી જણાવે કે જાણે અથવા જ્યારે અન્ય રીતે જાણે ત્યારે વિહાર કરે. કે ગ્લાનાદિ કારણે ન નીકળી શકે. 28-29] સાધુ ભદ્રિક હોય- ગૃહસ્થ ન હોય, ગૃહસ્થ ભદ્રિક હોય પણ સાધુ ન હોય બંને ભદ્રિક હોય, બેમાંથી કોઈપણ ભદ્રિક ન હોય. બીજી ચઉભંગી સાધુ ભદ્રિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org