________________ [25] नमो नमो निम्मल सणस्स પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામિને નમઃ 41 ઓહનિજુત્તિ zzzzzzzzzzzzz બીજું મૂળસૂત્ર-ગુર્જર છાયા) અરહંતોને નમસ્કાર થાઓ, સિદ્ધોને નમસ્કાર થાઓ, આચાર્યોને નમસ્કાર થાઓ, ઉપાધ્યાયોને નમસ્કાર થાઓ. આ લોકમાં રહેલા સર્વ સાધુને નમસ્કાર થાઓ. આ પાંચને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશક છે. સર્વે મંગલોમાં ઉત્કૃષ્ટ મંગલ છે. [૧-૩ઉપક્રમ કાળ બે પ્રકારે છે. સામાચારી ઉપક્રમકાળ અને યથાક ઉપક્રમ કાળ (અહીં ઉપક્રમનો અર્થ વૃત્તિ માં કર્યો છે. "દૂર હોય તેને સમીપ લાવવું તે) સામાચારી ઉપક્રમ કાળ ત્રણ પ્રકારે છે. ૧-ઓઘ, -દશઘા, ૩-પદવિભાગ, તેમાં ઓઘ અને દશધા સામાચારી એ નવમાં પૂર્વમાં રહેલા ત્રીજી આચાર વસ્તુના વીસમાં ઓઘ પ્રાભૃતમાં રહેલા હતી. સાધુના અનુગ્રહને માટે તે ત્યાંથી અત્રે લાવવામાં આવી માટે તેને ઉપક્રમ કહેવાય. તે ઉપક્રમ કાળ પૂર્વે વીસવર્ષનો હતો જે હાલ દીક્ષાના પ્રથમ દીવસે જ આપી શકાય છે. હવે મંગલના આરંભને માટે નીચેની ગાથાઓ જણાવે છે. 4i-5] અરહંતોને વંદીને, ચૌદપૂર્વી તથા દશપૂર્વીને વંદને, અગીયાર અંગને સૂત્રઅર્થ સહિત ધારણ કરનાર સર્વે સાધુઓનો વંદીને ચરણ-કરણ અનુયોગમાંથી અલ્પઅક્ષર અને મહાનઅર્થવાળી ઓઘથી નિયુક્તિ સાધુઓના અનુગ્રહને માટે કહું છું. ] ઓઘનો જે સમૂહ તે સમાસથી, સંક્ષેપથી એકી ભાવથી મળેલો છે. અત્યંત અગમો થી યુક્ત કે બદ્ધ હોય તેને નિયુક્તિ કહેવાય. અર્થાતુ અહીં સમાસસંક્ષેપથી એકીભાવવાળા અનેક અર્થ અને ગમો જોડાયેલા છે. બદ્ધ થયા છે તે ઓપનિષુત્તિ' 7i (ચરણ સિત્તરીના સિત્તેર ભેદો) પાંચવત, દશ શ્રમણ ધર્મ, 17 પ્રકારે સંયમ, 10 પ્રકારે વેયાવચ્ચ, નવ પ્રકારે બ્રહ્મચર્ય, જ્ઞાનાદિ ત્રિક, 12 પ્રકારે તપ, ક્રોધાદિનિગ્રહ, [8] (કરણ સિતરીના સિત્તેર ભેદો) પિંડ વિશુદ્ધિ-૪ ભેદે, પ-સમિતિ, ૧૨-ભાવના, ૧૨-પ્રતિમા, પ-ઇન્દ્રિયનિગ્રહ, ૨૫-પડિલેહણા, ૩-ગુપ્તિ, ૪-અભિગ્રહ , [9-15] અહીં ષષ્ઠીને બદલે પાંચમી વિભક્તિ કેમ કહી ? એવા પ્રશ્નનો ભાષ્યમાં ખુલાસો કરે છે કે ચરણકરણાનુ યોગ સંબંધિ ઓઘનિર્યુક્તિ હું કહીશ ત્યાં પંચમી વિભક્તિનું પ્રયોજન એ છે કે ચરણકરણાનુયોગ સિવાયના પણ યોગ છે. તે આ પ્રમાણે - ચરણકરણાનુયોગ, ધર્મકથાનુયોગ, ગણિતાનુયોગ, દ્રવ્યાનુયોગ એ ચાર અનુયોગ છે. આ ચારે એક-એકથી ચઢીયાતા છે. ચારે અનુયોગ વિષયમાં તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org