________________ 53 ગાથા -548 ઉપર નજર રાખીને ઉપયોગ પૂર્વક ચાલવું. આ પ્રમાણે પડિલેહણની વિધિ શ્રી ગણધર ભગવંતોએ કહેલી છે. આ પડિલેહણ વિધિને આચરતાં ચરણકરણાનું યોગવાળા સાધુઓ અનેક ભવમાં બાંધેલાં અનંતા કર્મોને ખપાવે છે. [૫૪૮-પપ૩]હવે પિંડ અને એષણાનું સ્વરૂપ ગુરુઉપદેશ અનુસાર કહે છે. પિંડની એષણા ત્રણ પ્રકારે -૧.ગવેષણા. 2. ગ્રહણ એષણા, ૩.ગ્રાસ એષણા. પિંડ ચાર પ્રકારે-નામ,સ્થાપના, દ્રવ્ય, ભાવ જેનો અર્થ સુગમ છે. દ્રવ્યપિંડ ત્રણ પ્રકારે-સચિત્ત, અચિત્ત, અને મિશ્ર તેમાં. અચિત્તપિંડ દશ પ્રકારે - ૧.પૃથ્વીકાય પિંડ, ૨.અપકાય પિંડ ૩.તેજસ્કાય પિંડ, ૪.વાયુકાયપિંડ, ૫.વનસ્પતિકાયપિંડ, બેઈન્દ્રિય પિંડ, ૭.તેઈન્દ્રિયપિંડ, ૮.ચઉરિન્દ્રિય પિંડ, 9, પચેન્દ્રિય પિંડ, અને 10, પાત્ર માટે લેપ પિંડ. સચિત્ત પિંડ અને મિશ્રપિંડ - લેપ પિંડ સિવાય નવ નવ પ્રકારે. પૃથ્વીકાયથી પંચેન્દ્રિય સુધીના પિંડ ત્રણ પ્રકારે. સચિત્ત જીવવાળો, મિશ્ર જીવસહિત અને જીવરહિત, અચિત્ત જીવરહિત. [પપ૪-પપ૯પૃથ્વીકાય પિંડ - સચિત્ત, મિશ્ર, અચિત્ત. સચિન બે પ્રકારે નિશ્ચયથી સચિત્ત અને વ્યવહારથી સચિત્ત નિશ્ચયથી સચિત્ત -રત્નપ્રભા, શર્કરપ્રભા આદિ. વ્યવહારથી સચિત્ત - જ્યાં ગોમય - છાણ વગેરે પડ્યાં ન હોય સૂર્યનો તાપ કે મનુષ્ય વગેરેની અવર-જવર ન હોય તેવાં જંગલ આદિ. મિશ્રપૃથ્વીકાય - ક્ષીરવૃક્ષ, વડ, ઉદુમ્બર આદિ વૃક્ષોની નીચેનો ભાગ, એટલે ઝાડ નીચેનો છાયાવાળો બેસવાનો ભાગ મિશ્ર પૃથ્વીકાય હોય છે. હળથી ખેડેલી જમીન આદ્ર હોય ત્યાં સુધી, ભીની માટી એક બે ત્રણ પ્રહર સુધી મિશ્ર હોય છે. ધન ઘણું હોય પૃથ્વી થોડી હોય તો એક પ્રહર સુધી મિશ્ર. ઈધન થોડું હોય પૃથ્વી ઘણી હોય તો ત્રણ પ્રહર સુધી મિશ્ર બન્ને સરખા હોય તો બે પ્રહર સુધી મિશ્ર. અચિત્ પૃથ્વીકાય * શીતશસ્ત્ર, ઉષ્ણુશસ્ત્ર, તેલ, ક્ષાર, બકરીની લીંડી, અગ્નિ, લવણ, કાંજી, ઘી આદિથી હણાયેલ પૃથ્વી અચિત્ત થાય છે. આચિત પૃથ્વીકાયનો ઉપયોગ - વૂતા સ્ફોટથી થયેલાં દાહને શમાવવા માટે શેક કરવા, સર્પદંશ ઉપર શેક વગેરે કરવા માટે અચિત્ત મીઠાનો તેમજ બીમારી આદિમાં અને કાઉસ્સગ્ન કરવા માટે, બેસવા ઉઠવા, ચાલવાદિ કાર્યોમાં તેનો ઉપયોગ થાય છે. પિ૦-પ૩૪]અપૂકાયપિંડ - સચિત્ત, મિશ્ર, અચિત્ત, સચિત બે પ્રકારે - નિશ્ચયથી અને વ્યવહારથી. નિશ્ચયથી સચિત્ત - ઘનોદધિ આદિ, કરા, દ્રહ- સમુદ્રના મધ્ય ભાગ આદિનું પાણી, વ્યવહારથી સચિત્ત - કુવા, તળાવ, વરસાદ આદિનું પાણી. મિશ્ર અપૂકાય - બરાબર નહિ ઉકળેલું પાણી, જ્યાં સુધી ત્રણ ઉકાળા આવે નહિ ત્યાં સુધી મિશ્ર, વરસાદનું પાણી પ્રથમવાર ભૂમિ ઉપર પડતાં મિશ્ર હોય છે. અચિત્ત અપાય - ત્રણ ઉકાળા આવેલું પાણી તથા બીજાં શસ્ત્ર આદિથી હણાયેલું પાણી ચોખાનું ધોવાણ આદિ અચિત્ત થઈ જાય છે. અચિત્ત અપકાયનો ઉપયોગ - શેક કરવો. તૃષા છીપાવવી, હાથ, પગ, વસ્ત્ર, પાત્ર આદિ ધોવાં વગેરેમાં ઉપયોગ થાય છે. વર્ષાઋતુની શરૂઆતમાં વસ્ત્રનો કાપ કાઢવો જોઈએ. તે સિવાય શિયાળા અને ઉનાળામાં વસ્ત્રનો કાપ કાઢે તો બકુશ ચારિત્રવાળો, વિભૂષણશીલ થાય અને તેથી બ્રહ્મચર્યનો વિનાશ થાય. લોકોને શંકા થાય કે 'ઉજળાં વસ્ત્ર ઓઢે છે, માટે નક્કી કામી હશે.” કપડાં ધોવામાં સંપાતિત જીવો તથા વાયુકાય જીવોની વિરાધના થાય. (શંકા) જો વસ્ત્રનો કાપ કાઢવામાં દોષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org