________________ હનિજત્તિ-(૭૪) રહેલા છે તો પછી વસ્ત્રનો કાપ જ ન કાઢવો? વષકાલ પહેલાં કાપ કાઢવો જોઈએ, ન કાઢે તો દોષો થાય. કપડાં મેલાં થવાથી ભારે થાય, લીલ ફુગ થાય, જૂ આદિ પડે, મેલા કપડાં ઓઢવાથી અજીર્ણ આદિ થાય, તેથી માંદગી આવે. માટે વર્ષાઋતુની શરૂઆત. થાય તે પહેલાં પંદર દિવસ અગાઉ કપડાનો કાપ કાઢવો જોઈએ. પાણી વધારે ન હોય તો છેવટે ઝોલી પડલાંનો તો અવશ્ય કાપ કાઢવો, જેથી ગૃહસ્થોમાં જુગુપ્સા ન થાય. (શંકા) તો શું બધાનો બાર મહિને કાપ કાઢવો? ના. આચાર્ય તથા ગ્લાન આદિનાં મેલાં થતાં વસ્ત્ર ધોઈ નાંખવાં જેથી લોકમાં નીંદા કે ગ્લાન આદિને અજીર્ણ વગેરે ન થાય. કપડાનો કાપ કેવી રીતે કાઢવો? કપામાં જૂ આદિની પરીક્ષા કર્યા બાદ કાપ કાઢવો. જૂ આદિ હોય તો તેને જયણા પૂર્વક દૂર કરીને પછી કાપ કાઢવો. સૌથી પહેલાં ગુરુની ઉપધિ, પછી અનશન કરેલા સાધુની ઉપધિ, પછી ગ્લાનની ઉપધિ, પછી નવ દૈક્ષિત સાધુની ઉપધિ, ત્યાર પછી પોતાની ઉપાધિ નો કાપ કાઢવો. ધોબીની માફક કપડાં પછાડીને ન ધોવાં, સ્ત્રીની માફક ધોકા મારીને કપડાં. ન ધોવાં, પણ જયણા પૂર્વક બે હાથથી મસળીને કાપ કાઢવો. કાપ કાઢ્યા કાપ કાઢ્યા પછી કપડાં છાંયડે સુકવવાં પણ તડકે સુકવવાં નહિ. એક વાર કાપ કાઢ્યાનું એક કલ્યાણક પ્રાયશ્ચિત આવે છે. પિ૭પ-પ૭૮]અનિકાય પિંડ- સચિત્ત, મિશ્ર, અચિત્ત. સચિન બે પ્રકારે નિશ્ચયથી. અને વ્યવહારથી. નિશ્ચયથી સચિત્ત - ઈટના નીભાડાના મધ્ય ભાગનો તથા વિજળી વગેરેનો અગ્નિ. વ્યવહારથી સચિત્ત - અંગારા આદિનો અગ્નિ. મિશ્ન - તણખાં. મુમુરાદિનો અગ્નિ. અચિત્ત અગ્નિ- ભાત, કૂર, શાક, ઓસામણ, ઉકાળેલું પાણી આદિ અગ્નિથી પરિપક્વ થયેલ. અચિત્ત અગ્નિકાયનો ઉપયોગ - ઈટના ટુકડા, રાખ, આદિનો ઉપયોગ કરાય છે, તથા આહાર પાણી આદિ વાપરવામાં ઉપયોગ કરાય છે. અગ્નિકાયનાં શરીર બે પ્રકારનાં હોય છે. બઢેલક અને મુશ્કેલક, બહેલક - એટલે અગ્નિ સાથે સંબંધિત. મુશ્કેલક - અનિરૂપ બનીને છૂટાં પડી ગયાં હોય તેવાં આહાર આદિ મુકેલક અગ્નિકાય છે. તેનો ઉપયોગ વાપરવામાં થાય છે. [પ૭૯)વાયુાયપિંડ - સચિત્ત, મિશ્ર, અચિત્ત. સચિત્ત બે પ્રકારે નિશ્ચયથી અને વ્યવહારથી નિશ્ચયથી સચિત્ત રત્નપ્રભાદિ પૃથ્વીઓની નીચે વલયાકારે રહેલો ઘનવાત, તનવાત, અતિ ઠંડીમાં જે વાયુ વાય તે અતિ દુર્દિનમાં વાતો વાયુ આદિ. વ્યવહારથી સચિત્ત - પૂર્વ આદિ દિશાનો પવન અતિ ઠંડી અને અતિ દુર્દિન સિવાયનો વાતો વાયું. મિશ્ર - દતિ આદિમાં ભરેલો વાયુ અમુક સમય પછી મિશ્ર. અચિત્ત - પાંચ પ્રકારે - આકાંત - કાદવ આદિ દબાવવાથી નીકળતો વાયુ. ધંત-મસક આદિનો વાયુ. પીલાત - ધમણ આદિનો વાયુ. શરીર અનુગત - શ્વાસોશ્વાસ - શરીરમાં રહેલો વાયું. સમુર્છાિમપંખા આદિનો વાયુ. મિશવાયુ - અમુક સમય સુધી મિશ્ર પછી સચિત્ત અચિત્ત વાયુકાયનો ઉપયોગ ભરેલી મશક તરવાના કામમાં લેવાય છે તથા ગ્લાન આદિનો ઉપયોગમાં લેવાય છે. અચિત્ત વાયુ ભરેલી મસક- ક્ષેત્રથી સો હાથ સુધી તરે ત્યાં સુધી અચિત્ત. બીજા સો હાથ સુધી એટલે એકસો એકમાં હાથથી બસો હાથ સુધી મિશ્ર, બસો હાથ પછ, વાયુ સચિત્ત થઈ જાય છે. પિ૮૦-૫૮૧]વનસ્પતિકાયપિંડ - સચિત્ત, મિશ્ર, અચિત્ત. સચિત્ત બે પ્રકારે - નિશ્ચયથી અને વ્યવહારથી. નિશ્ચયથી સચિત્ત - અનંતકાય વનસ્પતિ. વ્યવહારથી સચિત્ત - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org