________________ માથા-૮૮૩ હોય અને પરઠવવો પડે તો અસંયમ થાય. માટે પ્રથમ સ્નિગ્ધ અને મધુર આહાર વાપરવો. આહાર કટકછેદ, પ્રતરછેદ, અથવા સિંહભક્ષિત રીતે વાપરવો. કટકછેદએટલે કટકા કરી કરીને વાપરવો. પ્રતરછેદ - એટલે ઉપરથી વાપરતાં જવું. સિંહભાણિતએટલે એક બાજુથી શરૂ કરી બધો આહાર ક્રમસર વાપરવો. આહાર વાપરતાં - સબકડાં ન બોલાવવા.. ચબચબ ન કરવું. ઉતાવળ ન કરવી. બહું ધીમે ધીમે પણ ન વાપરવું. વાપરતાં નીચે વેરવું નહિ. રાગ દ્વેષ કરવો નહિ. મન, વચન અને કાયાથી ગુપ્ત થઈને શાંત ચિત્તે આહાર વાપરવો. [૮૮૪-૮૮૯ઉદ્ગમ ઉત્પાદના દોષોથી શુધ્ધ, એષણા દોષ વિનાનો એવો. પણ ગુડ આદિ આહાર દુષ્ટભાવથી અધિક ગ્રહણ કરવાથી સાધુ જ્ઞાન, દર્શન અને ચારિત્રથી અસાર થાય છે. જ્યારે શુધ્ધ ભાવથીપ્રમાણસર આહાર ગ્રહણ કરવાથી સાધુ જ્ઞાન, દર્શન અને ચારિત્રના સારરૂપ (કર્મનિર્જરા કરનાર) થાય છે. [૮૯૦-૮૯૫ગોચરી ઘટે તો શું કરવું અને ભોજન શુધ્ધિ કઈ રીતે જળવાય તેની સમજ અહી આપી છે. જેમકે ગોચરીની પુનઃવહેંચણી કરી ગોચરી આપવી અને ધૂમ - અંગાર આદિ દોષો નિવારવા વગેરે. [૮૯૬-૯૦૮]આહાર વાપરવાનાં છ કારણો- સુધાવેદના શમાવવા, વૈયાવચ્ચ કરવા, ઈયપિથિકી શોધવા, સંયમ પાળવા, શરીર ટકાવવા, સ્વાધ્યાય કરવા. આહાર નહિ વાપરવાના છ કારણો - તાવ આદિ હોય, રાજા, સ્વજન આદિનો ઉપદ્રવ હોય, બ્રહ્મચર્યનું રક્ષણ કરવા, જીવદયા માટે (વરસાદ, ધુમસ આદિ હોય) ઉપવાસ આદિ તપશ્ચર્યા કરી હોય, શરીરનો ત્યાગ કરવા, અનશન સ્વીકાર્યું હોય ત્યારે, આહાર વાપર્યા પછી પાત્ર ત્રણ વાર પાણીથી ધોવાં જોઈએ. [૯૦૯-૯૧૩]આહાર વધ્યો હોય તો શું કરવું? - વાપરવા છતાં આહાર વધ્યો હોય તો રત્નાધિક સાધુ વધેલો આહાર આચાર્ય મહારાજને બતાવે. આચાર્ય મહારાજ કહે કે "આયંબીલ ઉપવાસવાળા સાધુને બોલાવો.” મોહની ચિકિત્સા માટે જેમણે ઉપાવાસ, કર્યો હોય, જેમણે અઠ્ઠમ કે તેથી વધુ ઉપવાસ કર્યો હોય, જે ગ્લાન હોય, તાવવાળા હોય, જે આત્મબલ્પિક હોય, તે સિવાયના સાધુઓને રત્નાધિક સાધુ કહે છે કે તમને આચાર્ય ભગવંત બોલાવે છે. તે સાધુઓ તુરતજ આચાર્ય મહારાજ પાસે જઈ વંદન કરીને કહે કે ફરમાવો ભગવંત! શી આજ્ઞા છે?” આચાર્ય મહારાજ કહે કે “આ આહાર વધ્યો છે, તે વાપરી જાઓ. આ સાંભળી સાધુ કહે કે, વપરાશે એટલું વાપરી જઈશ.” એમ કહીને પોતાનાથી વપરાય એટલો આહાર વાપરે. છતાં પણ વધે તો જેનું પાત્ર હોય તે સાધુ આહાર પરઠવી દે. જો વાપરનાર સાધુ 'વપરાશે એટલું વાપરીશ” એવું ન બોલ્યો હોય તો વધેલું એણે પોતે જ પરઠવી દેવું. [૯૧૪-૯૧૫]વિધિ પૂર્વક લાવેલો અને વિધિ પૂર્વક વાપરેલો આહાર બીજાને આપી શકાય. તેના ચાર ભેદ છે. વિધિપૂર્વક પ્રહણ કરેલો અને વિધિપૂર્વક વાપરેલો. વિધિપૂર્વક ગ્રહણ કરેલો અને અવિધિપૂર્વક વાપરેલો. અવિધિથી ગ્રહણ કરેલો અને વિધિ પૂર્વક વાપરેલો. અવિધિથી ગ્રહણ કરેલો અને અવિધિથી વાપરેલો. વિધિપૂર્વક ગ્રહણ કરેલો એટલે ઉગમાદિ દોષોથી રહિત ગૃહસ્થ જેવો આપ્યો હોય તેવોજ ગ્રહણ કરીને લાવેલો આહાર. એ સિવાય ગ્રહણ કરેલો આહાર અવિધિ ગ્રહણ કહેવાય. [5] For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International