________________ 42 ઓહનિજજુત્તિ-(૨૯૧) પૂર્વે નક્કી કરેલી વસતિનો કોઈ કારણસર વ્યાઘાત થયો હોય, તો બીજી વસતિની તપાસ કરી, બધા સાધુઓ તે વસતિમાં જાય. પ્રશ્ન- ગામ બહાર ગોચરી વાપરીને પછી વસતિમાં પ્રવેશ કરવો. કેમકે ભૂખ્યા અને તરસ્યા હોવાથી ઈયપિથિકી શોધી ન શકાય તેથી સંયમ વિરાધના થાય. પગમાં કાંટા વગેરે વાગ્યા હોય તે ઉપધિના ભારથી જોઇ ન શકાય, તેથી આત્મ વિરાધના થાય, માટે બહાર વિકાલે આહાર કરીને પ્રવેશ કરવો. ઉચિત નથી ? ના. બહાર વાપરવામાં આત્મવિરાધના, સંયમવિરાધનાના દોષો છે. કેમકે જો બહાર ગોચરી કરે તો ત્યાં ગૃહસ્થો હોય. તેમને દૂર જવાનું કહે અને તે દૂર જાય તેમાં સંયમવિરાધના થાય. એમાં કદાચ તે ગૃહસ્થો ત્યાંથી ખસે નહિ અને ઉલટા સામા કહે કે “તમે આ જગ્યાના માલિક નથી.' કદાચ પરસ્પર કલહ થાય. સાધુઓ મંડલીબદ્ધ વાપરતા હોય. એટલે ગૃહસ્થો કૌતુકથી ત્યાં આવે, તેથી સંક્ષોભ થાય. આહાર ગળે ન ઉતરે. કલહ થાય. આથી ગૃહસ્થ કોપાયમાન થાય અને ફરીથી વસતિ ન આપે. બીજા ગામમાં જઈને વાપરે તો ઉપધિ અને ભિક્ષાના ભારથી, તથા સુધાને લીધે, ઈયપિથિક જોઈ ન શકે. તેથી પગમાં કાંટા વાગે એટલે આત્મવિરાધના. આહારાદિ નીચે પડી જાય કે વેરાય તેમાં છકાયની વિરાધના થાય. એટલે સંયમવિરાધના. વિકાલે પ્રવેશ કરે તો વસતિ જોયા વિનાની હોય તો ઘેષ થાય. ગામમાં પ્રવેશ કરતાં કૂતરા વગેરે કરડી જાય ચોર હોય તો માર મારે અથવા ઉપધિ ઉપાડી જાય. રખેવાળ કદાચ પકડે કે મારે. બળદ આખલા વગેરે કદાચ શીંગડું મારે. ભૂલા પડી જવાય. વેશ્યા આદિ નિંદ્યના ઘરો હોય તેની ખબર ન પડે. વસતિમાં કાંટા વગેરે પડ્યા હોય તો વાગી જાય. સર્પ આદિનાં દર હોય તો કદાચ સર્પ આદિ દેશ દે, આથી આત્મવિરાધના થાય. નહિ જોયેલી...માર્જન નહિ કરેલી વસતિમાં સંથારો કરવાથી કીડી વગેરે જીવજંતુની વિરાધના થાય, તેથી સંયમવિરાધના થાય. નહિ જોયેલી વસતિમાં કાળગ્રહણ લીધા સિવાય સ્વાધ્યાય કરે તો દોષ થાય અને જો સ્વાધ્યાય ન કરે તો સૂત્ર અર્થની હાની થાય. ધંડિલ માનું નહિ જોયેલી જગ્યાએ પરઠવતાં સંયમવિરાધના તથા આત્મવિરાધના થાય, જે સ્થડિલ વગેરે રોકે તો :- સ્થડિલ રોકવાથી મરણ થાય, માત્ર રોકવાથી ચક્ષુનું તેજ ઘટે, ઓડકાર રોકવાથી કોઢ રોગ થાય. ઉપર મુજબના દોષો ન થાય તે માટે બને ત્યાં સુધી સવારમાં જાય. ઉપાશ્રય ન મળે તો શૂન્યગૃહ, દેવકુલિકા અથવા ઉદ્યાનમાં રહે. શૂન્યગૃહ આદિમાં ગૃહસ્થી આવતા હોય તો વચમાં પડદો કરીને રહે. કોષ્ઠક ગાયો ભેંસો વગેરે રાખવાનો વાડો અથવા ગોશાળા સભા, આદિ મળી હોય તો ત્યાં કાલભૂમિ જોઈને ત્યાં કાલ ગ્રહણ કરે. તથા ઠલ્લા માત્રાની જગ્યા જોઈ આવે. અપવાદ વિકાલે પ્રવેશ કરે. કદાચ આવતાં રાત્રિ પડી જાય તો રાત્રે પણ પ્રવેશ કરે. રસ્તામાં પહેરેગીર આદિ મળે તો કહે કે “અમે સાધુઓ છીએ. ચોર નથી.” વસતિમાં પ્રવેશ કરતાં જો તે શૂન્યગૃહ હોય તો વૃષભ સાધુ દાંડાથી ઉપર નીચે ઠપકારે. કદાચ અંદર સર્પ આદિ હોય તો જતા રહે અથવા બીજું કોઈ અંદર હોય તો ખબર પડે. ત્યારબાદ ગચ્છ પ્રવેશ કરે. આચાર્ય માટે ત્રણ સંથારા ભૂમિ રાખે. એક પવનવાળી, બીજી પવન વિનાની અને ત્રીજી સંથારા માટે, વસતિ મોટી હોય તો બીજા સાધુઓ માટે છૂટાછૂટા સંથારા કરવા, જેથી ગૃહસ્થને માટે જગ્યા ન રહે. વસતિ નાની હોય તો પંકિત અનુસાર સંથારા કરી વચમાં પાત્રા આદિ મૂકે. સ્થવિર સાધુ બીજા સાધુઓને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org