________________ - - ગાથા-૪૯૭ ચૈત્ર - સુદ 15 3-0 3-8 વૈશાખ સુદ 15 2-8 જેઠ સુદ 15 2-4 2-10 પાત્રોની પડિલેહણ વખતે પાંચે ઈન્દ્રિયોનો ઉપયોગ બરાબર રાખવો. પાત્રો જમીનથી ચાર આંગળ ઉંચા રાખવાં, પાત્રાદિ ઉપર ભ્રમર આદિ હોય, તો યતના પૂર્વક દૂર મૂકવા, પ્રથમ પાત્રો પછી ગુચ્છા અને ત્યાર પછી પડલાની પડિલેહણા કરવી. પડિલેહણનો સમય પસાર થઈ જાય, તો એક કલ્યાણકનું પ્રાયશ્ચિત આવે છે. જો પાત્રાને ગૃહકોકિલા આદિનું ઘર લાગ્યું હોય તો તે પાત્રાને પ્રહર સુધી એક બાજુ મૂકી રાખવું એટલામાં ઘર ખરી પડે તો ઠીક નહિતર જો બીજું હોય, તો આખું પાડ્યું મૂકી દે, બીજું પાડ્યું ન હોય, તો પાત્રાનો તેટલો ભાગ કાપી નાખી એક બાજુ મૂકી દે. જો સૂકી માટીનું ઘર કર્યું હોય અને તેમાં જો કીડા ન હોય તો તે માટી દૂર કરી નાખે. તુબદ્ધકાળમાં-શિયાળા અને ઉનાળામાં પાત્રાદિ પડિલેહણ કરીને બાંધીને રાખવાં. કેમકે અગ્નિ, ચોર આદિના ભય વખતે, એકદમ બધી ઉપાધી આદિ લઈને સુખેથી નીકળી શકાય. ને બાંધી રાખ્યા ન હોય તો અગ્નિમાં બળી જાય. ઉતાવળથી લેવા જતાં પાત્રાદિ તૂટી જાય,ચોમાસામાં આ ભય હોતો નથી. [૪૯૮-પપ૩]Úડિલ - અનાપાત અને અસંલોક શુદ્ધ છે. અનાપાત - એટલે સ્વપક્ષ (સાધુ) પરપક્ષ(બીજા)માંથી કોઈનું ત્યાં આવાગમન ન હોય. અસલોક એટલે ડિલ બેઠા હોય, ત્યાં કોઈ જોઈ ન શકે. સ્થડિલભૂમિ નીચે પ્રકારે હોય. અનાપાત અને અસંલોક-કોઈની અવરજવર ન હોય, તેમ કોઈ જૂએ નહિ. અનાહત અને સંલોક - કોઈની અવર જવર ન હોય, પણ જોઈ શકાતું હોય. આપાત અને અસંલોકકોઈની અવર જવર હોય, પણ કોઈ જોઈ ન શકે. એટલે વચમાં વાડ આદિનું આંતરૂં હોય. આપાત અને સંલોક - કોઈની અવર જવર હોય, તેમ જોઈ શકાતું હોય. આપાત બે પ્રકારે સ્વપક્ષ સંયત વર્ગ પરપક્ષ ગૃહસ્થ આદિ. સ્વપક્ષ આપાત બે પ્રકારે. સાધુ અને સાધ્વી. સાધુમાં સંવિજ્ઞ અને અસંવિજ્ઞ. સંવિજ્ઞમાં ધર્મિ અને અધર્મિ. પરપણ આપાતમાં બે પ્રકાર -મનુષ્ય આપાત અને તિર્યંચ આપાત. મનુષ્ય આપાત ત્રણ પ્રકારે - પુરુષ, સ્ત્રી અને નપુંસક, તિર્યંચ આપાત ત્રણ પ્રકારે - પુરુષ સ્ત્રી અને નપુંસક તેમાં પુરુષ આપાત. ત્રણ પ્રકારે - રાજા શ્રેષ્ઠિ અને અને સામાન્ય. પાછા શૌચવાદી અને અશૌચવાદી આ પ્રમાણે સ્ત્રી અને નપુંસકમાં પણ ત્રણ ત્રણ ભેદ જાણવા. ઉપર્યુક્ત તિર્યંચ આપાત પાછા બે પ્રકારે-મારકણાં અને નહિ મારકણાં તે પાછાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ, દરેકમાં પુરુષ, સ્ત્રી અને નપુંસક જાતિના તેમાં નિંદનીય અને અનિંદનીય મુખ્ય રીતે અનાપાત અને અસંલોકમાં અંડિલ જવું મનોજ્ઞના આપાતમાં સ્થડિલ જઈ શકાય. સાધ્વીનો આપાત એકાંતે વર્જવો. પરપક્ષના આપાતમાં દોષો. લોકોને થાય કે “અમે જે દિશામાં અંડિલ જઈએ છીએ, ત્યાં આ સાધુઓ આવે છે તેથી અમારું અપમાન કરનારો છે અથવા અમારી સ્ત્રીઓનો અભિલાષ હશે માટે આ દિશામાં જાય છે. અથવા કોઈ સ્ત્રીએ સંકેત કરી રાખ્યો હશે. તેથી આ દિશામાં જાય છે. આથી શાસનનો ઉદ્દાહ થાય. કદાચ પાણી ઓછું હોય, તો તેથી ઉડ્ડાહ થાય. કોઈ મોટો માણસ સાધુને તે દિશામાં સ્વડિલ જતાં જોઇ ભિક્ષા આદિનો નિષેધ કરે. શ્રાવક આદિને ચારિત્ર સંબંધી શંકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org