________________ 48 ઓહનિરિ -(28) સાધુને મોકલે તેમાં શિષ્ય ઉપર અનુકંપા થાય છે, પરલોક સારો થાય છે, અને આ લોકોમાં પ્રશંસા થાય છે. પ્રશ્ન તો પછી શિષ્યની કઈ અનુકંપા થઈ? ઉલટો સાધુ ભૂખ અને તરસથી પીડાઈ કદાચ કાળ કરી જાય તો? ના જો ભૂખ અને તરસ સહન કરી શકે એમ ન હોય, ઉનાળો હોય, તપસ્વી હોય, તો પ્રથમાલિકાદિ વગેરે કરીને જાય. લુપુંસકું વાપરીને અથવા યતના પૂર્વક વાપરીને જાય. જઘન્ય ત્રણ કવલ અથવા ત્રણ ભિક્ષા. ઉત્કરથી પાંચ કવલ અથવા પાંચ ભિક્ષા. સહિષ્ણુ હોય તો પ્રથમાલિકા કર્યા સિવાય જાય ગોચરી લાવવાની વિધિ જણાવતાં કહે છે. એક પાત્રમાં આહાર, બીજા પાત્રામાં પાણી, એકમાં આચાર્યદિને પ્રાયોગ્ય આહાર, બીજામાં જીવ સંસૃષ્ટાદિ હોય તેવો આહાર કે પાણી ગ્રહણ કરે. [૪૨૯-૪૩પ૩પડીલેહણા દ્વારા બે પ્રકારે એક કેવળીની બીજી છહ્મસ્થની. બન્ને બાહ્યથી અને અભ્યતરથી બાહ્ય એટલે દ્રવ્ય અને અત્યંતર એટલે ભાવ. કેવળીની પડિલેહણા પ્રાણીથી સંસક્ત દ્રવ્ય વિષયની હોય છે. અતિ કપડા વગેરે ઉપર જીવજંતુ હોય તો પડિલેહણા કરે ? છઘસ્થની પડિલેહણા પ્રાણીથી સંસક્ત કે અસંસક્ત દ્રવ્ય વિષયની હોય છે. અર્થાતુ કપડાં આદિ પર જીવજંતુ હોય કે ન હોય, તો પણ પડિલેહણા કરવાની હોય છે. પડિલેહણા દ્રવ્યથી કેવલી માટેની વસ્ત્ર વગેરે જીવજંતુથી સંક્ત હોય તો પડિલેહણા કરે છે. તથા જ્યારે તે વસ્ત્ર આદિ વાપરવાનું હોય ત્યારે જો સંસક્ત હોય તો પડિલેહણા કરે છે પરંતુ જીવથી સંસક્ત ન હોય તો પડિલેહણા હોતી નથી. ભાવથી કેવલીની પડિલહેણાંમાં - વેદનીય કર્મ ઘણું ભોગવવાનું હોય અને આયુષ્યકર્મ ઓછું હોય તો કેવળી ભગવંતો કેવળી સમુદ્રઘાત કરે છે. દ્રવ્યથી છા- સંસક્ત કે અસંરક્ત વસ્ત્ર આદિની પડિલેહણા કરવી તે. ભાવથી છાસ્થની- રાત્રે જાગે ત્યારે વિચારે કે 'મેં શું કર્યું, મારે શું કરવાનું બાકી છે, કરવા યોગ્ય તપ વગેરે શું કરતો નથી? ઈત્યાદિ. [436-496] સ્થાન, ઉપકરણ, સ્થડિલ, અવખંભ અને માર્ગનું પડિલેહણ કરવું. સ્થાન - ત્રણ પ્રકારે. કાયોત્સર્ગ, બેસવુ, સુવું. કાયોત્સર્ગ ઠલ્લા માર્ગે જઈને ગુરુ પાસે આવી ઈરિયાવહી કરતાં કાઉસ્સગ કરે. યોગ્ય સ્થાને ચક્ષુથી જઈ પ્રમાર્જના કરી પછી કાઉસ્સગ્ગ કરે. કાઉસ્સગ્ગ ગુરુની સામે કે બે બાજુએ કે પાછળ ન કરવો, તથા જવા-આવવાનો માર્ગ રોકીને ન કરવો. બેસવું. બેસતી વખતે જંધા અને સાથળનો વચલો ભાગ પ્રમાર્જી પછી ઉત્કટુક આસને રહી, જમીન પ્રમાર્જીને બેસવું. સૂવું. સુતા હોય ત્યારે પડખું ફેરવતાં પ્રમાર્જીને પડખું ફેરવવું, સુતી વખતે પણ પૂંજીને સુવું. ઉપકરણ - બે પ્રકારે. ૧.વસ્ત્ર., ૨.પાત્ર સંબંધી. સવારે અને સાંજે હંમેશા બે સમય પડિલેહણા કરવી. પહેલાં મુહપત્તિ પડિલેહી પછી બીજા વસ્ત્ર આદિની પડિલેહણા કરવી. વસ્ત્રની પડિલેહણા વિધિ :- પહેલાં મતિ કલ્પનાની આખા વસ્ત્રના ત્રણ ભાગ કરીને જોવા, પછી પાછળની બાજુ ત્રણ ભાગ કરીને જોવા. ત્રણ વાર છ છ પુરિમા કરવા. ઉત્કટુક આસને બેસી વિધિપૂર્વક પડિલેહણા કરે, પડિલેહણા કરતાં આટલી કાળજી રાખવી. પડિલેહણ કરતાં વસ્ત્ર કે શરીરને નચાવવું નહિ. સાંબેલાની માફક વસ્ત્રને ઊંચું ન કરવું. વસ્ત્રના નવ અખોડા પખોડા અને છ વાર પ્રસ્ફોટન કરવું, પડિલેહણ કરતાં વસ્ત્ર કે શરીરને ઉચ છત કે છાપરાને તથા ભીંત કે જમીનને લગાડવું. પડિલેહણ કરતાં ઉતાવળ ન કરવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org