________________ ઓહનિ -(022) ઉપર મુજબ દોષો લાગે નહિ એ રીતે આચાર્યની પાસે અથવા તેમના સંમત હોય તેમની પાસે આલોચના કરવી. સમય થોડો હોય, તો સંક્ષેપથી આલોચના કરવી. પછી ગોચરી બતાવતાં પહેલા પોતાનું મુખ, માથુ પ્રમાજવું અને ઉપર નીચે તેમજ આજુબાજુ નજર કરીને પછી ગોચરી બતાવવી. કેમકે ઉદ્યાન-બાગ આદિમાં ઉતર્યા હોય ત્યાં ઉપરથી ફળ, પુષ્પ, આદિ ન પડે, નીચે ફળ આદિ હોય, તેની જયણા કરી શકાય. આજુબાજુમાં બિલાડી કૂતરો હોય તો ત્રાપ મારી ન જાય. ગોચરી બતાવીને અજાણતાં લાગેલા દોષની શુધ્ધિ માટે આઠ શ્વાસોચ્છવાસ (એક નવકારનો) કાઉસ્સગ્ન કરે અથવા અનુગ્રહ આદિનું ધ્યાન કરે. [૮૨૩-૮૩૯]પછી મૂહૂર્તમાત્ર સ્વાધ્યાય કરીને પછી ગુરુ પાસે જઈને કહે કે, પ્રાઘુર્ણક, તપસ્વી, બાળ આદિને આપ ગોચરી આપો.' ગુરુમહારાજ આપે અથવા કહે કે તમે જ તેઓને આપો.' તો પોતે પ્રાદુર્ણક આદિને તથા બીજા સાધુને પણ નિમંત્રણા કરે. જો તેઓ ગ્રહણ કરે, તો નિર્જરાને લાભ મળે અને ન ગ્રહણ કરે તો પણ વિશુદ્ધ પરિણામથી નિર્જરા થાય. જો અવજ્ઞાથી નિમંત્રણ કરે તો કર્મબંધ કરે. પાંચ ભરત, પાંચ એરવત અને પાંચ મહાવિદેહ. આ પન્નર કર્મભૂમિમાં રહેલા સાધુમાંથી એક સાધુની પણ હીલના કરવાથી બધા સાધુની હલના થાય છે. એક સાધુની પણ ભક્તિ કરવાથી સઘળા સાધુની ભક્તિ થાય છે. પ્રિ એકની હીલનાથી સઘળાથી હીલના અને * એકની ભક્તિથી સઘળાની ભક્તિ કેમ થાય ? જ્ઞાન, દર્શન, તપ, તથા સંયમ એ સાધના ગુણો છે. આ ગુણો જેમ એક સાધુમાં છે, તેમ સઘળાયે સાધુમાં છે. માટે એક સાધુની નિધ કરવાથી સઘળા સાધુના ગુણોની નિંધ થાય છે અને એક સાધુની ભક્તિ, પૂજા, બહુમાન કરવાથી પંદરે કર્મભૂમિમાં રહેલા સઘળાયે સાધુની ભક્તિ, પૂજા, બહુમાન થાય છે. ઉત્તમ ગુણવાન સાધુની હંમેશા વૈયાવચ્ચ આદિ કરવાથી, પોતાને સર્વ પ્રકારે સમાધિ મળે છે. વિયાવચ્ચ કરનારને એકાંત કર્મ નિર્જરાનો લાભ મળે છે. સાધુ બે પ્રકારના હોય, કેટલાક માંડલીમાં વાપરનારા હોય અને કેટલાંક જુદા જુદા વાપરનારા. જે માંડલીમાં વાપરનારા હોય, તે ભિક્ષા ગયેલા સાધુ આવી જાય એટલે બધા સાથે વાપરે. તપસ્વી, નવદીક્ષિત, બાળ, વૃદ્ધ આદિ હોય તે, ગુરુની આજ્ઞા મેળવી જુદું વાપરી લે. એ પ્રમાણે ગ્રહણ એષણાવિધિ ઘીર પુરુષો એ કરેલી છે. [૮૪૦-૮૪૫ગ્રાસ એષણા બે પ્રકારે - દ્રવ્યગ્રાસ એષણા, ભાવગ્રાસ એષણા. દ્રવ્યગ્રાસ એષણા - એક માછીમાર માછલાં પકડવા માટેના ગલ-કાંટામાં માંસપિંડ ભરાવીને દ્રહમાં નાખતો હતો. તે વાત એક માછલું જાણે છે, તેથી તે માછલું કાંટા પરનો માંસપિંડ આજુબાજુથી ખાઈ જાય છે, પછી તે ગલ હલાવે છે, તેથી માછીમાર માછલું તેમાં ફસાએલું જાણી, તે બહાર કાઢે છે, તો કંઈ હોતું નથી. આ પ્રમાણે વારંવાર પેલું માછલું માંસ ખાઈ જાય છે, પણ ગલમાં સપડાતું નથી. આ જોઈને માછીમાર વિચારમાં પડી જાય છે. વિચારમાં પડેલાં તે માછીમારને માછલું કહેવા લાગ્યું કે "એક વાર હું પ્રમાદમાં હતો, ત્યાં એક બગલાએ મને પકડયો. બગલો ભક્ષ ઉછાળીને પછી ગળી જાય છે. તેથી તે બગલાએ મને ઉછાળ્યો એટલે હું વાંકો થઈ તેના મોંઢામાં પડ્યો. આ રીતે ત્રણ વાર હું વાંકો પડ્યો એટલે બગલાએ મને મૂકી દીધો. એકવાર હું સમુદ્રમાં ગયો, ત્યાં માછીમારોએ વલયમુખની સાદડી માછલાં પકડવા માટે રાખેલી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org