________________ 7 ગાથા-૯૪૯ કરવું. આચાર્યને પ્રાયોગ્ય જે મળતું હોય, તો દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી ઉત્કૃષ્ટ દ્રવ્ય પ્રથમ ગ્રહણ કરવું., ઉત્કૃષ્ટ ન મળતું હો તો યથાયોગ્ય ગ્રહણ કરવું. ગ્લાન માટે નિયમાં પ્રાયોગ્ય ગ્રહણ કરવું. માંગણી કરીને પણ પ્રાયોગ્ય ગ્રહણ કરવું. [950-952] પરઠવતાં એક, બે, ત્રણ ઢગલી કરવાનું કારણ - ગોચરી આદિ ગયેલા મોટા માર્ગ - અધ્વનાદિ કલ્પ વિહારોમાં રહેલા સાધુઓને શુદ્ધ અશુદ્ધ આદિ આહારની ખબર પડી શકે અથવા કદાચીત ગામમાં રહેલા સાધુને પણ જરૂર પડે માટે, [૯૫૩-૯૬૨]વાપર્યા પછી ઠલ્લા આદિની શંકા હોય તો દૂર અનાપાતાદિ ચંડિલમાં જઈ વોસિરાવે. કારણ શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે નિયુક્તિમ 957 થી 958) પણ કરી આવે. કારણવાતાદિ ત્રણ શલ્યો દુધરે છે. પછી પડિલેહણનો સમય થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરે. [૯૩-૯૬૭ચોથી પોરિસી પ્રહરની શરૂઆત થાય, એટલે ઉપવાસી પ્રથમ મુહપત્તિ અને શરીર પડિલેહીને આચાર્યની ઉપાધિ પડિલેહે, ત્યાર પછી અનશન કરેલાની, નવ ક્ષિતની, વૃદ્ધ આદિની ક્રમશઃ પડિલેહણા કરે. પછી આચાર્ય પાસે જઈને આદેશ માગીને પાત્રાની પડિલેહણા કરે, પછી. માત્રક અને પોતાની ઉપધિ પડિલેહી છેલ્લે ચોલપટ્ટો પડિલેહે. વાપરેલું હોય તેણે પ્રથમ મુહપત્તિ, શરીર, ચોલપટ્ટો : પડિલેહી, પછી ક્રમશઃ, ગુચ્છા, ઝોળી. પડલા, રજસ્ત્રાણ પછી પાત્રો પડિલેહે. પછી આચાર્ય આદિની ઉપધિ પડિલેહે પછી, આદેશ માગી, ગચ્છ સાધારણ પાત્રો, વસ્ત્ર અપરિભોગ્ય નિહિ વપરાતા પડિલેહે ત્યાર પછી પોતાની ઉપધિ પડિલેહે. છેલ્લે રજોહરણ પડિલેહણ કરીને બાંધે. [૯૮૬-૯૭૪ોપડિલેહણ કર્યા પછી સ્વાધ્યાય કરવો અથવા સીવવા આદિ અન્ય કાર્ય હોય તો તે કરવું આ પ્રમાણે સ્વાધ્યાય આદિ કરીને છેલ્લી પોરિસીનો ચોથો ભાગ બાકી રહે ત્યારે કાલપ્રતિક્રમી ચોવીસ માંડલા કરે. એટલામાં સૂર્ય અસ્ત પામે. પછી બધા સાથે પ્રતિક્રમણ કરે. આચાર્ય મહારાજ ધર્મકથાદિ કરતાં હોય, તો બધા સાધુ આવશ્યકભૂમિમાં પોતપોતાના યથાયોગ્ય સ્થાને કાઉસ્સગ્નમાં રહી સ્વાધ્યાય કરે. કોઈ એમ કહે છે કે 'સાધુઓ સામાયિક સૂત્ર કહી કાઉસ્સગ્નમાં ગ્રંથના અર્થનો પાઠ કરે જ્યાં સુધી આચાર્ય ન આવે, ત્યાં સુધી ચિંતવન કરે. આચાર્ય આવી સામાયિક સૂત્ર કહી, દેવસિક અતિચાર ચિંતવે, ત્યારે સાધુઓ પણ મનમાં દેવસિક અતિચાર ચિંતવે.' બીજા એમ કહે છે કે આચાર્ય આવે એટલે સ્વાધ્યાય કરતાં સાધુઓ પણ આચાર્યની સાથે સામાયિક સૂત્ર ચિંતવી પછી અતિચાર ચિંતવે. આચાર્ય પોતાના અતિચાર બે વાર ચિંતવે, સાધુઓ એક વાર ચિંતવે. કેમકે સાધુઓ ગોચરી આદિ ગયેલા હોય એટલે તેટલી વારમાં ચિંતવી ન શકે. ઉભા ઉભા કાઉસ્સગ્ન કરવા અસમર્થ હોય, તેવા બાલ, વૃદ્ધ, ગ્લાન આદિ સાધુઓ બેસીને કાયોત્સર્ગ કરે. આ રીતે આવશ્યક પૂર્ણ કરી. ઉંચા વધતાં સ્વરથી ત્રણ સ્તુતિ મંગલ માટે બોલે, ત્યારે કાલની ગ્રહણવેળા થઈ છે કે નહિ તે તપાસે. [૯૭પ-૧૦૦૫]કાલ બે પ્રકારના છે- વ્યાઘાત અને અવ્યાઘાત. વ્યાઘાત - અનાથ મંડપમાં જ્યાં વૈદેશિકો સાથે અથવા થાંભલા વગેરે સાથે જતાં આવતાં સંઘટ્ટો થાય, તથા આચાર્ય શ્રાવક આદિની સાથે ધર્મકથા કરતાં હોય તો કાલગ્રહણ કરે નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org