________________ ગાથા-૩૫૫ આંતરું રહે, એક સાધુથી બીજા સાધુની વચમાં બે હાથની જગ્યા રાખવી જોઈએ. બે હાથથી ઓછું આંતરૂં હોય તો, બીજાને સાધુનો સ્પર્શ થઈ જાય તો ભુક્તભોગી (સંસાર ભોગવેલા) ને પૂર્વ ક્રીડાને સ્મરણ થઈ આવે. કુમાર અવસ્થામાં દીક્ષા લીધી હોય તો તેને સાધુનો સ્પર્શ થતાં સ્ત્રીનો સ્પર્શ દીક્ષા કેવો હશે? એનું કુતૂહલ થાય. માટે વચમાં બે હાથનું અંતર રાખવું. તેથી એક બીજાને કલહ આદિ પણ ન થાય. ભીંતથી એક હાથ દૂર સંથારો કરવો. પગ નીચે પણ જવાં આવવાનો માર્ગ રાખવો. મોટી વસતિ હોય તો ભીંતથી ત્રણ હાથ દૂર સંઘાર કરવો. પ્રમાણયુક્ત વસતિ ન હોય તો નાની વસતિમાં રાત્રે યતના પૂર્વક જવું આવવું. પહેલાં હાથથી પરામર્શ કરીને બહાર નીકળવું. પાત્રાદિ ખાડો હોય તો તેમાં મૂકવા. ખાડો ન હોય તો દોરી બાંધી ઉંચે લટકાવી દેવાં. મોટી વસતિમાં ઉતરવું પડ્યું હોય, તો સાધુઓએ છૂટાછૂટા સૂઈ જવું. કદાચ ત્યાં કોઈ લોકો. આવીને કહે કે "એક બાજુમાં આટલી જગ્યામાં થઈ જાવ. તો સાધુઓ એક બાજું થઈ જાય, ત્યાં પડદો અથવા ખડીથી નીશાની કરી લે. ત્યાં બીજા ગૃહસ્થો આદિ રહેલા હોય, તો જતાં આવતાં પ્રમાર્જના આદિ ન કરે. તથા ‘આસા આસજ્જા પણ ન કરે. પરંતુ ખાંસી આદિથી બીજાને જણાવે. ૩પ૬૩૮૭ સ્થાનસ્થિત - ગામમાં પ્રવેશ કરવાનો હોય, તે દિવસે સવારનું પ્રતિક્રમણ આદિ કરી, સ્થાપના કુલ, પ્રત્યેનીક કુલ, પ્રાન્તકુલ, આદિનો વિભાગ કરે, એટલે અમુક ઘરોમાં ગોચરી જવું, અમુક ઘરોમાં ગોચરી ન જવું. પછી સારા શકુન જોઈને ગામમાં પ્રવેશ કરે. વસતિમાં પ્રવેશ કરતાં પહેલાં પ્રથમ કથાલબ્ધિસંપન્ન સાધુને મોકલે. તે સાધુ ગામમાં જઈ શય્યાતરની આગળ કથા કરે પછી આચાર્ય મહારાજ પધારે ત્યારે ઊભા થઈ વિનય સાચવૈ અને શય્યાતર કહે કે “આ અમારા આચાર્ય ભગવંત છે.” આચાર્ય ભગવંત કહે કે 'આ મહાનુભાવે આપણને વસતિ આપી છે.' જે શય્યાતર આચાર્ય સાથે વાતચીત કરે તો ઠીક ન કરે તો આચાર્ય તેની સાથે વાતચીત કરે કેમકે જો આચાર્ય શય્યાતર સાથે વાત ન કરે, તો શય્યાતરને થાય કે આ લોકો ઉચિત પણ જાણતા નથી.’ વસતિમાં આચાર્ય માટે ત્રણ જગ્યા રાખી સ્થવિર સાધુ બીજા સાધુઓ માટે રત્નાધિકના ક્રમે યોગ્ય જગ્યા વહેંચી આપે. ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકો આવેલાં સાધુઓને ઠલ્લા, માત્રાની ભૂમિ, પાત્રો રંગવાની ભૂમિ સ્વાધ્યાય ભૂમિ આદિ બતાવે તથા સાધુઓમાં કોઈ તપસ્વી હોય, કોઈને વાપરવાનું હોય, તો જિનચૈત્ય દર્શન કરવા જતાં સ્થાપનાકુલો શ્રાવકનાંઘરો વગેરે બતાવે. પ્રવેશ દિને કોઈને ઉપવાસ હોય તો તે મંગલ જ છે. જિનાલય જતી વખતે આચાર્ય સાથે એક બે સાધુએ પાત્રા લઈને જવું. કેમકે ત્યાં કોઈ ગૃહસ્થને ગોચરી આપવાની ભાવના થાય. તો તુરત લઈ શકાય. જો પાત્ર ન હોય તો ગૃહસ્થની શ્રધ્ધા તૂટે અથવા સાધુ એમ કહે કે પાત્રો લઈને આવીશું' તો ગૃહસ્થ તે વસ્તુ રાખી મૂકે, તેથી સ્થાપના નામનો દોષ લાગે. બધા સાધુઓએ સાથે જવું નહિ, જો બધાં સાથે જાય તો ગૃહસ્થને એમ થાય કે 'કોને આપું અને કોને ન આપું' આથી સાધુને જોઈ ભય પામે અથવા તો એમ થાય કે આ બધા બ્રાહ્મણભટ્ટ જેવા ખાઉધરા છે. માટે આચાર્યની સાથે ત્રણ, બે કે એક સાધુએ પાત્રો લઈને જવું અને ગૃહસ્થ વિનંતિ કરે તો ધૃત વગેરે વહોરવું. જો તે ક્ષેત્રમાં પહેલાં માસકલ્પ કરેલ ન હોય અથતું પ્રથમ આવેલાં હોય, તો જાણકાર સાધુ ચૈત્યદર્શન કરવા જાય, ત્યારે અથવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org