Book Title: Yogadrushti Sangraha
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 4
________________ સંપાદકીય યોગની આઠ દૃષ્ટિઓનો વિષય ગહન અને અનુભવગમ્ય છે. - શ્રદ્ધાસ તો વૌધ: આ દૃષ્ટિનું સર્વ સામાન્ય લક્ષણ છે. બોધ હોય તે શ્રદ્ધાથી અનુબદ્ધ હોય આ એક વાત. શ્રદ્ધા હોય તે સતુ હોય. સતું હોવાના બે અર્થ છે, સંસ્કારઆધાયક અને આચારપ્રેરક, તો બોધનો વિષય પણ કોઈ તત્ત્વ જ હોય. આ મૂળભૂત પદાર્થ છે. આજકાલ યોગદૃષ્ટિસમુચ્ચયના આધારે યોગદૃષ્ટિ ઉપર ઘણુંઘણું લખાઈ રહ્યું છે. શાસ્ત્રનિષ્ઠ વિવેચના પણ થઈ રહી છે તો ખોટી રીતે આ ગ્રંથનો સંદર્ભ લેવામાં આવતો હોય તેવું પણ બન્યું છે. યોગદષ્ટિના આધારે આચારધર્મને ગૌણ માનીને ચાલનારા પણ છે. યોગદૃષ્ટિના આધારે જ સર્વધર્મસમભાવની વાતો કરનારા પણ છે. યોગદષ્ટિનાં નામે તાત્ત્વિક મતભેદને પણ વાદવિવાદ ગણીને ઉતારી પાડનારા પણ છે. આત્મવિકાસના અનેક તબક્કાઓ ક્રમવાર બતાવવામાં આવ્યા હોવાથી આ ગ્રંથમાં - અધૂરા આત્મવિકાસ પર આવી અટકેલા આત્માની સારી છતાં અધૂરી હોય તેવી વિચારણા પણ રજૂ થઈ છે. તેને એ આત્માની કક્ષાગત વિચારણા માનવાને બદલે, પૂ. આ. હરિભદ્રસૂરિમ.નો સમદર્શીભાવ ગણવામાં આવે ત્યારે ખરેખર, અકળાઈ જવાય છે. યોrcપ્રસ€ નું સંપાદન થયું તેમાં આવું જ કોઈ વિચારબીજ કામ કરી ગયું છે. યોગદૃષ્ટિનો વિષયગત પદાર્થબોધ સમ્યગુરૂપ થાય તે માટે આ ગ્રંથમાં ત્રણ શાસ્ત્રોનું સંયોજન કરવામાં આવ્યું છે. ૧. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિમ. કૃત યોગદૃષ્ટિસમુચ્ચય સ્વોપજ્ઞવૃતિસહિત આઠ દૃષ્ટિઓમાં જે વિવિધા આવે છે તેમાં બોધ સંસ્કારઆધાયક ન હોય ત્યાંથી શરૂઆત થાય છે. બોધનો વિષય નહિવતું હોવાથી આમ બને છે અથવા તો બોધનો વિષય નિયત થઈ જાય તો પણ તે વિષયમાં શ્રદ્ધાની સંયોજના થતી નથી માટે બોધ, મજબૂત ભૂમિકાનો બનતો નથી. હવે સંસ્કારઆધાન થાય તે પછી આચારપ્રેરક્તાની પરીક્ષા થાય છે. તો આચારધર્મ આવે ત્યાર પછી તે સાતિચાર છે, પ્રમાદની અસર ધરાવે છે તે જોવામાં આવે છે. આગળ હવે, નિરતિચાર આચારધર્મ આવે છે તો બાહ્ય યોગથી છેક વૃત્તિસંક્ષય સુધીમાં આત્મા ક્યાં પહોંચ્યો છે તે પણ જોવાનું રહે છે. ૨. પૂ. મહોપાધ્યાય શ્રીયશોવિજયજીમ. કૃત દ્વાત્રિશદ્ધાત્રિશિકા અંતર્ગત ૧૮+૧+૨૦+૨૧+૨૨+૨૩+૨૪ આટલી દ્વાઝિશિકાઓ , સ્વપજ્ઞવૃત્તિસહિત. ૩. પૂ. મહોપાધ્યાયશ્રી યશોવિજયજીમ. કૃત શ્રી આઠદષ્ટિની સજઝાય અને તેની પર પૂ. આ. શ્રી જ્ઞાનવિમલસૂરિજી મ.નો ટબો. પ્રથમ દૃષ્ટિમાં પાંચ યમ હોય છે અને બોધનું તેજ તદ્દન અલ્પજીવી મનાય છે, ચોથી દૃષ્ટિને પણ પ્રથમ ગુણસ્થાનકે જ માનવામાં આવી છે છતાં આત્મા યમ, નિયમ, આસન, પ્રાણાયામ સુધી પહોંચે છે. અવેદસંઘપદની હાજરીમાં યોગનાં બીજનું ગ્રહણ થાય છે, આ બધા વિષયોને સમજવા ગીતાર્થદષ્ટિ અને પરિણતિ કેળવવી પડે તેમ છે. આ ત્રણેય ગ્રંથનો સમાંતર અભ્યાસ કર્યા બાદ, બની શકે તો આટલી મહેનત થવી જોઈએ. + સંભૂતવાદ જેવી દાર્શનિક ચર્ચાઓનું અનુસંધાન ધરાવતા મૂળગ્રંથો સાથે તે માન્યતાની સરખામણી અને તે તે ખંડનગ્રંથની તર્કબદ્ધતા માટે

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 131