________________
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૨
નથી. આપણે તો ભોગની પાછળ પડીએ છીએ અને તે આગળ ભાગે છે. ભોગોને લાત માર્યા છતાં ભોગાવલી જીવને પકડે તો તે ભોગાવલી કર્મનો ઉદય કહેવાય.
કષાયોનું આ રીતે હેય રૂપે વેદન છે તેથી તેમાં અસતુ તત્ત્વોનો પક્ષપાત ગયો. આજ સમકિત છે. સમકિતી સત્યનો પક્ષપાતી છે એટલે સ્વરૂપનો પક્ષપાતી છે. સમકિતી અસત્યનો પક્ષપાત કરે નહીં, એટલે કદી કષાયને સારા માને નહીં. અન્યદર્શનમાં આ રીતે બોધ થતાં સમ્યકત્વની ભૂમિકા સર્જાય છે. જે ચીજ વેદવા યોગ્ય ન હોય અને વેદવાનો પ્રસંગ આવે તો કઈ રીતે વેદો ? જે ચીજ ભાવતી ન હોય અને તે ચીજ ખાવાનો વખત આવે તો કઈ રીતે ખાઓ ? બસ, સમકિતી આ રીતે સંસારમાં રહે. આત્મા કષાયાદિ ભાવોને હેયરૂપે ભોગવે... આપણે આત્મ-સ્વરૂપનું વેદન જ કરતા નથી. આ ભાવ દરિદ્રતા છે. આ જગતમાં ભિખારીથી માંડીને ચક્રવર્તીની સમજ એવી છે કે કંઈક મેળવીને સુખી થવાશે. આ જ ગણિતથી બધા પ્રવર્તે છે. જ્ઞાની કહે છે કે સ્વરૂપ બાધક ચીજને ગ્રહણ કરવી, પકડવી, તે સુખનો માર્ગ નથી, દુ:ખનો માર્ગ છે. સ્વરૂપ બાધક ચીજને ગ્રહણ કરવી તે વિકલ્પનો માર્ગ છે. માટે સ્વરૂપ તરફ ગમન નથી. આ ન બેસે તે શું ગ્રન્થિભેદ કરે ?
(૧) રાગ - ગ્રહણ - ભોગ - આ સંસાર માર્ગ છે. તેની સામે
(૨) વૈરાગ્ય - ત્યાગ - ઉપશમભાવ, વિરતિધર્મ આ - મોક્ષમાર્ગ છે. આ જેને સમજાય તે જ આગળ વધી શકે છે. જીવ કદાચ પોતાના જીવનમાં સંયોગાધીન કે કર્માધીન થઈ, આરંભ-સંમારંભનો ત્યાગ ન કરી શકતો હોય, નિરારંભી-નિષ્પરિગ્રહી ન બની શકતો હોય, જીતેન્દ્રિય ન બની શકતો હોય, તો પણ આત્મા પોતાને જે મળ્યું છે તેનું દયા-દાન કરે, સાત ક્ષેત્રમાં ભક્તિ કરે તો આરંભ-સમારંભ વચ્ચે રહીને પણ સમકિત પામી શકે છે. અને ટકાવી શકે છે. જગતમાં રહેવા છતાં જીતેન્દ્રિય બનો. નિરારંભી બનો. નિષ્પરિગ્રહી બનો. આ મોક્ષમાર્ગ છે. એ ન કરી શકતા હો તો પ્રભુએ બીજો માર્ગ પણ બતાવ્યો છે કે આત્માને જે શકિતઓ મળી છે, તે મળેલી શકિતઓનો સદુપયોગ કરો. પરોપકાર કરો. અશરણ-દીન -દુઃખી-દરિદ્રીની નિરંતર સેવા કરો. સાતે ક્ષેત્રમાં વ્યય કરો. દર્શનાચારનું પાલન કરો.. તો સ ત્વ પામી શકાય છે અને સમકિત ટકી રહે છે.
પ્રશ્ન- સંસારના ભોગવટાથી સમકિત ન હણાય ? તો સાંભળો - જે પરોપકારના માર્ગે પ્રયાણ કરે છે તે પોતાના જીવનમાં પ્રેમ તત્ત્વને ટકાવે છે. અને તેને કષાય ઊભાં થતાં નથી. ગમે તેટલા તપ-ત્યાગ હોય, નિષ્પરિગ્રહતા હોય તો પણ જો પ્રેમ તત્ત્વ ન ખીલે, કષાયો આવે તો સમકિત જવાની પૂર્ણ શક્યતા છે. પ્રેમ એ લેવાની ચીજ નથી, આપવાની ચીજ છે, ઉત્પન્ન કરવાની ચીજ છે.
દર્શનાચારનું સ્વરૂપ કષાય છોડવાની ચીજ છે. દર્શનાચાર એ પ્રેમદષ્ટિ છે. દહેરાસર દર્શન કરવા રોજ જઈએ છીએ. મૂર્તિમાં શેનું દર્શન થાય છે ? મૂર્તિમાં સાક્ષાત્ પરમાત્માનું દર્શન
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org