Book Title: Yog Bhed Battrishi Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan View full book textPage 4
________________ પરિશીલનની પૂર્વે અનંતોપકારી શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલા પરમતારક મોક્ષમાર્ગની સાધના જ ખરેખર તો યોગની સાધના છે. કારણ કે આત્માને મોક્ષની સાથે જોડી આપનારી એ સાધના છે. યોગના સ્વરૂપ અંગે અનેક મતો હોવા છતાં યોગની મોક્ષસાધતામાં કોઈ જ વિવાદ નથી. દરેક દર્શનકારોએ મોક્ષની પ્રાપ્તિ માટે અનન્ય ઉપાય સ્વરૂપે યોગનું વર્ણન કર્યું આ યોગભેદ નામની દ્વાર્ગિશિકામાં મુખ્યપણે અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય : આ પાંચ યોગભેદોનું વર્ણન કર્યું છે. અધ્યાત્મનું સ્વરૂપ વર્ણવતાં પ્રસંગથી મૈત્રી વગેરે ભાવોનું વર્ણન કર્યું છે. યોગબિંદુગ્રંથને અનુલક્ષીને કરાયેલું એ વર્ણન ખૂબ જ સ્પષ્ટ રીતે મૈત્રી વગેરેના સ્વરૂપને સમજાવનારું છે. મૈત્ર્યાદિભાવોને આત્મસાત્ કર્યા વિના “અધ્યાત્મ”ની પ્રાપ્તિ શક્ય નથી. “અધ્યાત્મ શબ્દ ગમી જાય એવો છે. પરંતુ તેના અર્થની પ્રાપ્તિ માટે પ્રબળ પુરુષાર્થ અપેક્ષિત છે. મૈત્ર્યાદિભાવોનું વર્ણન વાંચવાથી સમજાશે કે અધ્યાત્મની પ્રાપ્તિ માટે આત્મામાં અનેક પ્રકારની યોગ્યતાનો પ્રાદુર્ભાવ થવો જોઈએ. સુખી જનોની ઈર્ષ્યા; દુઃખી જનોની ઉપેક્ષા, બીજાના સુકૃત પ્રત્યેનો દ્વેષ અને અધર્મી જનોની પ્રત્યે રાગ-દ્વેષ : આ અધ્યાત્મપ્રાપ્તિના અવરોધક છે. એના પરિહારથી જ અધ્યાત્મની પ્રાપ્તિ થાય છે. અધ્યાત્મની પ્રાપ્તિ પછી જ આત્માને ભાવનાની પ્રાપ્તિ થાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વૈરાગ્યના ભેદથી ભાવના પાંચ પ્રકારની છે, જે અત્યંત દઢ એવા સંસ્કારનું કારણ છે. પ્રવૃત્તિના સાતત્ય માટે સંસ્કારની દઢતા આવશ્યકPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 58