Book Title: Visheshavashyaka Bhasya Part 1
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 616
________________ ભાષાંતર) સંગ્રહદ્વાર અને તીર્થદ્વાર. [૫૭૫ પોસ સુદી છઠના દિવસે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં વિમળનાથને, વૈશાખ વદી ચૌદશે રેવતી નક્ષત્રના યોગે અનંતજિનને, પોસ સુદી પૂર્ણિમાએ પુષ્ય નક્ષત્રમાં ધર્મનાથને જ્ઞાન થયું, પોસ સુદી નવમીએ ભરણી નક્ષત્રમાં શાન્તિનાથને થયું. ચૈત્ર સુદી ત્રીજે કૃત્તિકાના યોગે કુંથુનાથને, કાર્તિક સુદી બારસે રેવતી નક્ષત્રના યોગે અરનાથને, માગશર સુદી અગીઆરશે અશ્વિની નક્ષત્રના યોગે મલ્લિનાથને, ફાગણ વદી બારશે શ્રવણ નક્ષત્રમાં મુનિસુવ્રત સ્વામીને, માગશર સુદી અગિઆરશે અશ્વિની નક્ષત્રના યોગે નમિજિનને, આસો વદી અમાવાસ્યાએ ચિત્રાનક્ષત્રમાં અરિષ્ટનેમિને, ચૈત્રવેદી ચોથના દિવસે વિશાખા નક્ષત્રના યોગે પાર્શ્વનાથને, અને વૈશાખ સુદી દશમે હસ્તોત્તરા નક્ષત્રમાં મહાવીરદેવને જ્ઞાન ઉત્પન્ન થયું. ત્રેવીસ તીર્થકરોને પૂર્વાહે જ્ઞાન ઉત્પન્ન થયું, અને મહાવીર દેવને દિવસના પશ્ચાત્વે-છેલ્લી પોરિસીમાં જ્ઞાન ઉત્પન્ન થયું. ઋષભદેવને પુરિમતાલ નગરના શકટમુખ ઉદ્યાનમાં, મહાવીર સ્વામીને ઋજુવાલુકા નદીના કાંઠે, અને બાકીના જિનેશ્વરોને જે ઉદ્યાનોમાં તેમણે દીક્ષા લીધી તે ઉદ્યાનોમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પાર્શ્વનાથ, ઋષભદેવ, મલ્લીનાથ અને અરિષ્ટનેમિને અષ્ટમભક્તના અન્ત, વાસુપુજયને ચોથભક્તના અન્ત, અને બાકીનાઓને છઠ્ઠભક્તના અન્ત કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ૨૪૩ થી ૨૫૫. હવે સંગ્રહદ્વાર અને તીર્થદ્વાર કહે છે. चुलसीइं च सहस्सा, एगं च दुवे अ तिण्णि लक्खाई। तिण्णि अ वीसहिआइं, तीसहिआइं च तिण्णेव ॥२५६।। तिण्णि अ अढ्ढाइज्जा, दुवे अ एगं च सयसहस्साई । चुलसीइं च सहस्सा, बिसत्तरी अट्ठस िच ॥२५७॥ छावट्टि चउसटुिं, बासष्टुिं सट्ठिमेव पन्नासं । चत्ता तीसा वीसा, अट्ठारस सोलस सहस्सा ॥२५८।। चउदस य सहस्साइं, जिणाण जइसीससंगहपमाणं । अज्जासंगहमाणं, उसभाईणं अओ वुच्छं ॥२५९॥ तिण्णव य लक्खाई, तिण्णि अ तीसा य तिण्णि छत्तीसा । तीसा य छच्च पंच य, तीसा चउरो अ वीसा अ ॥२६०॥ चत्तारि अ तीसाई, तिण्णि अ असिआइ तिण्हमेत्तो अ । वीसुत्तरं छलहिअं, तिसहस्सहिअं च लक्खं च ॥२६१।। लक्खं अट्ठ सयाणि अ, बावट्ठिसहस्स चउसयसमग्गा । एगट्ठी छच्च सया, सट्ठि सहस्सा सया छच्च ॥२६२॥ सट्ठि पणपन्न वन्नेगचत चत्ता तटऽद्वतीसं च । छत्तीसं च सहस्सा, अज्जाणं संगहो एसो ॥२६३।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682