Book Title: Visheshavashyaka Bhasya Part 1
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 673
________________ ૬૩૨] ગણધરોનાં નામ પરિવાર આદિ. (વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ जंकारण णिक्खमणं, वोच्छं एएसि आणुपुबीए । तित्थं च सुहम्माओ, णिरखच्चा गणहरा सेसा ॥५९५।। जीवे कम्मे तज्जीव, भूय तारिसय बंधमोक्ने य । देवा जेरइए या, पुण्णे परलोय जेव्वाणे ॥५९६॥ पचण्हं पंचसया, अछुट्ट सया य होंति दोण्ह गणा । दोण्हं तु जुयलयाणं, तिसओ तिसओ भवे गच्छो ॥५९७॥ सोऊण किरमाणी, महिमं देवेहि जिणवरिंदस्स । अह एइ अहम्माणी, अमरिसिओ इंदभूइत्ति 1॥५९८॥ आभट्ठो य जिणेणं, जाइजरामरणविप्पमुक्केणं । णामेण य गोत्तेण य, सबण्णूसव्वदरिसीणं ॥५९९॥ किं मन्नि अत्थि जीवो, उ आहु नत्थित्ति संसओ तुज्झ । वेयपयाण य अत्थं न याणसी तेसिमो अत्थो ॥६००॥ અહીં ગણધરોમાં પહેલા ઈન્દ્રભૂતિ, બીજા અગ્નિભૂતિ, ત્રીજા વાયુભૂતિ, ચોથા વ્યક્ત, પાંચમા સુધર્મ, છઠ્ઠા મડિક, સાતમા મૌર્યપુત્ર, આઠમા અંકપિત, નવમા અચલભાતા દસમાં મેતાર્ય, અને અગ્યારમા પ્રભાસ, એ વીર પ્રભુના ગણધરો છે. હવે જે કારણથી તે ગણધરોનું નિષ્ક્રમણ થયું, તે અનુક્રમે કહેવાશે. સુધર્મ સ્વામીથી તીર્થ ચાલ્યું, અને બાકીના ગણધરો શિષ્યપરિવારની પરંપરા વિનાના થયા. જીવ, કર્મ શરીર એજ જીવ, પૃથ્વી આદિભૂતો આ ભવમાં જેવો હોય તેવો જ પરભવમાં થાય, બંધ, મોક્ષ, દેવ, નારકી, પુન્ય, પરલોક, અને નિર્વાણ એ અગીયાર વિષયમાં અનુક્રમે અગીયાર ગણધરોને સંશય હતો. અગીયારમાંના પાંચ ગણધરો, પાંચસો શિષ્યના પરિવારવાળા, બે ગણધરો સાડા ત્રણસો શિષ્યના પરિવારવાળા, અને બે યુગલ ગણધરો એટલે ચાર ગણધરો ત્રણસો શિષ્યના પરિવારવાળા હતા. દેવો વડે જિનેશ્વરનો મહિમા કરાતો સાંભળીને મત્સરવાળો અભિમાની ઇન્દ્રભૂતિ ભગવંત પાસે આવે છે, તેને જન્મ જરા અને મરણથી મુકાએલા સર્વજ્ઞ સર્વદર્શી જિનેશ્વરે નામ ગોત્રથી બોલાવ્યા અને કહ્યું કે તું એમ માને છે કે “જીવ છે કે નથી” આવો તને સંશય વેદપદોથી છે, તે વેદના પદોનો અર્થ તું નથી જાણતો. પ૯૩ થી ૬૦૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 671 672 673 674 675 676 677 678 679 680 681 682