Book Title: Visheshavashyaka Bhasya Part 1
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 678
________________ ભાષાંતર] ચાર પ્રકારની બુદ્ધિનાં દાંતો. [૬૩૭ ફરી રાજાએ પૂછયું ક્યા ક્યા પાંચ પુરૂષથી ? રોહકે કહ્યું-એક કુબેર ભંડારથી, કેમકે કુબેરના જેવી દાન શક્તિ છે. બીજા ચંડાળથી કેમકે શત્રુના સમુહ ઉપર તમો ચંડાળ જેવો કોપ કરો છો. ત્રીજા ધોબીથી કેમકે ધોબી જેમ વસ્ત્રને નિચોવીને પાણી કાઢી નાંખે છે, તેમ તમે પણ માણસોને નીચોવીને તેનું ધન લઈ લો છો, ચોથા વીંછીથી, કેમકે તમે ભરનિંદ્રામાં સુતેલા બાળકને પણ નિર્દય વીંછીના ડંખની જેમ સોટી મારીને પીડા ઉપજાવો છો. પાંચમા તમારા પિતાથી ઉત્પન્ન થયા છો કે જેણે તમને આ રાજય પર સ્થાપન કર્યા છે. આ સાંભળીને રાજા ઘણું આશ્ચર્ય પામીને એકાન્તમાં પોતાની માતા પાસે જઈને નમન કરી પૂછયું-માતા ! કહો હું કેટલા પુરૂષોથી ઉત્પન્ન થયો છું? માતાએ આવા પ્રશ્નથી વિસ્મય પામીને કહ્યું-બેટા ! તું એ શું પૂછે છે ? તું તારા પિતાથી ઉત્પન્ન થયો છે. રાજાએ રોહકે કહેલી હકીકત પ્રગટ કરીને કહ્યું-માતા રોહકની બુદ્ધિ પ્રાય ખોટી નથી, માટે જે હોય તે સત્ય કહો. આ પ્રમાણે ઘણા આગ્રહથી પૂછ્યું એટલે રાજાની માતાએ કહ્યું-પુત્ર ! સાંભળ જ્યારે તું ગર્ભમાં હતો ત્યારે એક દિવસ હું નગર બહાર ઉદ્યાનમાં કુબેરદેવની પૂજા કરવા ગઈ, ત્યાં તે પ્રતિમાનું અત્યન્ત સ્વરૂપ જોઇને મેં તેનો હાથ વડે સ્પર્શ કર્યો એટલે મને કામ વ્યાપ્ત થવાથી ભોગની વાંછા થઇ. ત્યાંથી પાછા આવતાં માર્ગમાં એક સ્વરૂપવાન ચંડાળને જોઈ તેની સાથે ભોગની ઇચ્છા થઇ. આગળ જતાં એક સ્વરૂપવાન ધોબીને જોઇને પણ એવી જ ઇચ્છા થઇ. પછી મહેલમાં આવી ત્યારે તે દિવસે ઉત્સવ હોવાથી ખાવાને માટે લોટનો વીંછી કર્યો હતો, મેં તેને હાથમાં લીધો, તેના સ્પર્શથી કામોદ્દીપન થવાથી તેની સાથે પણ ભોગની ઇચ્છા થઇ. આ પ્રમાણે ઇચ્છા માત્રથી તારે બીજા ચાર પિતા થયા હતા, બાકી પરમાર્થથી. તો એક પિતાજ સત્ય પિતા છે. આ સાંભળી રાજા રોહકની બુદ્ધિથી ઘણું વિસ્મય પામ્યો, અને તેથી તેને સર્વ પ્રધાનોમાં મુખ્ય પ્રધાન બનાવ્યો. વૈનયિકીબુદ્ધિ ઉપર નિમિત્ત જાણનાર બે શિષ્યનું ઉદાહરણ. તે આ પ્રમાણે-કોઇ સિદ્ધપુત્ર પાસે તેના બે શિષ્યો નિમિત્ત શાસ્ત્ર ભણતા હતા. તેમાંનો એક શિષ્ય બહુમાનપૂર્વક ગુરૂનો વિનય કરીને, તે જે કંઈ કહે તે સર્વ બરાબર ચિત્તમાં ધારણ કરીને નિરન્તર તેનો વિચાર કરતો હતો. વિચાર કરતાં જે કોઈ સ્થળે સંદેહ પડતો તે બાબત પુનઃ ગુરૂ પાસે આવીને વિનયપૂર્વક પૂછીને નિઃસંદેહ થતો. એ પ્રમાણે હમેશાં વિચાર પૂર્વક શાસ્ત્રાર્થનું ચિન્તન કરતાં તેની બુદ્ધિ ઘણી ઉત્કૃષ્ટ થઇ. બીજો શિષ્ય તેથી વિપરીત-ઉપરોક્ત ગુણ રહિત હોવાથી તેની બુદ્ધિ તેવી ન થઇ. એક દિવસ તે બંને શિષ્યો ગુરૂની આજ્ઞાથી નજીકના ગામ જવા ચાલ્યા, માર્ગમાં જતાં મોટાં પગલાં જોઇને વિનયવત્ત શિષ્ય બીજાને પૂછયું-અરે ભાઇ ! આ પગલાં કોનાં છે ? તેણે કહ્યુંએ પગલાં હાથીનાં છે, એમાં શું પૂછે છે ? વિનયશાળીએ કહ્યું. ના હાથીનાં નથી પણ હાથણીનાં છે, વળી તે ડાબી આંખે કાણી છે, તેના પર બેસીને કોઇ રાણી ગયેલી છે, વળી તે સૌભાગ્યવતી અને સગર્ભા હોવાથી પ્રસવ વેદના અનુભવતી આજકાલમાં પ્રસવ કરશે અને તેને પુત્ર જનમશે, આ સાંભળીને અવિનીત બોલ્યો-એ શાથી જણાય ? વિનયવત્તે કહ્યું આગળ ચાલો સર્વ પ્રગટ થશે. તે પછી બંને જણા જયાં જવાના હતા તે ગામની બહારના ભાગમાં સરોવરના તીર ઉપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 676 677 678 679 680 681 682