Book Title: Visheshavashyaka Bhasya Part 1
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 677
________________ ૬૩૬] ચાર પ્રકારની બુદ્ધિનાં દાંતો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ કે કૃષ્ણપક્ષમાં આવવું નહિ, માર્ગે કે ઉન્માર્ગે આવવું નહિ, સ્નાન કરીને અથવા સ્નાન કર્યા વિના આવવું નહિં. ખુલ્લામાં કે છાયામાં પણ આવવું નહિ; એ પ્રમાણે રાજાની આજ્ઞા જાણીને રોકે કંઠ સુધી સ્નાન કર્યું, અને ગાડાના ચીલાના મધ્ય ભાગને રસ્તે ઘેટા ઉપર બેસીને, માથે છત્ર ધારણ કરીને, સંધ્યા સમયે અમાવાસ્યા ઉપરાંત પડવાને દિવસે રાજાની પાસે ગયો, ત્યાંથી ખાલી હાથે રાજા, દેવ અને ગુરૂનું દર્શન કરવું નહિ, એવી લોકની શ્રુતિથી માટીનો એક પિંડ હાથમાં રાખીને રાજાને પ્રણામ કરી તે પિંડ રાજાની પાસે ભેટ તરીકે મુક્યો. એટલે રાજાએ પુછયું-રોહક ! આ શું લાવ્યો ? રોહકે ઉત્તર આપ્યો-મહારાજ ! આપ પૃથ્વીના પતિ છો, તેથી હું આ ભેટ લાવ્યો છું. આ સાંભળી રાજા પ્રસન્ન થયો. તે રાત્રિએ રોહકને રાજાએ પોતાની પાસે સુવાડ્યો. રાત્રિનો પહેલો પ્રહર વીત્યા પછી રાજાએ તેને બોલાવ્યો-અરે રોહક ! તું જાગે છે કે ઊંધે છે ? રોહકે ઉત્તર આપ્યો-પ્રભો ! હું જાણું છું. રાજાએ કહ્યું-જો જાગે છે તો શો વિચાર કરે છે ? રોહકે ઉત્તર આપ્યો-પ્રભો ! હું એ વિચાર કરતો હતો કે પીંપળાના પાનાનું ડીંટુ મોટું કે તેની શિખા મોટી ? એ સાંભળીને રાજાને પણ સંશય થયો, તેથી તેને પૂછયું-રોહક ! તે ઠીક વિચાર કર્યો છે, પણ હવે તેનો નિર્ણય શો કર્યો. ઉત્તરમાં રહકે કહ્યું-જયાં સુધી શિખરનો અગ્ર ભાગ સુકાઈ જાય ત્યાં સુધી બન્ને સરખા હોય છે. બીજો પ્રહર પૂર્ણ થયા પછી ફરી રાજાએ પૂછયું કે-અરે રોહક ! જાગે છે કે ઊંધે છે? રોહકે ઉત્તર આપ્યો-દેવ ! જાગું છું. જો જાગે છે તો વળી શો વિચાર કરે છે ? ઉત્તર આપ્યો કે દેવ ! હું એ વિચાર કરું છું કે બકરીના પેટમાંથી સરાણે ઉતારી હોય તેવી તેની લીંડીઓ બરાબર નીકળે છે, તેનું શું કારણ ? એના નિર્ણય માટે રાજાએ એને જ પૂછયું, એટલે તે બોલ્યો કે બકરીના પેટમાં સંવર્તક નામનો વાયુ છે, તેના પ્રભાવથી તે લીંડીઓ ગોળ થાય છે. આ પછી રોહક સુઇ ગયો. - ત્રીજા પ્રહરે રાજાએ પુનઃ પૂછયું-રોહક ! જાગે છે કે ઊંધે છે ? ઉત્તરમાં રોહકે જણાવ્યું કેપ્રભો ! હું વિચાર કરું છું કે ખીસકોલીનું શરીર જેવડું છે તેવડું જ તેનું પૂછડું હશે કે કંઈ ન્યૂનાધિક હશે ? રાજાએ તેના નિર્ણય માટે એને જ પૂછયું એટલે તેણે કહ્યું કે-દેવ ! તે બન્ને સરખાં હોય છે. તે પછી - ચોથે પ્રહરે-પ્રાતઃકાળે રાજા જાગ્યો; તે વખતે રોહકને બોલાવ્યો પણ આખી રાત્રિના ઉજાગરાને લીધે નિદ્રાવશ હોવાથી જવાબ ન આપ્યો, એટલે રાજાએ ગમ્મત કરવાની ખાતર રોહકને સહેજ સોટી વગાડી; એટલે રોહક જાગી ઉઠયો. ત્યારે રાજાએ પૂછયું રોહક ! કેમ ઊંઘે છે ? રાહકે કહ્યું મહારાજ ! જાગું છું. જો જાગે છે તો ઘણી વારે ઉત્તર કેમ આપ્યો ? તેણે જવાબ આપ્યો-દેવ ! હું બહુ ઉંડા વિચારમાં હતો, તેનો નિર્ણય કરવામાં ચિત્ત રોકાયું હતું, તેથી ઉત્તર આપતાં વાર લાગી. રાજાએ કહ્યું કયા ઉંડા વિચારમાં હતો કે જેથી નિર્ણય કરવામાં એટલો બધો વખત લાગ્યો, રોહકે ગભરાયા વિના કહ્યું-સ્વામિ ! હું એ વિચાર કરતો હતો કે આ રાજા કેટલા પુરૂષથી ઉત્પન્ન થયો હશે ? એ સાંભળી રાજા થોડીવાર મૌન રહ્યો, પછી થોડીવારે પૂછયું-બોલ હું કેટલા પુરૂષથી ઉત્પન્ન થયો છું? ઉત્તરમાં રોહકે કહ્યું -પાંચ પુરૂષથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 675 676 677 678 679 680 681 682