Book Title: Visheshavashyaka Bhasya Part 1
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 679
________________ ૬ ૩૮] ચાર પ્રકારની બુદ્ધિનાં દૃષ્ટાંતો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ તંબુમાં રહેલી હાથણી જોઇ, તે હાથણી ડાબી આંખે કાણી છે એમ જાણ્યું, એટલામાં કોઇ દાસીએ કોઇ વૃદ્ધ પુરૂષને કહ્યું કે મહારાજાને વધામણી આપો, મહારાણીને પુત્ર જન્મયો છે. આ સાંભળીને વિનયશાળીએ બીજાને કહ્યું ભાઇ ! જો સાંભળ ? આ દાસીનું વચન, મેં કહ્યું હતું તે યથાર્થ છે કે નહિ ? ઉત્તરમાં તેણે કહ્યું-ભાઇ તે સર્વ મેં જાણ્યું, તારૂં જ્ઞાન સત્ય છે. તે પછી બન્ને જણા હાથ-પગ ધોઇને સરોવરના તીરના ઉપર રહેલા મોટા વડવૃક્ષની નીચે વિસામો લેવા બેઠા તે વખતે ત્યાં પાણી ભરવા આવેલી કોઇ વૃદ્ધ સ્ત્રીએ તેમની આકૃતિ જોઇને વિચાર્યું કે જરૂર આ બન્ને વિદ્વાન હોય એમ જણાય છે, એમ માનીને તેણે પોતાનો પુત્ર પરદેશ ગએલો હતો, તેના આગમન-સંબંધી તેઓને પૂછ્યું કે ભાઇ ! મારો પુત્ર પરદેશ ગયો છે તે ક્યારે આવશે ? આ પ્રશ્ન પૂછતાની સાથે જ તેના માથે જળથી ભરેલો ઘડો હતો તે પડીને ભાંગી ગયો, આથી વિચાર કર્યા વિના બોલનાર બીજા શિષ્યે કહ્યું-બાઇ ! તારો પુત્ર આ ઘડાની જેમ નાશ પામ્યો છે. તે સાંભળીને વિચાર કરીને બોલનાર પહેલો શિષ્ય બોલ્યો-અરે ભાઇ ! એમ ન બાલ, એનો પુત્ર ઘેર આવ્યો છે. ડોશી મા ! ચિન્તા ન કરો, જીઓ તમારો પુત્ર અત્યારે ઘેર આવ્યો છે, તેનું મુખ જોઇ આનંદ પામો. આ સાંભળીને તે વૃદ્ધા તેને સેંકડો આશીર્વાદ આપતી પોતાને ઘેર આવી, અને જુએ છે તો તરત જ આવીને વિસામો લેવા બેઠેલો પોતાનો પુત્ર જોયો. પુત્રે ઉઠીને માતાને પ્રણામ કર્યા, માતાએ આશીર્વાદ આપીને નિમિત્તિયાઓની હકીકત કહી, પછી પુત્રને પૂછીને એક વસ્ત્રયુગલ અને કેટલાક રોકડા રૂપીઆ વિચાર કરનાર વિદ્વાન શિષ્યને આપ્યા. આથી વિચાર કર્યા વિના બોલનાર બીજો શિષ્ય હૃદયમાં ખેદ લાવીને ચિન્તવવા લાગ્યો કે જરૂર ગુરૂએ મને સા૨ી ૨ીતે ભણાવ્યો નથી. નહિ તો આ યથાર્થ નિમિત્ત જાણે છે, અને હું નથી જાણતો તેનું શું કારણ ? તે પછી ગુરૂનું કાર્ય કરીને બંને જણા ગુરૂ પાસે આવ્યા, ગુરૂને જોતાંજ પહેલા શિષ્યે બે હાથ જોડીને આનન્દાશ્રુ યુકિતપણે ગુરૂના ચરણમાં નમસ્કાર કર્યો, અને બીજો શિષ્ય તો પત્થરના સ્તંભની જેમ જરા પણ નમ્યા વિના માત્સર્ય અગ્નિથી ધુંધવાતો અક્કડ થઇને ઊભો રહ્યો, તેને તે પ્રમાણે સ્થિર ઉભેલો જોઇને ગુરૂએ કહ્યું-અરે ! કેમ નમ્યા વિના સ્થંભની જેમ અક્કડ ઊભો છે ? તેણે ઉત્તર આપ્યો હું શા માટે નમું ? જેને તમે સારી રીતે ભણાવ્યો છે તેજ નમશે. ગુરૂએ કહ્યું કેમ મેં તને સારી રીતે નથી ભણાવ્યો ?, તેણે કહ્યું ના, મને સારી રીતે નથી ભણાવ્યો. એમ કહીને સર્વ પૂર્વ વૃતાન્ત કહ્યું. આથી ગુરૂએ પહેલા શિષ્યને પૂછ્યું-વત્સ ! કહે તે શી રીતે એ જાણ્યું ?, ઉત્તરમાં તેણે કહ્યું-ભગવન્ ! હું હંમ્મેશાં આપની પાસેથી જે શિખતો તેનો બરાબર વિચાર કરતો. તેજ પ્રમાણે અહીં પણ મેં વિચાર કર્યો કે આ પગલાં હાથીનાં છે એ તો સુપ્રતીત છે, પરન્તુ તે હાથીનાં છે કે હાથણીનાં છે ? એમ વિશેષ વિચાર કરતાં તેણે લઘુશંકા કરેલી તે ઉપરથી જાણ્યું કે એ પગલાં હાથણીનાં છે. વળી માર્ગમાં જમણી બાજુની વાડપર ચડેલી લતાઓના પાંદડાં તેણે તોડેલાં હતાં, પણ ડાબી બાજુના લતાઓનાં પાંદડાં અખંડિત હતાં. તેથી મેં નિશ્ચય કર્યો કે જરૂર આ હાથણી ડાબી આંખે કાંણી છે. તથા એના પર આરૂઢ થઇને ગએલ કોઇ રાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 677 678 679 680 681 682