Book Title: Visheshavashyaka Bhasya Part 1
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 680
________________ ભાષાંતર] ચાર પ્રકારની બુદ્ધિનાં દષ્ટાંતો. [૬૩૯ પરિવાર હોવો જોઇએ, તે સિવાય એવા વાહન પર કોઇ સામાન્ય મનુષ્ય મુસાફરી કરે નહિ, આગળ જતાં હાથણી પરથી ઉતરીને લઘુશંકા કરવા બેઠેલ હશે તે જોઇને મેં નિશ્ચય કર્યો કે મુસાફરી કરનાર કોઇ રાજરાણી છે, વળી ત્યાં વૃક્ષ પર લાગેલ રાતા વસ્ત્રના અંશને જોઇને વિચાર્યું કે તે સૌભાગ્યવતી હોવી જોઇએ; અને ભૂમિપર હાથ મૂકીને ઉભી થએલ છે એમ જણાયાથી તે ગર્ભવતી છે, એમ માન્યું. ઉભા થઈને ચાલતા પ્રથમ જમણો પગ ભારથી મૂકેલો જોઇને જાણ્યું કે તે પ્રસૂતિની પીડાથી પીડાય છે, એટલે આજકાલમાં તેને પુત્ર પ્રસવવો જોઇએ. વૃદ્ધ સ્ત્રીએ પૂછ્યું હતું, તેમાં પણ તેણે પ્રશ્ન કર્યા પછી તરત જ ઘટ પડી જવાથી મેં એમ વિચાર કર્યો કે જેમ આ ઘડો જયાંથી ઉત્પન્ન થયો, ત્યાં જ પુનઃ મળી ગયો, તેવી રીતે આનો પુત્ર પણ આને અત્યારે મળવો જોઇએ. આ પ્રમાણે વિનીતશિષ્યના કથનથી પ્રસન્ન થએલા ગુરૂએ તેને આનંદપૂર્વક સ્નેહદષ્ટિએ જોઇને પ્રસંશા કરીને બીજા શિષ્યને કહ્યું કે ભાઇ ! આમાં કેવળ તારોજ દોષ છે કે જે શિખ્યો તેનો તે વિચાર ન કર્યો, એમાં અમારો લેશ માત્ર પણ દોષ નથી, કેમકે અમે તો માત્ર શાસ્ત્રના અર્થનો ઉપદેશ જ કરી શકીએ, તેનો બરાબર વિચાર કરવો એ તમારું કામ છે. આ ઉદાહરણમાં વિચાર કરનાર શિષ્યની વૈનયિકી બુદ્ધિ જાણવી. કર્મના બુદ્ધિ ઉપર ખેડૂતની બુદ્ધિનું ઉદાહરણ છે, તે આ પ્રમાણે કોઇ ચોરે કોઇ વણીકના ઘરમાં રાત્રિના વખતે ભીંતમાં કમળના આકારનું કાણું પાડીને ચોરી કરી. સવારે પાછો તેજ ઘર આગલ ગુપચુપ આવીને ખાતર સંબંધી સમાચાર લોકોથી જાણવા લાગ્યો. લોકોએ તે કોતરેલ ખાતરની પ્રસંશા કરી, તેવામાં ત્યાં એક ખેડૂત આવેલો તે બોલ્યો એમાં આશ્ચર્યકારી શું છે ? જે કાર્ય શિખેલ હોય, અને હમેશાં તેનો અભ્યાસ કરે, તો તે કાર્ય ઉત્કૃષ્ટ થાય જ એમાં આશ્ચર્ય જેવું શું છે? કંઇજ નહિ. ખેડૂતના આ કથનથી પેલો ચોર મનમાં ગુસ્સે થયો, અને બીજા લોકોને પૂછયું કે આ કોણ છે ? લોકો પાસેથી જાણ્યું કે તે ખેડૂત છે અને અમુક સ્થળે રહે છે. એ પ્રમાણે જાણીને એક દિવસ હાથમાં છરી લઈને પેલા ખેડૂતની પાસે ક્ષેત્રમાં ગયો, ત્યાં જઈને કહ્યું, કે અરે ખેડૂત ! આજ હું તારું ખૂન કરીશ. ખેડૂતે કહ્યું શા માટે ?, ચોરે કહ્યુંતે દિવસે તે “પેલું' મેં પાડેલું ખાતર વખાણ્યું નહીં તે માટે. ખેડૂતે કહ્યું મેં તે વખતે સત્યજ કહ્યું હતું, કે જે માણસ જે કાર્યમાં હમેશાં અભ્યાસવાળો હોય છે, તે માણસ તે કામ ઘણું જ સારું કરે છે. બીજાની વાત તો દૂર રહી, આ મારું જ ઉદાહરણ જો, આ મારા હાથમાં રહેલા મગના દાણા જો તું કહે તો સઘળા અવળામુખે પાડું અથવા એક બાજુ પડતા પાડું. આ સાંભળીને ચોર ઘણું આશ્ચર્ય પામીને બોલ્યો કે બધા દાણા અવળામુખે પાડવા જોઇએ. ખેડૂતે વસ્ત્ર પહોળું કરીને બધા દાણા એજ પ્રમાણે નાંખ્યા. આથી ઘણું વિસ્મય પામેલો ચોર તેની વારંવાર પ્રસંશા કરીને બોલ્યો, કે જો તે મગના દાણા એ પ્રમાણે ન નાખ્યા હોત તો જરૂર હું આજે તને મારી નાંખત. આમાં ખેડૂત અને ચોર બન્નેની કર્મજા બુદ્ધિ જાણવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 678 679 680 681 682