Book Title: Visheshavashyaka Bhasya Part 1
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 674
________________ પરિશિષ્ટ પહેલું ઔત્પાતિકી બુદ્ધિ ઉપર રોહકનું દૃષ્ટાંત, અવંતી નગરીની પાસેના ગામમાં એક ભરત નામનો નટ રહેતો હતો, તેને પહેલી સ્ત્રીથી ઉત્પન્ન થએલો રોહક નામનો ઔત્પાતિકી બુદ્ધિવાળો પુત્ર હતો. પહેલી સ્ત્રી મરણ પામવાથી, ભરતે બીજી સ્ત્રી કરી હતી, તે સ્ત્રી રોહકને શોકયનો પુત્ર જાણીને, બરાબર ખાવા પીવાનું આપતી નહી, તેથી એક વખત રોહકે તેને કહ્યું કે માતા ! તું મને સારી રીતે રાખતી નથી, તો હું તને એનું ફળ બતાવીશ. આથી નવી માતાએ કહ્યું કે-અરે નાદાન છોકરા ! તું મને શું કરવાનો હતો ? રોહક બોલ્યો-માતા ! હું એવું કરીશ, કે જેથી તું મારા પગે પડીશ. નવી સ્ત્રીએ તેને નાદાન જાણીને તેની ઉપર ધ્યાન આપ્યું નહીં, અને હમ્મેશની માફક બેદરકારીપણે વર્તવાનું ચાલુ રાખ્યું. રોહકે એક દિવસ રાત્રિએ એકદમ અચાનક જાગીને પોતાના પિતાને કહ્યું કે-પિતાજી! પિતાજી! આ કોઇ પુરૂષ આપણા ઘરમાંથી નાશી જાય છે. આ સાંભળીને ભરતના મનમાં ધારણા થઇ કે જરૂર મારી સ્ત્રી વ્યાભિચારિણી છે. નહિ તો રાત્રિના સમયે કોઇ અજાણ્યો પુરૂષ ઘરમાંથી કેમ નીકળે ? આવા વહેમથી તે સ્ત્રી ઉપર પ્રીતિ રહિત થયો. સ્ત્રી સાથે બોલવા ચાલવાનો વ્યવહાર પણ બંધ કર્યો. આથી તે નવી સ્ત્રીએ માન્યું કે જરૂર આ કામ રોહકનું લાગે છે, તેથી રોહકને પ્રીતિપૂર્વક બોલાવીને કહ્યું કે- બેટા ! તેં આ શું કર્યું, કે જેથી તારા પિતા મારાથી એકદમ કંઇ પણ કારણ વિના નારાજ થયા છે ? જો તે જ એ પ્રમાણે કર્યું હોય, તો હે પુત્ર! મારો અપરાધ ક્ષમા કર અને તારા પિતા મારા પર પ્રસન્ન થાય તેમ કર. એના ઉત્તરમાં રોકે કહ્યું-ઠીક છે. હવે તું એ માટે ખેદ ન કરીશ. હું બધું પાછું ઠેકાણે લાવીશ. તે દિવસથી તે સ્ત્રી રોહકની સારી સંભાળ રાખવા લાગી, અને રોહક પણ પિતાનો પૂર્વ વહેમ દૂર કરવાનો ઉપાય શોધવા લાગ્યો. એક દિવસ રાત્રિએ રોહકનો પિતા ચાંદીમાં બેઠો હતો, તે વખતે રોકે પોતાના શરીરની છાયાને આંગળીથી બતાવીને પિતાને કહ્યું કે-પિતાજી! જાઓ! જાઓ! આ કોઇ પુરૂષ જાય છે! પિતાએ કહ્યું મને જલ્દી બતાવ. ત્યારે રોહકે આંગળી વડે પોતાની છાયા બતાવીને કહ્યું કે જીઓ આ રહ્યો, મેં તેને રોકી રાખ્યો છે. રોહકની આ બાળચેષ્ટા જોઇને ભરતે વિચાર્યું કે ખરેખર આણે પહેલાં પણ આવો જ પુરૂષ જોયો હશે. નાદાન બાળકના બોલવા ૫૨ વિશ્વાસ રાખીને મ્હે નકામો મારી સ્ત્રી પર વહેમ લીધો; પણ એ ઠીક ન કર્યું. આવા નિશ્ચયથી તેનો પૂર્વનો વહેમ દૂર થયો, અને તે દિવસથી તે તેના પર અનુરાગવાળો થયો. રોહકે વિચાર્યું કે મેં મારી ઓરમાન માતાનું અપ્રિય કર્યું છે, તેથી તેનો બદલો લેવાને તે કોઇ વખત મને વિષ વગેરેથી મારી નાંખશે, માટે મારે તેનાથી દરરોજ સાવચેત રહેવું જોઇએ. એમ વિચારીને તે હંમેશાં પોતાના પિતાની સાથેજ જમવા બેસવા લાગ્યો. ૮૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 672 673 674 675 676 677 678 679 680 681 682