Book Title: Visheshavashyaka Bhasya Part 1
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan
View full book text
________________
ભાષાંતર ]
વીર ભગવંતનાં ઉપસર્ગો.
सोहम्मकप्पवासी, देवो सक्कस्स सो अमरिसेणं । सामाणि संगमओ, वेइ सुरिंदं पडिनिविट्ठो ॥ ४९९ ॥ तेलोक्कं असमत्थंति, पेह एतस्स चालणं काउं । अज्जेव पासइ इमं मम वसगं भट्टजोगतंवं ।।५००।।
अह आगओ तुरंतो, देवो सक्कस्स सो अमरिसेणं । कासीय हउवसग्गं, मिच्छद्दिट्टिप्पडिनिविट्टो ||५०१ ||
Jain Education International
ત્યાંથી ભગવાન દઢભૂમિએ ગયા, ત્યાં બહારના ભાગમાં પેઢાલ નામે ઉઘાન છે, તેમાં પોલાસ ચૈત્યની અંદર એકરાત્રિની મહાપ્રતિમા ધરીને ઉભા રહ્યા. તે વખતે સુધર્મ સભામાં દેવરાજ ઈન્દ્રમહારાજ હર્ષવન્ત થઈને આ પ્રમાણે વચન બોલ્યા કે ત્રણેલોક આ વીર પ્રભુને ચળાયમાન કરવાને સમર્થ નથી. આ ઉપરથી સૌધર્મ કલ્પવાસી ઈન્દ્રનો સંગમક નામે સામાનિક દેવ ત્યાં બેઠો હતો, તેણે ઈન્દ્રને અમર્ષથી કહ્યું કે જેને ચલીત કરવાને ત્રણ લોકને પણ તમે અસમર્થ કહો છો, તેને તપ અને યોગથી ભ્રષ્ટ થઈને મારે વશ થયેલ જીઓ. પછી ઈન્દ્રનો તે સામાનિકદેવ અમર્ષથી સત્વર ત્યાં આવ્યો, અને પ્રતિનિવિષ્ટ મિથ્યાદૃષ્ટિ તેણે ઉપસર્ગ કરવા માંડ્યા. ૪૯૭ થી ૫૦૧.
धूली पिवीलिआओ, उहंसा चैव तहय उण्होला । વિંછુય નતા સપ્પા ય, મૂસા ચેવ ઠ્ઠમાં ૧૦૨ हत्थी हत्थीणिआओ, पिसायए घोररूव वग्धो य । थेरो थेइ सुओ, आगच्छइ पक्कणो य तहा ||५०३ || खरवाय कलंकलिया, कालचक्कं तहेव संघट्टं । पाभाइय उवसग्गे, मीसइमो होइ अणुलोमो ॥ ५०४ ॥ सामाणियदेविडिं, देवो दावेइ सो विमाणगओ । भइ य वरेह महरिसि ! निप्पत्ती सग्गमोक्खाणं ।। ५०५ ।।
उवहयमविण्णाणो, ताहे वीरं बहुप्पसाहेउं ।
ओहीए निरिक्खिज्ज, झायइ छज्जीवहियमेव ॥ ५०६ ||
[૬૧૯
ધૂળ, કીડીઓ, ડાંસ, તેમજ ધીમેલો, વિંછી, નોળીઆ, સર્પ અને આઠમીવાર ઉંદરો, હસ્તી, હસ્તિણી, ભયંકરરૂપધારી પિશાચ, વ્યાઘ્ર, સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા માતાનો કરૂણામયવિલાપપુત્ર ! આમ આવ, અમને ન તજ, ચંડાલ, પગ પર રાંધવાનું, પ્રચંડવાયુ, કલંકલિકવાયુ, કાળચક્ર, સંવર્તકવાયુ અને વીસમો પ્રભાત વિકુવ્વને અનુલોમ ઉપસર્ગ કર્યો. સામાનિક દેવઋદ્ધિ બતાવીને તે દેવ વિમાનમાં રહ્યો થકો બોલ્યો, હે મહર્ષિ ! ઈચ્છા હોય તે માગો, સ્વર્ગ આપું કે મોક્ષ આપું ? આ પ્રમાણે મંદબુદ્ધિવાળા તેણે વીરને વશ કરવાને કર્યું; પણ ભગવાન તો અવિધજ્ઞાનથી છ જીવનિકાયનું હિતજ ચિત્તવતા હતા. ૫૦૬.
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682