Book Title: Visheshavashyaka Bhasya Part 1
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 659
________________ ૬ ૧૮] વીર ભગવંતના ઉપસર્ગો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ मगहा गोब्बरगामो, गोसंखो वेसिआण पाणामा । कुम्मग्गामायावण, गोसाले गोवण पउ? ॥४९३।। वेसालीए पडिम, डिंभमुणिउत्ति तत्थ गणराया। पूएइ संखनामो, चित्तो नावाए भगिणिसुओ ॥४९४॥ वाणियगामायावण, आनंदो ओहि परीसह सहति । सावत्थीए वासं, चित्ततवो साणुलट्टि बहि ॥४९५॥ पडिमा भद्द महाभद्द, सबओभद्द, पढमिआ चउरो । अट्ठ य वीसाणंदे, बहुलिय तह उज्झिए दिव्वा ॥४९६।। ત્યાંથી નીકળીને ભગવાન સિદ્ધાર્થ પૂરે ગયા, સિદ્ધાર્થપુરથી કૂર્મ ગામ તરફ ચાલ્યા, માર્ગમાં ગોશાળાએ તિલસ્તંબની પૃચ્છા કરી, ભગવંતે તેની ઉત્પત્તિ કહી, તે પર શ્રદ્ધા ન કરનાર અનાર્ય ગોશાળે તે ઉખેડી નાખ્યું. ઘણી વર્ષા થઈ, અને તે તલનો છોડવો સ્થિર થયો, ત્યાંથી કૂર્મ ગામે ગયા, તે ગામની બહાર વૈશ્યાયન નામે બાળતપસ્વી આતાપના લેતો હતો, તેની ઉત્પત્તિ આ પ્રમાણે છે, ચંપાનગરી અને રાજગૃહ નગરીની વચ્ચે ગોબર ગામ હતું, ત્યાં ગોશંખી નામે કણબી રહેતો હતો. ચોરોએ તેને મારી નાખ્યો, અને તેની અચિર પ્રસૂતા સ્ત્રીને વૈશ્યાને ત્યાં વેચી, જન્મેલું બાળક કોઈકના હાથ આવ્યું, અનુક્રમે બાળક મોટો થયો, નગરમાં ગયો, વૈશ્યાને ત્યાં જતાં ગાય રૂપધારી કુળદેવતાએ ચેતાવ્યો, છેવટે તાપસ થયો, ગોશાળાએ તેને યૂકા શધ્યાતર કહી ચડાવ્યો, તાપસે ક્રોધથી તેજોલેશ્યા મૂકી, ભગવાને શીતલેશ્યાથી બચાવ્યો, પરિણામે ગોશાળાએ તેજોલેશ્યાનો ઉપાય પ્રાપ્ત કર્યો, ભગવાનથી છુટો પડ્યો. ભગવાન ત્યાંથી વિશાળાનગરીએ ગયા. પ્રતિમા ધારણ કરી રહ્યા, બાળકોએ પિશાચ જાણી અટકાવ્યા, ત્યાં ગણરાજ શંખનામે કોઈ સિદ્ધાર્થ રાજાના મિત્રે ભગવંતને ઓળખીને પૂજા કરી. ત્યાંથી ભગવાન વાણિજ ગામ તરફ ચાલ્યા, માર્ગમાં ગંડીકા નદી ઉતરવાને નાવમાં બેઠા, નાવિકોએ ભાડું માંગ્યું, તે વખતે શંખરાજાનો દૂત ચિત્ર નામનો ભાણેજ નાવિક સૈન્યસહિત દૂતકાર્ય માટે ગયો હતો, તેણે ત્યાં આવી ભગવંતને મૂકાવીને પૂજા કરી. ત્યાંથી વાણિજય ગામે જઈ ગામ બહાર પ્રતિમા ધરીને રહ્યા, ત્યાં આનંદ શ્રાવકને અવધિજ્ઞાન થયું. તેણે તીર્થકરને પરિસહ સહન કરતા જોયા, વંદના કરી અને કહ્યું, ભગવદ્ થોડા વખતમાં જ કેવળજ્ઞાન થશે. ત્યાંથી ભગવાન શ્રાવસ્તી નગરીએ ગયા, અને દશમી વર્ષાઋતુ વિતાવી. ત્યાંથી સાનુલષ્ઠ ગામે ગયા, ત્યાં ભદ્રા, મહાભદ્રા, સર્વતોભદ્રા, વિગેરે પ્રતિમા વહન કરી, પછી આનંદ શ્રાવકના ઘેર બહુલિકા દાસીએ ભગવંતને વહોરાવ્યું, અને પંચદિવ્ય પ્રગટ થયાં. ૪૯૨ થી ૪૯૬. दढभूमीए बहिआ, पेढालं नाम होइ उज्जाणं । पोलासचेइयंमी, ठिएगराइं महापडिमं ॥४९७॥ सक्को अ देवराया, सभागओ भणइ हरिसिओ वयणं । तिण्णिवि लोगऽसमत्था, जिणवीरमणं न चालेउं ॥४९८॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682