Book Title: Visheshavashyaka Bhasya Part 1
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 670
________________ ભાષાંતર] તીર્થંકરનું રૂપ અને વાણી. [૬ ૨૯ જેવડું રૂપ દિવ્ય શક્તિથી વિમુર્વે તો તે અંગારાની પેઠે જિનેશ્વરના પગના અંગુઠા આગળ શોભા ન પામે, તીર્થંકરના રૂપથી ગણધર, આહારક શરીરી, અનુત્તર દેવો, યાવત વ્યન્તર દેવો, ચક્ર, વાસુદેવ, બળદેવ અને મંડળીક રાજાઓ અનુક્રમે એકેકથી અનન્તગુણ હીનરૂપવાળા હોય છે, અને બાકીના છ સ્થાનગત હોય છે. એટલે બીજાઓ છઠાણવડીયા હોય છે. પ૬૫ થી ૫૭૦. संघयणरूवसंठाण, वण्ण गइ सत्त सार उस्सासा । एमाइणुत्तराई, हवंति नामोदए तस्स ॥५७१॥ पगडीणं अण्णासुवि, पसत्थउदया अणुत्तरा होंति । खयउवसमेऽविय तहा, खयम्मि अविगप्पमाहंसु ॥५७२॥ अस्सायमाइयाओ, जाविअ असुहा हवंति पगडीओ। णिंबरसलवोव्व पएह, जं न होंति ता असुहया तस्स ॥५७३॥ धम्मोदएण रूवं करेंति रूवस्सिणोऽवि जइ धम्म । गिज्झवओ य सुरूवो, पसंसिमो तेण रूवं तु ॥५७४॥ कालेण असंखणवि, संखातीताण संसईणं तु । मा संसयवोच्छित्ती, न होज्ज कमवागरणदोसा ॥५७५॥ सव्वत्थ अविसमत्तं, रिद्धिविसेसो अकालहरणं च । सवण्णुपच्चओऽवि य अचिंतगुणभूतिओ जुगवं ॥५७६॥ वासोदयस्स व जहा, वण्णादी होंति भायणविसेसा । सब्बेसिपि सभासा जिणभासा परिणमे एवं ॥५७७॥ સંઘયણ, રૂપ, સંસ્થાન, વર્ણ, ગતિ, સત્ત્વ, સાર, અને ઉશ્વાસ ઈત્યાદિ વસ્તુઓ પણ તેમને તીર્થકરનામકર્મના ઉદયથી અનુત્તર હોય છે, બીજી કર્મપ્રકૃતિઓ પણ પ્રશસ્ત ઉદયવાળી હોય છે, ક્ષયોપશમ અને ઉપશમમાં પણ તેવીજ રીતે હોય છે, અને ક્ષય થતાં તો વર્ણન પણ ન કરી શકાય એવી હોય છે. અશાતા વેદનીયાદિ જે અશુભ પ્રવૃતિઓ હોય છે, તે પણ દૂધમાં લીંબડાના રસના બીંદુની પેઠે તેની અશુભતા નહિ જેવી હોય છે. ધર્મના ઉદયથી તેવું અનુરૂપ રૂપ હોય છે, વળી રૂપવન્ત પણ જો ધર્મ કરે છે, તો બીજાઓએ તો તે સારી રીતે કરવો જોઈએ, તથા રૂપવત્તનું વચન સર્વ કોઈ માન્ય કરે છે, તેથી ભગવંતનું રૂપ અમે વખાણીએ છીએ. અસંખ્યાત સંશયી જીવોના સંશયનો અનુક્રમે બોલવાના દોષને લીધે અસંખ્યાતા કાળે પણ નાશ ન થાય, સર્વ જીવોપર ભગવાન સમભાવવાળા એકીકાળે સંશય છેદવાથી ગણાય, ઋદ્ધિવિશેષ પણ સંશય દૂર કરવાથી ગણાય. અચિંત્ય ગુણ વિભૂતીને લીધે જીવોને સર્વજ્ઞપણાનો પ્રત્યય થાય છે, તેથી યુગપદ્ દેશનાથી સર્વના સંશયનો નાશ કરે છે, વૃષ્ટિનાં પાણીની જેમ જુદા જુદા ભાજનોથી વિવિધ વર્ણાદિવાળા થાય છે, તેમ જિનેશ્વરની વાણી પણ સર્વને સ્વભાષામાં પરિણમે છે. પ૭૧ થી પ૭૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682